________________
સંસાર પ્રત્યે રાગી ન બને એ માટે ત્રણ ઉપાયો અજમાવવા જોઈએ. (૧) જૈનશાસન, જિનાગમો ઉપર અપાર ભક્તિ (૨) શ્રુતજ્ઞાનરૂપી સંપત્તિ મેળવવા માટે સખત ઉદ્યમ (૩) સંવિગ્ન મહાત્માઓ સાથે
પરિચય. (३३) यावत्परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति ।
तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।। અર્થ : હે જીવ! જેટલો કાળ તારું મન પારકાના દોષો કે પારકાના ગુણોના
કિર્તનમાં તલ્લીન બને છે એટલો જ કાળ તારા જ આત્માનું વિશુદ્ધ
ધ્યાન કરવામાં લીન બને એ વધારે સારું છે. (३४) शास्त्राध्ययने चाध्यापने च संचिन्तने तथात्मनि च ।
धर्मकथने च सततं यत्नः सर्वात्मना कार्यः ।। અર્થ : સાધુઓએ પોતાની તમામ તાકાત લગાડી સતત નીચેની પાંચ
બાબતોમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧) શાસ્ત્રોનું અધ્યયન-અભ્યાસ, (૨) શાસ્ત્રોનું અધ્યાપન-બીજાઓને ભણાવવું, (૩) શાસ્ત્રીય
પદાર્થોનું સમ્યફ ચિંતન, (૪) આત્મવિકાસ, (૫) ધર્મોપદેશ. (३५) निर्जितमदमदनानां मनोवाक्कायविकाररहितानां ।
विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ।। અર્થ : સુંદર આચારના પાલક એ સાધુઓને તો આ સંસારમાં જ મોક્ષ
રહેલો છે કે જે સાધુઓ (૧) અહંકાર અને આસક્તિઓને હરાવી ચૂક્યા છે. (૨) મન, વચન કે કાયાની કોઈપણ પ્રકારની વિકૃતિઓ
વિનાના છે. (૩) પારકી કોઈપણ આશાઓને જેમણે છોડી દીધી છે. (३६) स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति ।
रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ।। અર્થ: તે આત્મા કાયમ માટે સુખી રહે છે જે (૧) પોતાના શરીરમાં પણ
રાગ નથી કરતો, (૨) શત્રુ ઉપર પણ દ્વેષ નથી કરતો, (૩) એટલો બધો નિઃસ્પૃહ, નિર્ભય છે કે રોગો, ઘડપણ કે મરણના ભયથી પણ વ્યથા પામતો નથી.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)