________________
ખાડા-ખાંચા ભરાવી દીધા.
૧૬. તાર, ટપાલ, ફેક્સ, ફોન, આંગડીયા આદિ કરાવ્યા. ૧૭. કપડો નાંખ્યા વિનાની કામળી ઓઢી.
૧૮. અંધારામાં પડિલેહણ કર્યું; સકારણ, નિષ્કારણ.
૧૯. ન જ ચાલી શકે એવા, પણ જાતે થઈ શકે કે સાધુથી થઈ શકે એવા (દા.ત. દૂર પડેલા પુસ્તકની આવશ્યકતા) કામ માટે ગૃહસ્થને આદેશઈશારો કરી કામ કરાવ્યું.
૨૦. તાત્કાલિક જરૂરી નિહ કે કદાચિત્ જરૂરી ચીજ વહોરી નિહ પણ ગૃહસ્થ પાસે જ સ્થાપના કરાવી કે સ્વ(સાધુ)ની સત્તાથી રખાવી. ૨૧. સ્વસત્તા કે સાધુસત્તામાં નહિ એવી જરૂરી ચીજ માલિકની રજા વગર લીધી, વાપરી, રાખી. સ્પષ્ટ માલિકના અભાવમાં ‘અણુજાણહ જસુગ્ગહો' ન કર્યા.
૨૨. દર્શન, ચૈત્યવંદન કર્યા પૂર્વે પચ્ચક્ખાણ પાર્યું, કરવા જ રહી ગયા. ૨૩. ગોચરીના અગીતાર્થની લાવેલ ગોચરી નિષ્કારણ વાપરી.
૨૪. ચારિત્રાચારે સચિત્ત જમીન, પાણી, અનાજ ઉપર ચાલ્યા. વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિયની એક-બે આદિ વિરાધના થઈ, ક્લિામણા થઈ, સંઘટ્ટો થયો, કર્યો.
૨૫. અતિકારણ સિવાય કામળી ઓઢીને પણ ઉજેહીમાં ગયા, રહ્યા. ૨૬. અજવાળે છતે વસતિ ન જોઈ કે વધુ મોડી જોઈ.
૨૭. વહેલાં અંધારે પડિલેહણ-સજ્ઝાય કરીને પણ અંધારે ઠલ્લે ગયા. ૨૮. લૂણાં, પાતરાં, વસ્ત્ર વગેરે હાથોહાથ ન આપતાં ફેંકીને કે જમીન ઘસડતાં આપ્યા, નાંખ્યા.
૨૯. વિહાર કે મકાનમાં વધુ પવને ફડફડતાં કપડાં, કામળી વગેરે તેમ જ ચાલવા દીધા.
૩૦. દાંડા, કપડા, ઉધિ વગેરે ઉજેહી પડતા સ્થાનમાં મૂક્યા કે પછી ય સ્થાનાંતર ન કર્યા.
સૂચના : ૧) આલોચના કરતી વખતે જમા-ઉધાર (કરેલ તપ, સ્વાધ્યાય, મૌન, સ્થિરાસન, નવી ગોખેલી-જુની ઉપસ્થિત ગાથા) આટલું દર વખતે અવશ્ય લખવું.
૨) આલોચનામાં દોષો જાણીને સેવ્યા કે અજાણતા સેવ્યા, સકારણ સેવ્યા કે નિષ્કારણ સેવ્યા કે પ્રમાદથી સેવ્યા. જે રીતે સેવ્યા હોય તે રીતે લખવું જોઈએ. **
÷÷†††††††††÷÷÷÷÷÷/42÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++++÷÷÷÷÷÷÷÷÷†††
+++++++++++++†††††††††††††|||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
૧૬૫