________________
પડ્યા કે પરઠવ્યા, ઉપર ચાલ્યા. ૩૨. કાપનું પાણી થોડું થોડું પરઠવવાને બદલે આખી બાલ્દી ભેગી કરી એક
સાથે પરઠવી, એનો રેલો ચાલ્યો જે ઘાસમાં કે ગટરમાં ગયો.
ખાબોચીયા ભરાયા. ૩૩. નિગોદ, લીલફૂલ, થડ, ફળ, ફૂલ, છાલ, બી, વૃક્ષ, છોડ, સચિત્ત
અનાજ-ઘાસનો સંઘટ્ટો થયો, ઉપર ચાલ્યા, બેઠા. ૩૪. ફૂંક મારવા દ્વારા વાયુકાયની વિરાધના થઈ, કરી. ૩૫. પવનવાળી જગ્યાની રુચિ, પ્રશંસા, ઉપયોગ કર્યા. ૩૬. ગરમી લાગતા કપડું, પુંઠા આદિથી પવન નાંખ્યો. ૩૭. પવન માટે બારી-બારણાં ખોલ-બંધ કર્યા. ૩૮. દોરી કે ખીંટી વિગેરે ઉપર રહેલાં કપડાં, લુણાં વિગેરે હવામાં ઉડતા
સંકોચ્યા નહિ (ઉતાર્યા નહિ). ૩૯. સૂકવતી વખતે કપડાં, લુણાં વગેરે ઝાટક્યા. ૪૦. મુહપત્તિનો ઉપયોગ રાખ્યો નહિ, રહ્યો નહિ, ઉઘાડા મુખે બોલ્યા. ૪૧. પાણીમાં ચૂનો નાંખવો રહી ગયો, કાળ વીત્યા બાદ જાણીને-ભૂલથી
નાંખ્યો, ૭૨ કલાક પછી કાઢવાનું રહી ગયું. ૪૨. ઉપધિ, પુસ્તક, લૂછણીયા, માતરીયા વિગેરેમાં નિગોદાદિ થયા, તેની
વિરાધના થઈ. ૪૩. ગામમાં પ્રવેશ કરતાં કે નીકળતાં, તથા એક જાતની ભૂમિમાંથી બીજી
જાતની ભૂમિ ઉપર જતાં તેમજ નદી કે પાણી ઓળંગતા પગ પૂજવા
રહી ગયા. ૪૪. ભૂલથી સચિત્ત પાણી આવી ગયું કે અચિત્ત પાણીમાં સચિત્ત પાણી ભેગું
થઈ ગયું. તે પાણી તેવી ભીનાશવાળી જગ્યાને બદલે કોરી જમીન કે
રેતીમાં પરઠવ્યું. ૪૫. વિહાર આદિમાં લીલોતરી ઉપર ચાલ્યા કે સંઘટ્ટો થયો. તેમાં પગ
નીચે, અડખે-પડખે સચિત્ત કે મિશ્ર ગાઉ, ખેતર, પગલાની નોંધ
લખવી. ૪૬. કાગડા, ચકલા આદિ ઉડાડ્યા, કૂતરા આદિ હાંકી કાઢ્યા, ત્રાસ
-
-
પાલા,
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
૧૫૫