________________
અર્થ : સાધુ પોતાના મહાત્મા ગુરુદેવના વચનને ક્યારેય નિષ્ફળ ન જવા
દે. “ઓ ગુરુદેવ ! આપની આ આજ્ઞા, ઈચ્છા હું અવશ્ય પાળીશ.” એમ વચન દ્વારા એ ગુર્વાશાને સ્વીકારે અને પછી કાયાથી એ
આજ્ઞાનું અક્ષરશ: પાલન કરે. એમાં લેશ પણ ઉણપ ન રાખે. (१३) कोहो अ माणो अ अणिग्गहिआ माया अ लोभो अ पवड्ढमाणा।
चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाई पुणब्भवस्स ।। . અર્થ : જો મુનિ પોતાના ક્રોધ અને માન-કષાયને કાબૂમાં ન લઈ શકે. જો
મુનિના માયા અને લોભ વધતા જશે તો એ ચાર કાળા કષાયો પુનર્જન્મના મૂળીયાઓને સીંચવાનું કામ કરશે. અર્થાત્ એ મુનિએ
ઘણા ભવો ભટકવું પડશે. (१४) निदं च न बहुमन्निज्जा सप्पहासं विवज्जए ।
मिहोकहाहिं न रमे सज्झायंमि रओ सया ।। અર્થ : સાધુ ઊંઘને સારી ન માને. જરૂરિયાત પૂરતી જ નિદ્રા લે. સાધુ
ખડખડાટ ન હસે. પરસ્પર ગુપ્ત વાતો, વિકથાઓ વગેરેમાં સાધુ
બિલકુલ રસ ન લે. એ તો કાયમ સ્વાધ્યાયમાં જ લીન રહે. (१५) अपुच्छिओ न भासिज्जा भासमाणस्स अंतरा ।
पिट्ठिमंसं न खाइज्जा मायामोसं विवज्जए ।। અર્થ : ગુરુ જ્યાં સુધી પૂછે નહિ ત્યાં સુધી શિષ્ય નિષ્કારણ ડહાપણ ન કરે.
ગુરુ બોલતા હોય ત્યારે શિષ્ય વચ્ચે ન બોલે. ગુરુની ગેરહાજરીમાં ગુરુના સદ્ભત દોષોની પણ નિંદા ન કરે. માયાપૂર્વકનો મૃષાવાદ
છોડી દે. (१६) अप्पत्तिअं जेण सिआ आसु कुप्पिज्ज वा परो ।
सव्वसो तं न भासिज्जा भासं अहिअगामिणिं ।। અર્થ : જે વચનો બોલવાથી બીજાને દુઃખ થાય, જે વચનો સાંભળતા
બીજાને ક્રોધ ચડે એવી અહિતકારી ભાષા સાધુ ક્યારેય ન બોલે. (99) માયારત્નત્તિર ક્િવાયર્મદિન |
वायविक्खलिअं नच्चा न तं उवहसे मुणी ।।
+++++++++++++++++++++++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૧૮