Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 146
________________ માટે ઉચિત નથી. ૪. ભૂલ થઈ જાય તો સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસ એકરાર કરવો જોઈએ. ૫. કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. ૬. વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું ઉચિત નથી. ૭. સારી વસ્તુ આપણી પાસે આવી હોય તો બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. ૮. ગુરુ મહારાજ આવે ત્યારે “મFણ વંદામિ' કહેતાં જ ઊભા થવું જોઈએ. ૯. પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુઆજ્ઞા થયા પછી કદી પણ ન કરવો. બહુવેલ સંદિસાડું આદેશના મર્મને સમજવાની જરૂર છે. ૧૦. કોઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તો ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ૧૧. બંને ટંકનું પ્રતિક્રમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. ૧૨. મુહપત્તિનો ઉપયોગ બરાબર જાળવવો. ૧૩. શ્રાવકો-ગૃહસ્થોને “આવો, જાઓ, આ કરો, તે કરો એમ આદેશાત્મક વચન કહેવાય નહિ. ૧૪. રસ્તામાં ચાલતાં આડું-અવળું જોવું નહિ, વાતો કરવી નહિ, ભણવું, ગોખવું કે આવૃત્તિ-પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫. ઈર્યાસમિતિનો ઉપયોગ બરાબર જાળવવો. ૧૬. કોઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. ૧૭. સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારીને જોવી નહિ. (એ જ રીતે સાધ્વી માટે પુરુષનું સમજવું.) ૧૮. વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દૃષ્ટિપડિલેહણ કરવું જોઈએ. ૧૯. બીજા સાધુના પાતરાં તરફ નજર ન કરવી કે “એને શું આપ્યું?” કે “એણે શું વાપર્યું ?' આદિ. - જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૩૭

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178