________________
૭. પલ્લાં, રજસ્ત્રાણ, ગુચ્છા, સુપડી, ચરવળી વિગેરે ઉપકરણો પૂરા
રાખ્યા નહિ અથવા બધાનો યથાસ્થાન ઉપયોગ ન કર્યો : જેમકે
રજસ્ત્રાણ વિના પાતરા બાંધ્યા કે તેને પલ્લાં તરીકે વાપર્યું. ૮. લગભગ વેળાએ ગોચરી-પાણી, દવા વિગેરે વાપર્યા કે સૂર્યાસ્ત પછી
વાપર્યા. ૯. પહેલી પોરિસીનું લાવેલું ત્રીજી પોરિસી થઈ ગયે વાપર્યું. (કાલાતીત) ૧૦. એક સ્થાનેથી વહોરેલું બે કોસ (૮ કિ.મી.) દૂર ગયે વાપર્યું. (ક્ષેત્રાતી)
. (૪) તપાચાર ૧. એકાસણું ન કર્યું. તેમાં ૨ મોય) ૨. ઉણોદરી ન રાખી. ૩. વૃત્તિસંક્ષેપ, દ્રવ્યાદિ અભિગ્રહ ન રાખ્યા. ૪. એકાદ વિગઈત્યાગ કે આંબીલ ન કરે, પચ્ચખાણ ભાંગે.
રોગાદિ પરિષહ સમ્યફ પ્રકારે સહન ન કર્યા. ૬. લાગેલ અતિચારોની નિત્યનોંધ ન કરી અને રોજ અથવા પમ્બિએ,
ચોમાસી, સંવત્સરીએ સૂક્ષ્મ અતિચારોનું પણ પ્રાયશ્ચિત્ત ન લીધું કે
પ્રાયશ્ચિત્ત પૂરું ન કર્યું. ૭. ગુર્વાદિક વડીલ કે ગ્લાનાદિનું પડિલેહણ, સંથારો વિગેરે વૈયાવચ્ચ ના
કરી, ઉપેક્ષા કરી. ૮. આવેલ પ્રાયશ્ચિત્ત-તપ વગેરે વાળ્યા-ન વાળ્યાનો હિસાબ ન રાખ્યો. ૯. ચોક્કસ ધ્યાન રાખી રોજેરોજની અતિચારનોંધ ન કરી, કરવાની ટેવ
ન પાડી. ૧૦. ઉપવાસ વગેરે પાક્ષિક આદિ તપ ન કરી આપ્યો.
| (૫) વીચાર ૧. અધિક ગોચરી અપ્રતિકૂળ છતાં છતી શક્તિએ ખપાવી નહિ, પરઠવવી
પડી અને બીજી ગોચરી મંગાવી. ૨. અપ્રતિલેખિત કે અકથ્ય સ્થાપનાજી પાસે આદેશ માંગ્યા,
૫.
૧૬૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨