Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/022618/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - જ શારશાળા ચૂંટTI GIોકો ભાગ-૨ અર્થસહિત પં. ચન્દ્રશેખરવિજ્યજી Page #2 -------------------------------------------------------------------------- ________________ દદદદદદદદદદ SSS ન . છે 5855 જૈના શાસ્ત્રના ૨ ચૂંટેલા લોકો 55555555' | (અર્થ સહિત) (ભાગ-૨), (દરદ દર્દીએ દિર્ગદર્શકને દઝદદદદદ કરી છે. પ્રેરક : પં. ચન્દ્રશેખરવિજયજી સંગ્રાહક : મુનિશ્રી ગુણવંતવિજયજી દ દ * ૩૩૩ *દદદદદદદદ જ્જલપ્રકાશન ટ્રસ્ટ S ETS . . . . Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફરોડ, અમદાવાદ-૧ ફોન : ૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૩૩ લેખક - પરિચય ઃ સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી આવૃત્તિઃ પ્રથમ સંસ્કરણ : નકલ : ૨૦૦૦ તા. ૨૫-૧૦-૨૦૦૩, વિ. સં. ૨૦૫૯ મૂલ્ય રૂા. ૪૦/ ટાઈપસેટિંગ અરિહંત ગ્રાફિક્સ ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ મુદ્રક ઃ ભગવતી ઑફસેટ ૧૫/સી બંસીધર એસ્ટેટ બારડોલપુરા, અમદાવાદ-૪ જે સાધુ-સાધ્વીજી ભગવંતોને “જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો” ના બે ભાગો જોઈતા હોય તેઓ કમલ પ્રકાશન ટ્રસ્ટના સરનામે જાણ કરે. સાધુ-સાધ્વીજીઓને ભેટ આપવામાં આવશે. મુમુક્ષુઓ માટે રૂા. ૬૦/- રાખેલ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 'ઉમળકાભર્યા હેયે 'અમે સ્વીકારીએ છીએ આપનું સ્નેહભર્યું સૌજન્ય પૂજ્યપાદ પં. ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના નુતન પુસ્તકોમાંથી આપે આ પુસ્તક પસંદ ર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્યશ્રી તરફ્ટી આપના સંઘને ખૂબ ખૂબ આશીર્વાદ ooooooooooo : સૌજન્ય : પૂજ્ય પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વર્ધમાન જૈન શ્વેતામ્બર મૂ.પૂ.સંઘ યોગીછાયા ફલેટ સામે, અગ્રવાલ સ્વીટની ગલીમાં, ગુરુકુલ રોડ, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. 000000000000000000000000000000000 Page #5 -------------------------------------------------------------------------- ________________ ®®e Lપ્રસ્તાવના વ વિ.સં. ૨૦૫૯ની સાલનું ચાતુર્માસ મેં પાલીતાણાની છે P તીર્થભૂમિમાં કર્યું. શ્રમણ-શ્રમણીઓ અને દીક્ષાર્થી ભાઈ-બેનોને શાસ્ત્રીય વાચનાઓ આપીને સંયમજીવનનું ઊર્ધ્વીકરણ કરવાનો મારો ઉદેશ હતો. • અપેક્ષા મુજબનું સુંદર પરિણામ મળ્યું. વાચનાઓનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાયમ માટે આંતર જાગૃતિ જળવાઈ રહે અને તે વધતી રહે તે માટે બે બાબતો વિચારાઈ. (૧) “સંયમદૂત' જેવા નામનું માસિક પ્રગટ થાય જેમાં નકરી આત્મહિતકર વાતો હોય, જેનો સ્વાધ્યાય થતો રહે. વિ.સં. ૨૦૬૦ના બેસતા વર્ષે તેનો પહેલો અંક પ્રગટ થશે. (૨) બારથી પંદર શાસ્ત્રોમાંથી એક હજાર જેટલા અત્યન્ત સુંદર શ્લોકો ઉદ્ધત કરવા, બે ભાગમાં પુસ્તકાકારે પ્રગટ કરવા. (અનુવાદ સહિત) જો તે એક હજાર શ્લોકો રોજનો એક શ્લોક ગોખાય તો ય ત્રણ વર્ષે પૂરા ગોખાઈ જાય.) કઠસ્થ કરી લેવાય અને યથાશક્ય રોજ ૩OO થી ૫૦૦ શ્લોકોનો અર્થચિંતન સાથે પાઠ થાય તો રોજબરોજ તાજો વૈરાગ્યભાવ આવિર્ભાવ થતો જાય. સંયમ-જીવનનો આનંદ વર્ધમાન બનતો રહે. એક હજાર શ્લોકોના બે ભાગ કરવામાં આવે, જેથી વિહારાદિમાં સાથે રાખવામાં સરળતા પડે. ગુરુની કૃપાથી આ કાર્ય કમલ પ્રકાશન ટ્રસ્ટે એક જ માસમાં પૂર્ણ કર્યાથી ચાતુર્માસની પૂર્ણાહૂતિ પૂર્વે આ બે ભાગ “જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો” એવા નામકરણ સાથે પ્રગટ થઈ શક્યા અને વાચનાર્થીઓના હાથમાં અર્પણ થયા. જેમને તે જોઈએ તે સહુ દીક્ષિતો, દીક્ષાર્થીઓ તથા પંડિતો કમલ પ્રકાશન ટ્રસ્ટને પત્ર લખીને (વિના મૂલ્ય) મંગાવી શકશે. ભિન્ન ભિન્ન ગ્રન્થોમાંથી શ્લોકો ઉદ્ધત કરીને સંગૃહીત કરવાનું કાર્ય મારા સુવિનીત શિષ્ય ગુણવંતવિજયજીએ કર્યું છે. પ્રૂફ રીડીંગનું કાર્ય મારા શિષ્ય જિનપદ્મવિજયજીએ કર્યું છે. આ કાર્ય કરવા બદલ તેમને મારા અંતઃકરણના આશિષ પાઠવું છું. પાલીતાણા ૨૦૫૯, આસો સુદ ૭મ ગુરુપાદપદ્મરણ તા. ૩-૧૦-૨૦૦૩ પં. ચન્દ્રશેખરવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂ. પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબની પ્રેરણાને ઝીલીને હવે... દેશ વિદેશમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરાવવા માટે યુવાનોની સાથે તપોવનીઓ સુસજ્જ જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવર્યોં ! આપના ગામ કે નગરમાં જો પર્વાધિરાજ પર્યુષણપર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવજો. આ યુવાનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં (૧) અષ્ટાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે. (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કરાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે. જો આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો. નામા સૂચન આરાધના કરાવવા આવનારને ગાડીભાડું વગેરે શ્રી સંઘે બહુમાનરૂપે આપવાનું રહેશે. *), ફોર્મ ભરીને મોકલવાનું સરનામું પર્યુષણ વિભાગ સંચાલક શ્રી શ્રીયુત લલિતભાઈ ધામી | રાજુભાઈ C/o. તપોવન સંસ્કારપીઠ મુ. અમીયાપુર, પોસ્ટ : સુઘડ ગાંધીનગર ફોન : ૦૭૯-૩૨૨૦૩ ૩૮૨૪૨૪. Page #7 -------------------------------------------------------------------------- ________________ નવી પેઢીના શિક્ષણયુક્ત સંરક્કરણનો સફળ પ્રયોગ તપોવન સંસ્કારપીઠ અમીયાપુર, પો. સુઘડ, સાબરમતી પાસે. પ્રેરક : પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ સ્થળઃ સાબરમતી પાસે ૩૬ વીઘા, સ્થાપના ઈ.સ. ૧૯૯૪, જૂન, ધો. બાર. --- સુંદરઃ સુદેઢ શિક્ષણ વિભાગો ભારતીય પ્રજા – ખાસ કરીને તેની નવી પેઢી - ઉપર પશ્ચિમની ઝેરી જીવનશૈલીનું વાવાઝોડું કાતીલ વેગથી ધસતું રહ્યું છે. આમાંથી નવી પેઢીને ઉગારી લેવા માટે તપોવનનું ધરતી ઉપર અવતરણ થયું છે. મેકોલે શિક્ષણ અત્યંત બેઘાઘંટુ હોવા છતાં; સંસ્કરણ ક્ષેત્રે “શૂન્ય' આંક ધરાવતું હોવા છતાં એનો ગાળીઓ ભારતીય પ્રજાના ગળે એવો ભીંસાવાયો છે કે તેનાથી – ક્રોડ સંતાનોના જીવનનો અમૂલ્ય સમય બરબાદ થવા છતાં તે અનિવાર્ય અનિષ્ટ તરીકે પ્રજાની સાથે બરોબર એકરસ થઈ ગયું છે. આથી તપોવનને એ શિક્ષણ સ્વીકારવું પડ્યું છે. તેના વિના સંસ્કરણનો વેલો ચડવો લગભગ મુશ્કેલ બન્યો છે. છતાં તપોવનના સંચાલકોની એવી ભાવના ખરી કે તેને દૂર કરાય તો સારું, બાકી આજે તો શિક્ષણ-વિભાગને પણ વધુને વધુ સુંદર અને સુદઢ કરવાની ફરજ પડી છે. આથી જ અહીંઃ (૧) ધો. પાંચથી અંગ્રેજી વર્ગો ફરજિયાત છે. | (૨) ધો. પાંચથી બાળકો અંગ્રેજીમાં ધારાવાહી રૂપે બોલી શકે તે માટેના ખાસ વર્ગો લીંગ્વીસ્ટીક લેંગ્વજ લેબોરેટરી તથા સ્પોકન ઈગ્લીશ રાખવામાં આવ્યા છે. (૩) કૉપ્યુટરનો વિશિષ્ટ કોર્સ કરવા માટે કોમ્યુટર સેન્ટર ખોલવામાં આવેલ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આઈ.એ.એસ. ક્ક્ષાની વિશિષ્ટ તાલીમ સાબરમતી તપોવનમાં ધો. ૧૧, ૧૨ છે તેમાં ‘કોમર્સ’ સ્ટ્રીમ રાખવામાં આવી છે વળી ત્યાં કોમ્પ્યુટરનો એકદમ વિશિષ્ટ કોર્સ કરાવાય છે. ધો. બારમાંથી નીકળેલા તેજસ્વી વિદ્યાર્થીઓને આઈ.એ.એસ. કક્ષાના અધિકારીઓ બનાવવાની તાલીમ ચાલુ થઈ છે. સંભવતઃ આ તાલીમ દિલ્હી વિદ્યાલયમાં આપવામાં આવશે. એવો સ્પષ્ટ ખ્યાલ છે કે જો ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા કરવી હશે તો આ તાલીમ પામેલા આપણા માણસો વિના ચાલી શકશે નહિં. પણ સબૂર : આ બધુ શિક્ષણ તેને જ ફળે જે માણસ' હોય. જેને પરંપરાગત મૂલ્યો પ્રત્યે આદર હોય; અને જે પરંપરાગત વ્યવસ્થાઓનો તથા ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિનો કટ્ટર પક્ષપાતી હોય. આ પાયા વિનાની પેલી ઈમારત તદ્દન નકામી છે. વર્તમાનમાં પ્રજાની જે ખરાબ હાલત થઈ છે તેના મૂળમાં આ ભૂલ છે. તપોવનમાં ‘માણસ’ તૈયાર કરાય છે. એ માટે ધર્મના પવિત્ર ક્રિયાકાંડોનું ચુસ્તપણે પાલન કરાય છે. વળી રોજની પ્રભુભક્તિ વડે બાળકોને એવા પુણ્યવાન્ અને શુદ્ધિમાન બનાવાય છે. જેથી તેમને દુઃખો જોવા ન મળે અને દોષોના સેવનથી ભ્રષ્ટ થવું ન પડે. ના, આવી સફળતાઓ હાંસલ કરવાની શક્તિ મેકોલે શિક્ષણમાં ધા૨ નથી. પર્યુષણપર્વ તાલીમ તપોવની બાળકોને ચૂંટીને પર્યુષણ પર્વની તાલીમ આપવામાં આવે છે. તેથી કુલ ૪૦ થી ૫૦ બાળકો ૩-૩ નાં જૂથમાં વહેંચાઈ જઈને ૧૫ જેટલા ક્ષેત્રોમાં જ્યાં મુનિ ભગવંતો વગેરે પહોંચી શક્યા નથી ત્યાં પર્વાધિરાજની આરાધના કરાવવા જાય છે. તેમનું ધાર્મિક વક્તવ્ય, કથાઓ ઉપરની પકડ, ક્રિયાઓમાં શુદ્ધિ, વિધિ અંગેનું સંપૂર્ણ જ્ઞાન, તથા વિનય-વિવેક જોઈને ગામેગામનાં સંઘો સ્તબ્ધ બને છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ એવું લાગે છે કે તૈયાર થઈને, જીવંત બનીને, દોડવા લાગેલું તપોવનનું આ ‘મોડેલ’ જો ઠેર ઠેર ઊભું થઈ જાય તો ભારતીય પ્રજાનું જીવન-સ્તર બધી રીતે ઉન્નત થાય. તપોવનની ‘ફી’ એટલી બધી ઓછી છે કે તપોવનને દર વર્ષે ૧૨ થી ૨૦ લાખ રૂા. નો તોટો આવે છે. ‘કોર્પસ’ કરવા દ્વારા - વ્યાજમાંથી આ તોટામાંથી ઝટ નીકળી જવાનો પ્રયત્ન ચાલુ છે. તપોવનના પ્રેરક પં. ચન્દ્રશેખરવિજયજીનું સ્વપ્ન હતું કે તપોવન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિભૂતિઓ પેદા કરવી. દા.ત. (૧) રાજકીયક્ષેત્રે સુભાષચન્દ્ર બોઝ કે ચન્દ્રશેખર આઝાદ પેદા થાય. (૨) સંસ્કૃતિરક્ષાના ક્ષેત્રે સ્વામી વિવેકાનંદ પ્રગટ થાય. (૩) ધર્મક્ષેત્રે હેમચન્દ્રાચાર્યજી કે ગૂર્જરેશ્વર કુમારપાળ જન્મ પામે. આવી આઠ દસ વિભૂતિઓ પેદા થાય તોય ભયોભયો ! આજના વિષમકાળમાં તો આટલુંય ઘણું બધું ! હા, તેમને ખબર છે કે આંબાની કલમ વાવનારને આંબાની કેરીઓ ખાવાનું કે જોવાનું સૌભાગ્ય સાંપડતું નથી. પણ તેનો કોઈ વાંધો નથી. બીજ વાવવાનું; પહેલી ઈંટ મૂકવાનું સૌભાગ્ય પણ અતિ દુર્લભ છે. ચાલો, આપણે સહુ – તેમના ભક્તો - તેમનું સ્વપ્ન ધરતી ઉપર અવતારીએ. તેમણે આંખો મીંચી દીધી હશે તો સ્વર્ગેથી આપણે મેળવેલા રૂડા ફળોને તે જોયા કરશે. કોઈ પણ પ્રકારની માહિતી મેળવવાનું સંપર્ક સ્થળ ઃતપોવન સંસ્કારપીઠ અમીયાપુર, પો. સુઘડ, તા. ચાંદખેડા, જિ. ગાંધીનગર, (ગુજરાત) તપોવન ઃ ફોન ઃ S.T.D. (૦૭૯) ૩૨૦૬૨૦૩, ૩૨૭૬૩૪૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ (૧) क्रोधः परितापकरः सर्वस्योद्वेगकारकः क्रोधः । वैरानुषङ्गजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ।। અર્થ : ક્રોધ દોષ ચાર મોટા નુકસાનો કરે છે. (૧) ક્રોધ દોષ ક્રોધ કરનારાને જ પુષ્કળ માનસિક પીડા આપે છે. (૨) ક્રોધ બધાયને ઉદ્વેગ પમાડે છે. (૩) ક્રોધ વેરની પરંપરાઓ ઊભી કરે છે. (૪) ક્રોધ સદ્ગતિની પ્રાપ્તિ અટકાવી દુર્ગતિમાં મોકલે છે. (२) श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पण्डितो दद्यात् ।। અર્થ : આ અહંકાર પણ કેવો ભયંકર ! અહંકારી માણસ બીજાઓ પાસેથી શ્રુતજ્ઞાન પામી ન શકે. કોઈને પોતાની શંકાઓ ન પૂછે એટલે એનું શ્રુત તો દૂષિત જ થાય. અહંકારીનો સદાચાર પણ શોભતો નથી. અહંકારીઓ ગુર્વાદિનો વિનય પણ ન કરે. અહંકાર ધર્મ, અર્થ અને કામ ત્રણેયમાં વિઘ્નરૂપ છે. આ બધું જાણીને કયો પંડિત પુરુષ એક મુહૂર્ત માટે પણ અહંકારને પોતાના આત્મામાં રહેવાની જગ્યા આપે? (३) मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः || અર્થ : જે પુરુષ માયા કરવાના સ્વભાવવાળો થઈ ગયો હોય તે કોઈક અપરાધ કરે કે ન કરે તો ય બધા લોકો એને શંકાની નજરથી જ જુએ. કોઈ એના ઉપર વિશ્વાસ ન ચૂકે. સાપ ભલે ને શાંતિથી બેઠો હોય તો પણ ડંખ મારવાના એના સ્વભાવને જાણનારાઓ એની શાંત મુદ્રામાં વિશ્વાસ મૂકે ખરા ? सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य । (૪) लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ।। અર્થ : લોભ એ ધન, આયુષ્ય વગેરે તમામ વસ્તુઓના વિનાશનું +†††††††††††††††††||||||††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷||||||||||||||||||||||♪♪♪♪♪♪♪♪♪♪♪♪|÷÷÷÷÷÷÷÷+++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ) Page #11 -------------------------------------------------------------------------- ________________ આશ્રયસ્થાન છે. તમામ મુશ્કેલીઓ પામવાનો એક માત્ર રાજમાર્ગ જો કોઈ હોય તો એ લોભ છે. શોભા મોઢામાં પ્રવેશેલો કયો માણસ એક ક્ષણવાર પણ સુખને પામે ? () વૈરાયનાસસ્થિતય સંસારસવિતર્યા . _____ स्वहितार्थाभिरतमतेः शुभेयमुत्पद्यते चिन्ता ।। અર્થ: જે આત્મા વૈરાગ્યમાર્ગમાં સારી રીતે સ્થિર થઈ જાય, આ સંસારમાં રહી રહીને કંટાળી જાય અને જેનું મન પોતાના આત્માના હિતમાં એકમાત્ર રમતું હોય તેને આ પ્રમાણે શુભ ચિન્તા ઉત્પન્ન થાય કે.. (६) भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य का प्रमादो मे । न च गतमायुर्भूयः प्रत्येत्यपि देवराजस्य ।। અર્થ: કરોડો ભવો પછી પણ જે માનવભવ મળવો દુર્લભ છે. એને પામ્યા પછી પ્રમાદ કરવો એ શું મારા માટે યોગ્ય છે? સમયે સમયે મારું આયુષ્ય જઈ રહ્યું છે. એ કંઈ પાછું આવવાનું નથી. ઈન્દ્રનું ય ગયેલું આયુષ્ય ક્યાં પાછું આવે છે? (9) મારોથાણુર્વાસમુદયારે ના વીર્યનિયત થર્મે तल्लब्ध्वा हितकार्ये मयोद्यमः सर्वथा कार्यः ।। અર્થ : મને જે કંઈ આરોગ્ય, આયુષ્ય, શારીરિક બલ વગેરે મળ્યું છે એ બધું ચંચળ છે. એના ભરોસે મારે બેસી ન રહેવાય. વળી ધર્મકાર્યમાં વર્ષોલ્લાસ પણ ચંચળ છે, કાયમ નથી રહેતો તો આ બધું પામ્યા પછી મારે સર્વપ્રકારે આત્મહિતના કાર્યોમાં જ ઉદ્યમ કરવો જોઈએ. (८) शास्त्रागमादृते न हितमस्ति न च शास्त्रमस्ति विनयमृतेः । तस्माच्छास्त्रागमलिप्सुना विनीतेन भवितव्यम् ।। અર્થ: આ માટે મારે વિનયી બનવું પડશે, કેમકે જૈનશાસ્ત્રો રૂપી આગમો વિના તો આત્મહિત શક્ય નથી. અને એ શાસ્ત્રોના રહસ્યની પ્રાપ્તિ તો વિનય વિના થઈ શકતી જ નથી. માટે આત્મહિત માટે શાસ્ત્રીય બોધ ઈચ્છતા માટે ગુરુ પ્રત્યે ખૂબ વિનયી બનવું જોઈએ. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧) નવનયીવનધનબિશ્વર્યસમ્પ jલમ્ विनयप्रशमविहीना न शोभते निर्जलेव नही ।। અર્થ : પુરુષ પાસે ભલે ઉત્તમકુળ, અભુત રૂ૫, વાચ્છટા, ભરયૌવન, પુષ્કળ ધન, કહ્યાગરા મિત્રો અને ઐશ્વર્ય વગેરે હોય તો પણ વિનય અને પ્રશમ-વૈરાગ્યભાવ વિના આ બધું બિલકુલ ન શોભે. પાણી | વિનાની નદી શોભે ખરી ? (१०) गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि ।। तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम् ।। અર્થ : તમામે તમામ શાસ્ત્રારંભો ગુરુને આધીન છે. ગુરુ શાસ્ત્રો ભણાવે તો જ ભણી શકાય.) માટે હિતની આકાંક્ષાવાળાએ ગુરુની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ. (११) धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो वचनसरसचन्दनस्पर्शः ।। અર્થ : ગુરુની ગાળ ખાનારા શિષ્યો ! તમે દુઃખી ન થશો, કેમકે તમે જે ખોટું આચરણ કર્યું એ તમારા આત્મામાં ઉત્પન્ન થયેલી ગરમી છે. એને શાંત કરી ઠંડક આપવા માટે ઘસેલા ચંદનનું વિલેપન જરૂરી છે. એ ચંદન તો મલયાચલ પર્વતમાંથી જ મળે. અને એ મલયાચલ પર્વત એટલે જ સદ્ગુરુનું મુખ. ગુરુના કડવા વચનો એ તો ગુરુના મુખરૂપી પર્વતમાંથી નીકળેલ ચંદન છે. આવા ચંદનનો સ્પર્શ તો ધન્ય શિષ્યો ઉપર જ પડતો હોય છે. (१२) दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतिकारः ।। અર્થ : આ લોકમાં ત્રણ વ્યક્તિના ઉપકારનો બદલો વાળવો ઘણો જ કઠિન છે. (૧) માતા-પિતા, (૨) સ્વામી-માલિક, શેઠ, (૩) સદ્ગર. એમાં ય સદ્ગુરુના ઉપકારનો બદલો વાળવો તો આલોકમાં અને પરલોકમાં પણ અતિ-અતિ દુષ્કર છે. (१३) विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः । त्रुटिमात्रविषयसङ्गादजरामरवनिरुद्विग्नाः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ) Page #13 -------------------------------------------------------------------------- ________________ અર્થ : બિચારા પેલા ગુરુ પ્રત્યે વિનય વિનાના મનવાળા સાધુઓ ! એમનો સ્વભાવ જ ગુરુઓ, વિદ્વાનો અને સાધુઓની હીલના કરવાનો હોય છે. જરાક વિષયસુખ મળે, યશકીર્તિ મળે એટલે જાણે કે,‘અમે અજર, અમર બની ગયા છીએ.’ એમ આ સાધુઓ ખૂબ આનંદમાં આવી જાય છે. (१४) कः शुक्रशोणितसमुद्भवस्य सततं चयापचयिकस्य । रोगजरापाश्रयिणो मदावकाशोऽस्ति रूपस्य ।। અર્થ : ઓ જીવ ! તને તારા શરીરનું, એના રૂપનું અભિમાન કેમ થાય છે? એ જ સમજાતું નથી. આ શરીર, આ રૂપ પિતાના વીર્ય અને માતાના લોહીરૂપી તદ્દન ખરાબ વસ્તુમાંથી બનેલું છે. વળી સતત વધ-ઘટ પામ્યા કરે છે. ભયાનક રોગો અને ઘડપણનું આશ્રયસ્થાન છે. આમાં તે વળી અભિમાન થવાનો અવસર જ ક્યાં છે ? (१५) नित्यं परिशीलनीये त्वमांसाच्छादिते कलुषपूर्णे । निश्चयविनाशधर्मिणि रूपे मदकारणं किं स्यात् ।। અર્થ : વળી આ શરીરની, આ સોહમણા રૂપની ૨૪ કલાક કાળજી કર્યા જ કરવી પડે છે. આ શરીર વિષ્ઠા વગેરે ગંદકીથી જ ભરેલું છે. માત્ર ચામડીથી ઢંકાયેલું છે અને એકાંતે વિનાશ પામવાના સ્વભાવવાળું છે. આમાં એવું તે શું છે કે તને એમાં અભિમાન થાય છે ? (१६) सर्वमदस्थानानां मूलोदघातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च सन्त्याज्यः । અર્થ : જે સાધુ આઠે ય પ્રકારના અહંકારોનો મૂળથી જ નાશ કરવા ઈચ્છે છે એણે બે કામ કરવા પડે. (૧) કાયમ માટે પોતાના ગુણોની પ્રશંસા - સ્વપ્રશંસા છોડી દેવી, (૨) કાયમ માટે પારકાના દોષોની નિંદા-પરનિંદા છોડી દેવી. (કેમકે...) (१७) परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ।। અર્થ : બીજાઓની નિંદા કરવાથી અને જાતની પ્રશંસા કરવાથી એવું તો 11111111111111111111 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભયંકર નીચગોત્ર કર્મ બંધાય છે કે જે દરેક ભવે ભોગવ્યા કરો તો ય કરોડ ભવે પણ એ કર્મથી જીવનો છુટકારો ન થાય. (१८) देशकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् । दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।। અર્થ : આ જીવ ક્યા દેશમાંથી ક્યા દેશમાં ઉત્પન્ન થાય ? ક્યાંક ઊંચા કુળોમાં, ક્યાંક વળી ચંડાળના કુળોમાં જાય છે. ક્યાંક એને સુવર્ણમય દેહ મળે છે તો ક્યાંક વળી સ્પર્શવો ય ન ગમે એવો કોઢીયાનો દેહ મળે છે. ક્યાંક અદ્ભુત વિજ્ઞાન, દીર્ઘ આયુષ્ય, જોરદાર શક્તિ, પુષ્કળ ભોગો અને અઢળક સંપત્તિ મળે છે. અને ક્યાંક મૂઢતા, ગર્ભમાં જ મૃત્યુ, તદ્દન પરવશતા, ખાવાના ય ફાંફાં, ભિખારીપણું મળે છે. આ ભયંકર વિષમતાને જોયા પછી વિદ્વાનોને પણ આ સંસારમાં-સંસારના સુખોમાં આનંદ કેમ થાય છે ? એ સમજાતું નથી. (१९) अपि पश्यतां समक्षं नियतमनियतं पदे पदे मरणं । येषां विषयेषु रतिर्भवति न तान्मानुषान् गणयेत् ॥ અર્થ : અરે, ચોક્કસ રીતે કે ગમે તેમ અકાળે ય, ડગલે ને પગલે અનેક લોકોના મરણને સાક્ષાત્ જોવા છતાં પણ જેઓને હજી ય વિષયસુખોમાં-ખાવા-પીવા, સ્ત્રી વગેરેમાં આસક્તિ થતી હોય તેમને તમે મનુષ્ય તરીકે ન ગણજો. તેઓ તો ઢોરની ગણતરીમાં જ ગણાવા લાયક છે. (२०) यावत्स्वविषयलिप्सोरक्षसमूहस्य थेष्ट्यते तुष्टौ । तावत्तस्यैव जये वरतरमशठं कृतो यत्नः । અર્થ : ઓ મુરખ ! તારી ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પોતપોતાના વિષયભૂત સુંદર રૂપાદિને મેળવવાની ઈચ્છા કરે છે અને તું એ ઇન્દ્રિયોનો ગુલામ બની એમને ખુશ કરવા, એમને સુંદર રૂપાદિ દેખાડવાની જ ચેષ્ટા કર્યા કરે છે. પણ એક વાત કરું ? આ બધું લગીરે બરાબર નથી. એને બદલે તું જેટલો સમય આમાં કાઢે છે એટલો જ સમય એ જ પાંચ ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવામાં પ્રયત્ન કરે એ ઘણું વધારે સારું છે. ************નનનનનનન+14+********** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ) ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ (ર૧) પ્રતિષાચ દાચરચરતિશોનિમૃત ! भयकुत्सानिरमिभवस्य यत्सुखं तत्कुतोऽन्येषाम् ।। અર્થ : જે સાધુને કોઈ સજાતીયવિજાતીય વાસનાઓ જાગતી નથી. જેનામાં ક્રોધાદિ કષાયો ઉગતા નથી. સારી વસ્તુ મળે તો ખુશ થવું, ખરાબ વસ્તુ મળે તો દુઃખી થવું, ખડખડાટ હસવું, શોક કરવો-આ બધી વિષમતાઓ જેણે દૂર ફેંકી દીધી છે. જેને કોઈપણ પ્રકારનો ભય સતાવતો નથી, કોઈપણ પ્રકારની જુગુપ્સા નથી એવા સાધુને જે સુખની અનુભૂતિ થાય એ બીજાઓને તો ક્યાંથી થાય? (२२) नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। અર્થ : અરે ! ચક્રવર્તીઓ પાસે પણ તે સુખ નથી, ઇન્દ્રો પાસે ય તે સુખ નથી જે સુખ દુનિયાની-લોકોની પંચાતને છોડી ચૂકેલા સાધુ પાસે છે. (२३) दोषेणानुपकारी भवति परो येन येन विद्वेष्टि । स्ययमपि तदोषपदं सदा प्रयत्नेन परिहार्यम् ।। અર્થ : સાધુ! તું આ ધ્યાન રાખજે કે તારા જે જે દોષ વડે બીજાઓ તારા શત્રુ બનતા હોય, તારા ઉપર દ્વેષ કરનારા બની જતા હોય તે તે ઈર્ષ્યા, ક્રોધ, સ્વાર્થ વગેરે દોષો તારી જાતે, પ્રયત્નપૂર્વક કાયમ માટે છોડી દેવા જોઈએ, જેથી કોઈ તારા શત્રુ ન બને, તારા ઉપર દ્વેષ ન કરે. (२४) व्रणलेपाक्षोपाङ्गवदसड्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ।। અર્થ : શરીર ઉપર લાગેલા ઘામાં જે રીતે દવાનો લેપ કરાય, ગાડાના પૈડાની ધરીમાં જે રીતે ઘસારો દૂર કરવા પૂરતું થોડુંક જ તેલ પૂરાય, એમ જે રીતે અનાસક્તયોગને ટકાવી શકાય, સંયમયાત્રાનો નિર્વાહ થઈ શકે એ રીતે જ આહાર કરવો. સાપ જેમ સ્વાદ લીધા વિના દેડકાઓ ખાઈ જાય એમ સાધુએ સ્વાદ કર્યા વિના વાપરવું. એક પિતા માત્ર જીવ બચાવવા ખાતર નાછુટકે સગા મરેલા દીકરાનું જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ માંસ જે રીતે ખાય એ રીતે સાધુએ સંયમપાલન ખાતર આહાર વાપરવો. (२५) गुणवदमूर्छितमनसा तद्विपरीतमपि चाप्रदुष्टेन । दारूपमधृतिना भवति कल्प्यमास्वाधमास्वाधम् ।। અર્થ : સારી, ગુણકારી, સ્વાદિષ્ટ વસ્તુ મળે તો એમાં મૂછ ન કરવી. અને અણગમતી-અણભાવતી વસ્તુ મળે તો એમાં દ્વેષ પણ ન કરવો. જેમ લાકડાને કાપો કે રંગો, લાકડું કોઈ રાગ-દ્વેષ ન કરે એમ સાધુએ પણ રાગ-દ્વેષ વિના જ કલ્પનીય વસ્તુઓ વાપરવી. (२६) ग्रन्थः कर्माष्टविधं मिथ्यात्वाविरतिदुष्टयोगाश्च । तज्जयहेतोरशठं संयतते यः स निर्ग्रन्थः ।। અર્થ: આઠ પ્રકારના કર્મો, મિથ્યાત્વ, અવિરતિ, દુષ્ટ મન, વચન, કાયાના યોગો એ ગાંઠ કહેવાય. આ બધા ઉપર વિજય મેળવવા માટે જે કપટરહિત બની સમ્યફ પ્રયત્ન કરે તે આત્મા નિર્ચન્થ કહેવાય. (२७) यज्ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये यत्तत्कल्प्यमकल्प्यमवशेषम ।। અર્થ : આહાર, વસ્ત્રાદિ જે કોઈપણ વસ્તુ આત્માના જ્ઞાન, શીલ, તપને ઉપકારી બને, દોષોનો નિગ્રહ કરનારી બને એ બધી જ વસ્તુ કલ્પનીય છે. (ભયંકર માંદગીમાં આસક્તિ વિના આધાકર્મી દવાઓ) પણ જ્ઞાનાદિ ઉપર ઉપકાર કે દોષોનો નિગ્રહ ન કરનારી બધી જ વસ્તુ અકથ્ય છે. (આસક્તિ પોષવા લીધેલો નિર્દોષ કેરીનો રસ.) (२८) तच्चिन्त्यं तद्भाष्यं तत्कार्यं भवति सर्वथा यतिना । नात्मपरोभयबाधकमिह यत्परतश्च सर्वाद्धम् ।। અર્થ : ઓ મુનિવર ! તું હંમેશા એ જ વિચારજે, એ જ વાણી બોલજે, એ જ કાર્યો કરજે કે જે તારા આત્માને, બીજાઓને કે બે ય ને અહિતકારી ન બને. આ લોકમાં કે પરલોકમાં સર્વ કાળ માટે કોઈના ય અહિતનું કારણ ન બને. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ) Page #17 -------------------------------------------------------------------------- ________________ (२९) जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ।। અર્થ: કેવો ભયાનક છે આ સંસાર ! જે સંસાર જન્મ, ઘડપણ અને મોતના ભયથી ત્રાસ પમાડનાર છે. રોગો અને વેદનાઓથી ગ્રસ્ત છે. આવા આ સંસારમાં મારું રક્ષણ કોણ કરે? કોણ મને શરણ આપે? એક માત્ર જિનેશ્વરદેવોનું વચન-આજ્ઞા એ જ મારે શરણ છે. (३०) संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतुं च । त्रिकरणशुद्धमपि तयोः परिहारासेवने कार्ये ।। અર્થ : આત્મન્ ! તને ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો ખૂબ સતાવે છે. ખરું ને ? તું એક કામ કર. તારામાં આ કષાયો કયા નિમિત્તે જાગે છે ? એ તું બરાબર વિચારીને શોધી કાઢ. અને શું કરવાથી એ કષાયો શાંત થઈ જાય ? એ પણ તું બરાબર વિચાર. અને પછી મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક એ કષાયોદયના નિમિત્તોનો ત્યાગ અને કષાયશાન્તિના નિમિત્તોનું સેવન કર. (३१) दशविधधर्मानुष्ठायिनः सदा रागद्वेषमोहानाम् । . दृढरूढघनानामपि भवत्युपशमोऽल्पकालेन ।। અર્થ : જે સાધુઓ સત્ય, ક્ષમા, માદવ, શૌચ, સંગત્યાગ, સરળતા, બ્રહ્મચર્ય, મુક્તિ, તપ અને સંયમ-આ દસ પ્રકારના ધર્મોનું સમ્યક સદા માટે પાલન કરે છે તે સાધુના રાગ-દ્વેષ-અજ્ઞાન આ ત્રણ દોષો ભલે ગમે તેવા દઢ હોય, ભલે ખૂબ રુઢ થયેલા હોય, ભલે ગાઢ હોય તો પણ અલ્પકાળમાં જ તે ત્રણે ય દોષો શાંત પડી જાય છે, નાશ પામે છે. (३२) प्रवचनभक्तिः श्रुतसम्पदुद्यमो व्यतिकरश्च संविग्नैः । वैराग्यमार्गसद्भावभावधीस्थैर्यजनकानि ।। અર્થ : મોક્ષપ્રાપ્તિ માટેનો માર્ગ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય ! એ વૈરાગ્યમાર્ગ તરફ જીવને સદ્ભાવ જાગે, એનો જીવને બોધ થાય, વૈરાગ્ય પ્રાપ્ત થાય અને એ વૈરાગ્યમાર્ગમાં જીવ સ્થિર બને, પાછો નનનનનનનનન +નનનનનનનનન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ સંસાર પ્રત્યે રાગી ન બને એ માટે ત્રણ ઉપાયો અજમાવવા જોઈએ. (૧) જૈનશાસન, જિનાગમો ઉપર અપાર ભક્તિ (૨) શ્રુતજ્ઞાનરૂપી સંપત્તિ મેળવવા માટે સખત ઉદ્યમ (૩) સંવિગ્ન મહાત્માઓ સાથે પરિચય. (३३) यावत्परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।। અર્થ : હે જીવ! જેટલો કાળ તારું મન પારકાના દોષો કે પારકાના ગુણોના કિર્તનમાં તલ્લીન બને છે એટલો જ કાળ તારા જ આત્માનું વિશુદ્ધ ધ્યાન કરવામાં લીન બને એ વધારે સારું છે. (३४) शास्त्राध्ययने चाध्यापने च संचिन्तने तथात्मनि च । धर्मकथने च सततं यत्नः सर्वात्मना कार्यः ।। અર્થ : સાધુઓએ પોતાની તમામ તાકાત લગાડી સતત નીચેની પાંચ બાબતોમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧) શાસ્ત્રોનું અધ્યયન-અભ્યાસ, (૨) શાસ્ત્રોનું અધ્યાપન-બીજાઓને ભણાવવું, (૩) શાસ્ત્રીય પદાર્થોનું સમ્યફ ચિંતન, (૪) આત્મવિકાસ, (૫) ધર્મોપદેશ. (३५) निर्जितमदमदनानां मनोवाक्कायविकाररहितानां । विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ।। અર્થ : સુંદર આચારના પાલક એ સાધુઓને તો આ સંસારમાં જ મોક્ષ રહેલો છે કે જે સાધુઓ (૧) અહંકાર અને આસક્તિઓને હરાવી ચૂક્યા છે. (૨) મન, વચન કે કાયાની કોઈપણ પ્રકારની વિકૃતિઓ વિનાના છે. (૩) પારકી કોઈપણ આશાઓને જેમણે છોડી દીધી છે. (३६) स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ।। અર્થ: તે આત્મા કાયમ માટે સુખી રહે છે જે (૧) પોતાના શરીરમાં પણ રાગ નથી કરતો, (૨) શત્રુ ઉપર પણ દ્વેષ નથી કરતો, (૩) એટલો બધો નિઃસ્પૃહ, નિર્ભય છે કે રોગો, ઘડપણ કે મરણના ભયથી પણ વ્યથા પામતો નથી. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ) Page #19 -------------------------------------------------------------------------- ________________ (३७) या सर्वसुरवरर्द्धिर्विस्मयनीयाऽपि साऽनगारर्द्धः । नाति सहस्रभागं कोटिशतसहस्रगुणिताऽपि ।। અર્થ : જિનશાસનના અણગારની આધ્યાત્મિક સમૃદ્ધિની તો શી વાત થાય? રે ! ચારે ય નિકાયના અસંખ્ય દેવોની આશ્ચર્યકારી ઉત્કૃષ્ટ સમૃદ્ધિ એકઠી કરો. એને લાખો કરોડોની સંખ્યા સાથે ગુણો. એ જેટલી થાય તે સમૃદ્ધિ અણગારની ઋદ્ધિના એક હજારમા ભાગે પણ ન આવે. (३८) क्षपक श्रेणिमुपगतः स समर्थः सर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसङ्क्रमः स्यात्परकृतस्य ।। અર્થ : ક્ષપકશ્રેણી માંડનાર સાધુના વિશુદ્ધતમ અધ્યવસાયોની અપ્રતિમ શક્તિ કેવી ! કે જો એક આત્માએ બાંધેલા કર્મોનો બીજા આત્માએ બાંધેલા કર્મોમાં સંક્રમ થતો હોત તો આ ચૌદ૨ાજના અનંત જીવોના બધા ય કર્મોને આ ક્ષપકશ્રેણી પામેલો સાધુ ખલાસ કરી નાંખે. સર્વ જીવો મોક્ષમાં જતા રહે. (પણ બીજાના કર્મોનો ક્ષય બીજાના પુરુષાર્થ, અધ્યવસાયથી નથી થતો માટે જ એ સાધુ એકલો પોતાના જ ઘાતીકર્મો ખપાવે છે.) ( ३९ ) सद्भिर्गुणदोषज्ञैर्दोषानुत्सृज्य गुणलवा ग्राह्याः । सर्वात्मना च सततं प्रशमसुखायैव यतितव्यम् ।। અર્થ : તમામ સંસારી જીવોમાં કોઈ ને કોઈ દોષો તો રહેવાના જ. પણ જે ગુણો અને દોષોના જાણકાર સજ્જનો છે તેઓએ પારકાના દોષો તરફ નજર ન કરવી. એ દોષોને ગૌણ કરી પારકામાં રહેલા નાનકડા પણ ગુણોને જ જોવા જોઈએ. અને પોતાના આત્મામાં પ્રશમસુખ પ્રગટ થાય એ માટે સતત બધી શક્તિ લગાડી દઈ પ્રયત્ન કરવો જોઈએ. ********************** ૧૦ નનનનનનનન+નનનનન+ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર (9) પૂર્ણતા યા પરોપાશેઃ સા ચાથતવમાનમ્ या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा ।। અર્થ : ધન, શિષ્ય, સંપત્તિ, ભક્તો વગેરે પરવસ્તુઓ દ્વારા જીવ પોતાને પૂર્ણ માને છે પણ એ પૂર્ણતા તો કોઈકની પાસેથી ઉછીના માંગીને લાવેલા ઘરેણા જેવી છે. જેમ એ ઘરેણા પાછા આપવા જ પડે એમ કર્મો પાસેથી ઉછીની મળેલી આ પૂર્ણતા પણ ઝાઝી ટકવાની નથી. જ્યારે આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે જે સ્વાભાવિક પૂર્ણતા પામે છે એ ઉત્તમરત્નની' કાંતિ જેવી છે. જેમ એ કાંતિ ઉત્તમ રત્નથી છૂટી ન પડે એમ જીવની આ પૂર્ણતા કદી નાશ ન પામે. (૨) સપૂર્વક પૂર્ણાતામતિ પૂર્યાસ્ત રીતે ? पूर्णानन्दस्वभावोऽयं जगददभुतदायकः ।। અર્થ : બાહ્ય વસ્તુઓથી અપૂર્ણ એવો મુનિ જ પૂર્ણતાને પામે છે. બાહ્ય વસ્તુઓથી ભરાતો, પુષ્ટ બનતો આત્મા તો અધ્યાત્મજગતમાં વધુ ને વધુ ભિખારી જ બનતો જાય છે. ખરેખર પૂર્ણાનન્દનો આ સ્વભાવ આખા વિશ્વને આશ્ચર્ય પમાડે એવો છે. () परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।। અર્થ : સ્ત્રી, ધન, રાજ્ય વગેરે પારકી વસ્તુઓને પોતાની માની લઈ ઉન્માદી બનતા ચક્રવર્તીઓને તો પખંડનું સામ્રાજ્ય પણ ઓછું જ દેખાય. જ્યારે પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રને જ પોતાનું ધન માની એ આત્મિક સુખથી પૂર્ણ બનેલો સાધુ તો દેવેન્દ્ર કરતાં ય પોતાની જાતને ઊંચી જ માને છે. એને ક્યાંય ન્યૂનતા, દીનતા આવતી નથી. यस्य ज्ञानसुधासिन्धौ परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।। અર્થ : પરબ્રહ્મ-પરમાત્મા તો જ્ઞાનામૃતના સાગર છે. એવા પરમાત્મામાં જે આત્મા મગ્ન થઈ જાય છે એ તો વિષયસુખો ભોગવવા એ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ હાલાહલ ઝેર જેવા જ લાગે.. (૧) પરબ્રહ્મ સમય થા વોટિ વથા क्वामी चामीकरोन्मादाः स्फारा दारादराः क्व च ।। અર્થ : પરમાત્મામાં એકાકાર બની જનાર આત્માને તો ખાવા-પીવાદિ પુગલોની વાતચીતો સાવ નીરસ જ લાગે. એને વળી સુવર્ણાદિ ધનનો ઉન્માદ ક્યાંથી હોય? સ્ત્રીઓ પ્રત્યે અતિશય લાગણી, આકર્ષણ એને ક્યાંથી હોય? (૬) જ્ઞાનમાનસ્થ કચ્છ તદ્ વવનું નૈવ શવ ને ! नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ।। અર્થ : જ્ઞાનસાગરમાં મગ્ન બનેલા સાધુનું જે આત્મિક સુખ છે તેનું વર્ણન કરવાની અમારી કોઈ તાકાત નથી. એને સ્ત્રીઓના આલિંગનથી થનારા સુખ સાથે ય ન સરખાવી શકાય કે શરીર ઉપર ચંદનના લેપ સાથે પણ ન સરખાવી શકાય. (૭) શમશેત્યપુષો વચ્ચે વિખુષોડષ મહાવિયા / किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नता ?।। અર્થ : આ જ્ઞાનામૃતની તો શી વાત કરવી ? પ્રશમસુખની શીતળતાને પોષનારા આ જ્ઞાનામૃતના એક બિંદુનો પણ વિચાર કરીએ તો એની ઘણી મોટી કથા કરવી પડે તો પછી એ જ્ઞાનામૃતમાં સંપૂર્ણપણે ડુબી જવા રૂપી મગ્નતાની તો અમે શી સ્તુતિ કરીએ? वत्स ! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ।। અર્થ : હે વત્સ! આમ ચંચળ મનવાળો બનીને આમ તેમ ભટકી ભટકીને તું શા માટે દુઃખી થાય છે? તું સ્થિર બન. એ સ્થિરતા જ તને તારી જ પાસે રહેલા અનંત ગુણોના ભંડારને દેખાડી આપશે. તારે ક્યાંય સુખ માટે ભટકવાની જરૂર નથી. () સન્નત મહારાજ્યમસ્યર્થ એરિ નોધૃતમ્ | क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ।। (૮) ૧૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ અર્થ : અસ્થિરતા-ચંચળતા-માનસિક ગમે તેવા વિચારો એ આ આત્મામાં ખૂંપી ગયેલો ઘણો મોટો કાંટો છે. એ જો તે આત્મામાંથી કાઢીને ફેંકી દીધો નથી તો પછી તું ગમે એટલી ધર્મક્રિયાઓ, અનુષ્ઠાનો કર. એ ક્રિયારૂપી ઔષધ તને કોઈ જ ફાયદો કરી નહિ શકે. પણ એમાં એ ધર્મક્રિયાઓનો ય શું દોષ છે ? એ પેલી અસ્થિરતાનો જ દોષ છે. (१०) अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ॥ અર્થ : : આખા જગત્ને અંધ કરી દેવાની તાકાત ધરાવતો એવો મોહનો એક મહામન્ત્ર છે : ‘અહં-હું, મમ-મારું.' તમામ જીવો સર્વત્ર ‘હું-મારું’ આ મંત્રજાપ કરી કરીને અંધ બન્યા છે. મોહરાજને જીતવા માટે સામે એવો જ એક મંત્ર ગણવો પડશે : ‘ના ં-હું નથી. મારું કંઈ જ નથી.' (૧૧) શુદ્ધાત્મદ્રવ્યમેવાઢું, શુદ્ધજ્ઞાનં મુળો મમ । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ।। અર્થ : ‘હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. હું કંઈ મનુષ્ય, દેવ, શ્રીમંત, આચાર્યાદિ નથી. એમ શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે. શિષ્ય, સ્વજનાદિ કોઈ મારું નથી.' આ વિચાર મોહરાજને ખતમ કરનાર જબરદસ્ત શસ્ત્ર છે. (१२) अनारोपसुखं मोहत्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् । અર્થ : આત્મસુખમાં લીન મુનિઓની શી વાત થાય ! મોહનીય કર્મનો ત્યાગ-ક્ષયોપશમ, ક્ષય-થવાથી તે મુનિઓ સ્ત્રી, ભોજનાદિ પદાર્થો વિના જ વાસ્તવિક આત્મસુખ અનુભવે છે. પણ એમની પાસે આવેલા સંસારીઓ તો સ્ત્રી, ભોજનાદિ વસ્તુઓથી જ સુખ માનનારા છે. એમાં જ તેઓને રસ છે. ‘પુદ્ગલો વિના સુખ હોઈ શકે' એ વાત તેમના સ્વપ્નમાં પણ નથી. એટલે જ આ સંસારીઓને ‘આત્મિક સુખ શું છે ?' એ મુનિઓ કહી શકતા નથી, આશ્ચર્ય પામે છે. ++++++++++++++||||||||||||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) +|||||||||||||||||||||||||||+++++++++♪♪♪|||||||||||||||||||||||| ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૩) નિર્વાણપવનચ્ચે મારા યમુહ . तदेव ज्ञानमुत्कृष्टं निवन्धो नास्ति भूयसा ।। અર્થઃ નિર્વાણ' એ એકમાત્ર પદ પણ જો વારંવાર ભાવિત કરાય તો એ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. એનાથી વધારે જ્ઞાન માટે કોઈ આગ્રહ નથી. (१४) स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ।। અર્થ - આત્માના સ્વભાવભૂત રત્નત્રયીની પ્રાપ્તિ થાય તેવા સંસ્કારો આત્મામાં જાગૃત કરી આપે એ જ જ્ઞાન ઈષ્ટ છે. એ સિવાયના બાકીના જ્ઞાન તો બુદ્ધિની અંધતા સિવાય કંઈ જ નથી. માટે જ તો પતંજલિ ઋષિ પણ કહે છે કે..... (१५) वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद गतौ ।। અર્થ : જેનો નિર્ણય જ ન થાય, જેનો અંત જ ન આવે એવા વાદી અને પ્રતિવાદો-પૂર્વપક્ષ ઉત્તરપલ-ઘણા વિદ્વાનો વર્ષો સુધી કરે છે પણ વર્ષો પછી પણ તેઓ અંતિમ તત્ત્વ પામી શકતા નથી. બિચારો તલ પલવાની ઘાણીમાં જોડાયેલો બળદ ! આખો દિવસ ગોળ ગોળ ઘણું ચાલે પણ હતો ત્યાં નો ત્યાં જ રહે. (१६) पीयूषमसमुद्रोत्थं रसायनमनौषधम् । अनन्यापेक्षमैधर्यं ज्ञानमाहुर्मनीषिणः ।। અર્થ : કહેવાય છે કે અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. આ જ્ઞાન તો સમુદ્ર વિના જ ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન ઔષધ નથી છતાં જરામરણનો નાશ કરનાર રસાયણ છે. લોકનું ઐશ્વર્ય તો હાથી, ઘોડા, રાજ્ય, સૈન્યાદિ અન્ય વસ્તુઓથી જ શક્ય છે. આ જ્ઞાન તો એવું ઐશ્વર્ય છે કે જેના માટે કોઈ અન્ય વસ્તુની આવશ્યકતા નથી. (१७) अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षंगमी शमी ।। અર્થ : સંસારી જીવોમાં કર્મના લીધે જ સજન, દુર્જન, ક્રોધી, માની, કામી, ૧૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ સુખી, દુઃખી વગેરે અનેક વિષમતાઓ ઉત્પન્ન થઈ છે. પણ સાધુ તો આ વિષમતાને બિલકુલ ન ઈચ્છે, ન જુએ. આ તમામ જીવો છેવટે તો બ્રહ્મ-પરમાત્માના એક અંશ રૂપ જ છે. બધા ભગવાન્ બનવાના છે. જે સમભાવવાળો સાધુ વિશ્વના સકળ જીવોને પોતાના આત્માથી અભિન્ન જુએ છે એ જ મોક્ષને પામી શકે છે. (१८) स्वयम्भूरमणस्पर्चिवर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥ અર્થ : સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરનારો એવો સતત વધતો જતો સમતારસ જે મુનિ પાસે છે એ મુનિને અમે કોની સાથે સરખાવીએ? કેમકે આ સકલ વિશ્વમાં હવે એવી કોઈ વસ્તુ જ નથી કે જેની સાથે આ સમતાશાળી મુનિની સરખામણી થાય. (વિશ્વમાં સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી મોટો છે. સમતારસવાળા મુનિને એની સાથે સરખાવી શકાય. પણ મુનિનો સમતારસ તો એ સમુદ્રને ય હંફાવનારો છે. એટલે હવે તો ઉપમા આપવા યોગ્ય વસ્તુ જ બાકી નથી.) (१९) बिभेषि यदि संसारान्मोक्षप्राप्ति च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ।। અર્થ : આત્મન્ ! જો તને આ સંસારથી ભય લાગે છે અને જો તું મોક્ષપ્રાપ્તિને ઈચ્છતો હોય તો પાંચ ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે તારો બધો પુરુષાર્થ ફોરવ. (२०) आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति मोहराजस्य किङ्कराः ।। અર્થ : ઈન્દ્રિયો એટલે મોહરાજાના નોકરો ! જે સાધુ સંસારમાં રહીને કંટાળ્યો હોય, મોક્ષમાં જવાની ધગશવાળો હોય એને પણ આ ઇન્દ્રિયો સુંદર સ્ત્રી, ભોજન, સંગીત, સુગંધિ અત્તર વગેરે વિષયો રૂપી દોરડાઓ વડે બરાબર બાંધી દે છે. (તો બીજાની તો શી વાત કરવી?) (२१) पुरः पुरः स्फुरत्तृष्णा मृगतृष्णानुकारिषु । इन्द्रियार्थेषु धावन्ति त्यक्त्वा ज्ञानामृतं जडाः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ અર્થ: ભોળા હરણિયાઓ બાજુમાં જ રહેલા જળાશયને છોડીને ઉનાળાની ગરમીમાં રેતીમાં દેખાતા ઝાંઝવાજળ પાછળ દોડે છે. ત્યાં પહોંચે, જળ ન મળે, પાછી દૂર નજર કરે, દૂર જળ દેખાય... આમ ને આમ મોત પામે. આ સંસારીઓ, ભોગલંપટ જીવો પણ શું જડ નથી? આ પાંચ ઈન્દ્રિયોના વિષયો પણ ઝાંઝવાજળ જેવા જ છે. જીવો માને છે કે આમાં સુખ છે અને પાછળ દોડે છે પણ એ જીવોની તૃષ્ણા તો આગળ ને આગળ વધતી જ જાય છે. . (२२) गुरुत्वं स्वस्य नोदेति, शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत् सेव्यो गुस्त्तमः ।। અર્થ: ગુરુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લેતા લેતા જ શિષ્યો સ્વયં પોતાની જાતના ગુરુ બની જાય છે. ગ્રહણ-આસેવનશિક્ષા દ્વારા શિષ્યોમાં આત્મતત્વનો પ્રકાશ થાય છે. અને પછી તેઓ સ્વયં પોતાના ગુરુ બની જાય છે. પણ જ્યાં સુધી એ ન બને ત્યાં સુધી તો ઉત્તમગુરુની સેવા કરવી જ પડે. (ગુરુ પાસેથી શ્રુતજ્ઞાન મેળવવું એ ગ્રહણશિક્ષા છે અને પ્રતિલેખન, ગોચરી વગેરે અનુષ્ઠાનો ગુરુ પાસે શીખવા એ આસેવનશિક્ષા છે. જે સાધુને રાગ-દ્વેષ ન સતાવે, જેનાથી પ્રાયઃ કોઈ ભૂલ ન થાય એ પોતાનો ગુરુ બની ગયેલો કહેવાય.) (२३) ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः ।। અર્થ : જે સાધુ (૧) જ્ઞાની (૨) ક્રિયાતત્પર (૩) શાન્ત (૪) ભાવિતાત્મા (૫) જિતેન્દ્રિય છે એ સ્વયં આ સંસારસમુદ્રથી તરે છે અને એ જ બીજાઓને તારવા માટે સમર્થ બને છે. (२४) क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् । गति विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ।। અર્થ : વિગઈત્યાગ, આંબિલ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ વિનાનું માત્ર જ્ઞાન એ તો નકામું છે. રે ! ગમે તેટલો માર્ગનો જાણકાર હોય પણ એ ૧૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ચાલવાની ક્રિયા જ ન કરે તો એ કંઈ ઈષ્ટ નગરને પામી શકતો નથી. (२५) स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ।। અર્થ : કેવળજ્ઞાનીઓ પણ યોગ્ય કાળે પોતાને ઉચિત એવી ક્રિયાની અપેક્ષા રાખે જ છે. (દા.ત. યોગનિરોધની ક્રિયા) ભલે ને દીપક સ્વયં પ્રકાશક હોય તો ય તે માટે એ તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા તો રાખે જ છે. (२६) बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाङ्क्षिणः ।। અર્થ : “આંતરિક પરિણતિથી મોક્ષ મળે છે. આ બધી ક્રિયાઓ તો શરીરમાં રહેનારી છે, બાહ્યવસ્તુ છે.” આમ કહીને જેઓ ક્રિયાને માત્ર વ્યવહાર પૂરતી માની એનું ખંડન, ઉપેક્ષા કરે છે તેઓ તો “મોઢામાં કોળીયો નાંખ્યા વિના જ પેટ ભરાઈ જાય' એવી ઈચ્છાવાળા લાગે છે. પેટ ચોક્કસ ભરાય પણ કોળીયો ખાવાની ક્રિયા તો કરવી જ પડે. એમ મોક્ષ ચોક્કસ મળે પણ એ માટે સંયમ, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ તો કરવી જ પડે. (૨૭) કુળવવહુનાનાર્નિત્યસ્મૃત્યા ઘ સક્રિયા છે जातं न पातयेद् भावमजातं जनयेदपि ।। અર્થ : પ્રતિક્રમણ, પ્રતિલેખન, લોચ, વિહાર, ગુરુસેવા, સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ જે શુભ ક્રિયાઓ છે એમાં બે વસ્તુ ભેગી થવી જોઈએ. (૧) ગુણવાનો પ્રત્યે બહુમાન, પ્રશંસાદિ. (૨) તે ક્રિયાનું રોજ સ્મરણ, ઉપયોગ. જો આ બે ભેગા મળે તો એ શુભ ક્રિયાઓ બે મોટા કામ કરે. (૧) આત્મામાં સર્વવિરતિ વગેરે ભાવો પ્રગટ ન થયા હોય તો એને પ્રગટ કરી આપે. (૨) પ્રગટ થઈ ચૂક્યા હોય તો એનો વિનાશ ન થવા દે, એને વધારે. (२८) क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।। અર્થ : મોહનીયના ક્ષયોપશમપૂર્વક સાચા ભાવની હાજરીમાં જે ક્રિયા કરાય જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ એ ઘણો મોટો લાભ કરી આપે. તે એ કે ભવ બદલાવાથી કે કનિમિત્તો વગેરેને લીધે જો પેલો પ્રગટેલો સમ્યગદર્શન, વિરતિ વગેરેનો ભાવ પડી જાય તો ય એ કરેલી ક્રિયાઓ ગમે ત્યારે ફરીથી એ ભાવોની વૃદ્ધિ કરાવી આપે છે. (२९) पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य तृप्तिं याति परां मुनिः ।। અર્થ : જિનશાસનના અણગારો તો ચક્રવર્તીનું ભોજન કરે છે. તેઓ જ્ઞાનરૂપી અમૃત પીએ છે. સુંદર અનુષ્ઠાનોરૂપી કલ્પવૃક્ષના ફળો ખાય છે. અને છેલ્લે સમભાવરૂપી તાંબૂલનો આસ્વાદ લે છે. પરમ તૃપ્તિને પામે છે. (૩૦) વારેવ તૃતિવાળાનવનથી ! ज्ञानिनो विषयैः किं तैर्येभवेत्तृप्तिरित्वरी ।। અર્થ : જ્ઞાની સાધુઓને પોતાના ક્ષમાદિ ગુણો વડે જ કાયમ માટે, કદી નાશ ન પામનારી તૃપ્તિ થતી હોય તો પછી એ સાધુઓને આ ખાવાપીવા-જોવાદિ વિષયસુખોનું શું કામ છે? એ બાહ્ય વિષયો વડે તો અલ્પકાળ માટે જ નાશવંત તૃપ્તિ પ્રાપ્ત થાય છે. (રૂ9) યા શાન્ત રસાસ્વાવાદ્ ભવેતરતિનિયા || सा न जिर्केन्द्रियद्वारा षड्रसास्वादनादपि ।। અર્થ : શાન્તરસ-સમભાવરૂપી એક માત્ર રસનો આસ્વાદ લેવાથી જે તૃપ્તિ થાય છે એ ઇન્દ્રિયો દ્વારા કદી ન અનુભવી શકાય. જીભ વડે ષસભરપૂર ભોજનનો આસ્વાદ લેવાથી પણ એ તૃપ્તિ તો ન જ મળે. (३२) सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।। અર્થ : અહો ! પાંચ વિષયોમાં તૃપ્તિ ન પામનારા આ ઈન્દ્રો અને ઉપેન્દ્રો પણ સુખી નથી. જ્ઞાનામૃતથી તૃપ્તિ પામેલો નિરંજન એક માત્ર મુનિ જ આ લોકમાં સુખી છે. ૧૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ३३ ) तपः श्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते ।। અર્થ : પોતાના વિશિષ્ટ તપથી કે વિશિષ્ટ શ્રુતજ્ઞાનથી જે સાધુ અભિમાની બને એ સાધુ તપ, સ્વાધ્યાયાદિ પુષ્કળ ક્રિયા કરતો હોવા છતાં પુષ્કળ કર્મો બાંધે. જ્યારે આવા અહંકારાદિ દોષ વિનાનો, ભાવનાજ્ઞાનસંપન્ન સાધુ તપ વગેરે ક્રિયા ન કરતો હોય તો પણ એને કર્મબંધ ન થાય. (३४) स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसम्पन्नो निस्पृहो जायते मुनिः ।। અર્થ : મારે માત્ર જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી મારા સ્વભાવને જ પ્રાપ્ત કરવાનો છે. એ સિવાય મારે કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી.’ આવા આભૈશ્વર્યથી સંપન્ન મુનિ નિઃસ્પૃહ બની જાય છે. એને પછી કોઈપણ વસ્તુની સ્પૃહા રહેતી નથી. (૩૯) સંયોનિતરે: વેઢે વેઢે પ્રાર્થને ન મૃદાવàઃ । अमात्रज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् ।। અર્થ : જુઓ તો ખરા ! આ સ્પૃહાવાળા જીવો હાથ જોડીને કોની કોની પાસે ભીખ નથી માંગતા ? જ્યારે અમાનસમાન જ્ઞાનના સ્વામી એવા નિઃસ્પૃહ સાધુને તો આખું વિશ્વ, વિશ્વની સર્વ વસ્તુઓ તણખલા જેવી તુચ્છ લાગે. એ સાધુ એ વસ્તુઓ માટે આસક્ત, દુ:ખી કદી ન થાય. (૨૬) વૃદાવન્તો વિનોવયન્તે ધવસ્તૃતૂહવત્ । महाश्चर्यं तथाप्येते मज्जन्ति भववारिधौ || અર્થ : ખાવા-પીવા, શિષ્યાદિની સ્પૃહાવાળાઓ તો ખરેખર ઘાસના તણખલા અને રૂ જેવા હલકા દેખાય છે. માટે જ તો ગમે ત્યાં નમી પડે છે, ઝુકી પડે છે. પણ એક મોટું આશ્ચર્ય છે કે તણખલાદિ હલકી વસ્તુઓ તો સમુદ્ર ઉપર તરે, ડુબે નહિ. જ્યારે આ સ્પૃહાવાળાઓ તો સંસારસમુદ્રમાં ડુબી જાય છે. ************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ (३७) गौरवं पौरवन्द्यत्वात्प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्यातिं जातिगुणात् स्वस्य प्रादुष्कुर्यान्न निःस्पृहः ।। અર્થ : શહેરના લોકો, શ્રીમંતો મને વંદન કરે છે, મારા ભક્તો છે. ચારે બાજુ મારો યશ, કીર્તિ, પ્રતિષ્ઠા ફેલાય છે. હું ઉત્તમ જાતિનો છું...’ નિસ્પૃહ સાધુ આવા બધા વાક્યો દ્વારા પોતાનું ગૌરવ, પોતાની મોટાઈ, પોતાની ખ્યાતિ સાચી હોવા છતાં ય કદી પ્રગટ ન કરે. (૩૮) મૂશય્યા મૈક્ષમાન નીŕ વાસો વનં ગૃહમ્ | तथापि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ।। અર્થ : ધરતી એ જ સાધુની પથારી છે. ભીખ માંગીને લાવેલ ભોજન એ જ સાધુનું ભોજન છે. સાધુના વસ્ત્રા ય જીર્ણ છે. જંગલ એ જ સાધુનું ઘર છે. પણ આશ્ચર્ય છે કે તો ય નિઃસ્પૃહ મુનિવરને તો ચક્રવર્તી કરતા પણ વધારે સુખ છે. (३९) परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयो: ।। અર્થ : : સુખ અને દુઃખની નાનામાં નાની વ્યાખ્યા આટલી જ છે કે (૧) પરવસ્તુઓની સ્પૃહા એ મહાદુઃખ છે. (૨) કોઈપણ વસ્તુની સ્પૃહા ન હોવી એ મહાસુખ છે. (४०) यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ।। અર્થ : શરીર ઉપર થયેલા સોજાથી શરીર તગડું બનેલું દેખાય પણ એ હકીકત નથી. મરેલાને કરેલો શણગાર પણ નકામો છે. એ શણગારથી મરેલાને કોઈ સુખ થતું નથી. એમ સંસારમાં વિષયસેવન વડે જે સુખ છે તે પણ સોજા જેવું, મડદાના શણગાર જેવું છે. આ જાણીને જ મુનિ તો પોતાના આત્મામાં જ તૃપ્તિ પામે. (४१) सुलभं वागनुच्चारं मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् ।। અર્થ : શબ્દો ન બોલવારૂપી મૌન તો એકેન્દ્રિયોમાં પણ સુલભ છે. પણ ૨૦ *111111111 1111111HHHHHHHHHHHHHHHHHHHH જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ પુદ્ગલોમાં પ્રવૃત્તિ જ ન કરવી, મનવચન-કાયાના યોગો પુદ્ગલોમાં ન પ્રવર્તે એ જ ઉત્તમ મૌન છે. (४२) यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् । छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ।। અર્થ : જે આત્મા કાયમ માટે આત્માને નિત્ય તરીકે જુએ છે અને પરવસ્તુઓના સંગને અનિષ્ટ તરીકે જુએ છે, મોહરૂપી ચોર એને કદી છેતરી શકવા સમર્થ બનતો નથી. (४३) देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे । भवकोट्याऽपि तद्भेदविवेकस्त्वतिदुर्लभः ।। અર્થ : આ શરીર એ જ આત્મા છે. શરીરથી જુદો કોઈ આત્મા નથી, કેમકે એ દેખાતો નથી’ આવો અવિવેક તો સંસારમાં કાયમ માટે સુલભ છે. પણ ‘આ શરીર અને આત્મા પરસ્પર જુદા છે. શરીરમાં જ શરીરથી ભિન્ન કોઈક આત્મા રહે છે.’ એવો વિવેક તો કરોડો ભવે પણ દુર્લભ છે. (४४) मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपिः ।। અર્થ : મધ્યસ્થ મહાત્માનું મન વાછરડા જેવું છે. વાછરડું ગાયની પાછળ જ ચાલે. એમ મધ્યસ્થ સાધુનું મન સાચી યુક્તિ-સાચા પદાર્થરૂપી ગાયની પાછળ જ ચાલે. (અર્થાત્ જ્યાં જ્યારે જે સાચું હોય એ સ્વીકારે.) જ્યારે તુચ્છ કદાગ્રહવાળા સાધુઓનું મન તો વાંદરા જેવું છે. વાંદરો ગાયને પૂંછડું પકડીને ખેંચે એમ આ કદાગ્રહી જીદ્દી સાધુઓનું મન યુક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે ખેંચી જાય છે. (અર્થાત્ પોતાને મનગમતી વાત જ સાચી ઠેરવવાનો પ્રયત્ન તેઓ કરે.) (४५) स्वस्वकर्मकृतावेशाः स्वस्वकर्मभुजो नराः । न रागं नाऽपि च द्वेषं मध्यस्थस्तेषु गच्छति ।। અર્થ : બધા મનુષ્યો પોતપોતાના કર્મોને પરવશ છે. પોતપોતાના કર્મ ++++++++++++||||||||||||||||↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ અનુસાર પ્રવૃત્તિ કરે છે. કર્મોને ભોગવે છે. મધ્યસ્થ આત્મા તે લોકોમાં રાગ કે દ્વેષ ન કરે. (૪૬) વાવ રામાન લેશમાત્રાત્પરા મમ્ | न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।। અર્થ : અમે અમારા જિનાગમોને રાગમાત્રથી સાચા માનીએ છીએ એમ ન સમજશો તેમ અમે બીજાઓના આગમોને દ્વેષ માત્રથી જ ત્યાગીએ છીએ એમ પણ ન સમજશો. પણ મધ્યસ્થદષ્ટિથી અમે બે ય આગમો ચિંકાસ્યા. જિનાગમો અમને સાચા લાગ્યા એટલે એને સ્વીકાર્યા. - બીજાના આગમો ખોટા લાગ્યા એટલે અમે છોડી દીધા. (४७) न गोप्यं क्वापि नारोप्यं हेयं देयं च न क्वचित् । क्व भयेन मुनेः स्थेयं ज्ञेयं ज्ञानेन पश्यतः ।। અર્થ: સાધુને તો કોઈપણ વસ્તુ, શરીર સુદ્ધાં ય છુપાવવા જેવું, રક્ષણ કરવા જેવું નથી. સાધુને કોઈપણ વસ્તુ ક્યાંય મૂકવાની નથી, કોઈ વસ્તુ ત્યાજ્ય નથી કે કોઈને આપવાની નથી. જગતના સર્વ પદાર્થો સાધુ માટે માત્ર શેય છે તો પછી શાન વડે એ પદાર્થોને જોતો સાધુ શા માટે ભયભીત બનીને રહે? (४८) मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने । वेष्टनं भयसर्पाणां न तदानन्दचन्दने ।। અર્થ : જ્ઞાનદષ્ટિરૂપી મોરલી જો મનરૂપી જંગલમાં ફરતી હોય તો પછી આત્માનંદરૂપી ચંદનના વૃક્ષોને ભયરૂપી સાપો વીંટળાઈ શકતા નથી. (૪૬) ચિત્તે રિબત્તિ યસ્થ વારિત્રમતોમમ્ | अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ।। અર્થ : જે ચારિત્રથી કોઈને પણ ભય ન થાય એવું ચારિત્ર જે મુનિના ચિત્તમાં પરિણમી ચૂક્યું છે એ અખંડ એવા જ્ઞાનરાજ્યનો સ્વામી સાધુ વળી કોનાથી ભય પામે ? બધાને નિર્ભયતા બક્ષનારો એ સાધુ સ્વયં નિર્ભય જ હોય. ૨૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ (५०) गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्कृतमात्मप्रशंसया ।। અર્થ : ઓ સાધુ! શું તું ક્ષમા, વાત્સલ્ય, વિનય, વિવેક, સરળતા વગેરે લાખો ગુણોથી પૂર્ણ બની ચૂક્યો છે? જો ના, તો પછી તું તારી આત્મપ્રશંસા કરવી રહેવા દે, કારણ કે તું અપૂર્ણ છે. અને જો ખરેખર તું બધા ગુણોથી પૂર્ણ બની જ ચૂક્યો છે તો ય તું આત્મપ્રશંસા કરવી રહેવા દે, કેમકે બધા ગુણો મળી ગયા બાદ હવે કંઈ મેળવવાનું બાકી જ નથી કે જેને માટે આત્મપ્રશંસા કરવી પડે. (५१) आलम्बिता हिताय स्युः परैः स्वगुणरश्मयः । अहो स्वयं गृहीतास्तु पातयन्ति भवोदधौ ।। અર્થ : બીજા લોકો તારા ક્ષમાદિ ગુણો રૂપી દોરડાને પકડી લે તો એમના માટે એ દોરડાઓ હિતકારી બનશે. એના સહારે બીજાઓ સંસારકુવામાંથી બહાર નીકળશે. પણ તું તારા ગુણોરૂપી દોરડાને જો પકડીશ, સ્વગુણપ્રશંસા કરીશ તો એ ગુણોરૂપી દોરડાઓ તને સંસારસમુદ્રમાં પાડશે. (५२) उच्चत्वदृष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम् । पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ।। અર્થ : “હું જ્ઞાની છું, હું તપસ્વી છું, હું ઘણા શિષ્યોનો ગુરુ છું.” આવી પોતાની જ મોટાઈ નિહાળવી એ મોટો દોષ છે. એના દ્વારા સ્વઉત્કર્ષ-અભિમાન-સ્વપ્રશંસારૂપી વર આત્મામાં ઉત્પન્ન થાય છે. જો હવે તારામાં એ જ્વર ઉત્પન્ન થઈ જ ગયો હોય તો એને શાંત કરવાનો એક ઉપાય અજમાવ. તે પૂર્વના મહાપુરુષો કરતા તારી નીચતાને ખૂબ ખૂબ વિચાર. ૧૧ લાખ ૮૦ હજાર ૬૪૫ માસક્ષમણ કરનારા નંદનઋષિની સામે તારો માસક્ષપણાદિ તપ શી વિસાતમાં! રોજની 1000 ગાથા ગોખનારા બપ્પભટ્ટસૂરિ વગેરેની સામે તારો ક્ષયોપશમ તો વામણો જ લાગે. (५३) शरीररूपलावण्यग्रामारामधनादिभिः । उत्कर्षः परपर्यायश्चिदानन्दघनस्य कः ।। ++++ ++++++++ ++++ +++# # ### ######## જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ###### ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ અર્થ : : ‘મારું શરીર એકદમ તગડું છે. મારું રૂપ અજોડ છે. મારું લાવણ્ય અદ્ભુત છે.’ આત્માનંદને માણનારા મુનિવરો શું આ શરીર, રૂપ, વિદ્વત્તાદિ પારકા પર્યાયો વડે સ્વોત્કર્ષ-અભિમાન કરે ખરા ? (५४) बाह्यदृष्टे : सुधासारघटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षाद्विण्मूत्रपिठरोदरी ।। ' અર્થ : ઓ આત્મન્ ! તું ચામડાની આંખોથી સ્ત્રીદર્શન કરે છે માટે જ તને એ સુંદરી અમૃતના સારભૂત પદાર્થોથી ઘડાયેલી લાગે છે. પણ એકવાર તત્વદષ્ટિ ઉઘાડીને તો જો. વિષ્ઠા અને મૂત્રથી ભરેલું વાસણ જ ન હોય ? એવા પેટવાળી એ તને સાક્ષાત્ દેખાશે. (५५) लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ।। અર્થ : બિચારા ચામડાની આંખોવાળા ! આ શરીરને લાવણ્ય-સૌંદર્યની લહેરોથી અત્યંત પવિત્ર, મનોહર માને છે. તો તત્ત્વદૃષ્ટિના ધારક મુનિવરો ! કરમીયાઓથી ભરેલા એ જ શરીરને કુતરા અને કાગડાને ખાવા યોગ્ય માને છે. (५६) गजाश्वैर्भूपभवनं विस्मयाय बहिर्दृशः । तत्रा भवनात् कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ।। અર્થ : બાહ્યદૃષ્ટિવાળાઓ તો રાજાના ભવનને હાથી, ઘોડાઓથી ભરેલું જોઈ આશ્ચર્ય પામે છે. જ્યારે તત્વવેત્તા મુનિવરોને તો એ ભવન માત્ર હાથી, ઘોડાઓનું જંગલ જ લાગે છે. (५७) भस्मना केशलोचेन वपुर्धृतमलेन वा । महान्तं बाह्य वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। અર્થ : બિચારા બાહ્યદષ્ટિવાળા સંસારીઓ તો શરીર ઉપર રાખ ચોપડનારા, કેશલોચ કરાવનારા, શરીર ઉપર મેલ ધારણ કરનારાને મહાન્ સાધુ માની લે છે. જ્યારે તત્ત્વજ્ઞાની આત્મા તો જે સાધુ પાસે આત્માનંદનું સામ્રાજ્ય છે એને જ મહાન્ માને છે. ૨૪ નનન+નનન+નનનન+નનન+H+l ***--*-*-*-*-*-*-*-*-********** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧૮) વાઢવૃષ્ટિ વારેષ, મુદ્રિતેવું મહાત્મનઃ | अन्तरेवावभासन्ते, स्फुटाः सर्वाः समृद्धयः ।। અર્થ : ઓ પરમપદના પથિક ! સૌ પ્રથમ તારી બાહ્યદષ્ટિના પ્રચારો અટકાવી દે. આ ચર્મચક્ષુથી થતા દર્શન બંધ કરી દે. એટલે આપોઆપ જ તને તારા આત્મામાં જ તમામ સમૃદ્ધિઓ દેખાશે. (५९) दुःखं प्राप्य न दीनः स्यात् सुखं प्राप्य च विस्मितः । मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ।। અર્થ : “આ સમગ્ર વિશ્વ પોતે જ બાંધેલા કર્મોના વિપાકનું ગુલામ છે.” આ વાતને સારી રીતે જાણતો સાધુ પોતાના જીવનમાં ગમે તેવા દુઃખ આવી પડે તો ય હાયવોય ન કરે. ગમે તેવા સુખ આવી પડે તો છકી પણ ન જાય. (૬૦) શેષાં ધૂમનાગ્રેન, મત્તે પર્વતા કવિ ! तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षापि नाप्यते ।। અર્થ : કર્મોની તાકાત અજબગજબની છે ! જે રાજાઓ માત્ર આંખના ઈશારાથી જ પર્વતો તોડી પાડતા પણ જ્યારે એમના પુણ્યકર્મ પરવાર્યા, પાપોદય શરૂ થયો ત્યારે એ જ રાજાઓ ઘેર-ઘેર ભટકી ભીખ માંગવા છતાં બે ટંક ખાવા પૂરતી ભિક્ષા ય મેળવી શકતા નથી. (६१) विषमा कर्मणः सृष्टिदृष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः ।। અર્થ : આ કર્મરાજની સૃષ્ટિ અતિવિષમ છે. કોઈક ઊંચી જાતિવાળો, કોઈક ચંડાળ, કોઈક મૂર્ખ, કોઈક મહાવિદ્વાન્ આ બધી વિષમતાઓ એ કર્મરાજનું સર્જન છે. ઊંટની પીઠ જેમ ઊંચી-નીચી છે તેવી જ આ કર્મરાજની સૃષ્ટિ છે. માટે જ યોગીઓને એ કર્મરાજની સૃષ્ટિરૂપ ઉચ્ચજાતિ, કુળ, ધન વગેરેમાં શી રીતે રતિ-આનંદ થાય? (६२) आरूढाः प्रशमश्रेणिं श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ઉપશમશ્રેણી માંડી અગિયારમા ગુણસ્થાને પહોંચી વીતરાગ બની ચૂકેલા એવા ય આત્માઓ અને શ્રુતકેવલીઓ પણ આ દુષ્ટ કર્મના પ્રતાપે અનંત સંસારમાં ભટકે છે. (૬૩) તૈનપાત્રધરો ય, રાધાવેથોઘતો યથા | क्रियास्वनन्यचित्तः स्याद्, भवभीतस्तथा मुनिः ।। અર્થ : ‘તું જો તેલથી ભરચક ભરેલા પાત્રને હાથમાં લઈ આખા નગરમાં ફરીને પાછો આવે અને એક પણ ટીપું ન ઢોળાય તો તને જીવતો રાખીશ નહિ તો મારી નાંખીશ.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળી જીવ બચાવવા એ ચોર તેલપાત્ર લઈને ચાલ્યો. ચારે બાજુ નાટકો, ગીતો, બહેનોની અવરજવર હોવા છતાં તે ક્યાંય જોતો નથી. એક પણ ટીપું ન ઢોળાઈ જાય એની કાળજી રાખે છે. અને સફળ થાય છે. એમ રાધાવેધ સાધનારો પણ એમાં ખૂબ એકાગ્ર બને છે. એ જ રીતે સંસારના ભયથી ગભરાયેલો મુનિ પણ ચારિત્રધર્મના તમામ આચારોમાં એકતાન બને જ. (૬૪) યથા ચિન્તા િવત્તે વેરો વકરીને / हहा जहाति सद्धर्म तथैव जनरञ्जनैः ।। અર્થ : મૂર્ખ માણસ પોતાની પાસે રહેલા ચિંતામણિ રત્નને આપીને બોર ખરીદ. એમ ખેદજનક વાત છે કે મૂર્ણ આત્માઓ માત્ર લોકરંજન માટે સદ્ધર્મને છોડી દે છે. (ભક્તોને ખુશ કરવા એમની ઈચ્છા પ્રમાણે વર્તવું પડે. એમની ઈચ્છાઓ પૂરવી પડે. એમાં સંયમને નુકસાન થાય.). (६५) श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिज: स्तोकाश्च स्वात्मसाधकाः ।। અર્થ : (જૈનધર્મ-સર્વવિરતિધર્મ સર્વોત્કૃષ્ટ વસ્તુ છે તો ઘણાબધા લોકો શા માટે એને નથી સ્વીકારતા ? એનું સમાધાન આપે છે કે, લોકમાં કે લોકોત્તર જિનશાસનમાં કલ્યાણના ઇચ્છનારાઓ વધારે ન હોય, ઓછા જ હોય. લોકમાં મજુરી, નોકરી કરનારાઓ કરોડો લોકો છે, ૨૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ રત્નનો વેપાર કરનારા વણિકો ઘણા ઓછા છે. એમ લોકોત્તર શાસનમાં પણ વિષયસુખમાં લંપટ બનનારાઓ કરોડો છે, આત્મસાધના કરનારાઓ ઘણા ઓછા છે. એમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. () માત્મક્ષિસદ્ધર્મસિદ્ધી વુિં તો યાત્રા | तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शनम् ।। અર્થ : “લોકો મને કેવો માનશે? લોકોમાં હું શી રીતે સારો દેખાઉં..” આ બધા લોકસંજ્ઞાના વિચારો સાધુઓ માટે નકામા છે, કેમકે સદ્ધર્મની સિદ્ધિ આત્મસાક્ષિક છે. આત્માના શુભ પરિણામો છળે તો લોકો એને સારો માને કે ન માને, એ આત્માનું કલ્યાણ થાય. એના બે સચોટ દષ્ટાન્ત છે : (૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિ, (૨) ભરત ચક્રવર્તી. (६७) अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ।। અર્થ : આ મોક્ષ, મોક્ષનો માર્ગ જેઓએ જોયો જ નથી અને એવા એ મોક્ષમાર્ગ ઉપર જે જડ લોકો શાસ્ત્રરૂપી દીપક વિના આંધળી દોટ મૂકે છે તેઓ ડગલે ને પગલે ઠોકરો ખાતા ખૂબ ખેદને પામે છે. (ભાવના સારી હોવા માત્રથી ન ચાલે. કાર્યમાં સફળતા મેળવવા માટે પૂરતું જ્ઞાન, સમજણ આવશ્યક છે. એમ મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઈચ્છા થઈ એ સારું છે પણ શાસ્ત્ર ભણ્યા વિના ગમે તેમ સંયમ જીવવાથી મોક્ષ ન મળે. એ માટે શાસ્ત્રજ્ઞાન પામી શાસ્ત્રાધારિત જીવન જીવવું પડે.) (६८) शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ।। અર્થ : જે સાધુ શાસ્ત્રાજ્ઞાઓ પ્રત્યે બેપરવા છે તે સાધુ બેતાલીસ દોષ વિનાની નિર્દોષ ગોચરી વાપરે તો ય એનાથી એનું હિત ન થાય. પેલો ભીલનો રાજા ! પોતાના ગુરુ બૌદ્ધભિક્ષુને પગથી અડવાનું પાપ નથી કરતો પણ તલવારથી ગુરુનું ડોકું કાપે છે. એને પેલો આશાતનાત્યાગરૂપ ધર્મ શી રીતે હિતકારી બને ? શાસ્ત્રાજ્ઞા એ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધભિક્ષુના મસ્તક જેવી છે. શુદ્ધ ગોચરી એ ભિક્ષુને પગ લગાડવારૂપ આશાતનાના ત્યાગ જેવી છે. (६९) शास्त्रोक्ताचारकर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः । शास्त्रैकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ।। અર્થ : શાસ્ત્રોમાં કહેલા આચારોનું પાલન કરનાર, શાસ્ત્રનો જ્ઞાતા, શાસ્ત્રોનો ઉપદેશક, શાસ્ત્ર જ જેની એક માત્ર આંખ છે એવો મહાયોગી પરમપદને પામે છે. (૭૦) પરિબ્રહ્મપ્રાવેશાદુર્ગાષિતરન:વિરાઃ | श्रूयते विकृताः किं न ? प्रलापा लिङिगनामपि ।। અર્થ : આ શિષ્યો, ભક્તો, ઉપધિઓ, ફલેટો વગેરેનો પરિગ્રહ એ મોટા ખરાબ ગ્રહ જેવો છે. એના આવેશને લીધે સાધુઓ પણ પોતાના મુખમાંથી ખરાબ વચનોરૂપી ધૂળને ચારેબાજુ ફેંકે છે. શું આવા સાધુઓના વિકૃત-અત્યંત ખરાબ લાગે એવા પ્રલાપો, અસભ્ય વચનો નથી સંભળાતા ? (પરિગ્રહની આસક્તિથી કેટલાય ઝઘડાઓ ઊભા થયા જ છે.) (७१) यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं पर्युपास्ते जगत्त्रयी ।। અર્થ : જે આત્મા ધન, ધાન્ય, પુસ્તકો, ફ્લેટો વગેરે બાહ્ય પરિગ્રહને અને એ બધી વસ્તુઓ ઉપરના રાગ-મૂર્છારૂપી અભ્યન્તર પરિગ્રહને તણખલાની જેમ તુચ્છ માની છોડી દે છે, ઉદાસીન-મધ્યસ્થ બને છે એના ચરણકમલની તો ત્રણ લોક સેવા કરે. ( ७२ ) चित्तेऽन्तर्ग्रन्थिगहने बहिर्निर्ग्रन्थता वृथा । त्यागात्कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः । અર્થ : મન જો સ્વજનો, સ્ત્રી, ભોજનાદિ પ્રત્યેના રાગ વગેરે રૂપી ગાંઠોથી ભરેલું હોય તો પછી આ માત્ર બહારની નિર્પ્રન્થતા-સાધુવેષ એ નકામો જ જવાનો. સાપ કંઈ કાંચળી માત્રને છોડી દઈને ઝેર વિનાનો ન બને. *********** ૨૮ +†††††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૭૩) ત્ય પરિષદે સાથોપ્રતિ નં : | पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ।। અર્થ : સાધુ જો બે ય પ્રકારનો પરિગ્રહ છોડી દે તો એના તમામ કર્મો નાશ પામે. સરોવરની પાળ તૂટી જાય પછી તો બધું પાણી જતું જ રહે ને? (७४) त्यक्तपुत्रकलत्रस्य मूर्छामुक्तस्य योगिनः । चिन्मात्रप्रतिबद्धस्य का पुद्गलनियन्त्रणा ।। અર્થઃ પુત્ર-પત્ની-સ્વજન-ભાઈ-બહેનાદિ બધું છોડી દેનાર, એમના ઉપરની મૂચ્છ ય છોડી દેનાર, સાધુ બની જ્ઞાનયોગમાં લીન બની જનાર સાધુને પછી કોઈપણ પુદ્ગલોનું બંધન હોય ખરું? એ સાધુ બાહ્ય પદાર્થોમાં આસક્ત બને ખરો ? (७५) मूर्छाच्छन्नधियां सर्वं जगदेव परिग्रहः । मूर्च्छया रहितानां तु जगदेवापरिग्रहः ।। અર્થ : જેમની બુદ્ધિમાં જગતના પદાર્થો પ્રત્યે કારમી આસક્તિ-મૂચ્છ પડેલી છે તે બિચારો ભલે કપડાં વિનાનો તદ્દન ભિખારી હોય તો ય મૂછની અપેક્ષાએ તો આખું જગત્ એનો પરિગ્રહ છે. જ્યારે જે આત્માઓ મૂચ્છ-આસક્તિ વિનાના છે તે ભરતચક્રી જેવા પખંડના સ્વામી હોય તો પણ એમના માટે આ આખું ય જગત અપરિગ્રહ જ છે. (७६) व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।। અર્થ : બધા ય શાસ્ત્રોનું કામ માત્ર દિશા દેખાડવા પૂરતું જ છે. શાસ્ત્રો સંસારસમુદ્રને તરવાનો રસ્તો જ માત્ર બતાવે. જ્યારે અનુભવજ્ઞાન તો આત્માને સંસારમાંથી તારીને મોક્ષમાં પહોંચાડે. (શાસ્ત્રોમાં કહેલા પદાર્થોનું આત્માને સંવેદન થાય, આત્મા એ પદાર્થોને સાક્ષાત અનુભવે એ જ અનુભવજ્ઞાન.) (७७) केषां न कल्पनादी शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) Page #39 -------------------------------------------------------------------------- ________________ અર્થ : શાસ્ત્રો એ મોટી કઢાઈમાં પડેલું દૂધ છે. બુદ્ધિ એ માવો બનાવવા માટે દૂધ હલાવવામાં ઉપયોગી કડછો છે. ઘણા લોકોનો બુદ્ધિરૂપી કડછો શાસ્રરૂપી દૂધમાં પ્રવેશીને, એને હલાવીને અમૂલ્ય પદાર્થોરૂપી માવો બનાવી દે છે. પણ એ બનેલા માવાને ખાવાનું-ચાખવાનું સૌભાગ્ય એ કડછા હલાવનાર રસોઈયા પાસે હોય ખરું ? એ તો ગણ્યાગાંઠ્યા જ એવા જીવો મળે જેમને આ રસોઈયાની બુદ્ધિરૂપી કડછાથી તૈયાર થયેલા શાસ્ત્રરૂપી દૂધનો માવો અનુભવ રૂપી જીભ વડે ચાખવા મળે. (તદ્દન સાચી વાત છે. ઘણીવાર બહુશ્રુતો શાસ્ત્રના અણમોલ પદાર્થો પીરસે ત્યારે એ બહુશ્રુતોને એ પદાર્થોની જેટલી અસર નથી હોતી એના કરતા ઘણી વધારે અસર શ્રોતાઓને થાય છે.) ( ७८) मोक्षेण योजनाद्योग: सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्थालम्बनैकाग्र्यगोचरः ।। અર્થ : જે પદાર્થ જીવને મોક્ષની સાથે જોડી આપે તે પદાર્થ યોગ કહેવાય. આ વ્યાખ્યા પ્રમાણે સાધુઓનો શાસ્ત્રાનુસારી બધો જ આચાર (નિર્દોષ ગોચરી, વિહાર, લોચ, ગુરુસેવા વગેરે) એ યોગ જ કહેવાય. પણ વિશેષથી વિચારીએ તો એ યોગ પાંચ પ્રકારે છે. (૧) સ્થાનયોગ, (૨) વર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબન યોગ, (૫) એકાગ્રતાયોગ. (७९) कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद्बीजमात्रं परेष्वपि ।। અર્થ : આમાં સ્થાન અને વર્ણ એ બે કર્મયોગ છે. જ્યારે અર્થ, આલંબન, એકાગ્રતા એ જ્ઞાનયોગ છે. આ પાંચે ય યોગો સાચા વિરતિધર પાસે જ હોય. હા, સમ્યગ્દષ્ટિ, મંદ મિથ્યાત્વી વગેરેમાં પણ આ પાંચ યોગો બીજ રૂપે હોઈ શકે છે. (૮૦) વૃકૃપાનિર્દેવસંવે પ્રશમોત્પત્તિરિ । भेदा प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ।। અર્થ : અહીં દરેક સ્થાનાદિ યોગના બીજા ચાર ભેદ પડે છે. (૧) +++++++++++++++++†††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓†† 30 11++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાથાનયોગ (૨) પ્રવૃત્તિસ્થાનયોગ (૩) સ્થિરસ્થાનયોગ (૪) સિદ્ધિસ્થાનયોગ. એમ વર્ણાદિમાં પણ ૪-૪ ભેદ પાડવા. એમાં ઈચ્છાયોગ એ જીવમાં કરૂણાગુણ ઉત્પન્ન કરે, પ્રવૃત્તિયોગ જીવમાં નિર્વેદ-સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરે, સ્થિરયોગ જીવમાં સંવેગમોક્ષાભિલાષને ઉત્પન કરે, સિદ્ધિયોગ જીવમાં પ્રશમભાવને ઉત્પન્ન કરે. (૮૧) ફુચ્છા તથા રીતિક પ્રવૃત્તિઃ પાનનું પરમ્ | स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ।। અર્થ : અહીં પ્રથમ સ્થાનાદિ સમજી લઈએ. (૧) પ્રતિક્રમણાદિ ક્રિયામાં જ્યારે જે જિનમુદ્રા, યોગમુદ્રા, કાયોત્સર્ગમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા વગેરે કરવાની બતાવેલ છે એ સ્થાન કહેવાય. (૨) ઈરિયાવહિ, લોગસ્સ વગેરે સૂત્રોના અક્ષરો એ વર્ણ કહેવાય. (૩) એ સૂત્રોના પદોનો, વાક્યોનો અર્થ એ અર્થ કહેવાય. (૪) આ ક્રિયા જે પ્રતિમાદિને ધ્યાનમાં રાખીને કરીએ એ પ્રતિમાદિ આલંબન. (૫) આમાં ખૂબ તન્મયતા આવી જાય એ એકાગ્રતા છે. (૧) બરાબર વિધિપૂર્વક મુદ્રાઓ, ૧૭ સંડાસાદિ સાચવવાપૂર્વક ક્રિયાઓ કરનારાની વાતો કોઈ કરતું હોય તો એ વાતો સાંભળવામાં જે આનંદ આવે, રસ પડે તે ઈચ્છા સ્થાનયોગ કહેવાય. (૨) આત્મા પોતે પણ એ જ રીતે મુદ્રાદિ સાચવવાપૂર્વક ક્રિયા કરવા લાગે એ પ્રવૃત્તિસ્થાનયોગ. (૩) એ ક્રિયામાં આત્મા એટલો બધો હોંશિયાર બની જાય કે પછી ક્રિયાઓમાં ભૂલ તો ન જ પડે પણ ક્રિયામાં ભૂલ પડવાનો ડર પણ ન રહે એ સ્થિરસ્થાનયોગ. (૪) આત્મા પોતાને મળેલ આ સ્થાનયોગ બીજાને પણ પમાડી દે તો એ સિદ્ધિસ્થાનયોગ કહેવાય. આ રીતે વર્ણાદિમાં પણ સમજવું. માત્ર એમાં શુદ્ધ, સ્પષ્ટ, શાસ્ત્રાનુસાર સૂત્રો બોલવા એ વર્ણયોગ બને. એના અર્થોમાં ઉપયોગપૂર્વક ક્રિયા કરીએ તો એ અર્થયોગ બને. પ્રતિમાદિનું આલંબન અને એકાગ્રતા તો સ્પષ્ટ જ છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રતિમવિથોડસડ, નાઘર થતુર્વિદમ્ | तस्मादयोगयोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ।। અર્થ: આ સ્થાનાદિ પણ ચાર પ્રકારના છે. (૧) પ્રીતિસ્થાનયોગ : એ યોગમુદ્રાદિ સ્થાનનું સેવન કરવામાં ખૂબ આદર હોય. બધું છોડીને પણ એ સ્થાનાદિનું આચરણ કરે. (૨) ભક્તિસ્થાનયોગ : એ યોગમુદ્રાદિમાં અતિશય બહુમાન, ગૌરવ ઉત્પન્ન થાય. અને એ રીતે સ્થાનાદિનું સેવન કરે. (૩) વચનસ્થાનયોગ : “આ પ્રમાણે કરવાની જિનાજ્ઞા છે.' એમ જિનવચનને આગળ કરીને સ્થાનાદિનું સેવન કરે. (૪) અસંગસ્થાનયોગઃ એ સ્થાનયોગ એવો આત્મસાત થઈ જાય કે પછી “આ જિનવચન છે. એવું યાદ કરવાની જરૂર જ ન રહે. આપમેળે જ એ યોગનું પાલન થઈ જ જાય. આ જ રીતે વર્ણાદિમાં પણ સમજવું. આ બધા યોગોથી અયોગ નામના ૧૪મા ગુણસ્થાનરૂપી ઉત્કૃષ્ટ યોગની પ્રાપ્તિ થાય છે અને એનાથી ક્રમશઃ મોક્ષ મળે છે. (૮૩) થાનઘનિસ્તીચ્છવાઘાનિસ્વનાવો | सूत्रदाने महादोष इत्याचार्याः प्रचक्षते ।। અર્થ : જેઓ આ સ્થાનાદિ યોગમાંથી એકાદનું પણ સેવન નથી કરતા તેવાઓને આ લોગસ્સ વગેરે સૂત્રો ભણાવવામાં ભણાવનારને પણ મોટો દોષ લાગે. અરે, કોઈ એમ સમજીને ભણાવે કે, “આ રીતે ભલે ને આ સ્થાનાદિ ન સેવનારો પણ સૂત્રો શીખીને ગમે તેવી પણ ક્રિયા કરે. એ રીતે ય અવિધિવાળી ક્રિયારૂપ તીર્થ તો ટકશે ને?” તો ય આવી સબુદ્ધિથી ભણાવનારને મહાદોષ છે એમ યોગાચાર્યો કહે છે. (८४) धनार्थिनां यथा नास्ति शीततापादि दुःसहम् । तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि ।। અર્થ : જેમ પૈસા પાછળ પાગલ બનેલાઓને ધન કમાવવા માટે જે ઠંડી, ગરમી, ભૂખ, તરસ સહન કરવા પડે છે તે એમને દુઃસહ નથી ૩૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ લાગતા એ જ રીતે સંસારથી વૈરાગ્ય પામેલા, તત્ત્વજ્ઞાનના અભિલાષી સાધુઓને પણ આ તપ, લોચ, વિહારાદિ દુઃખો દુઃખરૂપ ન લાગે. (८५) क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः । दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः ।। અર્થ : નિર્મળ પરિણતિઓ વિના માત્ર લોચ, વિહારાદિ બાહ્ય શુભ ક્રિયાઓથી જે કર્મક્ષય, દોષક્ષય થાય એ તો દેડકાના ચૂર્ણ જેવો છે. બીજો વરસાદ પડતાંની સાથે જેમ એ ચૂર્ણમાંથી પાછા અનેક દેડકાઓ ઉત્પન્ન થઈ જાય છે તેમ આ જીવ પણ કુનિમિત્તો વગેરે મળતાંની સાથે પાછો પુષ્કળ કર્મબંધ, દોષસેવન કરી જ બેસે છે. જ્યારે જ્ઞાનસાર-નિર્મળ પરિણતિ વડે જે કર્મક્ષય, દોષક્ષય થાય એ તો અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયેલા દેડકાની રાખ જેવો છે. એમાંથી ફરી દેડકો ઉત્પન્ન ન થાય. એમ પરિણતિથી થયેલો દોષક્ષય, કર્મક્ષય હિતકારી બને. (૮૬) વ્રિષાશૂન્યં = યજ્ઞાનું, જ્ઞાનશૂન્યા ૪ યા ક્રિયા । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ।। અર્થ : એક બાજુ ક્રિયા(પ્રવૃત્તિ) વિનાનું જ્ઞાન (પરિણતિ) અને બીજી બાજુ જ્ઞાન(પરિણતિ) વિનાની ક્રિયા(પ્રવૃત્તિ). આનું અંતર જાણવું છે ? એકલું જ્ઞાન એ સૂર્ય સમાન છે. જ્યારે એકલી ક્રિયા એ આગિયાખદ્યોત સમાન છે. 11115111111111111111111*********************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર) 33 Page #43 -------------------------------------------------------------------------- ________________ હૃદયપ્રદીપષત્રિંશિકા ( १ ) जानन्ति केचिन्न तु कर्तुमीशा कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं ते केऽपि लोके विरला भवन्ति ।। અર્થ : કેટલાક સાધુઓ એવા છે કે, ‘સંયમજીવન કેવી રીતે જીવવું જોઈએ’ વગેરે બધું જ જાણે છે પણ શરીર કે મનની લાચારીને લીધે એ કરવા માટે સમર્થ બનતા નથી. તો વળી કેટલાક સાધુઓ એવા છે કે જેઓ શરીર કે મનથી મજબૂત હોવાથી સંયમપાલન કરવા માટે સમર્થ છે પણ એમનું દુર્ભાગ્ય છે કે, ‘સંયમ શી રીતે પાળવું’ એ તેઓ જાણતા જ નથી. સંયમપાલનનું જ્ઞાન અને સંયમપાલનનું સામર્થ્ય આ બે ય જેની પાસે હોય એવા આત્માઓ તો આ વિશ્વમાં ગણ્યા-ગાંઠ્યા જ મળે. (२) भोगार्थमेतद् भविनां शरीरम् ज्ञानार्थमेतत् किल योगिनां वै । ज्ञाता विषं चेद्विषया हि सम्यग् - ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या ।। અર્થ : સંસારી જીવોનું શરીર ભોગ ભોગવવા માટે જ ઉપયોગી બને છે. જ્યારે યોગીઓનું શરીર જ્ઞાનયોગની પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે. હે આત્મન્ ! સમ્યજ્ઞાન દ્વારા જો તને આ ભોગો ઝેર જેવા લાગ્યા હોય તો પછી આ હાડપિંજર જેવા શરીરને પુષ્ટ કરીને શું કામ છે? એને પુષ્કળ કષ્ટ આપી કર્મક્ષયનું સાધન બનાવ. (३) त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्रपूर्णेऽनुरागः कुणपे कथं ते । · दृष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् ।। અર્થ : ચામડી, માંસ, મેદ, હાડકા, વિષ્ઠા અને મૂત્રથી ભરેલા આ શરીરમાં તને કેમ રાગ થાય છે ? એ જ સમજાતું નથી. અરે ! તું જાતે જ શરીરના આ બિભત્સ સ્વરૂપને જુએ છે. વ્યાખ્યાનોમાં હજારો લોકોની આગળ શરીરના બિભત્સ સ્વરૂપને તું વર્ણવે છે. તો પછી તું જ સાક્ષાત્ કેમ એ શરીરમાં મોહ પામે છે ? એને પંપાળે છે ? (૪) હાર્યે હૈં ત્રિ તે પરવોષટ્ટા, વાર્થ હૈં વિં તે પચિન્તયા હૈં । वृथा कथं खिद्यसि बालबुद्धे ! कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ।। ++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷||+|+|÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ અર્થ: પારકાના દોષો જોવાનું તારે શું કામ છે? પારકાની ચિંતા કરવાનું પણ તારે શું કામ છે? ઓ મૂઢબુદ્ધિ ! તું ફોગટ જ શા માટે દુઃખી થાય છે? તું તારું કામ કર. આત્મહિત કર. બાકી બધું છોડી દે. (५) यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथास्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्योऽपि कुर्यात् खलु तन कर्म ।। અર્થ : આત્મન્ ! વિષયસુખો ભોગવવાદિ રૂપ કાર્યમાં સુખ તો લેશમાત્ર જ છે. અને દુઃખની પરંપરાનો જેમાં કોઈ અત્ત જ નથી, જેમાં માનસિક સંતાપ અને છેવટે મરણ થાય છે એવા આ કર્મો તો મૂર્ખ માણસ પણ ન કરે. (તો તું કેમ વિષયસુખોમાં લંપટ બન્યો છે?) (૬) દીનિચ ર વૈદ્ધનારા, દીતિ વિષયમનાવી ! गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ।। અર્થ : દીક્ષા લીધા બાદ, સાધુવેષ ધારણ કર્યા બાદ જો ધન, ઘર વગેરેની ઈચ્છા થતી હોય, સાધુવેષ લીધા બાદ જો સ્ત્રી વગેરેના સુખોની અભિલાષાઓ જાગતી હોય, સાધુવેષ લીધા પછી ય જો ખાવાપીવામાં આસક્તિ જાગતી હોય તો પછી આનાથી વધારે વિટંબણા બીજી કઈ હોઈ શકે ? (७) ये लुब्धचित्ता विषयार्थभोगे बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च धूर्ताः मनांसि लोकस्य तु रञ्जयन्ति ।। અર્થ : જે સાધુઓ વિષયસુખોનો ભોગવટો કરવામાં ખૂબ જ આસક્ત મનવાળા છે, જેઓ બહારથી વૈરાગી હોવાનો દેખાવ કરે છે અને હૃદયમાં તો ભરપૂર રાગ લઈને જ બેઠા છે તે સાધુઓ માત્ર વેષધારી, દાંભિક, ધૂર્ત જાણવા. તેઓ માત્ર લોકોના મનને ખુશ કરવાનું (નટ, ભવાયા તરીકેનું) જ કામ કરે છે. (८) ये नि:स्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः । सन्तोषपोषैकविलीनवाञ्छास्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ।। અર્થ : જે મુનિવરો (૧) લેશ પણ સ્પૃહા ધરાવતા નથી, (૨) બધા જ રાગ આસક્તિઓને ત્યાગી ચૂક્યા છે, (૩) આત્મતત્વમાં જ એકમાત્ર જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (હૃદયપ્રદીપષત્રિશિકા ) ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ નિષ્ઠાવાળા છે, (૪) અભિમાનરહિત છે, (૫) સંતોષની પુષ્ટિ થવાથી જેમની ઈચ્છાઓ નષ્ટ થઈ ચૂકી છે તે મુનિવરો માત્ર પોતાના મનને, આત્માને જ ખુશ કરે છે, લોકોને ખુશ કરવાની પંચાતમાં પડતા નથી. (९) तावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः । चिन्तामणि प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ।। અર્થ : સાધુ જ્યાં સુધી આત્માના સુખોનો અનુભવ ન કરે ત્યાં સુધી જ એ બહારના વાદ-વિવાદોમાં પડે, ત્યાં સુધી જ એ લોકોને ખુશ કરવાના પ્રપંચોમાં પડે. બાકી, ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન મળ્યા પછી કયો માણસ લોકોમાં એ ચિંતામણિ રત્નની વાતો કહેતો ફરે ? આશય એ છે કે આત્મસુખ એ એવું અણમોલ રત્ન છે કે જેની પ્રાપ્તિથી આનંદી બનેલા આત્માને પછી આ વાદ-વિવાદાદિ કંઈ ન ગમે. (१०) तदेव राज्यं हि धनं तदेव तपस्तदेवेह कला च सैव । स्वस्थे भवेच्छीतलताशये चेन्नो चेद् वृथा सर्वमिदं हि मन्ये ।। અર્થ : જો તારા સ્વસ્થ આશયમાં-મનમાં શીતલતા હોય, પ્રસન્નતા, સમાધિ, પ્રશમભાવ હોય તો એ શીતલતા એ જ ષટ્યુંડનું સામ્રાજ્ય છે. એ શીતલતા જ રત્નોનો ભંડાર છે. એ પ્રસન્નતા જ ઉગ્ર તપ કે મોટી કળા છે. જો મનમાં શીતલતા નથી, પ્રસન્નતા નથી તો પછી મળેલું સામ્રાજ્ય, રત્નોના ભંડારો, ઉગ્ર તપ કે વિશિષ્ટ કળાઓ બધું જ નકામું છે એમ મારી માન્યતા છે. (११) रुष्टैर्जनैः किं यदि चित्तशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान् स्वस्थः सदोदास्यपरो हि योगी ।। અર્થ : ચિત્તમાં જો શાન્તિ-પ્રસન્નતા હોય તો પછી બીજા બધા લોકો ભલે ને આપણા ઉપર ભયંકર ક્રોધે ભરાયા હોય, આપણને શું વાંધો ? અને જો આપણા મનમાં સંતાપ, સંક્લેશ ચાલતો હોય તો બીજા લોકો ભલે ને આપણા ઉપર ખૂબ ખુશ થઈ ગયા હોય, આપણને શું લાભ? હંમેશા ઉદાસીન, સ્વસ્થ રહેનાર યોગી મોટી સફળતાદિમાં ૩૬ ††††↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪♪♪♪♪♪↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓†††††††††††††††††††††††††††††††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ ખુશ ન થાય અને પોતે બીજા કોઈને પણ દુઃખી ન કરે. (१२) त्रैलोक्यमेतद् बहुभिर्जितं यैर्मनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात् तृणं त्रिलोकीविजयं वदन्ति ।। અર્થ : જે ઘણા ચક્રવર્તી વગેરેએ ત્રણ લોક ઉપર વિજય મેળવ્યો તેઓ પણ પોતાના મન ઉપર વિજય મેળવવામાં સમર્થ ન બન્યા. માટે જ મહાપુરુષો મન ઉપરના વિજયની આગળ ત્રણ લોક ઉપરના વિજયને તણખલા સમાન તુચ્છ ગણે છે. (१३) श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । सञ्जीवनीति वरमौषधमेकमेव, व्यर्थः श्रमप्रजननो न तु मूलभारः । અર્થ : પરમતત્ત્વ-મોક્ષના માર્ગમાં પ્રકાશ કરનાર એક જ શ્લોક પણ ઘણો : સારો છે. લોકોના રંજન માટે કરોડો ગ્રન્થોનો અભ્યાસ શું કામનો ? અરે ભાઈ ! સંજીવની નામનું એક જ ઔષધ પર્યાપ્ત છે. બાકી માત્ર થાકને ઉત્પન્ન કરનાર મૂળીયાઓનો ભાર તો વ્યર્થ જ છે. ↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓+++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓††↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓+++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (હ્રદયપ્રદીપષત્રિંશિકા ) 39 Page #47 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થકારિકા (१) न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति । અર્થ : : ગુરુ પાસે હિતકારી ઉપદેશનું શ્રવણ કરવાથી બધા જ શ્રોતાઓને એકાન્તે ધર્મની પ્રાપ્તિ-હિતપ્રાપ્તિ થાય જ એવો નિયમ નથી, પણ જે વક્તા શ્રોતાઓ ઉપર એકમાત્ર ઉપકાર કરવાની બુદ્ધિથી ઉપદેશ આપે છે તેનું તો એકાન્તે હિત થાય છે. (२) श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।। અર્થ : માટે જ પરોપકાર કરવામાં જે કંઈ પણ આત્માને શ્રમ પડે તેની બિલકુલ ચિન્તા કર્યા વિના સદા હિતોપદેશ આપવો એ કલ્યાણકારી છે. હિતનો ઉપદેશ આપનાર આત્મા સ્વ અને પર બે ય ઉપર ઉપકાર કરે છે. +++++++++++++++++++++11111111 11191116161661661-14-1*I14****** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ 'અધ્યાત્મકલ્પદ્રુમ (१) स्वाध्यायमाधित्ससि नो प्रमादैः शुद्धा न गुप्तीः समितीश्च धत्से । तपो द्विधा नार्जसि देहमोहादल्पेऽपि हेतौ दधसे कषायान् ।। (२) परिषहान्नो सहसे न चोपसर्गान्न शीलांगधरोऽपि चासि । तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं मुने ! कथं यास्यसि वेषमात्रात् ।। અર્થ: હે સાધુ ! પ્રમાદી, આળસુ બનીને તું સ્વાધ્યાય કરવાને ઈચ્છતો નથી. શુદ્ધ ગુપ્તિઓ અને સમિતિઓને પણ ધારણ કરતો નથી. શરીર ઉપરના મોહને લીધે તું બાહ્ય અને અભ્યત્તર તપ પણ કરતો નથી. સાવ નાની નાની વાતોમાં ય તું કષાયને ધારણ કરે છે. બાવીસ પરીષહોને સહન કરતો નથી. આવી પડેલા ઉપસર્ગોને પણ સહન કરતો નથી. ૧૮ હજાર શીલાંગરથોને પણ ધારણ કરતો નથી. ઓ મુનિ ! તો પછી તું ભલે મુક્તિની ઈચ્છા રાખે તો ય વેષમાત્રથી તો તું શી રીતે સંસારસમુદ્રનો પાર પામીશ? (३) आजीविकार्थमिह यद्यतिवेषमेतत् धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किन्न न विभेति जगज्जिघृक्षुर्मृत्युः कुतोपि नरकश्च न वेषमात्रात् ।। અર્થ : ઓ મુનિવર ! તું માત્ર ખાઈ-પીને જલસા કરવા માટે, આજીવિકા ચલાવવા માટે જ આ સાધુવેષને ધારણ કરે છે. અને દુઃખોથી ભીરુ એવો તું નિર્મળ ચારિત્રનું પાલન કરતો નથી તો શું તું એ નથી જાણતો કે આખાય વિશ્વને ગ્રહણ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ એ કોઈનાથી ય ગભરાતું નથી અને નરક પણ કોઈનાથી ય ગભરાતી નથી. આ મોત અને નરક તારા સાધુવેષ માત્રને જોઈને ગભરાઈ જઈને તને છોડી નહિ મૂકે. (૪) વેણ માસ તેરથર વિનાત્મન્ ! पूजां च वांछसि जनाद्वहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता । न्यायं बिभर्षि तदजागलकर्तरीयम् ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ઓ શાસનશણગાર ! તારી પાસે ચારિત્ર તો નથી અને છતાં તું માત્ર સાધુવેષ ધારણ કરીને ‘હું સાધુ છું! એવો અહંકાર કરે છે અને લોકો પાસેથી પૂજા, વંદન, સત્કાર વગેરેની અપેક્ષા રાખે છે. લોકો તને ભાવથી ઘણી ઉધિ વહોરાવે, ઘણી ગોચરી વહોરાવે એવી અપેક્ષા રાખે છે. પણ તને ખબર છે કે આ રીતે મુગ્ધ જીવોને ઠગવા દ્વારા તો નરકભવની જ પ્રાપ્તિ થાય. તું પણ નક્કી નરકમાં જનાર છે. જેમ કસાઈ બકરીને કાપવા છરી શોધવા ગયો. આ બાજુ બકરીએ જ પગથી ધરતી ખુંદી અને ધૂળમાં પડેલી છરી બહાર કાઢી. બકરી એને પાછી દાટે છે. અને પેલો કસાઈ એ છરી જોઈ ન જાય એ માટે પોતાનું ડોકું એ છરી ઉપર મૂકે છે. બિચારી, એમ કરવા જતાં છરીથી ધોરી નસ કપાઈ અને મરી ગઈ. એમ તું પણ તારી જાતે જ મરી રહ્યો છે. (५) जानेऽस्ति संयमतपोभिरमीभिरात्मन्नस्य प्रतिग्रहभरस्य न निष्क्रयोऽपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते सौख्यं च दास्यति परत्र किमित्यवेहि ।। : સાધુ ! મને તો એવું લાગે છે કે તું અત્યારે જે કંઈ તપ અને સંયમનું આચરણ કરે છે એ એટલું બધું ઓછું-સામાન્ય છે કે એનાથી તો તારા આ પાત્રા, ઉધિ વગેરેનું ભાડું પણ પૂરું થતું નથી. તો પછી એ લીધેલ ઉપધિ, પાત્રા દ્વારા ઘણો મોટો નફો મેળવી સમૃદ્ધ થવાની તો વાત જ ક્યાં રહી ? ચેતન ! તું જ વિચાર કે દુર્ગતિમાં જતાં તને કોણ બચાવશે ? પરલોકમાં કોણ તને સુખ આપવા આવશે ? અર્થ : (६) किं लोकसत्कृतिनमस्करणार्चनाद्यै रे मुग्ध ! तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो वोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ।। અર્થ : રે મૂઢ ! લોકો તારો સત્કાર કરે છે, તને વંદન કરે છે, તારી પૂજાભક્તિ કરે છે એનાથી તું ખુશ શા માટે થાય છે ? કેમકે તારી પાસે વિશુદ્ધ ચારિત્ર તો છે જ નહિ. આ લોકોની વાહ-વાહ, જલસા વગેરેને લીધે તારામાં જે સંયમ પ્રત્યે પ્રમાદ ઉત્પન્ન થયો છે એ પ્રમાદ તો સંસારકુવામાં પડતા તને એકમાત્ર આધારભૂત જે બોધિજિનધર્મરૂપી વૃક્ષ છે એને જ કાપી નાંખવામાં આ લોકસત્કારાદિનો કુહાડી તરીકે ઉપયોગ કરે છે. #+k+111-111-111-1111111111111111111111111111111111111111111 1111111111/-*-*-*-*-*-* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ (७) गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान् । विना गुणान् वेषमृषेर्बिभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः । । અર્થ : ઓ મુનિ ! લોકો તો એમ જ સમજે છે કે, ‘તું બ્રહ્મચારી, અનાસક્ત, કદી ય ક્રોધ ન કરનારો, તપસ્વી, ગુરુભક્ત છે, તારામાં આ ગુણોની કલ્પના કરીને જ લોકો તને નમે છે. તને મફતમાં ઉપધિ, ઉપાશ્રય, ગોચરી, શિષ્યો આપી દે છે, પણ હવે અંદરની હકીકત તો બોલ. જો તું આવા કોઈ ગુણોનો સ્વામી ન હોય અને ગુણો વિના જ સાધુવેષ પકડી રાખ્યો હોય તો પછી પેલા ઠગારાઓની જે ગતિ થાય તેવી જ તારી પણ ગતિ થશે. नाजीविकाप्रणयिनीतनयादिचिंता नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथापि चरणे यतसे न भिक्षो ! तत्ते परिग्रहभरो नरकार्थमेव ।। અર્થ : ભિક્ષુ ! તને આજીવિકાની, ઘરે છોડી મુકેલી પત્નીની કે પુત્રાદિની કોઈ જ ચિન્તા નથી. તને કોઈ રાજાદિ તરફથી ભય નથી. તું પરમાત્માના શાસ્ત્રને સારી રીતે જાણે છે. આ બધું હોવા છતાં પણ જો તું વિશુદ્ધ ચારિત્રમાં પ્રયત્ન નહિ કરે, પ્રમાદી-શિથિલ બનીશ તો પછી આ તારો પાત્રા, ઉપધિ વગેરે રૂપ બધો પરિગ્રહનો ભાર નરકગતિ જ અપાવશે. (૮) शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीपुत्रादिबंधोज्झितोऽ प्यंगी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता । बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ।। અર્થ : શાસ્ત્રનો શાતા, પંચમહાવ્રતધારી, સ્ત્રી-પુત્રાદિના બંધનથી મુક્ત એવો પણ જીવ જો માત્ર પ્રમાદને પરવશ બની પરલોકના સુખને માટે સંયમજીવનમાં યત્ન ન કરે તો એમાં એ જીવનો કોઈ દોષ નથી. એ તો પેલા ત્રણલોકવિજેતા, આ જીવના કટ્ટર શત્રુ મોહરાજની જ કોઈક જોરદાર દુષ્ટતા છે. માટે જ આ જીવ સંયમમાં યત્ન નથી કરતો. અથવા તો પછી એમ માનવું પડે કે આ સાધુ નક્કી નરકનું (૬) 1111111111-111111111111111-1111-1-H+* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય બાંધી ચૂક્યો હોવાથી દુર્ગતિમાં જ જવાનો છે. અને માટે જ આ નરપશુ સંયમજીવનમાં યત્ન કરતો નથી. (१०) उच्चारयस्यनुदिनं न करोमि सर्वं, सावद्यमित्यसकृदेतदथ करोषि । नित्यं मृषोक्तिजिनवंचनभारितात्तत्, सावद्यतो नरकमेव विभावये ते ।। અર્થ : રોજ દિવસમાં નવ વાર તું કરેમિભંતે સૂત્ર બોલે છે. અને એમાં બોલે છે કે, “હું સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરું છું. એક પણ પાપ મન, વચન કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ અને અનુમોદીશ પણ નહિ.” પણ રે ધૂર્ત ! તું રોજેરોજ અનેકવાર ઢગલાબંધ જાતજાતની ભૂલો-સાવદ્યોને તો કરે જ છે. રે ! મને તો લાગે છે કે આ રોજેરોજ ખુલ્લેઆમ ૯-૯ વાર મૃષાવાદ બોલવાથી અને એના દ્વારા તીર્થકરોને ઠગવાના ભારથી તારી નરક જ થશે. (११) वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुक्षे च शेषे च सुखं विचेष्टसे, भवांतरे ज्ञास्यसि तत्फलं पुनः ।। અર્થ : બિચારા આજના સરળ, ભોળા લોકો ! તારો સાધુવેષ, તારા સુંદર ઉપદેશવચનો વગેરે રૂપ કપટથી ઠગાઈ જાય છે. અને તને મહાન્ માની બધી ઈષ્ટ વસ્તુઓ વહોરાવે છે. તું એ બધા માલ-મલીદાને આનંદથી ખાય છે, ઉંઘે છે, સુખશીલ બનીને રહે છે. પણ રે મુનિ! કર્મસત્તા કોઈને માફી આપતી નથી. આજે તારે જેટલા જલસા કરવા હોય એટલા કરી લે. ભવાંતરમાં તને તારા આ પાપોના ભયાનક ફળોની ખબર પડશે. (१२) आजीविकादिविविधार्तिभृशानिशार्ताः कृच्छ्रेण केऽपि महतैव सृजन्ति धर्मान् । तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्टं नो संयमे च यतसे भविता कथं ही ।। અર્થ : આજના ઉત્તમ શ્રાવકો ! પોતાના ધંધા-પાણી, જીવનનિર્વાહ, પુત્ર પત્ની વગેરેના પ્રશ્નો વગેરે જાતજાતની ઉપાધિઓથી સતત, પુષ્કળ દુઃખી થાય છે. આમ હોવા છતાં તે કેટલાક શ્રાવકો મહામુશ્કેલીએ પણ ધર્મની આરાધના કરે છે. અને નિર્દય ! તું એવા ઉત્તમ શ્રાવકો પાસેથી પણ તારી બધી જ ઈષ્ટ વસ્તુઓ લેવા ઈચ્છે છે. એમ કરે તો ય વાંધો નહિ. પણ તું પાછો સંયમપાલનમાં તો કોઈ યત્ન કરતો ૪૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ નથી. તારું શું થશે? (१३) आराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण !।। અર્થ : “આ સાધુઓ બ્રહ્મચર્યાદિ વિશિષ્ટ ગુણોવાળા છે. એમની સેવા વૈયાવચ્ચ-ભક્તિ કરશું તો એ સાધુઓ પોતે તો સંસારસાગરને તરશે, સાથે આપણને પણ તારશે.” આવા કોઈ સુંદર વિચારથી લોકો પુષ્કળ ભક્તિભાવથી તારા શરણે આવે છે. પણ ઓ નિર્ગુણ! સાધુવેષમાત્રધારી! તું જ કહે કે તને અને તારા શરણે આવેલા તારા એ ભક્તોને શું ફળ મળશે? (१४) स्वयं प्रमादैनिपतन भवांबुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि । प्रतारयन् स्वार्थमृजून शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ।। અર્થ : અરે, સાધુ! તું જાતે જ સેંકડો પ્રમાદો દ્વારા સંસારસમુદ્રમાં ડુબી રહ્યો છે. તું વળી તારા ભક્તોને શી રીતે તારશે? માત્ર તારા સ્વાર્થ ખાતર એ બિચારા મોક્ષાર્થી, સરળ શ્રાવકોને તું શા માટે ઠગે છે? તારા પ્રમાદના પાપો અને તારા આ બીજાને ઠગવાના પાપો, બે ય પાપો વડે તારી ભૂંડી હાલત થશે. (१५) गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन् सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः । तत्ते प्रमादाभरितात्प्रतिग्रहैर्ऋणार्णमग्नस्य परत्र का गतिः ।। અર્થ: તું શ્રાવકો વગેરે પાસેથી ઉપાશ્રય, પાટ, સામેથી લાવેલી વસ્તુઓ, પુસ્તકો, ઉપધિ વગેરે બધું જ ગ્રહણ કરે છે. પણ બીજી બાજુ તારા તપની તો આ સ્થિતિ છે. (અર્થાત્ તું તો એકદમ પ્રમાદી છે.) ઓ મુનિ! આ બધું લઈને તું એ બધાના ઋણમાં ખુંપ્યો છે. એમ છતાં હવે જો તું પ્રમાદ કરશે તો એનાથી તારી પરલોકમાં કઈ ગતિ થશે? (१६) न काऽपि सिद्धिर्न च तेऽतिशायि, मुने ! क्रियायोगतप:श्रुतादि । तथाप्यहंकारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ् मुधा किम् ।। અર્થ : તારી પાસે એવી કોઈ સિદ્ધિ નથી. તારી પાસે કોઈ વિશિષ્ટ ક્રિયા, યોગ, તપ કે જ્ઞાન વગેરે પણ નથી તો ય તારો અહંકાર તારા જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૪3 Page #53 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં સમાતો નથી. આ મૂરખ ! એ અહંકારથી કદઈના પામેલો તું યશ-કીર્તિની ભૂખ રાખીને ફોગટ શા માટે દુઃખી થાય છે? તને ધિક્કાર હો ! (१७) हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् वाञ्छंस्तवार्चाद्यनवाप्नुवंश्च । ईर्ण्यन् परेभ्यो लभसेऽतितापमिहापि याता कुगति परत्र ।। અર્થ: એક બાજુ તું ભાગ્યથી હીન છે અને પુણ્ય ન હોવા છતાં તું તારી પૂજા, યશ, કીર્તિને ઈચ્છે છે. પણ પુણ્ય ન હોવાથી એ કંઈ તને મળતું નથી. એટલે જ બીજા પુણ્યશાળીઓને આ બધું મળતું જોઈ તું તેમની ઈર્ષ્યા કરે છે. એ ઈર્ષાની આગમાં તું આ ભવમાં પુષ્કળ સંતાપ પામે છે અને પરલોકમાં તું દુર્ગતિગામી બનીશ. (૧૮). गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिप्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिर्विना ततस्ते भविता न निष्क्रयः ।। અર્થ: હે મુનિ ! તું સાધુપણાના ગુણો તો ધારણ કરતો નથી અને મસ્ત બનીને લોકો પાસેથી નમસ્કાર, પ્રશંસા, પાત્રા, ઉપધિ વગેરેની ઈચ્છા રાખે છે, સ્વીકારે છે. પણ યાદ રાખજે કે પાડા, ગાય, ઘોડા, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વિના તું તે દેવામાંથી છુટો થઈ શકીશ નહિ. (१९) गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः प्रगीयसे यैरपि वंद्यसेऽय॑से । जुगुप्सितां प्रेत्य गतिं गतोऽपि तैर्हसिष्यसे चाभिभविष्यसेऽपि वा ।। અર્થ : ઓ મુનિ ! જો તું સંયમજીવનના ગુણોમાં ઉદ્યમ નહિ કરે તો આજે જે લોકો તારા ગુણ-ગાન કરે છે, જેઓ તને વંદન કરે છે, તારી પૂજા કરે છે. પરલોકમાં અત્યંત નિંદનીય એવી તિર્યંચ, ચંડાલ, ભિખારી વગેરે ગતિમાં પહોંચેલા તારી એ જ લોકો પછી મશ્કરી કરશે, તને હડધૂત કરશે, ધિક્કારશે. (૨૦) તાનમાનનુરિવંદનાપરવરે નિવૃત્તિનિર્તને ! ___ न त्ववैषि सुकृतस्य चेल्लवः कोऽपि सोऽपि तव लुट्यते हि तैः ।। અર્થ : ભોળા લોકો તારા કપટથી એવા તો તારા ઉપર અનુરાગી બન્યા છે + ++++ +++ ++++++++ +++++ +++++ +++++++ +++++ ४४ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ કે તને બધું જ આપે છે. તારું સન્માન કરે છે, તારી સ્તવના કરે છે, તને વંદન કરે છે. ઓ મુનિ ! તું એમાં ખૂબ આનંદ પામે છે. પણ તું એ નથી જાણતો કે તારી પાસે જે કંઈ પુણ્યનો, સુકૃતનો અંશ બાકી છે એ પણ તારા આ ભક્તો વડે લુંટાઈ રહ્યો છે. (ભક્તોની ભક્તિ લેવામાં પુણ્ય ખલાસ થઈ જાય.) (२१) भवेद् गुणी मुग्धकृतैर्न हि स्तवैर्न ख्यातिदानार्चनवंदनादिभिः । विना गुणान्नो भवदुःखसंक्षयस्ततो गुणानर्जय किं स्तवादिभिः ।। અર્થ : ‘ઓ સાધુઓ ! તમે તો ખૂબ તપસ્વી, સ્વાધ્યાયી, સંયમી, ગુરુભક્ત, પરિણતિધર છો.' આવી ભોળા લોકોએ કરેલી પ્રશંસા માત્રથી કંઈ સાધુ એ બધા ગુણોવાળો બની નથી જતો. એ ભોળાઓમાં પ્રસરેલી ખ્યાતિ, એમના દ્વારા સાધુઓને અપાતું દાન, પૂજા, વંદનાદિ વડે પણ સાધુ ગુણવાન્ ન બની જાય. અને જો ગુણો ન હોય તો પછી સંસારના દુઃખોનો ક્ષય ન જ થાય. માટે મુનિવર! તમે ગુણોને મેળવો. આ ફોગટની પ્રશંસાદિ વડે શું કામ છે ? (२२) अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः । येषां जनानामिह रंजनाय भवांतरे ते क्व मुने ! क्व च त्वम् ।। અર્થ : વાહ ! તું જે લોકોને ખુશ કરવા માટે સારા શાસ્ત્રો અને મેગેઝીન, પેપર વગેરે ખરાબ વસ્તુઓનું અધ્યયન કરે છે. વળી, એ જ લોકોને ખુશ કરવા માટે માયાપૂર્વક જાતજાતની વાતો કરી ફોગટ જ દુ:ખી થાય છે. પણ મુનિ ! ભવાંતરમાં બિચારા એ લોકો ય ક્યાં જશે ? અને તું ક્યાં જશે ? એ મને સમજાતું નથી. (२३) परिग्रहं चेद् व्यजहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेर्गरोऽपि. नामांतरतोऽपि हन्ता ।। અર્થ : જો તેં ઘર, ધન, સ્ત્રી, પુત્રાદિ તમામ વસ્તુનો પરિગ્રહ છોડી જ દીધો છે તો પછી હવે ‘આ મારા ધર્મોપકરણો છે, મારા સંયમજીવન માટે ઉપયોગી છે’ એવા બહાના હેઠળ ઉપાશ્રયો, ઉપધિ, પુસ્તકો વગેરેનો પરિગ્રહ શા માટે કરે છે ? જેમ સ્ત્રી, ધન, ઘર એ બધું 111111111111 -1-Illllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ છે તેમ આ ઉપાશ્રયાદિ પણ પરિગ્રહ છે. તું એ પુસ્તક, વધારાની ઉપધિ વગેરેને “ધર્મોપકરણ” નામ આપે એનાથી કંઈ ફર્ક ન પડે. ખરા ઝેરને અમૃત નામથી ઓળખીએ તો ય એ તો મારક જ બને. (२४) परिग्रहात् स्वीकृतधर्मसाधनाभिधानमात्रात्किमु मूढ ! तुष्यसि । ___ न वेत्सि हेम्नाप्यतिभारिता तरी निमज्जयत्यंगिनमंबुधौ द्रुतम् ।। અર્થ : તું ઉપધિ, પુસ્તકો, ફલેટો, ઉપાશ્રયો વગેરેનો પરિગ્રહ કરીને પછી માત્ર એમને ધર્મના સાધનો એ નામ આપીને ખુશ થાય છે. પણ રે મૂઢ ! તું શા માટે ખુશ થાય છે ? તને ખબર નથી કે હોડી જેમ લોખંડનો ઘણો બધો ભાર વધવાથી પોતાનામાં બેઠેલાને ડુબાડે એમ એ જ હોડી સોનાનો ઘણો બધો ભાર વધવાથી પણ પોતાનામાં બેઠેલા જીવને ડુબાડે જ. વજન સોનાનું હોવા માત્રથી કંઈ ડુબતા બચી જવાતું નથી. એમ સ્ત્રી, ધન વગેરેનો પરિગ્રહ લોખંડ જેવો છે, એ તો ડુબાડે જ છે. પણ સોના જેવા ધર્મસાધનોનો પરિગ્રહ પણ સંસારસમુદ્રમાં ડુબાડે. (२५) येऽहः कषायकलिकर्मनिबंधभाजनं स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः । तेषां रसायनवरैरपि सर्पदामयैराात्मनां गदहृतेः सुखकृत्तु किं भवेत् ।। અર્થ : જે સાધુઓ ધર્મસાધન તરીકે ઈચ્છાયેલા એવા પુસ્તક, ઉપાશ્રયાદિના કારણે જ જીવહિંસાદિ પાપ, ક્રોધાદિ કષાયો, ઝઘડાઓ, અશુભ કર્મોના બંધનું ભોજન બનતા હોય તેઓની તો ઘણી કફોડી સ્થિતિ કહેવાય. આ સાધુઓ તો એવા રોગી છે કે જે રોગી રોગ મટાડવાના જે જે ઉત્કૃષ્ટ રસાયણો લે છે એ રસાયણો વડે જ એનામાં વધુ ને વધુ રોગ વધે છે, વકરે છે અને એનાથી એ રોગી વધુ ને વધુ દુઃખી થાય છે. એમ હિંસાદિ પાપો, કષાયો, ઝઘડાઓ અને અશુભ કર્મો રૂપી રોગોને નાશ કરવા માટે જે ધર્મોપકરણો છે એ જ ધર્મોપકરણો આ સાધુઓમાં એ બધું વધારી દેવાનું કામ કરે છે. તો હવે આ રોગીના રોગને કોણ કરે? અને કોણ એ સાધુને-રોગીને સુખકારી બનાવે ? ૪૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ (२६) रक्षार्थं खलु संयमस्य गदिता येऽर्था यतिनां जिनै र्वास: पुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक् । स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यद्दुष्प्रयुक्तं भवेत् ।। અર્થ : સંયમધર્મના પાલનમાં ઉપકારી એવા વસ્ત્ર, પુસ્તક, પાત્રાદિ ઉપકરણો તીર્થંકરોએ સંયમની રક્ષા માટે જ કહેલા છે. પણ મોહનીયકર્મને પરવશ બની જે સાધુ એ ઉપકરણોમાં જ મૂર્છા કરે એ કુબુદ્ધિવાળા માટે તો એ જ ઉપકરણો સંસારમાં પાડનારા બને છે. ખરેખર, મૂર્ખ માણસોને તલવાર ચલાવતા ન આવડતી હોવાથી બિચારાઓ એવી રીતે તલવાર ચલાવે કે એનાથી પોતે જ કપાઈ જાય. આ સાધુઓની પણ આ જ દશા નથી શું ? (२७) संयमोपकरणच्छलात् परान्भारयन् यदसि पुस्तकादिभिः । गोखरोष्ट्रमहिषादिरूपभृत्तच्चिरं त्वमपि भारयिष्यसे ।। : અર્થ : ‘આ મારો ઘડો, મારા સંયમના ઉપકરણો, મારા સ્વાધ્યાય માટેના પુસ્તકો ઉંચકવા માટે કોઈક માણસ વિહારમાં રાખવો પડશે' એમ કહીને તારી બધી ઉપધિ કો'ક મજુર પાસે સાઈકલ ઉપર ઉંચકાવે છે. પણ ઓ મુનિ ! ભલે અત્યારે તું બીજા પાસે સંયમના ઉપકરણોના બહાના કાઢી ઉપધિ ઉંચકાવે. યાદ રાખ, એ સમય દૂર નથી કે તું પણ ગાય, ગધેડો, ઊંટ, પાડો વગેરે બની દીર્ઘકાળ સુધી ભાર ઉપાડતો હોઈશ. (२८) वस्त्रपात्रतनुपुस्तकादिनः शोभया न खलु संयमस्य सा । आदिमा च ददते भवं परा मुक्तिमाश्रय तदिच्छयैकिकाम् ।। અર્થ : ઓ અણગાર ! આ ધોળા વસ્ત્રો, આકર્ષક પાત્રાઓ, કિંમતી પુસ્તકાદિની શોભાથી કંઈ સંયમની શોભા નથી. સંયમ આ બધાથી નથી શોભતું. આ ઉપકરણોની શોભા એ સંસારદાયક છે, જ્યારે વિશુદ્ધ આચારરૂપી સંયમની શોભા એ મોક્ષ આપે છે. હવે તારી ઈચ્છા પ્રમાણે બેમાંથી કોઈપણ એક શોભાને સ્વીકાર. ++++++++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓ +++++++++++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ (२९) शीतातपाद्यान्न मनागपीह परीषहांश्चेत्क्षमसे विसोढुम् । અર્થ : कथं ततो नारकगर्भवासदुःखानि सोढासि भवांतरे त्वम् ।। : વાહ રે ! આજે તો તું ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે બાવીસ પરીષહોને જરાય સહન કરતો નથી, સહન કરી શકતો નથી તો પછી મને તો એ વાતની ચિંતા થાય છે કે મરીને દુર્ગતિમાં ગયેલો તું ત્યાં શી રીતે નારકના, ગર્ભાવાસના અતિભયાનક દુઃખોને સહન કરીશ ? (૨૦) મુને ! ન નિશ્ચરમવેદવૃત્વિકમેન સુતપોવ્રતાઘેઃ । निपीड्य भीतिंभवदुःखराशेर्हित्वात्मसाच्छैवसुखं करोषि ।। અર્થ : ઓ મુનિ ! આ તારો દેહ નશ્વર છે, માટીનો પિંડ જ છે તો પછી સુંદર તપ, મહાવ્રતો વગેરે દ્વારા આ શરીરને કષ્ટ આપીને તું સંસારના દુઃખોના ઢગલાનો ભય દૂર કરી દે ને ? અને મોક્ષસુખને આત્મસાત્ કરી દે ને ? શા માટે પ્રમાદ કરે છે ? (३१) यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यङ्नरकेषु यत्पुनः । तयोर्मिथः सप्रतिपक्षता स्थिता, विशेषदृष्ट्यान्यतरं जहीहि त् ।। અર્થ : રે ! તને આ ચારિત્રના પાલનમાં ખૂબ કષ્ટ પડે છે. પણ તને ખબર છે કે આ ચારિત્રપાલનમાં જે વિહાર, લોચ, ગુરુના ઠપકાદિ દુ:ખો છે તે અને પરલોકમાં તિર્યંચ, નારકોમાં જે દુઃખો પડવાના છે એ બે ય વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. તારી સમજણશક્તિ દ્વારા તને જે યોગ્ય લાગે એવા એક કષ્ટને સ્વીકાર. કાં સંયમના કષ્ટોને ત્યાગીને દુર્ગતિના કષ્ટો સ્વીકાર. કાં દુર્ગતિના કષ્ટો દૂર કરવા સંયમના કષ્ટો સ્વીકાર. (૩૨) શમત્ર થવું વિત્તુરિવ પ્રમાનું, પત્ર યવ્યાધ્ધિરિવ ધ્રુમુદ્ધિનમ્ । तयोर्मिथः सप्रतिपक्षता स्थिता, विशेषदृष्ट्यान्यतरद् गृहाण तत् ।। અર્થ : દૂર ગોચરી ન જઈ દોષિત ગોચરી વાપરવી, વિહારમાં ઉપધિ ન ઊંચકવી-આ બધામાં તું તારા પ્રમાદ દ્વારા જે સુખ મેળવે છે એ માત્ર બિંદુ જેટલું છે. જ્યારે દેવલોક અને મોક્ષમાં થનારા સુખો સમુદ્ર ન Pllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll1111111111111111111111111111111-11 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ જેટલા છે. આ બે વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. બે સાથે રહી ન શકે. પ્રમાદજન્ય તુચ્છ સુખો રહે તો સ્વર્ગાદિ સુખો ન મળે. અને જો સ્વર્ગાદિ સુખો જોઈતા હોય તો પ્રમાદજન્ય તુચ્છ સુખો છોડવા જ પડે. તારી સમજણ પ્રમાણે બેમાંથી એકનો સ્વીકાર કર. (३३) नियंत्रणा या चरणेऽत्र तिर्यस्त्रीगर्भकुंभीनरकेषु या च । तयोमिथः सप्रतिपक्षभावाद्विशेषदृष्ट्यान्यतरां गृहाण ।। અર્થ: આ સંયમજીવનમાં તારે ગુરુના, વડીલોના નિયંત્રણો સહેવા પડે છે. તો બીજી બાજુ તિર્યંચ ગતિમાં અને સ્ત્રીઓના ગર્ભમાં અને નારકની કુંભીઓમાં જે પરવશતા છે, જે નિયંત્રણા છે એ પણ કંઈ ઓછી નથી. આ બે નિયંત્રણાઓ વચ્ચે પણ કટ્ટર શત્રુતા છે. જે સંયમજીવનની નિયંત્રણ સ્વીકારે તેને દુર્ગતિઓની નિયંત્રણા સહેવાનો વખત ન આવે અને જે સંયમજીવનની નિયંત્રણા ન સ્વીકારે તેણે દુર્ગતિઓની નિયંત્રણા સહેવી જ પડે. તારી બુદ્ધિનો ઉપયોગ કરી બેમાંથી એક નિયંત્રણાને સ્વીકાર. (३४) सह तपोयमसंयमयंत्रणां, स्ववशतासहने हि गुणो महान् । परवशस्त्वति भूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कंचन ।। અર્થ : ઓ મુનિવર ! તારા ઉપરના અપાર વાત્સલ્યથી શિખામણ આપું છું કે તું આ તપ, મહાવ્રતો, સંયમ અંગેની નિયંત્રણાઓને સહન કર. જો તું તારી જાતે, ઈચ્છાથી આ બધું સહન કરીશ તો ખૂબ જ લાભ થશે. બાકી, અહીં આ નિયંત્રણાઓને નહિ સહે તો દુર્ગતિઓમાં આના કરતા અનંતગુણી નિયંત્રણાઓ-પરવશતા તારે સહન કરવી જ પડશે. પણ ત્યાં એનો કોઈ પણ ફાયદો નહિ મળે. (३५) अणीयसा साम्यनियंत्रणाभुवा मुनेऽत्र कष्टेन चरित्रजेन च ।। यदि क्षयो दुर्गतिगर्भवासगाऽसुखावलेस्तत्किमवापि नार्थितम् ।। અર્થ : ઓ સાધુ! સમતાપૂર્વક નિયંત્રણાઓ સહન કરવામાં જે કષ્ટ છે અને ચારિત્રપાલનમાં પણ જે કંઈ કષ્ટ છે તે ખૂબ જ અલ્પ છે. એટલા માત્રથી જો દુર્ગતિઓ, ગર્ભાવાસ વગેરે દુઃખોની પરંપરાઓનો જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ સર્વનાશ થતો હોય તો પછી શું તને ઈષ્ટ ન મળ્યું? બધું જ મળી ગયું. (ગુરુઓ, વડીલોના આદેશો, આજ્ઞાઓ મન માને કે ન માને, સહર્ષ સ્વીકારી અમલ કરવો એ નિયંત્રણાનો સ્વીકાર ગણાય.) (३६) त्यज स्पृहां स्वाशिवशर्मलाभे, स्वीकृत्य तिर्यङ्नरकादिदुःखम् । सुखाणुभिश्चेद्विषयादिजातैः, संतोष्यसे संयमकष्टभीरः ।। અર્થ : ઓ ભિક્ષુ ! તું તો સંયમજીવનના કષ્ટોથી ખૂબ ગભરાય છે. અને ખાવા-પીવા-ઓઢવા-જોવાદિના થોડાક સુખો મળે છે એમાં તો તું રાજી રાજી થાય છે. જો તારી આવી જ હાલત હોય તો પછી તું પરલોકમાં સ્વર્ગ કે મોક્ષના સુખોની પ્રાપ્તિ થશે એવી આશા જ છોડી દે. અત્યારથી તૈયારી કરી લે કે તને તિર્યંચ અને નરકના દુઃખો જ મળવાના છે. (३७) समग्रचिंतातिहतेरिहापि, यस्मिन्सुखं स्यात्परमं रतानाम् । परत्र चन्द्रादिमहोदयश्रीः, प्रमाद्यसीहापि कथं चरित्रे ।। અર્થ : ઓ મુગ્ધ! જેઓ આ સંયમજીવનમાં ખૂબ લીન બની જાય છે તેઓને - તો તમામ ચિતાઓ અને દુઃખો દૂર થઈ જવાથી આ લોકમાં પણ પરમ આનંદ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં ઈન્દ્ર, સામાનિક વગેરેની ઉત્કૃષ્ટ લક્ષ્મીઓ પ્રાપ્ત થાય છે. આવા ઉત્કૃષ્ટ ચારિત્રમાં પણ તું પ્રમાદ કેમ કરે છે? એ મને સમજાતું નથી. (३८) न च राजभयं न च चोरभयं न च वृत्तिभयं न वियोगभयम् । इहलोकसुखं परलोकसुखं श्रमणत्वमिदं रमणीयतरम् ।। અર્થ : રે ! આ સાધુપણું તો ખરેખર ખૂબ જ રમણીય છે. અહીં કોઈ રાજાઓનો-રાજકારણનો ભય નથી. અહીં ચોરોથી લુંટાઈ જવાની ચિંતા નથી. અહીં “આજીવિકા શી રીતે ચલાવવી” એની ફિકર નથી. અહીં સ્વજનાદિ જ ન હોવાથી વિયોગનો ય ભય નથી. અહીં તો આ લોકમાં પણ સુખ છે અને પરલોકમાં પણ સુખ છે. (३९) महातपोध्यानपरीषहादि न सत्त्वसाध्यं यदि धर्तुमीश: । तद्भावनाः किं समितीश्च गुप्तीर्धत्से शिवार्थिन्न मनःप्रसाध्याः ।। ###############+++++++++++++++++ +++++++++++++++ ########### ૫૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ અર્થ : તું કદાચ બચાવ કરે કે,‘આ માસક્ષમણ, ઓળી વગેરે મોટા તપો, કલાકો સુધીના એક બેઠકના ધ્યાનો, ઘોર બાવીસ પરીષહો એ બધું તો પ્રચંડ સત્વ હોય તો જ કરી શકાય, સહી શકાય. મારી પાસે એવું કોઈ સત્વ નથી.’ તો મારે કહેવું છે કે ભલે તું આ બધું કરવા સમર્થ ન બને. પણ જે વસ્તુઓ માત્ર મનથી જ સાધ્ય છે, જેમાં સત્વની જરૂર નથી એવી બાર ભાવનાઓ, મહાવ્રતની ૨૫ ભાવનાઓ, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ આટલું તો તું કરી શકે ને ? ઓ મુમુક્ષુ ! બોલ, આ કેમ નથી કરતો ? (४०) अनित्यताद्या भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे । जिघत्सया ते त्वरते ह्ययं यमः, श्रयन् प्रमादान्न भवाद्विभेषि किम् ।। અર્થ : ઓ મુનિ ! તું સદા અનિત્યતાની ભાવના ભાવ. જે સંયમમાં મૂલગુણો અને ઉત્તરગુણો સાધવા ખૂબ અઘરા છે એમાં પણ તું બરાબર પ્રયત્ન કર, કેમકે આ યમરાજ તને ખાઈ જવા માટે ખૂબ ઉતાવળો થયો છે. માટે જ જ્યારે તું પ્રમાદનો આશરો લે ત્યારે તું સંસારના ભયથી ગભરાતો કેમ નથી ? પ્રમાદ કરતા તને ધ્રુજારી કેમ નથી થતી ? (४१) हतं मनस्ते कुविकल्पजालैर्वचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः । लब्धीश्च सिद्धीश्च तथापि वांछन् मनोरथैरेव हहा हतोऽसि ।। અર્થ : ગુરુદ્રોહ, કુવાસનાઓ વગેરે કુવિકલ્પોના ઢગલાઓ વડે તારું પવિત્ર મન આજે તો ખતમ થઈ ગયું છે. કડવા ઝેર જેવા વચનો બોલીને તારી જીભ પણ ખલાસ થઈ ગઈ છે. અને ડગલે ને પગલે પ્રમાદ કરીને તારું શરીર પણ અત્યંત ભ્રષ્ટ બન્યું છે અને છતાં આશ્ચર્ય છે કે તું ‘અવનવી લબ્ધિઓ અને સિદ્ધિઓ મળશે' એની વાટ જોઈ રહ્યો છે. ઓ મૂર્ખ ! આવા ફોગટના મનોરથો વડે જ તારું સત્યાનાશ નીકળી ગયું છે. (४२) मनोवशस्ते सुखदुःखसंगमो मनो मिलेयैस्तु तदात्मकं भवेत् । प्रमादचोरैरिति वार्यतां मिलच्छीलांगमित्रैरनुषंजयानिशम् ।। ***************************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ અર્થ: તને સુખ કે દુઃખની જે પ્રાપ્તિ થાય છે એ માત્ર મનને જ આધીન છે. અને મનનો એવો સ્વભાવ છે કે એ જેની સાથે મળે એના જેવું થઈ જાય છે. જો આ જ હકીકત હોય તો પછી તું તારા મનને પ્રમાદરૂપી ચોરો સાથે મેળાપ કરતું અટકાવ. અને સંયમરૂપી મિત્રો સાથે રોજ એનો મેળાપ કરાવી આપ, જેથી તેને કાયમ માટે સુખની પ્રાપ્તિ થાય. (४३) ध्रुवः प्रमादैभर्ववारिधौ मुने ! तव प्रपात: परमत्सरः पुनः । गले निबद्धोशिलोपमोऽस्ति चेत्कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ।। અર્થ: ઓ મુનિ ! એક બાજુ સંયમજીવનમાં ઘોર પ્રમાદોને લીધે સંસાર સમુદ્રમાં તારું ડુબવું નિશ્ચિત છે. અને તેમ હોવા છતાં બીજી બાજુ તું બીજા સારા સાધુઓ-સાધ્વીઓ વગેરેની ઈર્ષ્યા કરે છે, એમના ઉપર ક્રોધ કરે છે. આ તો ડુબતી વખતે ગળા ઉપર ભારે પત્થર બાંધવા જેવું છે. શી રીતે તું સંસારસમુદ્રમાંથી પાછો બહાર નીકળીશ ? (આશય એ છે કે માત્ર પોતાના પ્રમાદના કારણે સંસારમાં ડુબનારા તો હજી પાછા બહાર આવીને તરી જાય છે. પણ પ્રમાદ સાથે સુસાધુઓની ઈર્ષ્યા, ક્રોધાદિ પણ જોડાય તો પછી ખેલ ખલાસ છે !) (४४) महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कष्टं प्रसंगागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न भिक्षो !।। અર્થ : રે ! વર્તમાનકાળમાં પણ કેટલાક મહાત્માઓ કર્મનિર્જરા મેળવવા માટે સામે ચાલીને ભયંકર ગરમી, ઠંડી વગેરે પરીષહોને ઊભા કરીને સુખેથી સહન કરે છે. ઓ મુનિ ! હું તને એમ કરવાનું તો નહિ કહું પણ તારા જીવનમાં સામેથી જ કોઈક નાના નાના દુઃખો, કષ્ટો, તકલીફો આવી પડે તો એટલું તો સહન કર. ઓ મુમુક્ષુ ! આટલું સહન કરવાની પણ તું શા માટે ના પાડે છે ? (વિહારમાં માર્ગ ભૂલ્યા, પાણી ગરમ વાપરવું પડ્યું, ગોચરી અનુકૂળ ન મળી વગેરે....) (४५) यो दानमानस्तुतिवंदनाभिर्न मोदतेऽन्यैर्न तु दुर्मनायते । अलाभलाभादिपरिषहान् सहन् यतिः स तत्त्वादपरो विडंबकः ।। ૫૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ અર્થ: ખરો અણગાર તો એ કહેવાય કે જે લોકો તરફથી મળતા ભોજનાદિ, માન, સ્તુતિ, વંદન વગેરે દ્વારા આનંદ ન પામે અને અપમાન, નિંદા, તિરસ્કારાદિથી ખેદ પણ ન પામે. ઈચ્છા પ્રમાણે ગોચરી વગેરે મળે કે ન મળે તો પણ જે ચલાવી લે, પરિષહોને સહન કરે. આ સિવાયના વેષધારીઓ તો માત્ર વિડંબક-નાટકીયા-ભવાયાઓ જ છે. (४६) दधद्गृहस्थेषु ममत्वबुद्धिं तदीयतप्त्या परितप्यमानः । अनिवृत्तांतःकरणः सदा स्वैस्तेषां च पापैर्धमिता भवेऽसि ।। અર્થ : જે સાધુ ગૃહસ્થોને વિશે મમતા કરે, ભક્તોમાં લપેટાય, ગૃહસ્થો, ભક્તોની ચિંતાથી પોતે દુઃખી થાય તે સાધુ એ બધાથી મન પાછું ન વળવાથી, કાયમ માટે એમાં જ મન ચોંટેલું રહેવાથી આ ગૃહસ્થોના અને પોતાના બે ય ના પાપો વડે સંસારમાં દીર્ઘકાળ ભટકનાર બને છે. (४७) त्यक्त्वा गृहं स्वं परगेहचिंतातप्तस्य को नाम गुणस्तवर्षे !। आजीविकास्ते यतिवेषतोऽत्र सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा ।। અર્થ : ઓ મૂઢ ! તું તારું પોતાનું ઘર છોડી દીધા બાદ હવે પારકાના ઘરની ચિંતાઓ કર્યા કરે છે તો એમાં તને શું ફાયદો? હા, એટલું ખરું કે આમ કરવાથી આ સાધુવેષ દ્વારા આ ભવમાં તારી આજીવિકા સારી રીતે ચાલશે. પણ સાથે એ પણ સમજી લે કે પરલોકમાં તને દુર્ગતિમાં જતા કોઈ નહિ અટકાવી શકે.' (४८) कुर्वे न सावधमिति प्रतिज्ञा, वदन्नकुर्वन्नपि देहमात्रात् । शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्, हृदा गिरा वाऽसि कथं मुमुक्षुः ।। અર્થ: ‘હું સાવદ્ય ક્રિયાઓ નહિ કરું.” એ પ્રતિજ્ઞા તું રોજ કરે છે. અને ખરેખર તું આ શરીર દ્વારા તો સાવદ્ય ક્રિયા નથી જ કરતો. પણ એથી શું? એ જ ઉપાશ્રયો બંધાવવા, સંથારો પાથરવો, ગોચરી બનાવડાવવી વગેરે સાવદ્ય ક્રિયાઓમાં ગૃહસ્થોને વાણી દ્વારા સૂચન કરે જ છે. અને મનથી તો તું ય એ બધી સાવઘક્રિયા કરે જ છે. હવે મારે તને શી રીતે મુમુક્ષુ માનવો? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ (४९) कथं महत्वाय ममत्वतो वा, सावद्यमिच्छस्यपि संघलोके । न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्तां क्षणोति क्षणतोऽप्यसून् किम् ।। અર્થ : ઓ સાધુ ! તું તારી મહાનતા માટે કે એ સંઘ ઉપરની મમતાથી શા માટે સાવઘને ઈચ્છે છે ? ‘આ મારો સંઘ છે. એને માટે જમવાસૂવાદિની વ્યવસ્થા થવી જ જોઈએ.' આવી સંઘ ઉપરની મમતાથી સાવઘની ઈચ્છા કરવી બરાબર નથી. શું તું નથી જાણતો કે છરી સોનાની બનેલી હોય તો ય પેટમાં મારો તો ક્ષણવારમાં પ્રાણ હરી જ લે છે. એમ સ્વજનાદિ માટે તો સાવઘની ઈચ્છા ન જ કરાય પણ સંઘ પ્રત્યેની મમતાથી પણ સાવઘમાં પડવું સાધુ માટે અનુચિત છે. (५०) रंकः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादाद्गुरो र्वेषंप्राप्य यतेः कथंचन कियच्छास्त्रं पदं कोऽपि च । मौखर्यादिवशीकृतर्जुजनतादानार्चनैर्गर्वभाग् - आत्मानं गणयन्नरेद्रमिव धिग्गन्ता द्रुतं दुर्गतौ ॥ અર્થ : બિચારો કો'ક ભિખારી ! આમ તો લોકો દ્વારા ધિક્કારને પામતો હતો પણ એકવાર કો'ક ગુરુએ એનો હાથ ઝાલ્યો. અને એ ગુરુની કૃપાથી એ પોતાની હલકી પદવીને છોડીને, સાધુનો વેશ પામીને, કેટલાક શાસ્ત્ર કે પદો ભણી લઈને પોતાની વાક્કળા વગેરેના બળથી ભોળી જનતાને આકર્ષે છે. એ જનતા એને બધું આપે છે, એની પૂજાદિ કરે છે અને એનાથી પેલો ભિખારી સાધુ અભિમાની બની પોતાની જાતને રાજા જેવી માનવા માંડે છે. રે ! ધિક્કાર હો ! બિચારો મરીને દુર્ગતિમાં જશે. (દીક્ષા લેતાં પહેલા તમામે તમામ મુમુક્ષુઓ અપેક્ષાએ ભિખારી જ હતા. ગુરુની કૃપાથી મહાન્ બને છે. પણ પછી ?) (५१) द्विषस्त्विमे ते विषयप्रमादा असंवृता मानसदेहवाचः । असंयमाः सप्तदशापि हास्यादयश्च बिभ्यच्चर नित्यमेभ्यः ।। અર્થ : મુનિ ! તારા શત્રુઓને ઓળખી લે. વિષયસુખો, પ્રમાદ, સ્વચ્છંદી મન-વચન-કાયા, ૧૭ પ્રકારના અસંયમ અને હાસ્યાદિ કષાયો. આ 1111111+++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ નનનનન+નનન+1111+II+ન+નનનન+ન ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ બધા તારા કટ્ટર શત્રુ છે. કાયમ માટે આ બધાથી ગભરાઈને, ચેતીને જ ચાલજે. (५२) गुरूनवाप्याप्यपहाय गेहमधीत्य शास्त्राण्यपि तत्त्ववांचि । निर्वाहचिंतादिभराद्यभावेऽप्यृषे ! न किं प्रेत्य हिताय यत्नः ।। અર્થ : તેં ઘર છોડી દીધું. ઊંચા સદ્ગુરુ તને મળ્યા. તત્ત્વનું પ્રતિપાદન કરનારા અનેક શાસ્ત્રોનો તેં અભ્યાસ પણ કરી લીધો. તારા માથે જીવનનિર્વાહ કરવાદિ સંબંધી કોઈપણ ચિંતાનો ભાર નથી છતાં ઓ ઋષિ ! તું શા માટે પરલોકમાં હિત થાય એ માટે પ્રયત્ન નથી કરતો ? (૧૩) વિરતિ: સંયમસર્વયોનૈઃ તિષ્વતસ્તે ભવવુ:હરાશૌ । शास्त्राणि शिष्योपधिपुस्तकाद्या भक्ताश्च लोकाः शरणाय नालम् ।। અર્થ : અહાહા ! સંયમના તમામ યોગોની વિરાધના કર્યા બાદ, એને લીધે જ સંસારના દુ:ખોમાં પડતા એવા તને બચાવવા માટે તારું શાસ્ત્રજ્ઞાન, તારા શિષ્યો, તારી ઉપધિઓ કે પુસ્તકો, તારા ભક્ત લોકો કોઈ જ સમર્થ નથી. (५४) यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य- कोटीर्नृणां द्विनवतीं ह्यधिकां ददाति । किं हारयस्यधम ! संयमजीवितं तत्, हा हा प्रमत्त पुनरस्य कुतस्तवाप्तिः ।। અર્થ : જે સંયમજીવનની એક ક્ષણ પણ એ સાધુને ૯૨ કરોડ પલ્યોપમથી પણ વધારે કાળ માટે દેવલોકના સુખો આપે છે તેવા સંયમજીવનને ઓ અધમ ! તું કેમ હારી જાય છે. ઓ પ્રમાદી ! ફરી તને શી રીતે આ સંયમની પ્રાપ્તિ થશે ? (५५) नाम्नापि यस्येति जनेऽसि पूज्यः शुद्धात्ततो नेष्टसुखानि कानि । तत्संयमेऽस्मिन् यतसे मुमुक्षोऽनुभूयमानोरुफलेऽपि किं न ।। અર્થ : શું સંયમજીવનની તાકાત ઉપર તને શ્રદ્ધા નથી ? રે ! તું આ સંયમજીવનના નામ માત્રથી પણ લોકોમાં પૂજ્ય બન્યો છે. એ સંયમ શુદ્ધ પાળવાથી કયા ઈષ્ટ સુખો ન મળે ? જ્યારે તું તારા જીવનમાં +÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ ++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મકલ્પદ્રુમ) ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ જ સાક્ષાત્ બાહ્ય સંયમજીવનના પણ આવા ઊંચા ફળો અનુભવે છે તો એવા એ સંયમમાં શા માટે પ્રયત્નશીલ નથી બનતો ? (૧૬) उत्तमा ह्यात्मचिन्ता स्यात् मोहचिन्ता च मध्यमा । अधमा कामचिन्ता स्यात् परचिन्ताऽधमाधमा । અર્થ : આત્માની ચિંતા એ ઉત્તમ છે. પુત્ર, ભાઈ, માતા, પિતા વગેરેને વિશે અનુરાગથી જે મોહચિન્તા છે એ મધ્યમ છે. સ્ત્રી પ્રત્યેના વિકારથી જે કામચિન્તા છે તે અધમ છે. જ્યારે પરચિન્તા-પારકી પંચાત અધમાધમ છે. ૫૬ નનનનન+HHHH જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ 'વૈરાગ્ય-ફાલતા (9) નાથાળીજ્ઞનવિથોરોષ શેષ વ7F વત્નત્તિ નોગ્યેઃ | धत्ते पदं या भवमूनि तां यः प्रेक्षेत वैराग्यकलां स धन्यः ।।९।। અર્થ : ગગનના ચાંદની સોળ કળાઓ કહેવાય છે. જ્ઞાન એ પણ ચાંદ જ છે ને? એની ય ઘણી બધી કળાઓ છે. પણ સબૂર ! આ ચાંદની બીજી બધી કલાઓ-વિદ્વત્તા, તાર્કિકતા, લેખનશક્તિ, વાચાળતા વગેરેકોઈ અસાધારણ કક્ષાની કળાઓ નથી. સામાન્ય પુણ્ય પણ સિદ્ધ થઈ જાય તેવી સામાન્ય કળાઓ છે. એ કળાઓને તો ઘણા બધા માણસો સિદ્ધ કરી લે તેમાં કશી નવાઈ પણ નથી. આ જ્ઞાન-ચાંદની ખરેખરી-અસામાન્યકોટિની-કલા તો એક જ છે, જેનું નામ છે; વૈરાગ્યકલા. મહાભયંકર ભવરાક્ષસના માથે પોતાનો પગ ખડો કરી દઈને તેને ઘોર પરાજય આપવાની તાકાત આ એક જ વૈરાગ્યકળા ધરાવે છે. આ વૈરાગ્યકળા ઉપર મુગ્ધ બની જઈને જે આત્માઓ એની તરફ ટીકી ટીકીને જોયા કરે છે, એ કલાને જેઓ આત્મસાત, જીવનસાત્ કરે છે તે આત્માઓ સાચે જ ધન્ય બની ગયા છે ! श्रद्धा-धृति-क्षान्ति-दया-सुमेधा-मुख्याप्सरोभिर्विलसत्यजस्रम् । वैराग्यस्ये खलु नन्दने यः शक्रोऽपि कस्तस्य मुनेः पुरस्तात् ।।२०।। અર્થ : રે! દેવોની દુનિયાના રાજા ઈન્દ્રના વૈભવો પણ આ મુનિઓની પાસે પાણી ભરે છે પાણી. આ મુનિવરો પાસે નિર્મળ વૈરાગ્યભાવનું અદ્ભુત નંદનવન છે. ક્યાં છે એવું નંદનવન રાંક ઈન્દ્ર પાસે ? આ નંદનવનમાં મુનિવરેન્દ્ર અનેક ઉર્વશી અને અપ્સરાઓ સાથે અહર્નિશ મદમસ્તીની છોળો ઉડાડે છે. એ અપ્સરાઓના નામ છે, શ્રદ્ધા, ધૃતિ, ક્ષત્તિ, દયા, સુમેધા વગેરે... હાય ! છાશવારે રિસાતી, અકળાતી અને અંતે મરતી પેલા ઈન્દ્રની અપ્સરાઓ ! બિચારો, એના મનામણા આદિમાંથી જ ઊંચો ન (૨). જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા) ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ આવે ! અને દેવીનું મૃત્યુ થતાં તેના વિરહનો ત્રાસ ! મૈયારી ! એ રુદન તો કાળમીંઢ પાણાંને ય જાણે પીગળાવી નાંખે ! (३) स्थिरान् यथार्थान् भ्रमणक्रियोत्थशक्त्या चलान् पश्यति संयुतोऽङ्गी । तथोग्रजन्मभ्रमशक्तियुक्तः पश्यत्युपादेयतयैव हेयान् ।। ३९ ।। અર્થ : કોઈ માણસ ટ્રેઈનમાં બેઠો હોય, ટ્રેઈન પૂરપાટ દોડી રહી હોય તે વખતે તેમાં બેઠેલા માણસને સ્થિર એવા પણ વૃક્ષો વગેરે દોડતાં દેખાવાનો ભ્રમ થાય છે. પોતાની ગાડીમાં ભ્રમણની ક્રિયા છે, પણ એ ક્રિયાશક્તિથી ખરેખર સ્થિર પદાર્થો દોડતાં હોવાનું એને દેખાય છે. આવું જ દુર્ભાગી જીવોનું બને છે. જે જીવો હજી ચરમાવર્તકાળમાં પ્રવેશ્યા નથી તેમનામાં જન્મો લેવાની અને ભવમાં ભમવાની અતિ ઉગ્ર શક્તિ હોય છે. આના કારણે તે જીવોને જે પદાર્થો-ધર્મ વગેરેઉપાદેય જ છે તેમાં હેયતાનું ભાન થઈ જાય છે. (४) प्रवर्धमानाऽशुभभावधाराकादम्बिनीध्वंसनचण्डवातः । रागो गदितो गुणानामुत्पत्तिहेतुर्विपदां प्रमाथी ।। ४३ ।। અર્થ : આ સદ્ધર્મ પ્રત્યેનો રાગ એ કોઈ નાનીસૂની બાબત નથી. જેમાંથી વિરાટ વડલો પ્રગટ થવાનો છે એ બીજ સામાન્યકોટિનું હોઈ શકે જ નહિ. કાળ. જીવાત્માને સદાય સતાવતી, એની ધર્મક્રિયાઓને પણ વિફળ બનાવતી, સદાય વધતી જતી વાસનાઓની મેઘમાળાઓને વેરવિખેર કરી નાંખતો આ પ્રચંડ વાવંટોળ છે, ધર્મરાગ. રે ! ગુણોનું તો આ મૂળભૂત ઉત્પત્તિસ્થાન છે. અને બાહ્ય, અત્યંતર આપદાઓનો તો આ ધર્મરાગ સાક્ષાત્ કાળ છે, (५) दृष्ट्वा सदाचारपरान् जनान् या शुद्धप्रशंसान्विततच्चिकीर्षा । सद्धर्मरागः स हि मोक्षबीजं न धर्ममात्रप्रणिधानरूपः ।। ४४ ।। અર્થ : રે ! સબૂર કોઈ ભૂલાવામાં પડજો મા ! ધર્મની ક્રિયાઓ કરવા માત્રથી તમે ધર્મરાગી છો એમ કોઈ માની ન લેતા ! એટલા માત્રથી મોક્ષનું ++++++++++1111111(+14+++++++++++++નનનનન+નનનનન+નનન+ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ બીજ : ધર્મરાગ આવી ગયો છે એવું રખે કોઈ માનતા ! ધર્મરાગ તો તે જીવાત્મામાં જીવંત બનીને જીવતો કહેવાય જે જીવાત્માને સદાચારમાં તત્પર એવા સાધુજનોને જોતાં જ અંતરમાં આનંદ આનંદ થઈ જાય. એટલું જ નહિ, એના મોંમાંથી એ સજ્જનો અને સાધુજનો પ્રત્યે અહો ! અહો ! થઈ જાય, મુક્તકંઠે પ્રશંસા થઈ જાય. ના, એટલેથી ય એ અટકે નહિ. ધર્મરાગી જીવ એવું સદાચારી જીવન પોતે ક્યારે જીવવા લાગશે ? એની વિચારણા કરતો એવું જીવન જીવવાને તલપાપડ થઈ જાય. જ્યાં સુધી એવું સદાચાર-પરાયણ જીવન ન જીવાય ત્યાં સુધી એના અંતરમાં કારમું દુઃખ ઘોળાયા જ કરે. આવો હોય ધર્મરાગી જીવ ! આવો હોય ધર્મરાગ ! એ જ છે મોક્ષનું બીજ. (६) बाह्यान्युदाराणि जिनेन्द्रयात्रास्नात्रादिकर्माण्यत एव भक्त्या । बुधैः समालोककलोकवीजाधानावहत्वादुपवृहितानि ।। ४५ ।। અર્થ : આથી જ હૃદયના ભારે આદર અને ઔદાર્ય સાથે થતી તીર્થયાત્રાઓ, સ્નાત્રમહોત્સવો વગેરે બાહ્ય ધર્મક્રિયાઓને સંતજનોએ, તે જોનારા લોકના હૃદયમાં ભાવીમાં પ્રગટ થનારા જગનું સત્ય દર્શન કરાવતાં સમ્યગ્દર્શનના બીજનું આધાન કરનારી જણાવી છે. હાર્દિક ભક્તિ(ધર્મરાગ)પૂર્વકની ક્રિયાઓ બીજાઓના આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પાદક બને છે માટે તે બાહ્ય ધર્મક્રિયાઓ પણ ખૂબ જરૂરી છે. (७) मोहस्पृशां कुम्भकुटीप्रभातन्यायेन या स्याद्विफला प्रवृत्तिः । फलावहां कर्तुमिमां समर्थः सद्ज्ञानभानुः गुरुरेव भानुः ।। ५२ ।। અર્થ : મોહાધીન જીવો બિચારા ધર્મપ્રવૃત્તિમાં ગતિ કરે તો ય પાછા ફરી ફરીને ઠેરના ઠે૨, કેમકે મોહદશાના અઘોર અંધકારમાં સાચો રસ્તો જડતો નથી એટલે જ્યાંથી નીકળ્યા ત્યાં જ પાછા આવે તેમાં શી નવાઈ ? (આને કુંભકુટીન્યાય કહે છે.) પણ જો સૂર્યનો ઉદય થઈને ચોમેર પ્રકાશ થાય તો તે નિષ્ફળ પ્રવૃત્તિ સ્થગિત થઈ જાય અને સફળતા પ્રાપ્ત થાય. નનનનન+નનન+નનનન+<1<1+1++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ સમ્યજ્ઞાનના પ્રકાશના સહસ્રકિરણોને વિશ્વમાં પ્રસરાવતાં ગુરુદેવ એ જ સાચા સૂર્યશા નથી? જો સદ્ગુરુ-સૂર્ય પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થઈ જાય. (૮) સજ્ઞાનમાનાં વિનિપાતુશ્મનોતિ યો મોદમાન્યુ: हस्ते गृहीत्वा विनिवार्य तस्माज्जनं नयत्यध्वनि धर्मबन्धुः ।। ५३ ।। અર્થ : અહો ! વંદન હો તે ધર્મબન્ધ ગુરુદેવોને ! પેલો જાલીમ મોહકૂવો; ઉપરથી જાણે કે ડાળાં-ઝાંખડાએ ઢંકાએલો એકદમ ગુપ્ત, અજ્ઞાની જીવોના વિનિપાત માટે તો સાક્ષાત યમરાજના સહોદર જેવો. જો આ જગતમાં ધર્મગુર ન હોત તો કોણ વહાલી “મા” બનીને કુવે પડતાં અજ્ઞાની બાળને હાથ ઝાલીને ત્યાંથી પાછો લાવત અને સન્માર્ગે ચડાવત? () રૂાં સમૃદ્ધિઃ સત્તા સમથિકમાવનગ્નેતિ નિનામઃ | अत्रैव कार्यः सुदृढप्रयत्नो वैराग्यसर्वस्वमिदं विदन्ति ।।१२४ ।। અર્થ : શ્રી જિનાગમોના જાણકાર ભગવંતો કહે છે કે આવી તીર્થકરત્વની સઘળી અતિશયસમૃદ્ધિ સમાધિના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે માટે વૈરાગ્યભાવના સર્વસ્વસમા સમાધિભાવને પામવા માટે સઘળો પ્રયત્ન ભવ્યાત્માએ કરી છૂટવો જોઈએ. अनल्पसङ्कल्पविकल्पलोलकल्लोलमालाकुलितस्य जन्तोः । ऐकान्तिकः कोऽपि विना समाधिस्तैमित्यमन्यो न हि तस्य हेतुः ।। १२७।। અર્થ: રે ભવ્યાત્માઓ ! અમે જાણીએ છીએ કે સંસારના અકથ્ય ભારથી કચડાયેલા તમારું ચિત્ત અગણિત સંકલ્પ-વિકલ્પોના ચંચળ તરંગોથી આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. પણ તે ચિત્તની સાચી શાન્તિનો ઉપાય એક જ છે. એ ઉપાયના સેવનથી ચિત્તશાન્તિ અચૂક પ્રાપ્ત થઈ જાય એમાં કોઈ શંકા નૈથી. એ ઉપાય છે, અડોલ સમાધિભાવને તમે સિદ્ધ કરો. સમાધિ એટલે સમાધાન, ચિત્તનું સમાધાન. સુખ અને દુઃખે-કોઈપણ પ્રસંગે ચિત્તનું સમાધાન કરતાં રહો. = (૧૦) ૬૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ સુખને અને દુઃખને સહન કરવાથી, પચાવી લેવાથી આ સમાધાન પ્રાપ્ત થાય છે. પછી એ આત્મા સુખે છકવાની અને દુઃખે ડગવાની અસમાધિ પામતો જ નથી. (११) रागादिभिः पल्लवितानविद्यासंस्कारसिक्तान् विषयान् विषद्रून् । छेत्तुं क्षमस्तीत्रविचारधारः समाधिरूपः कठिनः कुठारः ।।१२९।। અર્થ : અહો ! કેટલું કાતીલ છે આ વિષયવાસનાનું વૃક્ષ ! ચિત્તપ્રદેશમાં ઊગી પડેલું ! પરપદાર્થના રાગ-દ્વેષના સહકારથી આ વૃક્ષ પલ્લવિત થઈ ગયું અને મોહદશામાં કરેલા કુકર્મોના જે સંસ્કાર પડી ગયા તેના પાણીથી આ ઝાડ સતત સિંચાતું રહ્યું. છે કોઈ તીક્ષ્ણ કુહાડો કે જે એ સર્વઘાતી વૃક્ષને ધારાશાયી કરી નાંખે ? હા, તીવ્ર શુભ વિચારોના તીક્ષ્ણ ધારવાળો એવો એક કુહાડો આ અધ્યાત્મની દુનિયામાં છે. એનું નામ છે, સમાધિ-કુહાડો. (१२) विना समाधिं परिशीलितेन क्रियाकलापेन न कर्मभङ्गः । शक्तिं विना किं समुपाश्रितेन दुर्गेण राज्ञो द्विषतां जयः स्यात् ।। १३० ।। અર્થ : જેના ચિત્તમાં સમાધિરસ સિંચાયો નથી એ આત્મા માત્ર ધર્મક્રિયાઓ કર્યા કરે તો તેથી કાંઈ સર્વકર્મનો ક્ષય થઈ જતો નથી. એક રાજામાં પોતાનામાં શક્તિ જ ન હોય અને કોઈ શત્રુ ચડી આવતાં તે રાજા ચોફેરથી કિલ્લો બંધ કરીને તેમાં બેસી જાય એટલે શું તે શત્રુ ઉપર વિજય મેળવી લેશે ? ના...ના... સંભવિત જ નથી. (१३) समाधिशुद्धे हृदये मुनीनां शङ्कादिपङ्काविलता न जातु । न मिश्रमोहौघतमिस्रदृष्टिर्न क्वापि मिथ्यात्वपुरीषगन्धः ।।१३१।। અર્થ : ઓ વંદનીય મુનિવરો ! તમે તમારા હૃદયમાં સમાધિભાવની સ્થાપના કરીને એકવાર સુવિશુદ્ધ બની જાઓ. પછી જુઓ મજા. દ્વત્તા, માન, મોટાઈ દ્વારા કે અપમાન, અજ્ઞાન, અહંતા દ્વારા તમારા જીવનમાં સંભવિત શંકા, કુશંકા, તિરસ્કાર, ધિક્કાર, દર્પ કે કન્દર્પની કાલિમા કદાપિ ઉત્પન્ન નહિ થાય. 1111111111 ++++++++++||||||||||||↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) 115511111111+ ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ (१४) न दोषदर्शिष्वपि रोषपोषो गुणस्तुतावप्यवलिप्तता नो । न दम्भसंरम्भविधेवोऽपि न लोभसंक्षोभजविप्लवोऽपि ।। १३२ ।। અર્થ : સમાધિમાન્ મુનિવરો ! આપને તો અમારા કોટાનકોટિ વંદન. આપના અછતા દોષોને ચોરે-ચૌટે ફેલાવવાનો ધંધો લઈ બેઠેલા દુર્જનો પ્રત્યે પણ આપની આંખની એકાદ પણ ભૃકુટિ રોષથી ઊંચી થઈ જતી નથી ! અને કમાલ ! કોઈ પણ આપના ગુણો ગાય તો ય આપના અંતરના કોઈ તારમાં ક્યાંય ગલગલીઆ થઈ જતા નથી. અને દંભી જીવનના તોફાનો તો ક્યાંય શોધ્યા જડતા નથી. પરપદાર્થની મૂર્છામાંથી ઉત્પન્ન થતી વિહ્વળતાઓના વિપ્લવો આપને સ્વપ્ને ય ઉદ્ભવતા નથી ! (१५) कंदर्पमन्यस्य न भूरि हास्यक्रीडारुचिं कस्यचिदीरयन्ति । : समाधिभाजः कुदृशां मतेऽपि स्वयं न हास्यप्रथने रताः स्युः ।। १३३ ।। અર્થ નથી તો કદી એ સમાધિમાન્ મહાત્માઓ કોઈની કામવાસનાઓને ઉદ્દીપિત કરતા કે નથી તો એ બીજાઓના ઠઠ્ઠા-મશ્કરીના અડ્ડામાં કદી રસ ધરાવતા. મિથ્યાદષ્ટિઓની જમાતમાં પણ એ મહાત્માઓ હાસ્યાદિ દ્વારા વાતાવરણને તુચ્છ રીતે વિસ્તારવામાં સ્વયં કદી તત્પર બનતા નથી. (१६) शरीररूपप्रविलोकनायां वस्त्रादिनेपथ्यविधौ च रम्ये । रतिर्ध्रुवं पौद्गलिके न भावे समाधिलब्धात्मरतिस्थितानाम् ।। १३५ ।। અર્થ : ઓ મુનિવરો ! જ્યારે સમાધિભાવ પામવા દ્વારા આપણે આપણા આત્મામાં જ પલાઠી મારીને બેસી જઈએ પછી આપણા શરીરના રૂપ, રંગ, આરોગ્ય કે દુર્બલતા આદિને તપાસ્યા કરવાની હલકી સ્થિતિમાં તો ચક્કર કાપતાં ન જ હોઈએ ને ? સંયમના ઉપકરણભૂત વસ્ત્ર વગેરેની મનમાં ગલગલીઆ ઉત્પન્ન કરતી ટાપટીપોમાંથી તો આપણું મન સંપૂર્ણપણે ઊભગી જ ગયું હોય ને ? 1+1+111111111111111111-SHIIIIIII$H$$$$$$$+નનનનન+H+1111111-111-1111-14 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ હાસ્તો, પૌદ્ગલિકભાવો સાથે આત્મરતિને મેળ જ ક્યાં છે ? ( १७ ) अन्तः समाधेः सुखमाकलय्य बाह्ये सुखे नो रतिमेति योगी । अटत्यटव्यां क इवार्थलुब्धो गृहे समुत्सर्पति कल्पवृक्षे ।। १३६ ।। અર્થ : જેના અંતરમાં સમાધિના સુખના ફૂવારા ઊડવા લાગ્યા એવા યોગીજનોને બાહ્ય ભોગસુખોમાં રસ જ ન પડે તેમાં કશી નવાઈ નથી. જેના ઘર-આંગણે જ કલ્પતરુ ઊગ્યા છે એ ધનાર્થી શા માટે જંગલમાં લાકડાં કાપવા જાય અને તેનો ભારો ઊંચકી લાવીને જગત્ના બજારમાં ધૂમ તાપે વેચવા ઊભો રહે ! (१८) नातिप्रहर्षश्च न वा विशिष्टा निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । रतिर्न वा स्वादरसक्रियादौ समाहितानामणुशल्यरूपा ।।१३७।। અર્થ : પૌદ્ગલિક પદાર્થ પ્રત્યે મુનિઓને એવો કોઈ હર્ષ ઊભરાઈ જતો નથી, ન તો એમને પ્રતિષ્ઠા પામવાની કોઈ લત જાગતી, નથી તો એ સ્વાદરસની ક્રિયાઓના કદી લંપટ બનતા, કેમકે તે સમાધિસ્થ મુનિવરો જાણે છે કે પ્રતિષ્ઠાની ઘેલછા કે રસનાની નાનકડી પણ આસક્તિ એ આત્મામાં શલ્ય બનીને એવી પેસી જાય છે કે એનાથી આત્મા દુર્ગતિઓમાં જઈને દુઃખી દુઃખી થઈ જાય છે. (१९) रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाच्चकोराः ।।१३८ ।। અર્થ : જે મુનિવરોનું ચિત્ત સમાધિમાં રસતરબોળ થઈ જાય એમને શરીરાદિ સંબંધમાં તીવ્ર પીડાદિની ક્રિયાઓ ઉત્પન્ન થાય તો પણ જરાય અરતિ-વ્યાકુળતા ઉત્પન્ન થતી નથી. જે ચકોર પક્ષી અમૃતના પાનનું જ વ્યસની બની ગયું છે અને તેમાં જ તરબોળ રહે છે તેને નાનકડો અગ્નિકણ મોંમાં આવી જાય તો તેથી શું તે વ્યાકુળ થઈ જશે ? ના, નહિ જ. (२०) क्लेशेषु शीतातपतृड्बुभुक्षादिकेषु वेद्योदयकल्पितेषु । शान्ताः समाधिप्रतिसंख्ययैव त्यजन्ति ये रत्यरती स्तुमस्तान् । । १४० ।। નનનનનનનનનનનન ******* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ અર્થ : : જુદા જુદા વેદ્યકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલ ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે ક્લેશો ઝંઝાવાતની જેમ ત્રાટકે તો ય તે વખતે જે પ્રશાન્ત મુનિવરો સમાધિના અનુભવમાત્રથી સ્વસ્થ રહે છે તેઓને અમે અંતઃકરણથી સ્તવીએ છીએ. (२१) जनापवादेऽप्यसमे समाधिरतं मनो नारतिमेति साधोः । तमिस्रगूढेऽपि भजेत मार्गे दिव्याञ्जनोपस्कृतमक्षि नान्ध्यम् । । १४२ ।। અર્થ : લોકો ગમે તેવો અછતો અવર્ણવાદ તે મુનિનો કરે તો ય શું ? તેથી કાંઇ તે સમાધિસ્થ મુનિનું મન અરતિગ્રસ્ત થઈ ન જાય. જેની આંખે દિવ્ય અંજન આંજ્યું છે તે માણસ અંધકારમય રસ્તે ચાલ્યો જતો હોય ત્યારે કંઈ અંધત્વને પામતો નથી. (२२) ज्ञानक्रियाश्वद्वययुक्समाधिरथाधिरूढः शिवमार्गगामी । : न ग्रामपुः कण्टकजारतीनां जनोऽनुपानत्क इवार्तिमेति ।। १४३ ।। અર્થ : જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ બે ઘોડાના બનેલા મોક્ષમાર્ગે ધસમસતા જઈ રહેલા સમાધિરથમાં અધિરુઢ થયેલા મુનિરાજને નગરો અને ગામડાઓના કાંટા ભોંકાતા થતી અરતિનો સંભવ જ ક્યાં છે ? એ તો જેણે જોડા ય ન પહેર્યા હોય તેને એ અતિ થાય. આ મહાત્મા તો રથમાં આરૂઢ થયેલા છે. (२३) लाभेऽप्यलाभेऽपि सुखे च दुःखे ये जीवितव्ये मरणे च तुल्याः । रत्याप्यरत्याप्यनिरस्तभावाः समाधिसिद्धा मुनयस्त एव ।। १४४ ।। અર્થ : સમાધિની વાતો કરનારા મુનિઓ સમાધિમાન્ ન કહેવાય. એ તો જેણે સમાધિને સિદ્ધ કરી દીધી હોય તે જ મુનિઓ સમાધિમાન્ કહેવાય. સમાધિસિદ્ધ મુનિઓ તે જ છે જેઓ (૧) લાભમાં કે અલાભમાં (૨) સુખમાં કે દુઃખમાં (૩) જીવનમાં કે મરણમાં સમાન અધ્યવસાયના સ્વામી છે, (૪) રતિ કે અરતિના ભાવો પણ જેમની સમાધિસિદ્ધ દશાને લગીરે આંચકો આપી શકતા નથી. (२४) पुत्रात्कलत्राच्च धनाच्च मित्राद् देहाच्च गेहाच्च विविक्तता मे । इति प्रसंख्याय समाधिभाजो न शोकशङ्कुव्यथयाकुलाः स्युः । । १४८ ।। †††††††††¡¡¡¡¡¡¡¡¡♪♪♪♪♪†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ અર્થ : સમાધિમાનું મહાત્માઓને શોકરૂપી શંકુની વ્યથાજનિત આકુળ વ્યાકુળતા કદી થાય જ નહિ, કેમકે તેઓ સદૈવ એવા ભાવનાજ્ઞાનથી પરિણત હોય છે કે જેના કારણે પુત્ર, પત્ની, ધન, મિત્ર, શરીર અને ઘરથી પોતાની જાતને સદા ભેદના ભાવથી જ નીહાળતા હોય છે. હવે તો પુત્રાદિના મરણાદિમાં તેમને શોક એ અસંભવિત ઘટના જ બની જાય છે. (२५). इष्टप्रणाशेऽप्यनभीष्टलाभे नित्यस्वभावं नियतिं च जानन् । सन्तापमन्तर्न समाधिवृष्टिविध्यातशोकाग्निरुपैति साधुः ।।१४९ ।। અર્થ : આ મુનિરાજે તો સમાધિભાવની ધોધમાર વર્ષા કરીને શોકરૂપી અગ્નિને સાવ જ ઠારી નાંખ્યો છે. હવે એમના ચિત્તમાં સત્તાપ સંભવે જ ક્યાંથી? રે ! ભલેને કદાચ કોઈ ઈષ્ટ વસ્તુનો નાશ થઈ જાય કે ભલેને કદાચ અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ જાય તો ય શું? આ મહાત્મા તો તેવા સમયે પોતાના નિત્ય સ્વભાવનું અને નિયતિ નામના પદાર્થનું ધ્યાન ધરવા જ પલાઠી મારીને બેસી જાય છે. પછી એમને સન્તાપ ક્યાંથી સંભવે ? (२६) त्यक्तस्ववर्ग: शरणानपेक्षः क्रूरोपसर्गेऽप्यविलुप्तदृष्टिः । समाधितन्त्रोद्धृतशोकशल्यो न ध्यानभङ्गादधृति प्रयाति ।।१५० ।। અર્થ : સ્વજનવર્ગનો પરિત્યાગ કરી ચૂકેલા, કોઈપણ જાતની સહાય કે શરણની અપેક્ષા વિના-એકલવીર બનીને-ઘોર ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ આંતરદષ્ટિને કદી નહિ મીંચનારા, સમાધિના યન્ત્રથી શોકરૂપી કાંટાને સદા માટે બહાર ખેંચી કાઢનારા હે મુનિરાજ ! આપને ધ્યાનભંગથી પણ અધીરતા ન આવે તેમાં કશી નવાઈ નથી. (२७) गते न शोको न विमृश्यमेष्यच्छुद्धश्च योगः किल वर्तमानः । साधोः समाधिः प्रथते यदेदृक् तदास्तु मन्योः क इवावकाशः ।।१५२ ।। અર્થ : વીતી ગએલી વાતનો શોક નથી, આવનારી વાતનો અત્યારથી વિચાર નથી, વર્તમાન પ્રત્યેક ક્ષણ ચિત્તશુદ્ધિમાંથી પસાર થઈ રહી છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ આવી સમાધિને જે મુનિવર વિસ્તારી રહ્યા છે તેમને ક્રોધનો તો સંભવ જ ક્યાંથી હોય? (૨૮) अत्यन्तलूक्षव्रतयोगनुन्नाः स्मृत्वानुभूताद्भुतभोगलीलाम् । न वैमनस्यं मुनयः प्रयान्ति समाधिमन्त्राहतशोकभूताः ।।१५३ ।। અર્થ: શું મુનિરાજોને પોતે ભૂતકાળમાં અનુભવેલો કોઈ અદ્ભુત સંસાર સહસા યાદ આવી જાય તો ? તો એ સંસાર ત્યાગ્યાનો લગીરે અફસોસ એમને થતો નથી તેનું કારણ જાણો છો ? એ કારણ છે અત્યંત ઋક્ષ-ભોજનનું વ્રત. ઋક્ષભોજીને સંસાર યાદ આવે તો ય તેનાથી સમાધિના મનને લગીરે આંચકો પહોંચતો નથી. ' , અહો ! સમાધિના મન્નથી શોકના ભૂતડાને જેમણે કબજે કરી લીધા છે એવા અ-શોક મુનિઓ ! આપને પ્રણામ... (२९) उग्रे विहारे च सुदुष्करायां भिक्षाविशुद्धौ च तपस्यसो । समाधिलाभव्यवसायहेतोः क्व वैमनस्यं मुनिपुङ्गवानाम् ।।१५४ ।। અર્થ: ઓ અતિ ઉગ્રવિહારકારી મુનિવરો ! ઓ સર્વદોષમુક્ત કઠોર ભિક્ષાશુદ્ધિના આરાધકો ! ઓ અસહ્ય ઘોર તપના સ્વામીઓ ! આપને કદાપિ ચિત્તમાં વિહળતા ઉત્પન્ન થતી નથી ? ઉત્તર : ના, કદાપિ નહિ, કેમકે આ બધું ય ચિત્તમાં સમાધિની મસ્તીની જમાવટ કરવા માટે જ હાથે કરીને સ્વીકાર્યું છે પછી વિહળતા શેની ? અને સાચે જ આ ઉગ્રસાધનાના ફળરૂપે કોઈ અનોખી ચિત્તમસ્તીની ઝલક અનુભવવા મળે છે. (३०) समाधिभाजोऽपि विपद्दशायां न यान्ति धीराः करुणास्पदत्वम् । जात्यस्य जायेत विवर्णभावः किमग्नितापादपि काञ्चनस्य ।।१५५ ।। અર્થ : સમાધિના રસમાં મહાલતા મહાત્માઓની તો શી વાત કરવી ? ભયંકર આફતમાં તે ધીર પુરુષો મુકાઈ જાય ત્યારે તેઓ કરુણા, બિચારાપણાની દશાને કદી અનુભવતા નથી. ૬૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભયંકર અગ્નિની ભઠ્ઠીમાં ફેંકાઈ જાય તો ય જાત્યસુવર્ણના સ્વરૂપમાં લગીરે ફેરફાર થયેલો કોઈએ કદી સાંભળ્યો છે ખરો? (३१) असह्यया वेदनयाऽपि धीरा रुदन्ति नात्यन्तसमाधिशुद्धाः । कल्पान्तकालाग्निमहार्चिषाऽपि नैव द्रवीभावमुपैति मेरुः ।।१५६ ।। અર્થ : અત્યન્ત વિશુદ્ધ સમાધિભાવથી રસતરબોળ થયેલા ધીર મુનિવરોની કાયાના રૂંવાડે રૂંવાડે તણખાં ઝરે તો ય તેમની આંખો આંસુથી લગીરે ભીંજાતી નથી. પ્રલયકાળના અગ્નિના ગગનસ્પર્શી ભડકાઓથી ક્યારેય સુવર્ણમેરૂ લપેટાઈ જાય તો ય તે શું ઓગળી જાય ખરો? (३२) समाधिविध्वस्तभयाः स्मशाने शून्यालये वा प्रतिमां प्रपन्नाः । दृष्ट्वापि रूपाणि भयङ्कराणि रोमापि नैवोद्गमयन्ति गात्रे ।। १५७।। અર્થ : ઓ મુનિવરો ! આપના સઘળા ય ભયો સમાધિભાવના મુલ્ગરથી ચૂરચૂર થઈ ગયા. હવે આપ સ્મશાનમાં કે કોઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહો, ત્યાં ગાત્રો થથરાવી નાખે તેવા ભયંકર રૂપોને જુઓ તો ય આપના કોઈ રૂંવાડામાં ય ફફડાટ શેનો હોય ? (३३) महोपसर्गाश्च परीषहाश्च देहस्य भेदाय न मे समाधेः । इत्थं विविच्य स्वपरस्वभावं भयानुबन्धं मुनयस्त्यजन्ति ।। १५८ ।। અર્થ: જે મુનિરાજ એક જ વિચાર કરે છે કે, “ઘોર ઉપસર્ગો અને પરીષહો મારી ઉપર તૂટી પડે તો ય બહુ બહુ તો મારા શરીરના કટકા કરી નાંખશે પણ મારી સમાધિના કટકા કરવાની તો તેમનામાં ય તાકાત નથી.” આવા સ્વ અને પરના સ્વભાવોના વિવેકજ્ઞાનને પામી ગયેલા મહાત્મા ભયના સંસ્કારોથી મુક્ત હોય તેમાં શી નવાઈ ? (३४) कुहेतुभिर्वा भयहेतुभिर्वा न क्षोभमभ्येति समाहितात्मा । महीधराणाञ्च महीरुहाणां सर्वसहा क्षुभ्यति किं नु भारैः ।।१५९ ।। અર્થ : સમાધિમાન્ મુનિરાજ કોઈ પણ કારણે ચિત્તમાં ખળભળાટ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા) Page #77 -------------------------------------------------------------------------- ________________ અનુભવતા નથી, પછી તે કારણો દુષ્ટમાં દુષ્ટ હોય કે ભયભીત કરી દેવા માટેના હોય. એ તો ધરતી જેવા છે. મોટા મોટા પર્વતો અને વિરાટ વડલાઓને ઉપાડતી ધરતી ક્યારેય પણ એ ભારેખમ ભારથી ડગી છે ખરી ? (३५) सुदूरदीर्घोच्चपदाधिरोहे नान्तर्विषीदन्ति समाधिधुर्याः । शक्त्या विहीनास्तु जरद्गवाभा भ्रश्यन्ति तस्मादसमाधिखिन्नाः ।।१६० ।। અર્થ: સમાધિભાવને સિદ્ધ કરવામાં અગ્રેસર બનેલા મુનિવર બહુ દૂરના, ઘણા લાંબા અને ખૂબ ઊંચા એવા સાધનાના સ્થાનો ઉપર ચડવામાં ય કદી અંતરમાં ખિન્ન થતા નથી. એ તો અસમાધિથી અકળાઈ ગયેલા ગધેડા જેવા શક્તિહીન માણસોનું કામ છે. એવાઓનું તો આવા ઉચ્ચ સ્થાનોએ ચડવા જતાં પતન જ થાય. (३६) भीरुर्यथा प्रागपि युद्धकालाद् गवेषयत्यद्रिलतावनादि । क्लीवास्तथाध्यात्मविषीदनेनासमाहिताश्छन्नपदेक्षिणः स्युः ।।१६१ ।। અર્થ : બિચારા સમાધિભાવના રસાસ્વાદને કદી નહિ પામેલા મુનિવરો ! અધ્યાત્મની કઠોર કેડીએ પદાર્પણ કરતાં પહેલાં જ થરથર ધ્રૂજે તો તેમાં શી નવાઈ ! આવા નપુંસક જેવા લોકો અપવાદાદિ ગુપ્ત શાસ્ત્રમાર્ગો શોધી કાઢીને તેની ઉપર જ-શિથીલાચારનો આનંદ માણીને-જીવન પૂરું કરી નાંખતા હોય છે. નબળો માનવી ! એ વળી રણે શી રીતે ચડી શકે? પણ જો કદાચ કોઈ એને યુદ્ધ લડવાની ફરજ પાડે તો પહેલેથી જ યુદ્ધભૂમિ ઉપરથી નાસી જઈને લપાઈ જવાના સ્થાનરૂપ પર્વતો, કોતરો, જંગલો વગેરે શોધી રાખે ખરો. (३७) पठन्ति शास्त्रं खलु ते कुतर्कज्योति:कथावैद्यकनाटकादि । कुतोऽपि हेतोः पततां समाधेराजीविकाऽनेन भविष्यतीति ।।१६२ ।। અર્થ : અસમાધિમાર્ મુનિઓ કુતર્ક, જ્યોતિષ, કથા, વૈદક, નાટક વગેરે ૬૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોને અચૂક ભણતા હોય છે. કદાચ-ન કરે નારાયણ-મુનિજીવનના ઉન્નત સ્થાનેથી કોઈ કારણે ભ્રષ્ટ થઈ જવાય તો આ ભણતરથી રોટલો નીકળી જાય તે માટેસ્તો. (३८) रणाङ्गणे शूरपुरस्सरास्तु पश्यन्ति पृष्ठं न हि मृत्युभीताः । समाहिताः प्रबजितास्तथैव वाञ्छन्ति नोत्प्रव्रजितुं कदाचित् ।।१६३ ।। અર્થ : ઉચ્ચ ખાનદાન કુળના સમાધિમાન આત્માઓ દીક્ષા લીધા પછી કદી પણ સંસાર તરફ પાછા વળવાનું ઈચ્છતા નથી. શૂરવીરોમાં અગ્રણી યોદ્ધાઓ મોતથી ડરી જઈને રણભૂમિ ઉપરથી કદી ઘર તરફ પાછું વળીને જોતા હશે ખરા? (३९) श्रद्धां पुरस्कृत्य निनिर्गतो यां तामेव सम्यक् परिपालयेद्यः । सिंहोत्थितः सिंहविहारचारी समाहितोऽसौ न विषादमेति ।।१६४।। અર્થ : મહાભિનિષ્ક્રમણના પુનિત પંથે પદાર્પણ કરતી વખતે એક મહાત્મા હૈયાની જે શ્રદ્ધાની જલતી-ઝળહળતી આગ સાથે સંસાર ત્યાગે છે તે જ શ્રદ્ધાની આગને જો તેવી ને તેવી જલતી-ઝળહળતી રાખે તો સિંહની માફક છલાંગ મારીને સંસારથી ઊઠી ગયેલા અને સિંહની માફક ગર્જના કરીને આંતરશત્રુઓને ધ્રુજાવતા વિચરતા એ સમાધિમાર્ મુનિરાજના મોં ઉપર કોઈ પણ નાની-મોટી પ્રતિકૂળતા, વિષાદની ટીશી પણ ઉત્પન્ન કરી શકે ખરી ? (४०) पन्थानमेनं प्रणता हि वीराः क्लीबस्य गम्योऽस्ति कदापि नायम् । इत्थं समाधाय कदापि धीरोदात्ताशयः खिद्यति नो महात्मा ।।१६५।। અર્થ : મહાત્માઓ ગર્જના કરતા કહે છે, “અમારો આ માર્ગ શૂરવીરોથી મપાયેલો છે, હીજડાઓનું તો અહીં કામ જ નથી.' વંદન તે ગર્જનાશીલ મુનિરાજોને ! ધીર અને ઉદાત્ત ચિત્તવાળા છે મુનિરાજો ! હવે આપના જીવનમાં ખેદ તો ક્યારેય પણ ક્યાંથી જોવા મળે ? (४१) समुद्रगम्भीरमनाः स्वदर्पाद् भिनत्ति मार्ग न समाहितात्मा । आत्माश्रितामेव कुठारतक्ष्ण्यात् छिनत्ति शाखां न तरोर्विपश्चित् ।।१६६ ।। અર્થ : પોતાની શિષ્ટ વિદ્વત્તાને કારણે સમાધિમાન મુનિરાજ અભિમાનમાં જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ આવી જઈને શાસ્ત્રીય ધર્મમાર્ગનો કદી પણ ભેદ કરતાં નથી. રે ! સમુદ્ર જેવા ગંભીર ચિત્તવાળા એ મુનિરાજ છે. આવું છીછરાપણું તો તેમનામાં ક્યાંથી હોય? પોતે જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળને પોતાની જ તીક્ષ્ણ કુહાડીથી કયો ડાહ્યો માણસ કાપી નાંખે? (४२) उत्सर्गरुच्याऽप्यपवादरुच्या, विचित्रसाध्वाचरणप्रलापात् । स्वबुद्धिमात्रेण समाधिभाजो, न मार्गभेदं परिकल्पयन्ति ।।१६७।। અર્થ : સમાધિમાર્ મુનિરાજ પોતાની બુદ્ધિકલ્પના માત્રથી માર્ગભેદ કરી દેવાનું અકાર્ય કદી કરતા નથી. ઉત્સર્ગરુચિ કે અપવાદરૂચિ ધરાવીને તેમાં એકાન્ત પકડી લેવો અને ૨ તે રીતના જ સાધ્વાચારની પ્રરૂપણાના આગ્રહી બની જવું એ એમના માટે સંભવિત નથી. ભલે, શાસ્ત્રમાં બે ય પ્રકારના પાઠોનો નય નીતિથી આગ્રહ મળે, તેથી કાંઈ તેનો ગેરલાભ તેઓ ન ઉઠાવે. (४३) यन्नैव सूत्रे विहितं न चापि निवारितं किन्तु चिरप्ररूढम् । समाहिता मार्गभिदाभियैव तदप्यनालोच्य न दूषयन्ति ।।१६८।। અર્થ: જે માર્ગ સૂત્રમાં વિહિત પણ નથી તેમ નિષિદ્ધ પણ નથી પરંતુ ચિરકાળથી તેની પરંપરા ચાલી આવતી જોવા મળે છે તો તેની ઉપર વિશિષ્ટ ગીતાર્થ ભગવંતોના પરામર્શપૂર્વકનો નિર્ણય મેળવ્યા વિના જ સમાધિમાર્ મુનિઓ કદી કોઈ ટીકા-ટીપ્પણ કરવાનું સાહસ કરતા નથી. રખે માર્ગભેદ થઈ જાય એ ભયથીસ્તો. (४४) या यथा शिष्यगणैः समेतो बहुश्रुतः स्याद् बहुसंमतश्च । समाधिमार्गप्रतिकूलवृत्तिस्तथा तथा शासनशत्रुरेव ।।१६९ ।। અર્થ : વધુ ને વધુ શિષ્યોના ગુરુ બનતા જાય, બહુશ્રુત બનેલા હોય અને આય નામકર્મની પુણ્યાઈના કારણે ઘણાઓને માન્ય બનતા હોય એવા મુનિરાજ જો સ્વમાં અને સંઘમાં સમાધિ ઉત્પન્ન કરવાને બદલે અસમાધિ થાય તેવી પ્રવૃત્તિ કરે તો તે અવશ્યમેવ જિનશાસનના શત્રુ છે. ૭૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ (४५) निरन्तरं दारुणकेशलोचब्रह्मव्रताभिग्रह भारखिन्नाः । च्युताः समाधेः कृतमार्गभेदाः निन्दन्ति शास्तारमनन्तपापाः ।। १७० ।। અર્થ : સતતપણે કરવામાં આવતા ઉગ્ર કેશલોચ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને કઠોર અભિગ્રહોના સેવનના ભારથી ત્રાસી જઈને સમાધિથી ભ્રષ્ટ થયેલા, પોતાના શિથીલાચારને છાવરવા માટે માર્ગમાં જ ભેદ ઊભો કરતાં એ અનન્ત પાપીઓ પોતાના જ આવા કરતૂકો વડે શ્રી જિનેશ્વરદેવની નિન્દા કરતા હોય છે. (४६) उत्सूत्रलेशादपि मार्गभेदभिया प्रकम्पेत समाहितात्मा । उत्सूत्रलक्षादपि नो नृशंससब्रह्मचारी तु बिभेत्यनीदृक् ।।१७१ ।। અર્થ : અજાણતાં ય જો ઉત્સૂત્રભાષણ થઈ જાય તો સુવિહિત મુનિ માર્ગભેદ થઈ જવાના ભયથી ફફડી ઊઠે. અને...નામધારી નાલાયક સાધુ ! લાખો ઉત્સૂત્રો હાંકતો રહે તો ય એ મૂર્ખ માર્ગભેદના ભયથી લગીરે ડરે નહિ. (४७) भवेन्न सत्त्वाधिकमानसस्य बिभीषिका क्वापि समाहितस्य । भिन्नेभकुम्भस्थलमौक्तिकाकक्रमस्य सिंहस्य कुतोऽस्तु शङ्का ।।१७२ ।। અર્થ : વિશિષ્ટ સત્ત્વવાળા સમાધિમાન્ મહાત્માને રોગાદિ કોઈનો ય ભય થતો નથી. રે ! જે વનરાજે હાથીના કુંભસ્થળને ચીરી નાંખ્યું છે અને તેમાંથી પડેલા મોતીઓ જેના પગે ચોંટ્યા છે એને વનમાં કોઈનો ય ડર શેનો હોય ? (४८) समाधिसंतोषवतां मुनीनां स्वप्नेऽपि न स्यात्परमार्गदृष्टिः । न मालतीपुष्परतः करीरे बध्नाति रोलम्बयुवाभिलाषम् ।।१७३ ।। અર્થ : ઓ સમાધિમાં સંતોષી મહાત્મા ! સ્વપ્રમાં પણ મિથ્યામાર્ગ ઉપર આપની અમીદિષ્ટ થાય નહિ. માલતીના પુષ્પરસમાં આસક્ત બનેલો થનગનતો ભમરો કદી કેરડા ઉપર તે આસક્ત થતો હશે ? (४९) कुत्सां मलक्लीन्नकलेवरेषु कुर्वन्ति नो शुद्धसमाधिभाजः । व्रजन्ति नोद्वेगमनिष्टभावान् निवर्त्तयन्त्यक्षि न वाऽप्रशस्तात् ।। १७४।। **************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ અર્થ : મેલથી ઊભરાઈ ગયેલા શરીર તરફ શુદ્ધ સમાધિમાનું મહાત્માને જુગુપ્સા થતી નથી. અનિષ્ટ આપદા આવે તો એ ઉદ્વેગ પામતા નથી કે અપ્રશસ્તભાવનો યોગ થાય તો તેમની આંખો ત્યાં મીંચાઈ જતી નથી. તેમને સુંદર-અસુંદરમાં સમદષ્ટિ છે. (५०) न मूत्रविष्ठापिठरीषु रागं बध्नन्ति कान्तासु समाधिशान्ताः । अनङ्गकीटालयतत्प्रसङ्गमब्रह्मदोर्गन्ध्यभिया त्यजन्ति ।।१७५ ।। અર્થ : ઓ સમાધિસ્થ ભગવન્! મળ-મૂત્રે ભરેલી કુંડી જેવી નારી પ્રતિ આપને રાગ તો જાગતો જ નથી, પરંતુ કામદેવના ગંદા કીટાલયના સ્પર્શથી પણ-અબ્રહ્મની બદબૂના ત્રાસથી-આપ સદા દૂર રહો છો. વંદન હો, આપના સત્ત્વને ! (५१) स्मिताच्छपुष्पाधरपल्लवश्रीविशालवक्षोजफलाभिरामाम् । दृष्ट्वाऽपि नारी न समाहितात्मा मुह्येद्विदस्तां विषवल्लीरूपाम् ।।१७६ ।। અર્થ : વિશ્વની આંખે નારી એ સ્મિતના સ્વચ્છ પુષ્પોને વેરતી, ઓષ્ઠના પલ્લવની શોભા ધરાવતી, વિશાળ સ્તનના ફળોથી શોભતી દેખાય છે. પણ સબૂર ! આવી નારીને જોવા છતાં સમાધિસ્થ મુનિને લેશ પણ મુંઝારો થતો નથી. રે ! એની જ્ઞાન-આંખે તો એ નારી વિષની વેલડી જ દેખાય છે. ત્યાં મુંઝારાનો સવાલ જ ક્યાં રહ્યો? (५२) कुचद्वये चन्दनपङ्किले च स्मितप्रवाहे च मृगेक्षणानाम् । येषां न चेतः स्खलितं समाधेर्नामापि तेषां दुरितानि हन्ति ।। १७७ ।। અર્થ : અહો ! અહો ! તે મુનિઓને વંદન હો જેમના નામનું પુનિત સ્મરણ પણ અમારા પાપોનો નાશ કરી નાંખે છે. ચંદનથી ચર્ચિત બનેલા મૃગાક્ષીના બે સ્તનોને સહસા જોવા છતાં, વિકારની છોળો ઉડાડતાં તેના માદક હાસ્યને જોવા છતાં આપના ચિત્તની સમાધિનું લેશ માત્ર પણ ખુલન થઈ જતું નથી. વંદન, લાખ લાખ વંદન ! ૭૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ (५३) कटाक्षबाणैः सदृशां समाधिवर्मावृता ये खलु नैव विद्धाः । प्राप्ताः स्वयं ते भवसिन्धुपारमन्यानपि प्रापयितुं समर्थाः ।।१७८ ।। અર્થ : હે સમાધિસ્થ મુનિવર ! રૂપવતી રમણીઓના કામુક કટાક્ષોના બાણોથી પણ આપનું હૃદય વીધાતું નથી, કેમકે આપે સમાધિનું બન્નર પહેરી લીધું છે. આપના જેવા મુનિવરો જ આ ભવ-સિન્ધનો પાર પામી શકે. એટલું જ નહિ પણ અન્ય જીવોને પણ તારવાનું સામર્થ્ય આપના જેવા મુનિવરોમાં જ હોઈ શકે. (५४) अहं ममेति प्रथमानबुद्धिर्बध्नाति काण्यसमाहितात्मा । तस्यैव नाहं न ममेति बुद्धिर्बन्धप्रमोक्षाय समाधिकाले ।।१७९ ।। અર્થ : બિચારો અસમાધિસ્થ આત્મા ! “હું અને મારું ના વિચારોના વર્ધમાન વમળોમાં જ ફસાયેલો રહે છે અને કાળા કર્મો બાંધ્યા કરે આ જ આત્મા જો સમાધિભાવમાં આવી જાય અને “ન દેહ હું, ન દેહાદિ મારા ના ચિંતનમાં લાગી જાય તો બંધાયેલા કર્મો છૂટવા લાગી જાય. (५५) यो ब्राह्मण: क्षत्रियदारको वा तथोग्रपुत्रोऽपि च भोगपुत्रः । गृहीतदीक्षः परदत्तभोजी गोत्राभिमानी न समाहितोऽसौ ।।१८०।। અર્થ : બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, ઉગ્રકુળનો કે ભોગકુળનો નબીરો હોય, તેણે દીક્ષા પણ લીધી હોય અને બીજાએ દીધેલા અનાજ ઉપર પેટગુજારો કરી લેતો હોય, પણ જો તે પોતાના ગોત્રનો મિથ્યાભિમાની હોય તો એની બધી બાજી ધૂળમાં છે. એવો પણ ઊંચો આત્મા સમાધિમાનું કહેવાય નહિ. (५६) न तस्य जाति: शरणं कुलं वा विद्यां चरित्रं च विना कदापि । करोति निष्क्रम्य स गेहिचर्यां भवेद् भवाब्धेस्तु न पारदृश्वा ।।१८१।। અર્થ : જેની પાસે સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર્ય નથી તેવા સાધુ કાંઈ ઊંચી જાતિ કે ઉચ્ચ કુળના હોય તેથી કાંઈ તેમનું ગૌરવ વધી જતું જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા) ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ નથી. સંસારનો ત્યાગ કરીને પણ જો તે ગૃહસ્થના જેવું જીવન જીવે તો કાંઈ સંસારનો પાર ન પામી શૌય. (५७) प्राप्ताः स्वयं कर्मवशादनन्ता जातीभवावर्तविवर्तमानाः । विज्ञाय हीनोत्तममध्यमाः कः समाधिभाग जातिमदं विदध्यात् ।। १८२।। અર્થ : આ સંસારસાગરના વમળોમાં પલટાતી જતી અનન્તી જાતિઓ જીવે સ્વયં કર્મવશાત્ પ્રાપ્ત કરી. હવે બીજાની જાતિ હીન કે મધ્યમ છે અને પોતાની જાતિ ઉત્તમ છે એમ કહીને કયો સમાધિમાનું મહાત્મા આવો જાતિમદ કરે ! (५८) विनाशशीले कलुषेन पूर्णे जरारुजां सद्मनि नित्यसेव्ये । रूपेऽस्तु का शोणितशुक्रबीजे मदावकाशः सुसमाधिभाजाम् ।।१८४।। અર્થ : સુંદર સમાધિના સાધક મુનિ ભગવંતોને પુણ્યયોગે સુંદર રૂપ પ્રાપ્ત થયું હોય તો ય તેમને તેનું અજીર્ણ થતું નથી, કેમકે તેઓ એ રૂપના સ્વરૂપને નખશીશ જાણતા હોય છે. તેઓ જાણે છે કે આ કાયાનું રૂપ : (૧) સડન-પડનના સ્વભાવવાળું છે, (૨) મેલ-મલિનતાઓથી ખદબદેલું છે, (૩) ઘડપણનું અને રોગોનું ઘર છે, (૪) હંમેશ મરામત માંગનારું છે, (૫) લોહી વીર્યના ગંદા તત્ત્વોમાંથી ઉત્પન્ન થયેલું છે. (५९) उपस्थिते मृत्युबले बलेन समाधिभाग माद्यति नो बलेन । आसाद्य चारित्रबलस्य निष्ठां संसारकोटीमरणापहीम् ।।१८५।। અર્થ: બળમદ : જોરથી મૃત્યુનું સૈન્ય આવીને ઊભું રહી જાય ત્યારે પણ પોતાના આધ્યાત્મિક બળોના અભિમાનમાં સમાધિમાનું મહાત્મા ફાટી જતા નથી. કોડો મૃત્યુઓનું નિવારણ કરી દેવાને સમર્થ ચારિત્રધર્મરાજના સૈન્યની તાકાત મળી છે તો ય તે બળનું અજીર્ણ સંભવે જ ક્યાંથી? આવું અજીર્ણ મૃત્યુના ઉપસ્થિત થતાં બળ સામે કદાચ પરાજય પમાડી દે. ७४ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ (६०) विद्वाननित्यौ परिभाव्य लाभालाभौ स्वकर्मप्रशमोदयोत्थौ । मदं न लाभान्न च दीनभावमलाभतो याति समाहितात्मा ।।१८६ ॥ અર્થ : લાભમદ : સમાધિમાન્ મુનિરાજના તો કેટલા ગુણ ગાવા ? પોતાના વિષમ કર્મોનો પ્રશમ થતાં જો એમને લાભ થઈ જાય છે તો એ અનુકૂળ લાભને અનિત્ય જુએ છે. જો વિષમ કર્મોનો ઉદય થઈ જતાં કોઈ ગેરલાભ થઈ જાય છે તો એ ગેરલાભને પણ અનિત્ય જુએ છે. આમ થતાં તેમને લાભથી અભિમાન આવી જતું નથી અને ગેરલાભથી દીનતા આવી જતી નથી. (६१) आजीविकागारवमेति भूयो लुक्षोऽपि यो भिक्षुरकिञ्चनोऽपि । कुर्वन्निजोत्कर्षपरापवादौ विपर्ययं याति भवे भवेऽसौ ।। १८७ ।। અર્થ : સાવ લૂખો અને પાછો અકિંચન છતાં જે ભિક્ષુ પોતાને મળી જતી આજીવિકાની વૃદ્ધિને પામે છે એ આત્મશ્લાઘા અને પરનિન્દાને કરતો ભવે ભવે ભારે ને ભારે કફોડી સ્થિતિને પામ્યા જ કરે છે. એ વિષમતાનો કોઈ અન્ત જ આવતો નથી. (६२) यः साधुवादी कृतकर्म्मशुद्धिरागाढबुद्धिश्च सुभावितात्मा । न सोऽपि हि प्राप्तसमाधिनिष्ठ: पराभवन्नन्यजनं स्वबुद्ध्या ।।१८८ ।। અર્થ : જે આત્મા પોતાની બુદ્ધિથી બીજા આત્માઓની તર્જના વગેરે કરી નાંખતો હોય તે આત્મા (૧) સત્યભાષી હોય, (૨) સ્વકર્મમાં શુદ્ધિ રાખનારો હોય, (૩) તીક્ષ્ણ બુદ્ધિવાળો હોય, (૪) વિરાગથી સારી રીતે ભાવિત થયેલો હોય તો પણ તેને પ્રાપ્ત થયેલી સમાધિની નિષ્ઠારૂચિવાળો સમજવો નહિ. જ્યાં જીવ માત્ર પ્રત્યે બહુમાન નથી ત્યાં સાચી સમાધિ નથી. (६३) अनन्तपर्यायविवृद्धियुक्तं ज्ञानार्णवं पूर्वमहामुनीनाम् । समाधिमानाधुनिकोऽवधार्य कथं स्वबुद्ध्या मदमेति साधुः ।। १८९ ।। અર્થ : ‘રે ! મારું તે જ્ઞાન કેટલું ? આટલા અમથા જ્ઞાનમાં અહં શેનો વકરે ? અહો ! પૂર્વના મહર્ષિઓ તો જ્ઞાનનો વિરાટ સાગર હતા. એકેકા દ્રવ્યના અનન્ત પર્યાયોના એ જાણ હતા. એ વિરાટ ! હું વામણો !' +++++++++++++++++++++++++++++++++++++ ++++++++++++++++♪♪♪♪♪♪♪+++++++++++++++++↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સમાધિસ્થ મહાત્માઓને આવા સુંદર વિચારો આવે છે. (६४) परस्य चाटुक्रियया किलाप्ताद्वाल्लस्यकान्माद्यति यः स्वचित्ते । समाधिहीनो विगमे स तस्य वाल्लभ्यकस्यातुलशोकमेति ।।१९०।। અર્થ : સમાધિભાવ વિનાના રાંકડાની દશા તો જુઓ. બીજાઓ એની ખુશામત કરે એટલે એ માની લે છે કે, “હું લોકપ્રિય બની રહ્યો છું. આથી તેનામાં અભિમાન આવી જાય છે. પણ જ્યાં એ ખુશામતખોરીનો ધબડકો થાય છે અને એ ઉપરથી પોતાની લોકપ્રિયતામાં મોટી ઓટ આવ્યાનું અનુમાન કરે છે કે તરત પોક મૂકીને રોવા લાગે છે. (६५) श्रुतस्थितेषितुषस्य वार्ता श्रीस्थूलभद्रस्य च विक्रियायाः । श्रुत्वा श्रुतं दर्पभिदेव लब्ध्वा न तेन दृप्यन्ति समाधिभाजः ।।१९१ ।। અર્થ : શાસ્ત્રોમાં આવતી શ્રીમાષતુષ મુનિની વાર્તાને અને શ્રીસ્થૂલભદ્રજીની શ્રતવિક્રિયાને જાણ્યા પછી તો એ શ્રુત મદને ઓગાળી નાંખનારું જ બને તેમાં શી નવાઈ છે ? આવા શ્રુતને પામ્યા પછી સમાધિસ્થ મહાત્માઓના અંતરમાં અહં પ્રગટે જ ક્યાંથી? (६६) प्रज्ञामदाद् वादमदाच्च पृथ्यां योऽन्यं जनं पश्यति बिम्बभूतम् । मौनीन्द्रमार्गादसमाहितात्मा भ्रश्यन्नधः कर्मगुरुः स याति ।। १९२ ।। અર્થ : પોતાની બુદ્ધિના જોરે કે તર્કશક્તિના જોરે જગતના અન્ય જીવોને જે માણસ બુધ્ધ માને છે એ અસમાધિસ્થ આત્મા ભગવાન્ જિનેશ્વરોના માર્ગે ચડ્યો હોય તો પણ ત્યાંથી પડીને, કર્મથી ભારે થઈને દુર્ગતિઓમાં ચાલ્યો જાય છે. (६७) कुमारतायौवनवार्धकादीनुच्चत्वगौरत्वमृदुत्वमुख्यान् । स्वस्मिन् गुणान् को वपुषोऽधिरोप्य समाहितोऽहङ्कुरुते मनस्वी ।। १९६।। અર્થ : આ તો બધા શરીરના જ ગુણો છે ને? કૌમાર્ય, યૌવન, વાર્ધક્ય, ઉચ્ચત્વ, ગૌરવ, મૃદુત્વ વગેરે... તો પછી કયો સમાધિસ્થ મનસ્વી આત્મા એ ગુણોને પોતાના આત્મામાં આરોપે? અને એવો ખોટો અહંકાર કરે ? ૭૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ (६८) पदानि वर्णैर्विहितानि तैश्च वाक्यानि वाक्यैरखिलः प्रबन्धः । इत्थं श्रयन्नैश्चयिकं समाधेर्ग्रन्थं करोमीत्यभिमन्यते कः ।।१९७ ।। અર્થ : કેટલાક વર્ણો ભેગા થઈને પદો બની ગયા, પદોના ભેગા થવાથી વાક્યો બની ગયા, વાક્યોના ભેગા થતાં પ્રબન્ધો બની ગયા અને પ્રબન્ધો ભેગા થતા ગ્રન્થ બની ગયો. તો અહીં ‘મેં ગ્રંથ બનાવ્યો !' એવું કહેવાય જ શી રીતે ? સમાધિથી નૈૠયિક મત વિચારતાં મુનિરાજનું અંતર આમ બોલે છે. (६९) द्रव्येषु भिन्नेषु कदापि न स्यान्ममत्ववार्तापि समाधिभाजः । रागादिभावैर्विहितं ममत्वं न तत्प्रमाणीकुरुते च योगी ।। २०१ । । અર્થ : ભિન્ન એવા પુદ્ગલોમાં સમાધિમાન્ આત્માને ક્યારેય પણ એવું મમત્વ થતું નથી કે, ‘આ મારું છે.’ કેમકે મમત્વ તો રાગાદિ ભાવોને કારણે જ થાય. અને રાગાદિ ભાવો તો સમાધિસ્થને બિલકુલ માન્ય નથી. શુદ્ધ નયથી ભાવિત યોગી પોતાના આત્માને શુદ્ધ સ્વભાવનો જ કર્તા માને છે. ( ७० ) यथा जनोऽन्यस्य सुखासुखेषु तटस्थभावं भजते तथैव । विश्वस्य तेषु प्रशमी ममत्वाहङ्कारमुक्तः सुसमाधिशाली ।। २०३ ।। અર્થ : જેમ એક માણસ બીજા માણસના સુખ કે દુઃખમાં તટસ્થભાવનેસાક્ષીત્વભાવને-ધારણ કરે .છે તેમ મમત્વ અને અહંત્વની ગ્રન્થિમાંથી મુક્ત થઈ ગયેલા સમાધિસ્થ મહાત્મા સમગ્ર વિશ્વના સુખ-દુઃખો પ્રત્યે તટસ્થ બનીને રહે છે. આથી તે પરમ પ્રશમભાવને પ્રાપ્ત કરે છે. (७१) समाधिभाजां व्यवहारकाले मैत्र्यादिरूपापि हि चित्तवृत्तिः । एकान्तशुद्ध त्वियमिद्धसिद्धज्योतिः समापत्तिमयी प्रसिद्धा ।।२०४ ।। અર્થ : સમાધિમાન્ મુનિવરોની ચિત્તવૃત્તિ વ્યવહારકાળમાં મૈત્ર્યાદિ ભાવમય હોય છે. પણ જ્યારે એ યોગી શુદ્ધ નિશ્ચયમાં વર્તતો હોય છે ત્યારે એ જ ચિત્તવૃત્તિ દેદીપ્યમાન પરમ જ્યોતિસ્વરૂપ સિદ્ધ ÷÷÷÷÷÷÷÷÷1†††↓↓↓♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪↓↓↓†††††††††††††↓↓↓↓↓↓↓÷÷÷÷÷÷††♪♪♪♪♪♪÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) 868 Page #87 -------------------------------------------------------------------------- ________________ ભગવંત સાથે એક બની જાય છે. ધ્યાન દ્વારા તેમની સાથે એક્તા અનુભવે છે. (७२) स्फुटीभवत्याप्तवचोविमर्शात्तद्वासनासङ्गतधर्मतो वा । क्षमादिरूपोऽपि दशप्रकारो धर्मः समाधौ परिपाकभाजी ।।२०५।। અર્થ : આપ્ત પુરુષોના વચનોના પરામર્શથી અથવા તો તે વચનોના સ્વાધ્યાયથી ઉત્પન્ન થતાં સંસ્કારોથી અથવા તેનાથી સંગત થતાં ધર્મથી જ્યારે તે સમાધિભાવ પરિપાક પામે છે ત્યારે ક્ષમાદિસ્વરૂપ દશ પ્રકારનો ધર્મ એ સમાધિસ્થ મુનિઓના આત્મામાં પ્રકાશ બનીને પ્રસરી જાય છે. (७३) धर्मस्य मूलं हि दया दयायाः क्षमेति सञ्चिन्त्य भवन्ति सन्तः । कृतापराधेऽपि न कोपभाजः क्षमा समाधानशमाभिरामाः ।।२०६।। અર્થ : ધર્મનું મૂળ જ દયા છે અને દયાનું મૂળ ક્ષમા છે. આમ વિચારીને સંત પુરુષો અપરાધી ઉપર પણ ક્રોધ કરતા નથી. વંદન હો તે સંતોને, જેઓ ક્ષમાના સ્વભાવની સહાય લઈને ચિત્તનું સમાધાન કરી લે છે અને તેથી પરમ શાંતિ પામીને મનોહર જીવનના સ્વામી બને છે. (૭૪) TI વિના નો વિનયં વિદ્ સમર્વયે નો વિનયપ્રતિ | अनुन्नतानिश्रितनिर्निदाना: समाहिता मार्दवशालिनः स्युः ।। २०७।। અર્થઃ “વિનય વિના ગુણો નથી અને મૃદુતા વિના ક્યારેય વિનય પ્રાપ્ત થતો નથી. એટલે જ સમાધિસ્થ મહાત્માઓ સદા નમ્ર, નિયાણા વિનાના જીવનની નિશ્રાવાળા અને મૂદુસ્વભાવી હોય છે. (७५) नानार्जव: शुद्ध्यति नाप्यशुद्धो धर्मे स्थिरो धर्ममृते न मोक्षः । सुखं न मोक्षाच्च विनेति साधुः समाधिमानार्जवमभ्युपैति ।।२०८ ।। અર્થ : સમાધિસ્થ મહાત્મા આટલા બધા સરળ શાથી હોતા હશે ? આ રહ્યો તેનો જવાબ. તેઓ બરોબર જાણે છે કે ઋજુતા વિના આત્મશુદ્ધિ થતી નથી, અશુદ્ધ આત્મા ધર્મમાં સ્થિર થઈ શકતો નથી, ધર્મ વિના મોક્ષ નથી ૭૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ અને મોક્ષ વિના સુખ નથી. (७६) यद्द्रव्यदेहोपधिभक्तपानाधिकारकं शौचमशुद्धिहानात् । આ समाधिनीरेण कृतं तदेव पावित्र्यबीजं प्रयतात्मनां स्यात् ।। २०९ । અર્થ : પ્રશમરતિ ગ્રન્થમાં દશવિધ યતિધર્મમાં શૌચની વાત કરતાં શુદ્ધ નિર્દોષ આહાર-પાણી, ઉપધિ વગેરેના ઉપયોગને શૌચ કહ્યું છે. ઉપયોગરૂપ શૌચ જો સમાધિના જલથી અશુદ્ધિના ત્યાગપૂર્વક કરવામાં આવે તો પ્રયત્નશીલ આત્માને પવિત્રતાનું મૂળ બીજ બની જાય છે. એટલે નિર્દોષ પ્રવૃત્તિ પણ જો સમાધિયુક્ત ન હોય તો તે નકામી છે, કર્મમળનું પ્રક્ષાલન કરનારી બની શકતી નથી. (७७) त्यक्त्वाऽऽश्रवान् पञ्च निरुद्ध्य पञ्चेन्द्रियाणि हत्वा चतुरः कषायान् । दण्डत्रयीजित् सुसमाधिरेति द्राक् संयमं सप्तदशप्रकारम् ।।२१० ।। અર્થ : સમાધિસ્થ મહાત્મા પાંચ આશ્રવોનો ત્યાગ કરે છે, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે છે, ચાર કષાયોને મૃતપ્રાયઃ કરે છે, ત્રણ દંડ ઉપર વિજય મેળવે છે. આમ શીઘ્રમેવ સત્તર પ્રકારના દુષ્કર સંયમને પણ તે મહાત્મા પ્રાપ્ત કરે છે. (७८) समाहितो बन्धुधनाक्षशर्मत्यागात् परित्यक्तभयप्रवाहः । नित्यं परित्यक्ततनुश्च रागद्वेषौ त्यजेत्त्यागगुणान्महात्मा ।। २११ ।। અર્થ : સકળ વિશ્વને પીડતા રાગ-દ્વેષના અધ્યવસાયો ઉપર સમાધિમાન્ મહાત્મા શી રીતે વિજય મેળવે છે તે જાણો છો ? સાંભળો. ભાઈ, ધન, ઇન્દ્રિયો વગેરેના સુખોનો ત્યાગ કરી દઈને તેઓ સર્વથા ભયની ભયંકર પરંપરાથી મુક્ત થઈ જાય છે. વળી જે દેહ સાથે જ છે તેનો પણ ચિત્ત સાથેનો સંબંધ તોડી નાંખીને દેહપીડાઓથી અલિપ્ત બની જાય છે. આમ ભોગસાધનોનો ત્યાગ કરી દઈને તેઓ રાગ ઉપર વિજય મેળવી જાય છે. સામગ્રીત્યાગનો જે રાગી તે સામગ્રીના રાગનો ય ત્યાગી. ****************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) 20 Page #89 -------------------------------------------------------------------------- ________________ (७९) आभ्यन्तरस्याभ्युदयाय बाह्यमाभ्यन्तरं बाह्यविशुद्धये च । तपः प्रकुर्वन्ति मनःसमाधेधृत्वानुकूल्यं जिनशासनस्थाः ।।२१३ ।। અર્થ : નિશ્ચય-વ્યવહારનયમય જિનશાસનના શરણે રહેલા મુનિઓ અભ્યત્તર તપના વિકાસ માટે બાહ્ય તપ કરે છે અને બાહ્ય તપની વિશુદ્ધિ માટે અભ્યત્તર તપનું આરાધન કરે છે. આવી તપોની પરસ્પરની પૂરકતાને તેઓ જાણતા હોવાથી ચિત્તની સમાધિ દ્વારા બે ય તપ સતત કરતા રહેવાની અનુકૂળતાને તેઓ સારી રીતે સિદ્ધ કરી શકે છે. (८०) ग्लानिर्न यत्रास्ति न चाक्षहानिर्यत्रैधते ब्रह्म न रोषवार्ता । यस्मिन्जिनाजैकवशंवदत्वं समाधिशुद्धं कथितं तपस्तत् ।। २१४ ।। અર્થ : સમાધિથી શુદ્ધ તપ તો તે જ કહેવાય જેને વહન કરતાં : (૧) : ચિત્તમાં ખેદ ન હોય, (૨) ઈન્દ્રિયો વધુ ક્ષીણ થઈ જતી ન હોય, (૩) પરમાત્માનું ધ્યાન પળે પળે લાગી જતું હોય, (૪) આંખોમાં કે ચિત્તમાં ય ક્રોધની કોઈ વાદળી ફરફર પણ વરસતી ન હોય, (૫). એકમાત્ર જિનાજ્ઞાને જીવનપ્રાણ બનાવ્યો હોય. (८१) ग्रामे कुले वा नगरे च देशे न या मनागप्युपधौ च मूर्छा । हतारतिव्याधिसमाधिमाजां धर्मः परोऽकिञ्चनताऽभिधोऽयम् ।। २१६।। અર્થ : સમાધિમાન મુનિરાજને ગામ, કુળ, નગર કે દેશમાં ક્યાંય મમત્વ હોતું નથી. રે! વસ્ત્રાદિ ઉપધિમાં પણ તે મૂચ્છિત થતા નથી. એમના સમાધિભાવથી ચિત્તની અરતિઓ અને કાયાની વ્યાધિઓ પણ એવા ખતમ થઈ ગયા હોય છે કે એથી ઔષધાદિનો પણ પરિગ્રહ કરવાની જરૂર રહેતી નથી. અહો ! અકિંચનતા-ધર્મના કેવા ઉત્કૃષ્ટ નમૂનારૂપ એ મહાત્માઓ ! (८२) धर्मार्थवृत्तिर्न च कीर्तिपूजासत्कारलाभार्थितयाविलात्मा । अध्यात्मपूतो धूतपापकर्माधिया नियोगप्रतिपत्तिमत्या ।।२२१।। અર્થ : સમાધિમાર્ આત્માની વૃત્તિ-પ્રવૃત્તિ શુદ્ધ ધર્મ માટે જ હોય છે. કીર્તિ, પૂજા, સત્કાર, લાભ વગેરેની વાસનાથી એનો આત્મા કદી ખરડાતો નથી. અધ્યાત્મભાવથી એ પવિત્ર હોય છે અને મોક્ષને સ્વીકારતી ૮૦. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ વડે એ આત્મા પાપકર્મોનો પ્રક્ષાલક હોય છે. (८३) विज्ञातभूयोभवसिन्धुदोषो वैराग्यरङ्गामृतवासितात्मा । गाम्भीर्यसिन्धुर्जगतोऽपि बन्धुर्मुक्तः पराशाभिधनागपाशात् ।। २२२ ।। અર્થ : સમાધિમાન મુનિએ સંસારસાગરના ભયંકર દોષોને વારંવાર આંખેઆંખ જોયા હોય છે, એથી જ એમનું અંતર વિરક્તિના અમૃતરંગે ઝબોળાઈને એકરસ થયું હોય છે. ગંભીર સાગરશા એ મહાત્મા વિશ્વમિત્ર બને છે. પરસ્પૃહાના નાગપાશથી તો એ સર્વદા અસ્પષ્ટ જ રહે છે. (८४) आसक्तिमानात्मगुणोद्यमेऽन्यकथाप्रसङ्गे बधिरान्धमूकः । क्रियासहस्राऽसुलभं लभेत निर्ग्रन्थमुख्यं स्वदयाविलासम् ।।२२३।। અર્થ : અહો ! જે મુનિરાજ આત્માના ગુણોની પ્રાપ્તિના ઉદ્યમમાં ગળાબૂડ ડુબેલા રહે છે, પારકી વાતોના પ્રસંગમાં જે બહેરા, અંધા અને મૂંગા બની જાય છે તે સમાધિસ્થ મુનિને હજારો પુરુષાર્થે પણ ન મળે તેવો નિર્ચન્થજીવનના સર્વસ્વ સમો સ્વદયાનો વિરાટ પ્રકાશ પ્રાપ્ત થઈ જાય છે. (८५) विकल्पहीनां स्वदयां वदन्ति वैकल्पिकीमन्यदयां बुधास्ताम् । तत्रादिमोक्ता किल मोक्षहेतुः परा पुनः स्वर्गसमृद्धिदात्री ।। २२४ ।। અર્થ : સ્વદયા એકાન્ત હિત કરનારી છે, એના હિતમાં બીજો કોઈ વિકલ્પ નથી. જ્યારે પરદયામાં હિતનો વિકલ્પ છે, પરદયાથી પરનું હિત થાય પણ ખરું અને ન પણ થાય. પહેલી સ્વદયા મોક્ષને અપાવનારી છે, જ્યારે બીજી પદયા તો સ્વર્ગાદિના અભ્યદયને આપનારી છે. સ્વદયા અખૂટ નિર્જરાકારિણી છે, પરદયા વિપુલ પુણ્યબંધકારિણી છે. (८६) रक्षामि जीवानिति हृद्विकल्पपुण्याय हन्मीति च पातकाय । तत्पुण्यपापद्वितयञ्च भाति समाधिसिद्धौ स्फुटमेकरूपम् ।।२२५ ।। અર્થ : “હું જીવોની રક્ષા કરું એવો હૃદયનો વિકલ્પ પુણ્યબંધ કરાવે છે. હું જીવોને હણું” એ વિકલ્પ પાપકર્મબંધ કરાવે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા) ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ પણ જ્યારે સમાધિભાવ સિદ્ધ થાય છે ત્યારે આ બે ય કર્મ સ્પષ્ટરૂપે માત્ર એકરૂપ થઈ જાય છે. બન્નેય માત્ર પુદ્ગલરૂપે જણાય છે. (८७) फलैकल्पे भुवि पुण्यपापे न सङ्गिरन्ते व्यवहारमत्ताः । समाधिभाजस्तु तदेकभावं जानन्ति हैमाय सम्बन्धनीत्या ।।२२६।। અર્થ : વ્યવહારનયમાં આસક્ત થયેલા આ ધરતીના જીવો, જીવને બાંધનારા હોવાથી ફલતઃ પુણ્ય અને પાપ એક જ સ્વરૂપ હોવા છતાં તેવું માનવાને તૈયાર થતા નથી. જ્યારે સમાધિસ્થ મહાત્માઓ તો તે બને ય કર્મોને બેડીના એક જ સ્વરૂપમાં જુએ છે. ભલે પછી તે બેડી સોનાની હોય કે લોખંડની હોય. (८८) पुण्यस्य पापस्य च चिन्त्यमानो न पारतन्त्रस्य फलस्य भेदः । समाहिताः पुण्यभवे सुखेऽपि दुःखत्वमेव प्रतियन्ति तेन ।। २२७।। અર્થ : “પુણ્ય અને પાપ' એમ ભેદથી ભલે વિચાર કરાતો હોય પણ સમાધિસ્થ આત્માને તો તેમાં કાંઈ ભેદ જણાતો નથી, કેમકે બન્ને ય કર્મો જીવને બંધાઈને પરતત્ર તો બનાવે જ છે. આમ આ પારતન્યનું ફળ તો બે ય આપે છે પછી બન્ને એક જ થઈ ગયા ને ! વળી કોઈ કહે કે, “પાપનું ફળ દુ:ખ છે, જ્યારે પુણ્યનું ફળ સુખ છે માટે ફળભેદથી ભેદ તો થયો જ ને?” તો તે પુણ્ય પણ વસ્તુતઃ તો દુ:ખ જ છે. (८९) रम्यं सुखं यद्विषयोपनीतं नरेन्द्रचक्रित्रिदशाधिपानाम् । समाहितास्तज्ज्वलदिन्द्रियाग्निज्वालाघृताहुत्युपमं विदन्ति ।। २२८ ।। અર્થ : નરેન્દ્રો, ચક્રવર્તીઓ કે દેવેન્દ્રોનો ભોગવિષયોના સંગથી ઉત્પન્ન થતો જે રમ્ય ભોગસુખનો અનુભવ કહેવાય છે તે હકીકતમાં તો ભડકે બળતી ઈન્દ્રિયોની અગ્નિજ્વાળાઓમાં હોમાતા ઘી બરોબર છે. આ કથન સમાધિમાન મુનિરાજોનું છે. (९०) समाहितस्वान्तमहात्मनां स्यात् सुखेऽप्यहो वैषयिके जिहासा । को वा विपश्चिन्ननु भोक्तुमिच्छन्मिष्टान्नमप्युग्रविषेण युक्तम् ।।२२९ ।। અર્થ : સમાધિસ્થ ચિત્તવાળા મુનિ ભગવંતોની ચિત્તસ્થિતિ તો જુઓ. H-1+નનનનન+નનનન+નનનનન+નનનન+નનનન+નનનન+નનનનનનનનનનનનનનનનનHનનનનનનનનન+નનનનનન--- ૮૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ સુંદરમાં સુંદર દેખાતા વૈયિક સુખોને પણ તેઓ તરછોડવાની જ સ્થિતિમાં સદા હોય છે. વાત પણ કેટલી સાચી છે ? કેમકે તાલપુત્રં ઝેરથી મિશ્રિત કરેલા સુંદરમાં સુંદર મિષ્ટાન્નને ખાવાની કોઈપણ શાણો સજ્જન ઈચ્છા ન જ કરે. (९१) अनेकयत्नैर्विषयाभिलाषोद्भवं सुखं यल्लभते सरागः । समाधिशाली तदनन्तकोटिगुणं स्वभावाल्लभते प्रशान्तः ।। २३१ ।। અર્થ : એક સરાગી આત્મા લાખો પ્રયત્નો કરીને વિષયવાસનાથી ઉત્પન્ન થયેલું જે સુખ અનુભવે છે તેનાથી અનંત ગુણ સુખ તદ્દન સહજ રીતે પ્રશાન્ત અને સમાધિસ્થ મહાત્મા મેળવી લે છે. (९२) ज्ञानी तपस्वी परमक्रियावान् सम्यक्त्ववानप्युपशान्तिहीनः । : प्राप्नोति तं नैव गुणं कदापि समाहितात्मा लभते शमी यम् ।। २३३ ।। અર્થ : એક સમાધિસ્થ શમી આત્મા જે આંતર-સૌન્દર્યને પામી શકે તે સૌન્દર્યને અસમાધિમાં ઊકળતો આત્મા કદી ન પામી શકે, પછી ભલે ને તે ગમે તેવો મહાન્ જ્ઞાની હોય, ઉગ્ર તપસ્વી હોય, શુદ્ધ ક્રિયાનો કરનારો હોય અને સમ્યગ્દષ્ટિ હોય. (१३) सुरासुराणां मिलितानि यानि सुखानि भूयो गुणकारभाञ्जि । समाधिभाजां समतासुखस्य तान्येकभागेऽपि न संपतन्ति ।। २३४ ।। અર્થ : ઓ ભોગસુખના ઝાંઝવા-જળે ભૂલા પડેલાઓ ! જરા સાંભળતા જાઓ. સઘળા દેવો અને અસુરોના સઘળા ય સુખોને ભેગા કરો. ચાહે તે આંકડાઓથી તે સુખોનો ગુણાકાર કર્યા જ કરો. હજી ગુણાકાર કર્યા જ કરો. ભલે ઘણો જંગી આંકડો આવે, ચિંતા નહિ. હવે જુઓ મજા. પણ સમાધિસ્થ મહાત્મા સમતાનું જે સુખ અનુભવે છે એ હવે નજરમાં લાવો. આની પાસે તો પેલું ભોગસુખ એક અંશ જેટલું ય થતું નથી ! +++++++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓·↓·↓·↓·↓·↓·↓·↓·↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) <3 Page #93 -------------------------------------------------------------------------- ________________ જોયાને બેહાલ ભોગસુખોના ! કેવા વામણા લાગે છે યોગીના સુખ પાસે ? (९४) नूनं परोक्षं सुरसद्मसौख्यं मोक्षस्य चात्यन्तपरोक्षमेव । प्रत्यक्षमेकं समतासुखं तु समाधिसिद्धानुभवोदयानाम् ।। २३५ ।। અર્થ : રે ! સ્વર્ગના વિમાનોના સુખની તો શું વાત કરવી ? આંખે દેખાતાં જ નથી જ્યાં... અને મોક્ષના સુખની ય શી કથા હોંશે હોંશે માંડવી ? અત્યંત દૂર જઈને એ પડ્યા છે ત્યાં... આ ધરતી ઉપર જ સાવ પ્રત્યક્ષ છે સમતાનું સુખ. એની જ વાત કરો ને ? સમાધિથી સિદ્ધ કરી ચૂકેલા અનુભવના જીવંત સ્વામીઓની પાસે જ તૈયાર છે એ સમતા-સુખ. ( ९५ ) प्राणप्रियप्रेमसुखं न भोगास्वादं विना वेत्ति यथा कुमारी । समाधियोगानुभवं विनैवं न वेत्ति लोकः शमशर्म साधोः ।। २३७ ।। અર્થ : એક કુમારિકા કન્યા પ્રાણથી પણ અધિક પ્રિય પ્રણયસુખ ભોગવ્યા વિના તો સમજી શકતી નથી. લોકો પણ સમાધિસ્થ મુનિના સમાધિયોગનો અનુભવ કર્યા વિના સમાધિના એ અનુપમ સુખને શી રીતે કલ્પી પણ શકે ? એ તો જે પામે તે જ સમજે. (९६) ज्ञातं शिवं धर्मपदं समाधेः शमोदयादेकमपि प्रदत्ते । भूयोऽपि नार्थप्रतिभासमात्रं ज्ञानं हितं स्यादसमाहितानाम् ।। २३९ ।। અર્થ : ચિત્તમાં સમતાનો ઉદય થઈ ગયા પછી તો એક જ શબ્દ પણ સમાધિના ધર્મસ્થાનમાં મોક્ષને આપી શકે છે. અને જો એ સમતાનો ઉદય થયો નથી તો શાસ્ત્રોના શાસ્ત્રોનું જ્ઞાન મળી જાય તો ય એ જ્ઞાન માત્ર અર્થપ્રતિભાસ રૂપ બની જાય. એવું જ્ઞાન શિવપદ આપી શકે નહિ. ૮૪ (९७) स्त्रैणे तृणे ग्राणि च काञ्चने च शत्रौ च मित्रे भवने वने च । भवे च मोक्षे समतां श्रयन्तः समाधिभाजः सुखिनो भवन्ति ।। २४० ।। 1111111111111111111111111111111111llllllllllllllllllllllll!!!!!!!!!!!! +++++14++++++-14જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ અર્થ : તરુણી અને તૃણમાં, પાષાણ અને સુવર્ણમાં, શત્રુ અને મિત્રમાં રે ! સંસાર અને મોક્ષમાં પણ જે મહાત્માઓ સમત્વનું દર્શન કરે છે (નથી સંસારેચ્છા, નથી મોક્ષેચ્છા) તે સમાધિસ્થ મહાત્માઓ આ સંસારપર્યાયમાં પણ પરમસુખનો અનુભવ કરે છે. ( ९८ ) निरञ्जनाः शङ्खवदाश्रयन्तोऽस्खलद्गतित्वं भुवि जीववच्च । वियद्वदालम्बनविप्रमुक्ताः समीरवच्च प्रतिबन्धशून्याः ।। २४१ ।। અર્થ : હે સમાધિસ્થ મુનિવરો ! આપ શંખની જેમ રાગદ્વેષના અંજન વિનાના છો, આ ધરતી ઉપર આપ જીવની જેમ અસ્ખલિત ગતિવાળા છો, આકાશની જેમ આપ આલંબન-મુક્ત છો અને પવનની જેમ પ્રતિબંધ વિનાના છો. (९९) शरत्सरोनीरविशुद्धचित्ताः लेपोज्झिताः पुष्करपत्रवच्च । गुप्तेन्द्रियाः कूर्मवदेकभावमुपागताः खड्गिविषाणवच्च ।। २४२ ।। અર્થ : હે યતિવરો ! આપ શરદઋતુના સરોવરના જલ જેવા નિર્મળ ચિત્તવાળા છો, કમલપત્રની જેમ નિર્લેપ છો, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છો, ખડ્ગીના એક શીંગડાની જેમ આપ અનેકની સાથે છતાં એકલવીર છો. (१००) सदा विहङ्गा इव विप्रमुक्ता भारण्डपक्षीन्द्रवदप्रमत्ताः । शौण्डिर्यभाजो गजवच्च जातस्थामप्रकर्षा वृषभा इवोच्चैः ।। २४३ ।। અર્થ : હે નિર્ગુન્હો ! આપ પંખીની જેમ સ્વૈરવિહારી છો, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત છો, હાથીની જેવા પરાક્રમી છો, બળદની જેમ ખૂબ અને જન્મજાત ઉન્નત બળના સ્વામી છો. (१०१) दुर्धर्षतां सिंहवदब्धिवच्च गम्भीरतां मन्दरवत्स्थिरत्वम् । प्राप्ताः सितांशूज्वलसौम्यलेश्याः सूर्या इवात्यद्भुतदीप्तिमन्तः ।। २४४ ।। અર્થ : હે શ્રમણો ! સિંહની જેમ આપ દુર્ધર્ષ છો, સાગરશા ગંભીર છો, મેરુ જેવા સ્થિર છો, ચન્દ્રશી સૌમ્યપ્રકૃતિના માલિક છો, સૂર્યશા અદ્ભુત તેજના ધણી છો. +†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷66+++++]÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ (१०२) सुजातरूपास्तपनीयवच्च भारक्षमा एव वसुन्धरावत् । ज्वलत्त्विषो वह्निवदुल्लसन्ति समाधिसाम्योपगता मुनीन्द्राः । । २४५ ।। અર્થ : હે ભિક્ષુઓ ! સુવર્ણ જેવું આપનું જન્મજાત તેજ છે, પૃથ્વીનો ભાર વહન કરવાની આપનામાં તાકાત છે, અગ્નિ જેવા તણખા ઝરતું આપનું ઉલ્લસિત સ્વરૂપ છે. સમાધિના સામ્યના સ્વામીઓ ! હે મુનીન્દ્રો ! આપને લાખ લાખ વંદન ! ( १०३) गजाश्च सिंहा गरुडाश्च नागा व्याघ्राश्च गावश्च सुरासुराश्च । तिष्ठन्ति पार्श्वे मिलिताः समाधिसाम्यस्पृशामुज्झितनित्यवैराः । । २४६ । । અર્થ : જે સમાધિના સામ્યરસને પીને પચાવી શકે છે એમની એ પરમસમતાથી આંદોલિત થયેલા વાયુમંડળમાં આવી ગયેલા જનમના વૈરી કે હિંસક જીવો-હાથી, સિંહ, ગરુડ, વાઘ, ગાય, દેવો અને દાનવો-એકબીજાની બાજુમાં ભારે પ્રેમથી બેસી જાય છે. એ વખતે હિંસા કે વૈર એ તો એમનું કોક ભવનું સોણલું બની જાય છે. (१०४) चरीकरीति प्रशमं समाधिसाम्यस्पृशां दृग्लहरी जनानाम् । पान्थस्य किं पद्मसरःसमीरस्तापं न निर्वापयितुं क्षमः स्यात् ।। २४७ ।। અર્થ : જો કમળે ઢંકાએલા સરવરીઆને સ્પર્શીને જતો પવન પણ (માત્ર સરોવર નહિ) મુસાફરના થાકને દૂર કરી દેતો હોય તો સામ્યભાવને આત્મસાત્ કરી ચૂકેલા મહામાનવોના નિર્મળ નયનોની અમીઓની લહરીઓ જ્યાં પડે તે લોકોના ચિત્તમાં પ્રશમના ઉછાળા કેમ ન ઊભા કરી શકે ? ( १०५) जना मुदं यान्ति समाधिसाम्यजुषां मुनीनां मुखमेव दृष्ट्वा । चन्द्रेक्षणादेव चकोरबालाः पीतामृतोद्गारपरा भवन्ति ।। २४८ ।। અર્થ : સમાધિભાવમાં મસ્તાન રહેતાં મુનિવરોના મુખને જોતાં ય ભવ્યાત્માઓના ચિત્તમાં આનંદ આનંદ છાઈ જાય છે. ચન્દ્રને જોવા માત્રથી ચકોર પક્ષીના બચ્ચાં કેવા આનંદવિભોર બની જાય છે ? કેમ જાણે અમૃત પીધું હોય અને તેનો ઓડકાર ન આવી ગયો હોય ? 41llllllllllllllllllllllllllll ૮૬ *******--*-*-*-*-*-*-*-*-*-*-*-* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ (१०६) समाधिसाम्यादुदितान्मुनीनां हर्षप्रकर्षो वचनाद् भवेद् यः । गुरुत्वमत्येति महानिधानलाभेनसार्धं तुलितोऽपि नायम् ।।२४९ ।। અર્થ : સમાધિની સમતા ઉદય પામી જાય છે એવા મુનિના વચનશ્રવણથી મુનિઓના ચિત્તમાં જે હર્ષ ઊભરાઈ જાય છે તે એટલો બધો ભારેખમ હોય છે કે જગતના ઘણા મોટા નિધાનના લાભથી ઉત્પન્ન થતાં હર્ષ સાથે પણ જો એની તુલના કરવામાં આવે તો તેનાથી પણ વધુ ગુરુતાવાળો સાબિત થાય. મહામુનિનું વચન એટલે નિધાનનું પણ નિધાન... ક્યાંથી એ ઝટ મળે ? (१०७) अपेक्षितान्तःप्रतिपक्षपक्षैः कर्माणि बद्धान्यपि जन्मलक्षैः । प्रभा तमांसीव रके क्षणेन समाधिसिद्धा समता क्षिणोति ।। २५१ ।। અર્થ : અપેક્ષિત બની ગયો છે અંદરના શત્રુઓનો પક્ષ જેને એવા લાખો જન્મોથી બાંધેલા કર્મોને પણ સમાધિથી સિદ્ધ બનેલા મહાત્માઓની સમતા એક જ ધડાકે સાફ કરી નાંખે છે. સૂર્યની પ્રભા એક જ ઝાટકે અંધકારના સમૂહને ખતમ કરી જ નાંખે છે ને? (१०८) संसारिणो नैव निजं स्वरूपं पश्यन्ति मोहावृतबोधनेत्राः । समाधिसिद्धा समतैव तेषां दिव्यौषधं दोषहरं प्रसिद्धम् ।। २५२ ।। અર્થ : બિચારા સંસારી જીવો મોહદશાના પડળો આંખે ચડી જવાના કારણે પોતાનું અનોખું સ્વરૂપ કદી જોઈ શકતા નથી. જ્યારે એ અનોખા સ્વરૂપને દેખાડી દેતું દોષહર દિવ્ય ઔષધ સમાધિમાન મહાત્માઓ પાસે છે. એનું નામ જ સમતા. (१०९) बबन्ध पापं नरकैकवेद्यं प्रसन्नचन्द्रो मनसाऽप्रशान्तः । तत्कालमेव प्रशमे तु लब्धे समाधिभृत् केवलमाससाद ।। २५३ ।। અર્થ : નારકના તીક્ષ્ણ દુઃખોથી જ ભોગવી શકાય એવું પાપકર્મ અપ્રશાન્ત બની જઈને પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ મનથી બાંધી નાંખ્યું. પણ જ્યાં તેઓ પ્રશમભાવના શરણે ગયા કે તરત તે સમાધિસ્થ મહાત્માએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. કેવો અદ્ભુત છે પ્રશમનો મહિમા. **********l+Hii+Hiti************************+Hit+++++++++I+H+11+++++++++++++++HHitit જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા) ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ (११०) षट्खण्डसाम्राज्यभुजोऽपि वश्या यत्केवलश्रीर्भरतस्य जज्ञे । न याति पारं वचसोऽनुपाधिसमाधिसाम्यस्य विजृम्भितं तत् ।। २५४ ।। અર્થ : ખંડના સામ્રાજ્યના જે નાથ હતા તે ભરતને પણ કૈવલ્યલક્ષ્મી વશ થઈ ગઈ ! આ કેવી આશ્ચર્યજનક વાત છે ? સાધુજીવનના સ્વીકાર વિનાના આ રાજવી હતા હોં ! પણ આ આશ્ચર્ય તે સમાધિની સમતાએ જ સર્જ્યું છે. કશી ય ઉપાધિ વિના સિદ્ધ થતાં સમતાના આશ્ચર્યો વચનથી અગોચર છે. (१११ ) अप्राप्तधर्माऽपि पुरादिमार्हन् माता शिवं यद्भगवत्यवाप । समाधिसिद्धा समतैव हेतुस्तत्रापि बाह्यस्तु न कोऽपि योगः ।। २५५ ।। અર્થ : પૂર્વે સમસ્ત ભવચક્રમાં કે તે ભવમાં પણ ચારિત્રધર્મ જેમણે પ્રાપ્ત કર્યો નથી એ પ્રથમ તીર્થંકરદેવના ભગવતી માતા મરૂદેવાએ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી લીધી એમાં બાહ્ય કોઈપણ ધર્મયોગ તો હતો જ નહિ. હા, આંતર-સમતા એ જ આ સિદ્ધિમાં હેતુ છે. (११२) समाधिसाम्यास्तवपुर्ममत्वाः मत्वा स्वभावं धृतशुद्धसत्त्वाः । न सेहिरेऽर्तिं किमु तीव्रयन्त्रनिष्पीडिताः स्कन्दकसूरिशिष्याः ।। २५६ ।। અર્થ : સમાધિની સમતાથી જેમણે શરીરની મમતાનો નાશ કરી નાંખ્યો, જેમણે સ્વ-ભાવને જ માન્ય કર્યો, જેમણે શુદ્ધ સત્ત્વને ધારણ કર્યું તે સ્કન્દકસૂરિજીના પાંચસો શિષ્યો જ્યારે તીક્ષ્ણ યંત્રમાં પીલાયા ત્યારે તેમણે જે અતિ ભયંકર પીડાને સહન કરી તેમાં એકની એક સમતા જ કારણ ન હતી શું ? સમતાને સિદ્ધ કર્યા વિના આવી ઉગ્ર પીડા શું સહી શકાત ? ( ११३) लोकोत्तरं चारुचरित्रमेतद् मेतार्यसाधोः समतासमाधेः । हृदाप्यकुप्यन्न यदार्द्रचर्मबद्धेऽपि मूर्धन्ययमाप तापम् ।। २५७ ।। અર્થ : અહો ! તે સમતાસમાધિના સ્વામી મેતાર્ય ભગવંતનું કેવું લોકોત્તર ચિરત્ર કે માથા ઉપર બાંધેલું ભીનું ચામડું તાપથી તડતડી ઊઠીને ખોપરી તોડવા લાગ્યું તો ય હૈયામાં ય ક્યાંય ક્રોધની ચિનગારી પણ ન પ્રજ્વળી. IIIIIIIIIIIIIIIllll 11111111111111111111111 IIIIIIIIIII+11<1<1<1<1+II+X જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૮૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ (११४) स्त्रीभ्रूणगोब्राह्मणघातजातपापादधःपातकृताभिमुख्या: । दृढप्रहारिप्रमुखाः समाधिसाम्यावलम्बात् पदमुच्चमापुः ।।२५८ ।। અર્થ: સ્ત્રી, બાળક, ગાય અને બ્રાહ્મણની હત્યાના પાપો કરીને જેમણે અધઃપતનની ખાઈઓ તરફ પોતાનું મોં કરી દીધું એવા દઢપ્રહારી વગેરે પાપાત્માઓ પણ જો તે જ ભવમાં મુક્તિપદને પામી ગયા હોય તો તેમાં એક જ કારણ હતું, સમતાનું ઉત્કૃષ્ટ આલંબન. (११५) कथा यथार्थेव मता मुनीन्द्रैर्वैराग्यहेतुः किल कल्पिताऽपि । यत्पुण्डरीकाध्ययनं द्वितीये प्रसिद्धमङ्गे परिकल्पितार्थम् ।।२६६ ।। અર્થ : વૈરાગ્યના રસની છોળો ઉડાડતી કથા કદાચ કલ્પિત હોય તો પણ તે યથાર્થ જ છે. એ વાત ગીતાર્થ મુનિવરોને સર્વથા માન્ય છે. જુઓને, બીજા આચારાંગ નામના અંગમાં જે પુંડરીક અધ્યયન છે તે કલ્પિત અર્થવાળું જ છે ને ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૧) यः परात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् । आदित्यवर्णं तमसः परस्तादामनन्ति यम् ।। १ । અર્થ : હે જગત્ના સર્વોત્તમ આત્મા ! હે સર્વજ્ઞપણાના ટોચ જ્ઞાનની ઉત્કૃષ્ટ જ્યોતિના ધારક ! પાંચેય પરમેષ્ઠિઓમાં શ્રેષ્ઠ હે ભગવંત ! જેમને વીતરાગ સ્તોત્ર પહેલો પ્રકાશ (આ ભાવાનુવાદ છે માટે શ્લોકના યથાશ્રુત અર્થોને સંવેદનશીલ ભાવમાં રૂપાંતરિત કરવા માટે પરમાત્માના વિશેષણોને સંબોધનની ભાષામાં ફેરવ્યા છે.) (૩) ( २ ) सर्वे येनोदमूल्यन्त समूला: क्लेशपादपाः । मूर्ध्ना यस्मै नमस्यन्ति सुरासुरनरेश्वराः । । २ ।। અર્થ : હે પરમેશ્વર ! આપે રાગાદિસ્વરૂપ ક્લેશના વૃક્ષોને તો મૂળમાંથી ઉખેડી નાંખ્યા ! પંડિત પુરુષોએ અજ્ઞાનના અતિ ગાઢ અંધકારનો પાર પામેલા કહ્યા છે તેવા હે સૂર્યશા પ્રકાશને ફેલાવનારા વીતરાગ પ્રભુ ! આપના ચરણે કોટિ કોટિ વંદન. ૯૦ હે વિભુ ! દેવો, અસુરો અને મર્ત્યલોકના સ્વામીઓ પોતાના મસ્તક વડે આપ કૃપાલુદેવને ભાવભર્યા વંદન કરે છે. प्रावर्त्तन्त यतो विद्या: पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ।। ३ ।। અર્થ : હે ત્રિલોકગુરુ ! મોક્ષ-પુરુષાર્થને સિદ્ધ કરી આપતી શબ્દાદિ વિદ્યાઓ આપના જ શ્રીમુખેથી પ્રગટ થઈ છે. હે વિભુ ! વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના સકળ પદાર્થોને પ્રકાશિત કરી દેતું જ્ઞાન આપના જ વિશુદ્ધ આત્મતત્ત્વમાં પડેલું છે. -11-11-111-111-1111611 1111111111 -------1111111+ન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ (૪) ચોવિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ ચૈાત્મતાં રાતમ્ | स श्रद्धेयः स च ध्येयः प्रपद्ये शरणं च तम् ||४|| અર્થ : હે જગદ્ગુરુ ! કેવી કમાલ થઈ છે કે આપ કૃપાલુના આત્મામાં અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત શુદ્ધિરૂપ પરમપદની એકતા થઈ ગઈ છે. હે પરમપિતા ! આથી જ આપ અમારા સહુ માટે અત્યન્ત શ્રદ્ધેય બન્યા છો. અમારા ધ્યાનનો એકમાત્ર વિષય બન્યા છો. અમે આપનું જ શરણ સ્વીકારીએ છીએ. (૬) તેન મ્યાં નાથવાસ્તસ્મૈ મુયં સમાહિતઃ। ततः कृतार्थो भूयासं भवेयं तस्य किङ्करः ॥ ५ ॥ અર્થ : હે શરણ્ય ! હું આપના વડે જ આ જગતમાં સનાથ છું. મારા શાન્ત મનપૂર્વક હું આપને જ સતત ઝંખું છું. મને આપ મળ્યા છો માટે જ હું કૃતાર્થ બની ગયો છું. હું સદા માટેનો આપનો દાસ છું. तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् । (૬) इदं हि भवकान्तारे जन्मिनां जन्मनः फलम् ।।६।। અર્થ : હે સ્તવનીય ! મને મળેલી જીભને આપની સ્તવના કરવા દ્વારા હું પવિત્ર કરીશ, કેમકે મને સ્પષ્ટપણે લાગ્યું છે કે, ‘આ સંસારઅટવીમાં જન્મ પામેલા જીવોના જન્મની સફળતા આપની સ્તવનામાં જ પડેલી છે.’ क्वाऽहं पशोरपि पशुर्वीतरागस्तवः क्व च । उत्तितीर्षुररण्यानि पद्भ्यां पङ्गुरिवास्म्यतः ।।७।। અર્થ : અરે ! અરે ! પશુથીય ભૂંડો ક્યાં હું ! અને... અને જગતમાં સર્વથી ઉત્કૃષ્ટ એવી વીતરાગદેવની સ્તવના ક્યાં ! બે વચ્ચે કશો મેળ જામે તેવું જણાતું નથી. પાંગળો બિચારો ! બે પગોથી મોટા વનને પાર કરી દેવાની ખ્વાહેશ ધરાવે તેવી મારી મનઃસ્થિતિ છે. -------------++1+1+14+++8<+111 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ (૮) તૈયાઽપિ શ્રદ્ધાનુ થોડ, નોવાલમ્યઃ સ્થપિ । विशृङ्खलाऽपि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते ॥ ८ ॥ અર્થ : ગમે તેમ હો... પણ હું તો હે પરમપિતા ! તારી શ્રદ્ધાથી ઘેલો બનેલો છું, પાગલ છું ! તારી સ્તવના તો કરીને જ રહીશ અને તેમાં સ્ખલનાઓ થશે તો ય હું શિષ્ટ લોકોના ઠપકાને પાત્ર નહિ જ બનું, કેમકે શ્રદ્ધાઘેલા આત્માની ઢંગધડા વિનાની પણ વાક્યરચનાઓ સુંદર જ જણાતી હોય છે. નવમો પ્રકાશ (૧) ચત્રાત્ત્વેનાઽપિ જાત્તેન ત્યદ્મવત્તેઃ પમાયતે । कलिकालः स एकोऽस्तु कृतं कृतयुगादिभिः ।। १॥ અર્થ : હે પરમપિતા ! જ્યાં થોડા જ કાળ માટે પણ કરેલી આપની ભક્તિનું ફળ મળી જાય છે તે કલિકાળ જ અમારે તો ઇચ્છવા લાયક બની જાય છે. પેલા સત્યુગનું અમારે શું કામ ? જ્યાં ઘણી ભક્તિ પછી જ ફળ મળે ! (१०) सुषमातो दुःषमायां कृपा फलवती तव । मेरुतो मरुभूमौ हि श्लाध्या कल्पतरोः स्थितिः ।। २ ।। અર્થ : હે ત્રિભુવનપતિ ! જ્યાં ઘણા બધા પુણ્યાત્માઓ ધર્મ કરતા જોવા મળે છે એવા સુષમાકાળમાં મળતી આપની કૃપા કરતાં જ્યાં કોક જ પુણ્યાત્મા ધર્મ કરતો જોવા મળે તેવી સ્થિતિવાળા દુઃષમાકાળમાં મળી જતી આપની કૃપા તો અત્યંત વધુ મૂલ્યવંતી કહેવાય અને ફલવતી બની જાય. અનેક ઘટાદાર વૃક્ષોથી શોભતી મેરૂપર્વતની ભૂમિ કરતાં એક પણ વૃક્ષ વિનાની મરૂભૂમિમાં રહેલું કલ્પવૃક્ષ વધુ પ્રશંસનીય છે. (૧૬) શ્રાદ્ધ: શ્રોતા સુધીર્વવત્તા મુખ્યવાતાં વીશ ! તત્ । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ।।३।। ૯૨ •+111111111111111111111+IIIII-11111111111111111-111-111-1-1-1-I-1-1-1-11-11-1-1 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ઈશ ! કોણ કહે છે કે આજના હળાહળ કલિકાલમાં આપનું ધર્મશાસન એકછત્રી બનીને વિજયવંતુ બની શકતું નથી ? જો ધર્મશ્રવણને કરનારા શ્રોતાઓ તારી આજ્ઞાના પૂરા શ્રદ્ધાળુ બની જાય અને જો ધર્મશાસ્ત્રો ઉપર વ્યાખ્યાન કરનારા મુનિઓ સ્વ-પરશાસ્ત્રો પર ઠોસ જાણકા૨-ગીતાર્થ-બની જાય તો.... (૧૨) યુન્તરેડપિ ચેન્નાથ ! મવન્સુદ્ઘતા હતાઃ | वृथैव तर्हि कुप्यामः कलये वामकेलये || ४ ॥ અર્થ : અરે ! સત્યુગ વગેરે સુંદર ગણાતા યુગોના કાળમાં પણ હે નાથ ! ગોશાલક વગેરે જેવા ઉશ્રૃંખલ, લુચ્ચા પુરુષો થયા જ છે તો પછી વાંકી જ રમતો રમવાના સ્વભાવવાળા કળિયુગના વાંકા લોકોને જોઈને તે કળિયુગ ઉપર અમે નકામો ગુસ્સો ઠાલવી રહ્યા છીએ. (१३) कल्याणसिद्ध्यै साधीयान् कलिरेव कषोपलः । विनाग्निं गन्धमहिमा काकतुण्डस्य नैधते ॥ ५॥ અર્થ : રે ! આ કલિકાલ જ અમારે તો ખૂબ સારો છે, જે કસોટીના પત્થર જેવો છે, જેનાથી અમારા સુકૃતો રૂપી સુવર્ણની પરીક્ષા થઈ શકે છે. અગરુ ધૂપ જેવા ઉત્તમ કોટિના ધૂપના ગંધની મસ્તીનો ફેલાવો તો તે અગ્નિમાં ફેંકાય ત્યારે જ થાય ને ? (१४) निशि दीपोऽम्बुधौ द्वीपं मरौ शाखी हिमे शिखी । कलौ दुरापः प्राप्तोऽय त्वत्पादाब्जरजःकणः ।।६।। અર્થ : ગાઢ અંધકારમાં જેમ દીપક મળી જાય, તોફાની સમુદ્રમાં જેમ બેટ મળી જાય, ભેંકાર મરુભૂમિમાં જેમ વૃક્ષની છાયા મળી જાય, કડકડતી ટાઢમાં જેમ અગ્નિનું તાપણું હાથ લાગી જાય તેમ ઓ જગદીશ ! આ કળિયુગમાં ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા તારા ચરણકમલના રજકણ અમને જડી ગયા છે ! ધન્ય, ધન્ય અમારું જીવન ! (१५) युगान्तरेषु भ्रान्तोऽस्मि त्वद्दर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र त्वद्दर्शनमजायत ।। ७॥ 11111-111-1 ++++++++++++HHHH જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ અર્થ : મારા તો જગતમાં વગોવાયેલા તે કલિકાળને જ લાખ લાખ વંદન થાઓ, જેમાં મને હે દેવ ! તારા દર્શન પ્રાપ્ત થયા. ઘણો ય ભમ્યો'તો સતયુગ વગેરેના કાળમાં, પરંતુ ત્યારે સદાય તારા દર્શન વિનાનો જ રહ્યો’તો. (१६) बहुदोषो दोषहीनात् त्वत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात् फणीन्द्र इव रत्नतः ।।८।। અર્થ : પેલો વિષવાળો કાળો નાગ ! છતાં ય કેવો શોભે છે તેના માથે રહેલા વિષહર મણિથી ! આ ઘણા બધા દોષોથી ભરેલો કલિકાળ ! પણ તે ય દોષહીન એવા તારાથી શોભી રહ્યો છે. પંદરમો પ્રકાશ (१७) जगज्जैत्रा गुणास्त्रातरन्ये तावत्तवासताम् । उदात्तशान्तया जिग्ये मुद्रयैव जगत्त्रयी ।।१।। અર્થ : હે વિશ્વપાલક ! આખા જગતના ભવ્ય જીવોના દિલ જીતી લેનારા આપના અન્ય આંતરવૈભવરૂપ ગુણો તો દૂર રહો, પરંતુ આપની આ જે ઉદાર અને શાન્ત બાહ્ય આકૃતિ છે તેણે જ આખા જગતનું દિલ જીતી લીધું છે. (१८) मेरुस्तृणीकृतो मोहात् पयोधिर्गोष्पदीकृतः । गरिष्ठेभ्यो गरिष्ठो यैः पाप्मभिस्त्वमपोहितः ।।२।। અર્થ : હે પુરુષોત્તમ ! જગતના શ્રેષ્ઠ આત્માઓ, દેવેન્દ્રો અને નરેન્દ્રો ! એમનાથી ય આપ અતિશ્રેષ્ઠ ! કાશ ! જે પાપાત્માઓએ મહાનથી મહાન એવા આપનો અનાદર કરી નાંખ્યો તેમણે તો મોહમૂઢતાથી.. મેરુને ઘાસ બરોબર જોયો ! સમુદ્રને ગાયના એક પગલા જેવડો કલ્પી લીધો ! (१९) च्युतश्चिन्तामणिः पाणेस्तेषां लब्धा सुधा मुधा । यस्त्वच्छासनस्य सर्वस्वमज्ञानैर्नात्मसात्कृतम् ।।३।। ૯૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ અર્થ: હે કૃપાલુદેવ! જે દુર્ભાગી જીવો પોતાની કારમી અજ્ઞાનતાને કારણે તારા સર્વકલ્યાણકર શાસનનું સઘળું ય હાઈ પામીને તને આત્મસાત કરી શક્યા નહિ હોય તેમને તો હાથમાં આવેલું ચિન્તામણિ રત્ન સરી પડ્યું ! તેમને મળેલી સુધા નકામી ગઈ ! (२०) यस्त्वय्यपि दधौ दृष्टिमुल्मुकाकारधारिणीम् । तमाशुशुक्षणिः साक्षादालप्यालमिदं हि वा ।।४।। અર્થ : અરે ઓ દેવ! જે પામર-ભારેકર્મી-આત્માએ આપ કૃપાલુ તરફ પણ બળતા ઉંબાડિયા જેવી આગઝરતી દૃષ્ટિ કરી છે તેને તો ભડકે બળતો અગ્નિ પૂરેપૂરો બાળી.. ના, ના, આવું વચન બોલવાથી હું અટકી જઉં છું. પણ શું કરું? મારાથી રહેવાતું નથી. સર્વેના તારક એવા આપના પ્રત્યે પણ આગઝરતી દૃષ્ટિ ! (२१) त्वच्छासनस्य साम्यं ये मन्यन्ते शासनान्तरैः । विषेण तुल्यं पीयूषं तेषां हन्त ! हतात्मनाम् ।।५।। અર્થ : હે દીનાનાથ ! અન્ય ધર્મીઓના લૌકિક શાસનોની સાથે તારા લોકોત્તર શાસનની સરખામણી જ્યારે કેટલાક લોકો કરે છે ત્યારે મને લાગે છે કે તે જડ જેવા આત્માઓ હલાહલ ઝેર સાથે અમૃતની સરખામણી કરી રહ્યા છે ! (રર) અને પૂજા મૂયામુત્તે શેષાં ત્વયિ મત્સરઃ | शुभोदर्काय वैकल्यमपि पापेषु कर्मसु ।।६।। અર્થ: હે ગુણવૈભવ ! જે લોકોને આપની ઉપર ઈર્ષ્યા થાય છે અને તેથી યા તદ્દા લવારા વગેરે કરે છે તેઓ તો બહેરા અને મૂંગા થઈ જાય તો સારું. જો મળેલી ઈન્દ્રિયોનો પાપ કરવામાં જ ઉપયોગ થતો હોય તો તે ઈન્દ્રિયોની વિકલતા જ ઇચ્છવાયોગ્ય ન ગણવી શું? (२३) तेभ्यो नमोऽञ्जलिरयं तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसैर्येरात्माऽसिच्यतान्वहम् ।।७।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ અર્થ : અરે ! મારા તેઓને અંજલિબદ્ધ પ્રણામ ! અરે ! હું તેઓની સેવા કરું જે આત્માઓએ તારી આજ્ઞાઓના અમૃતરસ વડે પોતાની જાતને સતત સીંચતા રહીને અહર્નિશ પવિત્ર રાખી છે ! (२४) भुवे तस्यै नमो यस्यां तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते ब्रुमहे किमतः परम् ||८|| અર્થ : ઓ મારા નાથ ! તને તો મારા પ્રણામ છે જ, પરન્તુ મારા તો તે ધરતીને ય પ્રણામ છે જ્યાં આપના ચરણો પડ્યા હતા અને તે વખતે જ્યાં આપના નખમાંથી વહેલાં તેજિકરણો મુગટની જેમ શોભતા હતા ! આથી અધિક તો શું કહું ? (२५) जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ।। ९ ।। અર્થ : હે પતિતપાવન ! બસ, એટલું જ કહીશ કે, હું તારા અગણિત ગુણોની મનોહરતામાં વારંવાર આસક્ત બની જાઉં છું, માટે મારો જન્મારો સફળ બની ગયો છે, હું ધન્ય બની ગયો છું, કૃતકૃત્ય થઈ ગયો છું. સોળમો પ્રકાશ (૨૬) ત્વમ્મતામૃતપાનોત્યા કૃતઃ શમરસોર્યયઃ । પરાન્તિ માં નાય ! પરમાનન્દ્રસમ્બલમ્ ||૧|| इतश्चानादिसंस्कारमूर्च्छितो मूर्च्छयत्यलम् । रागोरगविषावेगो हताशः करवाणि किम् ? ।। २।। અર્થ : હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતનું પાન કરતાં મારા હૈયામાં ઉપશમરસના એવા તરંગો ઉત્પન્ન થઈ જાય છે કે જે તરંગો મને પરમાનન્દ સ્વરૂપ મોક્ષની સંપત્તિ પ્રાપ્ત કરાવી દે તેમ છે. પરન્તુ કાશ ! હે ભગવંત ! બીજી બાજુ મારા અનાદિકાલીન ગાઢ ૯૬ +--++1+++1+6+1+1+1-11-1111 1111111 111111111111 111111-111-111-1111+1+IIIIIIIIIII+1+1=151જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ કુસંસ્કારો ! તેનાથી સંચિત થયેલા રાગસર્પના વિશ્વનો તીવ્ર આવેશ મને વારંવાર ખૂબ સારી રીતે પછડાટ ખવડાવે છે. હાય ! આથી તો હું હવે હતાશ થઈ ગયો છું. હે દેવ ! હવે તું જ કહે કે હું શું કરું ! (२७) रागाहिगरलाघ्रातोऽकार्ष यत्कर्मवैशसम् । तद्वक्तुमप्यशक्तोऽस्मि धिग मे प्रच्छन्नप्राप्ताम् ॥३॥ અર્થ : ઓ પરમપિતા ! આ રાગ-સર્પના ઝેરથી વ્યાપ્ત થયેલા મેં જે અયોગ્ય કર્મો આચર્યા છે તે તો કહેવાને પણ હું સમર્થ નથી. ધિક્કાર હો, મારી એ અંધારી અસ્લમની પાપમયતાને ! (૨૮) ક્ષળ સઃ ક્ષળ મુઃ ક્ષળ ઃ ક્ષળ ક્ષમી । मोहाद्यैः क्रीडयैवाहं कारितः कपिचापलम् ||४ ॥ અર્થ : હું ક્ષણમાં ભોગસુખમાં આસક્ત અને ક્ષણમાં જ તેનાથી વિરક્ત ! હું એક ક્ષણમાં ક્રોધાન્ય અને બીજી ક્ષણે ક્ષમાચક્ષુ ! આવી રીતે ચંચળતાવાળી રમતો વડે મોહ વગેરે મદારીઓએ જ મને વાંદરાની જેમ આજ સુધી નચાવે રાખ્યો છે ! (२९) प्राप्यापि तव सम्बोधिं मनोवाक्कायकर्म्मजैः । दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ।।५।। અર્થ : હે દેવાધિદેવ ! આપે પ્રરુપેલો મહાન ધર્મ પામીને પણ મનના, વચનના અને કાયાના કુકર્મો કરીને મેં તો મારા માથે આગ લગાડી દીધી છે ! (३०) त्वय्यपि त्रातरि त्रातर्यन्मोहादिमलिम्लुचैः । रत्नत्रयं मे हियते हताशो हा ! हनोऽस्मि तत् ।। ६ ।। અર્થ : તારા જેવા સર્વોત્કૃષ્ટ રખેવાળને મૈં રાજ્યે છતે જો મોહ વગેરે લૂંટારુંઓ મારા આત્માના રત્નત્રયરૂપી ધનને લૂંટી રહ્યા છે, માટે તો હવે હું હતાશ થઈ ગયો છું. ઉત્સાથી હણાઈ પણ ગયો છું. (३१) भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं मयैकस्तेषु तारकः । तत्तवाङ्ग्रो विलग्नोऽस्मि नाथ ! तारय तारय ।। ७ ।। ******111-111-1111111111111111111111111111 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) 69 Page #107 -------------------------------------------------------------------------- ________________ અર્થ : હે કૃપાલુ! હું ઘણા તીર્થોમાં ફર્યો છું હોં! અને ત્યાર પછી જ તે બધા તીર્થો (તારકો)માં મેં આપને જ સાચા તારક (તીર્થ) તરીકે જોયા છે. અને તેથી જે... તે પછી જ... મેં આપ કૃપાલુના ચરણોને પકડ્યા તો હે દેવ ! હવે મને છોડી ન દઈશ પણ તું મને તારજે, જરૂર તારજે. (૩ર) મવત્રિાનેવામિતી પ્રપિતો મુવમ્ | औदासीन्येन नेदानीं तव युक्तमुपेक्षितुम् ।।८।। અર્થ: હે મા ! આજ સુધીમાં સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને માનવજીવન સુધીની જે ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકાઓને હું પામ્યો છું તે તારી જ કૃપાથી શક્ય બન્યું છે. તો હવે થોડાક માટે મારી તરફ ઉદાસીન બની જઈને મારી ઉપેક્ષા ન કરીશ, નહિ તો પાછો હું બેહાલ થઈ જઈશ. (૩૩) જ્ઞાતા તાત ! ત્વમેવ સ્વંત્તો નાચઃ પર: | नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठ: ।।९।। અર્થ : તે તરણતારણહાર ! આ જગતમાં આપ એક જ સાચા સર્વજ્ઞ છો. વળી આપ જેવો દયાળુ પણ આ જગતમાં બીજો કોઈ નથી. વળી ઓ સર્વજ્ઞ ! આપના જ્ઞાનમાં આપ જોઈ રહ્યા છો કે મારા જેવો દયાપાત્ર બીજો કોઈ નથી. તો કરવા યોગ્ય કાર્યોમાં કુશળ હે પ્રભુ! હવે મારા માટે આપને જ યોગ્ય લાગે તે કરો. સત્તરમો પ્રકાશ (३४) स्वकृतं दुष्कृतं गर्हन् सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणौ यामि शरणं शरणोज्झितः ।।१।। અર્થ : હે નાથ ! હું મારા દુષ્કતોની નિંદા-ગહ કરું છું. હે પ્રભુ ! હું જગતના સુકૃત્યોની હાર્દિક અનુમોદના કરું છું. ૯૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ આવું કરતો હું તારા જ ચરણોના શરણને (અનન્ય અને અકામભાવે) સ્વીકારું છું. ના, હવે કોઈ મારું શરણભૂત નથી. બધા ય કહેવાતા શરણભૂત આત્માઓએ મને ફેંકી દીધો છે. હવે તો તું જ મારું શરણ છે. (३५) मनोवाक्कायजे पापे. कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनःक्रिययान्वितम् ।।२।। અર્થ: હે દીનદયાળ ! કરવા, કરાવવા અને અનુમોદવાના સ્વરૂપોથી મેં મન, વાણી કે કાયાના જે પાપો સેવ્યા હોય તે સંબંધનું મારું દુષ્કૃત મિથ્યા થાઓ, નિષ્ફળ બની જાઓ. ના, એટલું જ નહિ, પરંતુ એ દુષ્કૃત હું કદી ફરી ન લેવું તેવો તેના અંગનો “અકરણનિયમ મને પ્રાપ્ત થાઓ. (३६) यत्कृतं सुकृतं किञ्चिद् रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं मार्गमात्रानुसार्यपि ।।३।। અર્થ : હે પ્રભુ ! રત્નત્રયીના મહાન માર્ગ તરફ મને લઈ જતું માત્ર માર્ગાનુસારીપણાના જીવનનું જે કાંઈ સુકૃત મેં મારા જીવનમાં આચર્યું હોય તે સર્વની હું અનુમોદના કરું છે. (૩૭) સર્વેષાનવીનાં યો યો ત્વવિજો પુન: | अनुमोदयामि तं तं सर्वं तेषां महात्मनाम् ।।४।। અર્થ : ના, માત્ર મારા સુકૃતોની નહિ પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે સઘળા પંચ પરમેષ્ઠી ભગવંતોના જે અરિહંતત્વ, સિદ્ધત્વ વગેરે મહાન ગુણોની સિદ્ધિના સુકૃતો છે તે સર્વની પણ હું અનુમોદના કરું છું. (३८) त्वां त्वत्फलभूतान्सिद्धान् त्वच्छासनरतान् मुनीन् । त्वच्छासनं च शरणं प्रतिपन्नोऽस्मि भावतः ।।५।। અર્થ : હે પરમાત્મન્ ! હું તારું-તીર્થંકરદેવનું, તારા સ્થાપેલા શાસનની આરાધનાના ફળભૂત સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવંતોનું, તારી આજ્ઞામાં ત્રિકરણયોને અહર્નિશ રત મુનિવરોનું, તારી આજ્ઞારૂપ શાસનનું ભાવથી શરણ સ્વીકારું છું. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૯૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ (३९) क्षमयामि सर्वान् सत्वान् सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु त्वदेकशरणस्य मे ।। ६ ।। અર્થ : (એ શરણ સ્વીકાર્યા બાદ) હું સર્વ જીવોની સાથે મારા થયેલા અપરાધો બદલ ક્ષમા માંગું છું. તે જીવો મને ક્ષમા આપે તેવી આશા રાખું છું. મારે તે સર્વ સાથે હવે મૈત્રીભાવ છે, કેમકે હવે હું (સર્વના મિત્ર એવા) તારા શરણને જ વર્યો છું. (४०) एकोऽहं नास्ति मे कश्चित् न चाहमपि कस्यचित् । त्वदङ्घ्रिशरणस्थस्य मम दैन्यं न किञ्चन ।। ७ ।। અર્થ : કે ઈશ ! આ વિશ્વમાં હું એકલો છું. મારું કોઈ નથી. કોઈનો ય હું નથી. ખેર, પણ તેથી મને મનમાં જરાય ઓછું આવી જતું નથી, કેમકે મેં તારું શરણ સ્વીકાર્યું છે, તારો હાથ ઝાલ્યો છે. (४१) यावन्नाप्नोमि पदवीं परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं मा मुञ्च शरणं श्रिते ।। ८॥ અર્થ : કે જગદાધાર ! માત્ર તારી કૃપાથી જ મળી શકતી મોક્ષ-પદવીને હું જ્યાં સુધી પ્રાપ્ત ન કરું ત્યાં સુધી મારી તને એક જ પ્રાર્થના છે કે તારા શરણને આશ્રિત બનેલા મારા વિષયમાં તને શરણાગત ઉપરની વત્સલતાનો જે ભાવ છે તેને તું કદી છોડીશ નહિ, જવા દઈશ નહિ. જો આ તારી વત્સલતા મારી ઉપર જીવંત રહ્યા કરશે તો મારો બેડો પાર થશે. ઓગણીસમો પ્રકાશ (४२) तव चेतसि वर्त्तेऽहमिति वार्त्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्त्तसे चेत् त्वमलमन्येन केनचित् ॥ १ ॥ અર્થ : હે વીતરાગ ! તું સર્વથા રાગ વિનાનો ! એટલે તારા ચિત્તમાં મારો વાસ થાય તે વાત તો સ્વપ્નમાં અસંભવિત છે. પણ સબૂર ! હું તો રાગવાળો છું ને ! તો મારા ચિત્તમાં તારો વાસ HHHHHHHHHHHHHHHH જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૦૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ કેમ ન થાય ? તેમ થાય તો લીલાલહેર ! મારે બીજા કોઈને એ ચિત્ત-ઘરમાં વસવા દેવા નથી. (४३) निगृह्य कोपतः कांश्चित् कांश्चित्तुष्ट्याऽनुगृह्य च । प्रतार्यन्ते मृदुधियः प्रलम्भनपरैः परैः ।। २ ।। અર્થ : જેઓનો ધંધો જ બીજાઓને ઠગવાનો છે એવા ઠગારા બીજા કેટલાક દેવો કાં તો કોપાયમાન થઈ જઈને (શાપ આપવા વડે) ભોળા જીવોને સજા કરીને, કાં તો ખુશ થઈ જઈને (વરદાન આપવા વડે) કેટલાક ઉપર પ્રસન્ન થઈ જઈને તે બધાને ઠગે છે. આ સ્થિતિમાં હે પ્રભુ ! આપ મારા ચિત્તમાં વસી જાઓ તે ખૂબ જરૂરનું છે. નહિ તો હું પણ ક્યાંક એમની ઠગબાજીનો ભોગ બની જઈશ. (४४) अप्रसन्नात्कथं प्राप्यं फलमेतदसङ्गतम् ? । चिन्तामण्यादयः किं न फलन्त्यपि विचेतनाः ।। ३ ।। અર્થ : હે નાથ ! તારા વિષયમાં કેટલાક એવી શંકા કરે છે કે તું વીતરાગ છે. એટલે કે તારે કોઈ ઉપર કદી રીસાવાનું ન હોય તેમ રીઝાવાનું પણ ન હોય. આ સ્થિતિમાં જેઓ તારી સેવા કરે તેમને સેવાનું ફળ તું શી રીતે આપી શકશે ? માટે તારા જેવા વીતરાગની સેવા કરવાથી ભક્તોના કોઈ અર્થ સરે તેમ નથી. હે તારક દેવ ! આ વાત બિલકુલ બરોબર નથી. પેલું જડ ચિન્તામણિ રત્ન ! એ ય ક્યાં તેની આરાધના કરનાર ઉપર પ્રસન્ન થાય છે ? છતાં ય તેની આરાધના કરનારને તેનાથી ફળ મળે છે કે નહિ ? તે વસ્તુનો તેવો સ્વભાવ જ બની ગયો છે. આવું જ તારા વિષયમાં છે ! (४५) वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् I आज्ञाराद्वा विराद्धा च शिवाय च भवाय च || ४ || H111111+નનનનન+નનનન+ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ખરેખર તો હે વીતરાગ ! તારી અષ્ટપ્રકારી વગેરે પૂજા કરવા કરતાં ય તારી આજ્ઞાઓનું પાલન કરવું એ જ ઉત્કૃષ્ટ વાત છે. તારી આરાધેલી આજ્ઞાઓ મોક્ષ માટે બને છે અને વિરાધેલી આજ્ઞાઓ સંસારભ્રમણ માટે બને છે. (૪૬) સામિયનાજ્ઞા તે તૈયોપાવેયોઘરા । आश्रवः सर्वथा हेयः उपादेयश्च संवरः । ५॥ અર્થ : હે અશરણશરણ ! સદા કાળ માટે આપ કૃપાળુદેવની આજ્ઞા ત્યાગ કરવા લાયક શું છે ? અને સ્વીકાર કરવા લાયક શું છે ? એ સંબંધમાં જ રહી છે. આપ કૃપાળુએ ફરમાવ્યું છે કે જે આશ્રવ છે તે સર્વથા ત્યાજ્ય છે અને જે સંવર છે તે સર્વથા સ્વીકાર્ય છે. (४७) आश्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् । इतीयमाईती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् || ६ ॥ અર્થ : જે આશ્રવ તે સંસારકારણ. જે સંવર તે મોક્ષકારણ. હે અરિહંત ! આપે પ્રરુપેલું દ્વાદશાંગીનું વિશાળ જ્ઞાન આ બે જ વાક્યોમાં સમાઈ જાય છે. જાણે કે મુઠ્ઠીમાં મેરુ સમાઈ ગયો. આ સિવાયનું તમામ જ્ઞાન, વિજ્ઞાન એ આ મુષ્ટિજ્ઞાનનો જ વિસ્તાર છે. (૪૮) નૃત્યાત્તરાધનપરા નન્તા: પરિનિર્વત્તા: 1 निर्वान्ति चान्ये क्वचन निर्वास्यन्ति तथाऽपरे ।। ७ ।। અર્થ : જેઓને આજ્ઞાનું આ વિધિ-નિષેધ સ્વરૂપ સમજાયું અને જેઓ તેની આરાધનામાં તન્મય બની ગયા તે અનંત આત્માઓ સંસારનો પાર પામીને મોક્ષે ગયા, તેવા કેટલાક હાલ પણ મોક્ષ પામી રહ્યા છે અને બીજા અનંતાત્માઓ ભવિષ્યમાં અવશ્ય મોક્ષ પામશે. (४९) हित्वा प्रसादनाद् दैन्यमेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते जन्मिन: कर्मपञ्जरात् ॥८॥ ૧૦૨ 1111111-111-1111+નનનન+નનનન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ અર્થ : એટલે હવે ચિન્તામણિના દષ્ટાન્તથી એમ સ્પષ્ટ લાગે છે કે મોક્ષ વગેરે ફળો પામવા માટે સ્વામીને રીઝવવાની કોઈ જરૂર નથી. તે રીઝે તે માટે અનેક પ્રકારની દીનતાઓ દેખાડવાની પણ કશી જરૂર નથી. આવી દીનતા દૂર કરીને માત્ર તારી આજ્ઞાનું જે સંસારી જીવો પાલન કરે તે બધા કર્મરૂપી પિંજરમાંથી સર્વથા મુક્તિ પામી જાય એ વાત અત્યંત સ્પષ્ટ બની જાય છે. વીસમો પ્રકાશ (५०) पादपीठलुठन्मूर्ध्नि मयि पादरजस्तव । चिरं निवसतां पुण्यपरमाणुकणोपमम् ।।१।। અર્થ : ઓ મા ! તારા પાદપીઠ ઉપર અનેક વાર મારું મસ્તક આળોટવા લાગી જાય છે. તે વખતે તારા ચરણોની ત્યાં પડેલી રજકણો જોઈને મને એવી ઈચ્છા થાય છે કે હવે આ બડભાગીના જો ખરેખર પુણ્ય જાગ્યા છે તો તે પુણ્યના પરમાણુ-કણ જેવી તે રજકણો બસ, મારા લલાટે સદા માટે ચોટેલી જ રહો. (५१) मदृशौ त्वन्मुखासक्ते हर्षबाष्पजलोमिभिः । अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं क्षणात्क्षालयतां मलम् ।।२।। અર્થ : હાય ! પૂર્વે તો મારી બે આંખોએ ન જોવા જેવું કેટલું જોઈ નાખ્યું? અને તેથી કેટલો બધો કર્મમળ એકઠો કરી લીધો? પણ ભલે... જે થયું તે ખરું ? હવે ઓ મા ! એ જ મારી બે આંખો તારા મુખનું દર્શન કરવામાં આસક્ત બની ગઈ છે ! તું જ જો, તારું દર્શન પામી શકવા બદલ તે આંખોમાંથી હર્ષના આંસુઓના જલતરંગો વહી રહ્યા છે. તો હે મા ! મારી હવે એક જ ઈચ્છા છે કે એ જલતરંગો વડે મારા પેલા કર્મમળોનું હમણાં જ ધોવાણ થઈ જાઓ ! ધોવાણ થઈ જાઓ ! (५२) त्वत्पुरो लुठनैर्भूयान्मद्भालस्य तपस्विनः । कृतासेव्यप्रणामस्य प्रायश्चित्तं किणावलिः ।।३।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ અર્થ : ઓ માવું મારું લલાટ ! જેણે પૂર્વે તને કદી પ્રણામ કર્યો નથી તેવું બિચારું તારી કૃપાને પાત્ર! અરે ! એટલું જ નહિ પણ જે બિચારું અપૂજ્યો અને અસેવ્યોને અનેકવાર પ્રણામો કરી નાંખવાની કારમી ભૂલ પણ કરી બેઠું ! મ ન અપરાધી મારા લલાટને તારી આગળ બસ આળોટ્યા જ કરવાં છે. ધરતી ઉપર ઘસ્યા જ કરવા દે. ભલે તેને ઉઝરડાય પડી જાય. અરે! એ ઉઝરડાઓની રેખાઓ જ તેના પાપનું પ્રાયશ્ચિત્ત બની રહેશે ! (५३) मम त्वदर्शनोद्भूताधिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसदर्शनवासनाम् ।।४।। અર્થ : ઓ મારી વહાલી મા! જ્યારે પણ હું તારું દર્શન પામું છું ત્યારે મારા સાડા ત્રણ ક્રોડ રૂંવાડાં એકી સાથે ઊભા થઈ જાય છે અને તે ય કેટલી ય ક્ષણો સુધી! હે મા ! અનાદિકાળથી મારા આત્મામાં જડ કરી ગયેલી જે મિથ્યાત્વની વાસના છે તેનો જડમૂળથી આ વારંવાર ઊભા થઈ જતા રોમાંચનાશ કરી નાંખનારા બની જાય તો કેવું સુંદર ! (५४) त्वद्वक्त्रकान्तिज्योत्स्नासु निपीतासु सुधास्विव । मदीयैर्लोचनाम्भोजैः प्राप्यतां निर्निमेषता ।।५।। , અર્થ : બસ, મા ! હવે તો એક જ ઈચ્છા છે કે તારા મુખની કાન્તિના અમૃતશા કિરણોને મારા ચક્ષુરૂપી કમળો હવે પીવા લાગ્યા છે તો તે કિરણોના પાનમાં નારા તે ચક્ષુઓ મટકું પણ મારો મત. બસ.. મટકું ય માર્યા વિના એકીટશે તે મુખકાન્તિનું પાન મારી આંખો કર્યા જ કરે. (५५) त्वदास्यलासिनी नेने त्वदुपास्तिकरौ करौ । त्वद्गुणश्रोतृणी श्रोत्रे भूयास्तां सर्वदा मम ।।६।। અર્થ : અને સાથે સાથે બીજી પણ વાત કે જેમ મારી બે આંખો તારા મુખદર્શનમાં જ લાલસુ બને તેમ મારા બે હાથ તારી પૂજા કરવામાં ૧૦૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ જ લીન રહે અને મારા બે કાન તારા ગુણોનું જ સર્વદા શ્રવણ કરનારા થાય. (५६) कुण्ठाऽपि यदि सोत्कण्ठा त्वद्गुणग्रहणं प्रति । ममैषा भारती तर्हि स्वस्त्येतस्यै किमन्यया ।।७।। અર્થ : હે મા ! મને ખબર છે કે મારી વાણીયાં ત્યાં સ્નેલના પામનારી છે, પણ તેથી શું? જ્યારે તે તારા ગુણોને ગાવા માટે જ ઉત્સુક બની ગઈ છે તો ભલે ને તેમ જ થતું. હા ! જરૂર તેમ કરવામાં જ તેનું કલ્યાણ થાઓ. બીજાના ગુણ કે કીર્તનથી તેને શો લાભ? (५७) तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रुवे ।।८।। અર્થ: ઓ પ્યારી મા ! બસ, હવે આગળ કશું જ નહિ બોલું. આ મારી છેલ્લી વાત છે. તેમાં જ મારા જીવનમરણની સંભાવના છે. તે છેલ્લી વાત એ છે કે હું નિશ્ચિતપણે તારો ચાકર છું, દાસ છું, સેવક છું, નોકર છું. પણ તું મને એ વાતનો જવાબ દે કે તે મને ચાકર તરીકે, દાસ તરીકે સેવક તરીકે, નોકર તરીકે સ્વીકાર્યો છે ખરો ને? હે મા ! તું આ વાતમાં મને હા કહે. રે ! માથું હલાવીને મને સંમતિ આપ. (જો આમ નહિ થાય તો મારે પ્રાણત્યાગ કરી દેવો પડે.) ઓ મા ! કહે, કહે હું તારો દાસ પણ તું મારો સ્વામી ખરો ને ! તારી હા માં મારું જીવન ! તારી ના માં મારું મોત ! (५८) श्रीहेमचन्द्रप्रभवाद् वीतरागस्तवादितः । कुमारपालभूपाल: प्राप्नोतु फलमीप्सितम् ।।९।। અર્થ : શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ રચેલા વીતરાગસ્તવથી જે પુણ્યકર્મનો સંગ્રહ થયો હોય તેના બળે ગૂર્જરેશ્વર કુમારપાળ પોતાને ઈચ્છિત મોક્ષસ્વરૂપ ફળને પ્રાપ્ત કરો. કેવી અનુપમ ભાવના ગુરુની કે પોતાને મળેલા પુણ્યથી શિષ્યના મોક્ષની માંગણી ! જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ; ક ક ચિરંતનાચાર્ય કૃત પંચસૂત્ર પહેલું સૂત્ર પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર મંગલ : ણમો વાયરાગાણે, સવલૂર્ણ, દેવિંદપૂઈયાણ, હઠ્ઠિઅવસ્થૂવાઈબં, તેલુક્કગુરુર્ણ, અરિહંતાણં ભગવંતાણ.. હે વીતરાગ ! આપને નમસ્કાર. વીતરાગ થવાથી જ બનેલા છે સર્વજ્ઞ સર્વદર્શી ! આપને નમસ્કાર. વીતરાગ સર્વજ્ઞ થવાથી જ બનેલા હે દેવેન્દ્રપૂજિત ! આપને નમસ્કાર. વીતરાગ સર્વજ્ઞ થવાથી જ બનેલા હે યથાસ્થિત વસ્તુવાદી ! સત્યવાદી ! આપને નમસ્કાર. વીતરાગતા, સર્વજ્ઞતા અને સત્યવાદિતાની ત્રિમૂર્તિ થવાથી જ ત્રિલોકગુરુ બનેલા હે અરિહંત ! હે ભગવંત ! આપને નમસ્કાર. જે એવાઇફખંતિ ઈહ ખલુ ૧. અણાઈ જીવે ૨. અણાઈ જીવસ્ય ભવે ૩. અણાઈ કમ્પસંજોગનિવૃત્તિએ ૪. દુખવે, ૫. દુષ્પફલે, ૬. દુમ્બાકુબંધે. અરિહંતોનો ઉપદેશ : હે અરિહંતો ! આપે ફરમાવ્યું છે કે આ લોકમાં ત્રણ વસ્તુ અનાદિ છે : (૧) જીવ અનાદિ છે, (૨) જીવનો સંસાર અનાદિ છે, (૩) આ સંસાર ઊભો કરનાર જીવ-કર્મનો સંયોગ અનાદિ છે. આવો આ સંસાર : (૧) સ્વયં દુઃખસ્વરૂપ છે, (૨) તેના ભોગવટાનું ફળ દુઃખ હોવાથી દુઃખફલક છે, (૩) તે દુઃખોની પરંપરા ચાલનારી હોવાથી દુઃખાનુબંધી પણ છે. એઅસ્સ ણં વચ્છિત્તી સુદ્ધધમ્માઓ, સુદ્ધધમ્મસંપત્તિ પાવકમ્મવિગમાઓ, પાવકમ્મવિગમો તહાભવ્રુત્તાઈ ભાવઓ... +++ +++++++++++ + +++++++++++######## ############## ૧૦૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ સંસારનાશનો ઉપાય : જેણે આ રાગાદિસ્વરૂપ અભ્યત્તર સંસારનો નાશ કરવો હોય તેણે નિશ્ચયનયના શુદ્ધ ધર્મની આરાધના કરવી જોઈએ. આ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ મોહનીય વગેરે પાપકર્મોના પાપસંસ્કારોના નાશથી થાય છે. આ પાપનાશ તથાભવ્યત્વનો પરિપાક થવાથી થાય છે. તસ્ય પુણ વિવાગસાહણાણિ ૧. ચઉસરણગમણું, ૨. દુક્કડગરિહા, ૩. સુકડાણસેવણે અઓ કાયવમિણે હોઉ કામેણે સયા સુપ્પણિહાણે, ભુજ્જો ભુ સંકિલેસે, તિકાલમસંકિલેસે. તથાભવ્યત્વનો પરિપાક શું થાય? જેણે પોતાનું તથાભવ્યત્વ પકવવું હોય તેણે : (૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને સદ્ધર્મ-એ ચાર તત્ત્વોને શરણ સ્વીકારવું જોઈએ. (૨) પોતાના દુષ્કતોની આત્મસાક્ષીએ નિંદા અને ગુરુસાક્ષીએ ગઈ કરવી જોઈએ. (૩) બીજાના એકાન્ત મોક્ષલક્ષી સુકૃતોની યથાયોગ્ય હાર્દિક વગેરે અનુમોદના કરવી જોઈએ. જે કોઈ જીવ મોક્ષનો અર્થી હોય તેણે ઉપરોક્ત શરણ, ગર્તા અને અનુમોદનાનું સુંદર અનુષ્ઠાન મન, વચન અને કાયાની એકાગ્રતા સાથે સદા કરવું જોઈએ. હા, જ્યારે ચિત્તમાં સંકલેશો જાગી પડ્યા હોય ત્યારે તો વારંવાર... નહિ તો છેવટે ચિત્તની અસંક્લિષ્ટ-શાન્ત-અવસ્થામાં પણ રોજ ત્રણ વાર તો ઉપરોક્ત શરણ, ગહ અને અનુમોદનાની ત્રિપુટીનું આસેવન કરવું જ જોઈએ. અરિહંત-શરણ : જાવજીવં મે ભગવંતો પરમતિલોગનાહા, અણુત્તરપુણસંભારા, ખીણરાગદોસમોહા, અચિંતચિંતામણી, ભવજલહિપોઆ, એગંતસરણા અરિહંતા સરણે..... હે ત્રિલોકના પરમનાથ ! હે સર્વોત્કૃષ્ટ પુણ્યના સંગ્રહના સ્વામી ! હે જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર) ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન)ના ક્ષયી ! હે અચિન્ય ચિંતામણિ-રત્નશા ! હે સંસારરૂપી સાગરને તરવામાં નાવસમા ! હે અમ જીવોના એકાન્ત શરણભૂત ! અરિહંતદેવો ! આપ મારું માવજીવ શરણ બની રહો. સિદ્ધ-શરણ : તહા પહીણજરમરણા, અવે અકમ્પકલંકા, પણવાબાતા, કેવલનાણદંસણા, સિદ્ધિપુરનિવાસી, નિવમસુહસગયા, સવહ કયકિચ્ચા સિદ્ધા સરણે..... | હે જરા અને મરણથી રહિત ! હે કર્મરૂપી કલંકથી મુક્ત ! હે સર્વ પ્રકારની પીડાઓથી શૂન્ય ! હે કેવલજ્ઞાન અને કેવલદર્શનના સ્વામી ! હે સિદ્ધશિલા નગરીના નિવાસી ! હે અનુપમ સુખથી યુક્ત ! હે સર્વથા કૃતકૃત્ય ! સિદ્ધ ભગવંતો ! આપ મારું માવજીવ શરણ બની રહો. સાધુ-શરણ : તહા પતગંભીરાસયા, સાવજજજોગવિરયા, પંચવિહાયારજાણગા, પરોવયાનિરયા, પઉમાઇનિદંસણા, ઝાણજઝયણસંગયા, વિસુક્ઝમાણભાવા સાહૂ સરણે હે પ્રશાન્ત અને ગંભીર ચિત્તના સ્વામી ! હે પાપવ્યાપારોથી વિરામ પામેલા ! હે પાંચ પ્રકારના આચારોના જાણકાર ! હે પરોપકારમાં નિરત ! હે સંસાર-કાદવમાં જન્મવા છતાં તેનાથી અલિપ્ત થઈ જવાથી કમલ વગેરેની ઉપમાને વરેલા ! હે ધર્મ-શુક્લધ્યાનના સ્વામી ! હે નિત્ય ચડતી શુભ પરિણામની ધારાવાળા ! સાધુ ભગવંતો ! આપ મારું માવજીવ શરણ બની રહો. ધર્મ-શરણ : તહા સુરાસુરમણઅપૂઇઓ, મોહતિમિર સુમાલી, રાગદોસવિસપરમમંતો, હેઉ સહેલકલ્યાણાર્ણ, કમ્પણવિહાવસુ, સાહગો સિદ્ધભાવસ્ય, કેવલિપણ7ો ધમ્મો જાવજીવે ભગવં સરણે.... હે દેવો, દાનવો અને માનવોથી પૂજિત ! હે મોહરૂપી અંધકારનો નાશ કરતા સૂર્યસમા ! હે રાગ-દ્વેષરૂપી વિષને ઉતારી દેનારા ઉત્કૃષ્ટ મન્નસમા ! હે સકળ જીવરાશિના કલ્યાણના હેતુભૂત ! હે કર્મરૂપી જંગલને ક્ષણમાં ભસ્મસાત કરવાની તાકાત ધરાવતા અગ્નિશા ! હે આત્માના સિદ્ધ ૧૦૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાવના સાધક ! હે કેવલિભાષિત ધર્મ-ભગવંત ! આપ મારું યાવજ્જીવ શરણ બની રહો. દુષ્કૃતગહ : સરણવગઔ એએસિ ગરિહામિ દુક્કડં ! જણું અરિહંતેસુ વા, સિદ્ધેસુ વા, આયરિએસુ વા, ઉવજ્ઝાએસુ વા, સાહૂસુ વા, સાહુણીસુ વા, અનેસુ વા ધમ્મટ્ટાણેસુ માણણિજ્યેસુ પૂઅણિજ્યુંસુ, તહા માઇસુ વા, પિઇસુ વા, બંધુતુ વા, મિત્તેસુ વા, ઉવયારીસુ વા, ઓહેણ વા જીવેસુ મઢએસુ અમઢિએસુ, મગસાહણેસુ અમન્ગસાહણેસુ, જં કિંચિ વિતહમાયરિયું, અણાયરિઅવ્યું, અણિચ્છિઅન્વં પાવં પાવાણુબંધિ, સુહુમં વા બાયરું વા, મણેણ વા વાયાએ વા કાએણ વા, કર્યાં વા કારાવિઅં વા અણુમોઇઅં વા, રાગેણ વા દોસેણ વા મોહેણ વા, ઇત્યં વા જમ્મુ જમ્મતરેસુ વા, ગરહિઅમેઅં દુક્કડમેઅં, ઉઝિઅલ્વમેઅં, વિઆણિઅં મએ, કલ્લાણમિત્તગુરુભગવંતવયણાઓ, એવમેઅં તિ રોઇએં સદ્ધાએ, અરિહંતસિદ્ધસમક્ષ્મ ગરિહામિ અહમિણે દુક્કડમેઅં, ઉઝિઅવ્વમેઅં ઇત્થ મિચ્છા મિ દુક્કડં, મિચ્છા મિ દુક્કડં, મિચ્છા મિ દુક્કડં, અરિહંતાદિ ચાર ભગવંતોના શરણે ગયેલો હું હવે (એ શરણના ભાવથી મને પ્રાપ્ત થયેલી શુદ્ધિ અને સબુદ્ધિના કારણે) સ્વદોષદર્શન કરવાને તૈયાર થયો છું. અહા ! શરણના ભાવનો કેવો અનૂઠો પ્રભાવ ! આ જગતમાં ક્યારેય પણ મેં અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજોના વિષયમાં, બીજા પણ માનનીય અને પૂજનીય ગુણાધિક ધાર્મિક આત્માઓના વિષયમાં, વળી પૂજનીય માતાઓ કે પિતાઓના વિષયમાં, બંધુઓ, મિત્રો કે ઉપકારી જનોના વિષયમાં-અરે ! કેટલા યાદ કરું ? સામાન્યથી કહું તો સર્વ જીવોના વિષયમાં, પછી તે જીવો સમ્યક્ત્વાદિ સ્વરૂપ મોક્ષમાર્ગમાં રહેલા હોય કે મિથ્યાત્વાદિ સ્વરૂપ કુમાર્ગે રહેલા હોય, અરે ! જડ પદાર્થોના વિષયમાં પણ જે જડ પદાર્થો મોક્ષમાર્ગના સાધનરૂપ પુસ્તકાદિ સ્વરૂપ હોય કે મોક્ષમાર્ગમાં સાધનરૂપ નહિ બનતા તલવાર આદિ સ્વરૂપ હોય, તે બધાયના વિષયમાં મેં જે કાંઈ પણ વિપરીત +++++++++ --------***********-I-1-1-1-11-11-11 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર) ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ આચરણ કર્યું હોય ઃ (૧) બિલકુલ આચરણ કરવા લાયક ન હોય તેવું (૨) બિલકુલ અનિચ્છનીય ગણાય તેવું પાપાનુબંધી પાપ, પછી તે : સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, મનનું હોય, વાણીનું હોય કે કાયાનું હોય, કર્યું હોય, કરાવ્યું હોય કે અનુમોઘું હોય, રાગથી, દ્વેષથી કે મોહભાવથી સેવ્યું હોય, આ જન્મમાં કે જન્માંતરમાં, તે અવશ્યમેવ નિન્દા કરવા લાયક છે, તે અવશ્યમેવ દુષ્કૃત-સ્વરૂપ છે, તે અવશ્યમેવ છોડી દેવા જેવું છે. આ વાત મારા એકાંતે કલ્યાણમિત્ર એવા ગુરુભગવંતના વચનથી મેં જાણી છે. એ વાત એ જ રીતે બરોબર છે એમ મને શ્રદ્ધાથી હૈયામાં રુચી ગયું છે. આથી : હું અરિહંતદેવ અને સિદ્ધ ભગવંતની સમક્ષ એવા મેં કરેલાં સર્વ પાપોની નિંદા કરું છું. આ મારા પાપો દુષ્કૃતસ્વરૂપ હોવાથી બેશક ત્યાજ્ય છે. આ દુષ્કૃતગ દ્વારા મારા એ બધા ય પાપો મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. પ્રણિધાન-શુદ્ધિ : હોઉ મે એસા સમ્મ ગરિહા, હોઉ મે અકરણનિયમો, બહુમય મમેકં તિ, ઇચ્છામો અણુસદ્ધિ, ૧. અરિહંતાણ, ભગવંતાણં ૨. ગુરુર્ણ કલ્યાણમિત્તાણં તિ, હોઉ મે એએહિ સંજોગો, હોઉ મે એસા સુપત્થણા, હોઉ મે ઈત્ય બહુમાણો, હોઉ મે ઈઓ મુખબીએ તિ, પત્તસુ એએસ અહં સેવારિયે સિઆ, આણારિહે સિઆ, પડિવત્તિજુરે સિઆ, નિરઈઆરપારગે સિઆ.... આ મેં મારા દુષ્કતોની જે ગઈ કરી તે મારા અંતરના સાચા ભાવથી થાઓ, એટલું જ નહિ પરંતુ દુષ્કૃત મારા જીવનમાં ફરી ક્યારેય પ્રવેશ ન પામે તેવો અકરણનિયમ મને સિદ્ધ થાઓ. આ બન્ને બાબતોનું મારે મન ઘણું મોટું મહત્ત્વ છે. એથી તે બને મને ખૂબ ઇષ્ટ છે. આ માટે હે અરિહંત ભગવંતો ! અને કલ્યાણમિત્ર ગુરુ ભગવંતો ! આપ મને વારંવાર) હિતશિક્ષા આપો. એ માટે મને વારંવાર તેમનો યોગ પ્રાપ્ત થાઓ. ૧૧૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ આ મારી નમ્રાતિનમ્રભાવે પ્રાર્થના છે. મારી આ પ્રાર્થના સુપ્રાર્થના બનો. મને તેમાં બહુમાનભાવ પ્રગટો. આવી સુંદર પ્રાર્થના દ્વારા મારા આત્મામાં મોક્ષનું બીજ-પુણ્યાનુબંધી પુણ્યકર્મનો સંગ્રહ-પ્રાપ્ત થાઓ. અને જ્યારે મને અરિહંત ભગવંતો અને કલ્યાણમિત્ર ગર ભગવંતોનો યોગ થાય ત્યારે મારા આત્મામાં તે કૃપાલુદેવોની સેવા કરવાની લાયકાત પેદા થજો, તેમની આજ્ઞાનું પાલન કરવાની તાકાત પેદા થજો, તેમની ભક્તિથી ભરપૂર મારો આત્મા બની જજો અને તેથી નિરતિચારપણે આજ્ઞાપાલક બનીને મારો આત્મા સંસારનો પારગામી બનજો . સુકૃત-અનુમોદના : સંવિગો જહાસત્તીએ સેવેમિ સુકવું, અણુમોએમિ સવ્વસિં અરિહંતાણં અણુટ્ટાણે, સવૅસિ સિદ્ધાણં સિદ્ધભાવ, સર્વેસિ આયરિઆણં આયારે, સલૅસિં ઉવજઝાયાણં સુત્તપ્રયાણ, સલ્વેસિ સાહૂણં સાહકિરિ, સલૅસિં સાવગાણે મુખસાહણજોગે, સલ્વેસિ દેવાણં, સવ્વસિં જીવાણું હોઉકામાણે કલ્લાણાયાણં મમ્મસાહણજોગે..... | સર્વ ગુણોથી યુક્ત એવા મોક્ષની કામનાવાળો હું હવે સર્વ જીવોના તે તે ગુણો (સુકૃતો)ની અનુમોદના (સેવના) કરવાનું યથાશક્તિ શરૂ કરૂં છું. હે સકળ અરિહંત ભગવંતો ! હું આપના ધર્મોપદેશ આદિ સુકૃતોનું અનુમોદન કરું છું. સિદ્ધ ભગવંતો ! હું આપના સિદ્ધત્વ ભાવની અનુમોદના કરું છું. હે આચાર્ય ભગવંતો ! હું આપના પંચાચારપાલન આદિ સુકૃતોને અનુમોદું છું. હે ઉપાધ્યાય ભગવંતો ! આશ્રિત મુનિઓને સૂત્રપાઠનું દાન આદિના આપના સુકૃતોની હું અનુમોદના કરું છું. હે શ્રમણોપાસકો ! મોક્ષમાર્ગના સાધનભૂત સાધુવૈયાવચ્ચ વગેરે વ્યાપારો સ્વરૂપ આપના સુકૃતોની હું અનુમોદના કરું છું. જેઓ નિકટમાં જ મોક્ષગામી છે અને જેઓ સરળ ચિત્તપરિણતિના સ્વામી છે તેવા સઘળા દેવોના, અરે ! સર્વજીવોના માર્ગાનુસારી જીવનને લગતા સદાચારોના યોગરૂપ સુકૃતોની હું અનુમોદના કરું છું. નનનનન+નનન+નનનનનનનનન+નનનન+નનનનનનનનનનનનનનનનનનનનનનન+------- --H-H જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર) ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન-શુદ્ધિ : હોઉ મે એસા અણુમોઅણા સમાં વિહિપુવિઆ, સમ્બં સુદ્ધાસયા, સમ્મે પડિવત્તિરૂવા, સમ્મ નિરઈઆરા, પરમગુણજુત્તઅરહંતાઈસામન્થઓ, અચિંતસત્તિજુત્તા હિ તે ભગવંતો વીઅરાગા, સવ્વર્ણી, પરમકલ્લાણા, પરમકલ્લાણહેઉ સત્તાણું, મૂઢે અમ્લિ પાવે અણાઈમોહવાસિએ, અણુભિન્ને ભાવઓ હિઆહિઆણં અભિન્ને સિઆ, અહિઅનિવિત્તેસિઆ, હિઅપવિત્તે સિઆ, આરાહગે સિઆ, ઉચિઅપડિવત્તીએ સવ્વસત્તાણું સહિઅંતિ ઇચ્છામિ સુક્કડં, ઇચ્છામિ સુક્કડં, ઇચ્છામિ સુક્કડં ! હું ઈચ્છું છું કે સર્વોત્તમ ગુણોથી યુક્ત એવા અરિહંતાદિ પરમેષ્ઠિ ભગવંતોના પ્રભાવથી મારી આ અનુમોદના સૂત્રાનુસાર વિધિયુક્ત બનો, કર્મનો નાશ કરીને શુદ્ધ ચિત્તસહિત બનો, શાસ્ત્રોક્ત ક્રિયા સ્વરૂપ થઈને સ્વીકાર પામનારી બનો અને સારી રીતે નિર્વાહ કરવાના કારણે નિરતિચાર પણ બનો. જો મારી સુકૃતાનુમોદના અરિહંતાદિના પ્રભાવથી આવી ઉત્તમ કોટિની બનશે તો જ મને તેનું ફળ પ્રાપ્ત થશે. અરિહંતાદિ પરમેષ્ઠી ભગવંતોના પ્રભાવની તો શી વાત કરું ? વીતરાગ, સર્વજ્ઞ અને પરમ મંગલસ્વરૂપ તે ભગવંતો તો અચિત્ત્વ તારક શક્તિથી યુક્ત છે. આથીસ્તો તેઓ સર્વ જીવોના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં પ્રધાન કારણભૂત છે. પણ અફસોસ ! હું કેવો મૂઢ છું, પાપી છું ! હું અનાદિકાલીન મોહસંસ્કારોથી વાસિત છું. મારા સાચા હિતાહિતનો અજાણ છું. હવે મારી કામના છે કે અરિહંતાદિ ભગવંતોના અચિન્ત્ય પ્રભાવથી હવે હું મારા હિતાહિતનો જાણકાર બનું. એટલું જ નહિ પણ મારા અહિતકારક ભાવોથી હું નિવૃત્તિ લઉં અને મારા હિતકર ભાવોમાં હું પ્રવૃત્તિ કરું. સર્વ જીવરાશિ પ્રત્યે દયાપૂર્ણ મારો ઉચિત વર્તાવ રાખવા સાથે હું જિનાજ્ઞાઓનો આરાધક બનું. કારણ કે મારું પોતાનું હિત તે જ રીતે શક્ય છે એ વાત હું સુપેરે જાણું છું. બસ... હું સદા ઈચ્છું છું પરકીય સુકૃતોની હાર્દિક અનુમોદનાઓને. †††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷¡¡÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷||||||||||||||†↓↓↓↓·↓·↓·↓↓↓↓↓↓↓↓↓·|-|| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ આટલું જ નહિ, પણ તેના કરતાં હું પોતે જ સુકૃતોનો સ્વામી થાઉં તેમ પણ ઈચ્છું છું. સૂત્રપાઠનું ફળ : અનુબંધોની તોડ-જોડ: એવમે સમ્મ પઢમાણમ્સ, સુણમાણસ્મ, અણુપેહમાણમ્સ સિઢિલીભવંતિ, પરિહાયંતિ, ખિજંતિ અસુહકમ્માણબંધા નિરણુબંધે વા અસુહકમૅ ભગ્નસામન્થ સુહપરિણામે, કડગબદ્ધ વિ અ વિસે અપ્પફલે સિઆ, સુહાવણિજે સિઆ, અપુણભાવે સિઆ.. તહા આસગલિજજંતિ, પરિપોસિક્યુંતિ, નિમ્નવિષંતિ સુહકમ્માણબંધા સાણબંધુ ચ સુહકર્મો પગિષ્ઠ પગિઠભાવજ્જિ નિયમફલય સુપત્તિ વિ એ મહાગએ સુહફલે સિઆ, સુહપવરંગે સિઆ, પરમસુહસાહગે સિઆ, અઓ અપડિબંધમઅં અસુહભાવનિરોહણ સુહભાવબીઅતિ સુપ્પણિહાણ સમ્મ પઢિઆવ્યું, સમ્મ સોઅબું, સમ્મ અણુપેહિઅવંતિ.... આ સૂત્રનો જે આત્મા સારી રીતે સંવેગભાવિતહૃદય સાથે પાઠ કરે, સાંભળે કે તેના અર્થો ઉપર અનુપ્રેક્ષા-સ્વાધ્યાય કરે તે આત્મા ઉપર ભૂતકાળમાં જે અશુભ કર્મોના અનુબંધો (અશુભ સંસ્કારો) ગાઢ બનીને જામ થયેલા હોય તે અનુબંધો મંદવિપાકવાળા-સહાનિવાળા થઈને શિથિલ થાય છે, તેમની દીર્ઘ સ્થિતિનો ક્ષય પણ થાય છે, રે ! છેવટે તે કર્મપુદ્ગલોનો જ ક્ષય થઈ જાય છે. જે નિરનુબંધ અશુભ કર્મો થયા હોય છે તે સામર્થ્યરહિત બની જાય છે, ડંખ ભાગે દોરી બાંધવાથી સામર્થ્યહીન બની જતા વિષની જેમ. હવે આવા કર્મો ઉદયમાં આવે તો પણ અતિ અલ્પ ફળ આપનારા બની જાય છે. આથી તેઓ સહેલાઈથી દૂર કરી શકાય તેવા બની જાય છે. ફરીથી તેવી વિશિષ્ટ સ્થિતિ કે તેવા વિશિષ્ટ કર્મોનો બંધ થતો નથી. આ તો આપણે જોઈ ભાવિત હૃદયે થતા સૂત્રપાઠથી અશુભ અનુબંધોની દશા. હવે શુભ અનુબંધોની વાત જોઈએ. શુભ કર્મના અનુબંધોનો-પુણ્યાનુબંધી પુણ્યકર્મનો વિશેષ સંગ્રહ થાય છે. શુભ ભાવોની વૃદ્ધિથી તે રસથી વધુ મજબૂત બને છે અને તેથી શુભ સ્થિતિની પરાકાષ્ઠાને પામે છે. આ +++++++++++++++++++++ +++++ +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર) ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ શુભ ભાવોથી ઉપાર્જેલું પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્મ નિયમત શુભ ફળ આપનારું બને છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે અને પરંપરાએ મોક્ષસાધક બને છે. વૈદ્ય સારી રીતે યોજેલા ઔષધની જેમ. આમ આ સૂત્ર શુભ ભાવનું બીજ હોવાથી તેનો પાઠ નિદાનરહિત (ભૌતિક ફલાશંસારહિત) બનીને તથા ચિત્તના અશુભ ભાવોને દૂર કરીને એકાગ્રતાથી કરવો, તેનું સારી રીતે શ્રવણ કરવું અને તેની ઉપર અનુપ્રેક્ષા કરવી. અંતિમ મંગલ : નમો નમિઅનમિઆણં પરમગુરુ વીઅરાગાણું, નમો સેસનમુક્કારારિહાણ, જયઉ સવ્વષ્ણુસાસણ ! પરમસંબોધીએ સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા. | હે જગતના લોકોથી નમાયેલા ! દેવેન્દ્રો, નરેન્દ્રો અને ગણધરોથી નમાયેલા પરમ ગુરુ! વીતરાગ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ. હે નમસ્કાર કરવા લાયક અન્ય સિદ્ધ ભગવંતો તથા આચાર્યાદિ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ. વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત જિનશાસન જય પામો. અમારા હૈયે સર્વોત્કૃષ્ટપણે વર્તો. ઉત્તમ સમ્યક્તની પ્રાપ્તિ કરીને જગતના સર્વ જીવો સાચા સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ. HHHHHHH14-1+1+1+*+-+-+*++H+-+-+*-+-+1-1-1+1+1+1 +1+1+1+11+1+1+1-111HHIHH-HH-It-II- HIHHH ૧૧૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્રમ્ (१) तवतेणे वयतेणे रूवतेणे य जे नरे । आयारभावतेणे अ कुव्वइ देवकिव्विसं ।। અર્થ : જે સાધુ-સાધ્વીઓ તપસ્વી ન હોવા છતાં લોકો પોતાને તપસ્વી માને એ રીતનો દેખાવ કરે. જે સાધુ-સાધ્વીઓ જ્ઞાની ન હોવા છતાં લોકો પોતાને જાણકાર માને એ રીતનું વર્તન કરે. જે સાધુ-સાધ્વીઓ બીજા રૂપવાનૢ વ્યક્તિના નામથી પોતાની જાતને ઓળખાવે. જેઓ સ્વયં આચારોનું પાલન ન કરતા હોવા છતાં જાતને આચારપાલક તરીકે દેખાડે. પોતે જે પદાર્થો જાણતો નથી એ બીજાને પૂછીને જાણવા છતાં જે એમ કહે, ‘આ તો હું જાણતો જ હતો.' આવા સાધુ-સાધ્વીઓ કિલ્બિષિક દેવો-હલકા દેવો થાય છે. (२) लध्धूण वि देवत्तं उववन्नो देवकिव्विसे । तत्थावि से न याणाइ किं मे किच्चा इमं फलं ।। અર્થ : આશ્ચર્ય તો એ છે કે, એ સાધુ દેવપણું પામે છે, કિલ્બિષિક દેવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં એને વિભંગજ્ઞાન પણ છે છતાં ય ‘પૂર્વભવોમાં મેં માયા-કપટો કરેલા એના પરિણામે મને આવો હલકો દેવભવ મળ્યો છે.’ એવું તે જાણી શકતો નથી. (વિભંગજ્ઞાનાદિથી પૂર્વભવ તો જાણી શકે પણ તેમની મલિન બુદ્ધિને કારણે એવો સમ્યગ્બોધ ન થાય કે આ પાપોનું મને આ ફળ મળ્યું છે. દા.ત. ગુરુદ્રોહ કરી ચૂકેલાઓ જ્યારે ખૂબ હેરાન થાય ત્યારે ગુરુદ્રોહને જાણતા હોવા છતાં ‘આ ગુરુદ્રોહના કારણે મારી હેરાનગતિ છે' એવી સમ્યબુદ્ધિ એમને થતી નથી.) (३) तत्तो वि से चइत्ताणं लब्भिहि एलमूअकं । नरयं तिरिक्खजोणि वा बोही जत्थ सुदुल्लहा ।। અર્થ : એ માયાવી સાધુઓ કિલ્બિષિક દેવ બન્યા બાદ ત્યાંથી ચ્યવીને કદાચ મનુષ્ય બને તો ય બોબડા, મુંગા મનુષ્ય બને. અથવા તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય. અને એ ખરાબ મનુષ્યભવ કે તિર્યંચભવ પછી તેઓ ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ નારકમાં જાય. આ બધા સ્થાનો એવા છે કે જ્યાં આ જીવને બોધિની પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ બને છે. (४) एअं य दोसं दठूणं नायपुत्तेण भासि । अणुमायं पि मेहावी मायामोसं विवज्जए ।। અર્થ : માત્ર યશ-કીર્તિ માટે કરેલી માયાઓ, સાધુતા ન હોવા છતાં સાધુ તરીકે પ્રસિદ્ધિ પામવાના દેખાવો, શિથિલ હોવા છતાં શિથિલતા લોકોથી છુપાવવાની ઉસ્તાદીઓ-આ બધાના આવા ભયંકર નારકાદિના વિપાકો ખુદ પરમાત્મા મહાવીરદેવે બતાવેલા છે. ઓ બુદ્ધિમાન સાધુ ! આ બધું જોઈને તું હવે એક અણુમાત્ર માયા મૃષાવાદનું સેવન ન કરીશ. ' (૧) નાળિખાસ વા વિ મુંદસ વદરોનનહંસિ | मेहुणा उवसंतस्स किं विभूसाइ कारिअं ?।। અર્થ: ઓ મુનિવર ! તારે સાવ જીર્ણપ્રાયઃ અને મલિન કપડા પહેરવાના છે. માટે જ તે કપડા ન પહેરતો હોય તેવો જ છે. તારા માથે મુંડન છે. તારી રૂંવાટી અને નખ લાંબા છે. મૈથુનની વાસના તને સતાવતી નથી. તો પછી મને એ સમજાતું નથી કે તે વિભૂષા શા માટે કરે છે? (૬) વિમૂલવિત્તિયં મધુ — વંધરૂ વિવેvi | संसारसायरे घोरे जेणं पडइ दुरुत्तरे ।। અર્થ : ભિક્ષુ વિભૂષા-વસ્ત્રોના કાપ વારંવાર કાઢી ચોખ્ખા વસ્ત્રો પહેરવા વગેરે-દ્વારા એવું તો ચીકણું કર્મ બાંધે કે જેને લીધે દુઃખેથી તરી શકાય એવા સંસારસાગરમાં પડે. (ચોખા વસ્ત્રો પહેરવા, વસ્ત્રોમાં રંગીન દોરા નાંખવા, ડીઝાઈનવાળી કામળી, ઓઘાદિ વાપરવા, હાથ-પગ-મોં નિષ્કારણ ધોવા, રંગબેરંગી પાકીટો રાખવા વગેરે વિભૂષા કહેવાય છે.) (૭) તહેવાસંનાં ઘરો, માસ દિ રેટિ વા | सय चिट्ठ वयाहित्ति, नेवं भासिज्ज पन्नवं ।। અર્થ : સાધુ-સાધ્વીઓ ગૃહસ્થોને-શ્રાવક-શ્રાવિકાદિને એમ ન કહી શકે ૧૧૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ (૬) કે, “બેસો, આવો, તમે આ કામ કરી નાંખજો. ચાલો, ઊંઘી જાઓ, ઊભા રહો, જતા રહો.” આ બધી સાવદ્ય ભાષા છે. (૮) વહું સુદિ નેહિં રહું ૩છીદિ પિચ્છ / न य दिळं सुअं सव्वं भिक्खू अक्खाउमरिहइ ।। અર્થ : સાધુને તો પોતાના કાનેથી જાતજાતની ઘણી ય વાતો સાંભળવા મળે બે આંખેથી ઘણા ય પ્રસંગો જોવા મળે. પણ જેટલું સાંભળ્યું, જે સાંભળ્યું, જે જોયું એ બધું બીજાને કહી દેવું એ સાધુ માટે યોગ્ય નથી. બીજાને અહિતકારી થાય તેવી વાત સાધુ કદી ન ઉચ્ચારે. खुहं पिवासं दुस्सिज्जं सीउण्हं अरइं भयं । अहिआसे अव्वहिओ देहदुक्खं महाफलं ।। અર્થ : સાધુ લેશ પણ આર્તધ્યાન કર્યા વિના પ્રસનભાવે ભૂખ, તરસ, કર્કશ શય્યા, ઠંડી, ગરમી, અરતિ, ભયને સહન કરે, કેમકે આ રીતે દેહને દુઃખ આપવું એ ઘણા મોટા ફળનું કારણ છે. (१०) से जाणमजाणं वा कटु आहम्मिअं पयं । संवरे खिप्पमप्पाणं बीअं तं न समायरे ।। અર્થ : સાધુ જાણતા કે અજાણતા કાંઈક અધર્મ કરી બેસે એ શક્ય છે. પણ સાચો સાધુ તો “પાપ થઈ ગયું એ ખબર પડતાંની સાથે જ પોતાના આત્માને અટકાવે, આલોચનાદિ કરી લે અને જિંદગીમાં ફરીથી એ પાપ પાછું ન કરે. (99) કળાવાર પર નેવ દે ને નિફ્ટવે | सूई सया विअडभावे असंसत्ते जिइंदिए ।। અર્થ : જિનાજ્ઞાવિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ કર્યા બાદ સાધુ તેને છુપાવે તો નહિ જ. અધકચરું કહેવાદિ રૂપ માયા પણ ન કરે. પણ ઈન્દ્રિયોનો વિજયી, વિષયસુખોમાં રાગ વિનાનો એ સાધુ કાયમ માટે ખુલ્લો થઈને રહે. પોતાના ભાવો ગુરુ આગળ પ્રગટ કરી દે. (१२) अमोहं वयणं कुज्जा आयरिअस्स महप्पणो । तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ અર્થ : સાધુ પોતાના મહાત્મા ગુરુદેવના વચનને ક્યારેય નિષ્ફળ ન જવા દે. “ઓ ગુરુદેવ ! આપની આ આજ્ઞા, ઈચ્છા હું અવશ્ય પાળીશ.” એમ વચન દ્વારા એ ગુર્વાશાને સ્વીકારે અને પછી કાયાથી એ આજ્ઞાનું અક્ષરશ: પાલન કરે. એમાં લેશ પણ ઉણપ ન રાખે. (१३) कोहो अ माणो अ अणिग्गहिआ माया अ लोभो अ पवड्ढमाणा। चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाई पुणब्भवस्स ।। . અર્થ : જો મુનિ પોતાના ક્રોધ અને માન-કષાયને કાબૂમાં ન લઈ શકે. જો મુનિના માયા અને લોભ વધતા જશે તો એ ચાર કાળા કષાયો પુનર્જન્મના મૂળીયાઓને સીંચવાનું કામ કરશે. અર્થાત્ એ મુનિએ ઘણા ભવો ભટકવું પડશે. (१४) निदं च न बहुमन्निज्जा सप्पहासं विवज्जए । मिहोकहाहिं न रमे सज्झायंमि रओ सया ।। અર્થ : સાધુ ઊંઘને સારી ન માને. જરૂરિયાત પૂરતી જ નિદ્રા લે. સાધુ ખડખડાટ ન હસે. પરસ્પર ગુપ્ત વાતો, વિકથાઓ વગેરેમાં સાધુ બિલકુલ રસ ન લે. એ તો કાયમ સ્વાધ્યાયમાં જ લીન રહે. (१५) अपुच्छिओ न भासिज्जा भासमाणस्स अंतरा । पिट्ठिमंसं न खाइज्जा मायामोसं विवज्जए ।। અર્થ : ગુરુ જ્યાં સુધી પૂછે નહિ ત્યાં સુધી શિષ્ય નિષ્કારણ ડહાપણ ન કરે. ગુરુ બોલતા હોય ત્યારે શિષ્ય વચ્ચે ન બોલે. ગુરુની ગેરહાજરીમાં ગુરુના સદ્ભત દોષોની પણ નિંદા ન કરે. માયાપૂર્વકનો મૃષાવાદ છોડી દે. (१६) अप्पत्तिअं जेण सिआ आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं न भासिज्जा भासं अहिअगामिणिं ।। અર્થ : જે વચનો બોલવાથી બીજાને દુઃખ થાય, જે વચનો સાંભળતા બીજાને ક્રોધ ચડે એવી અહિતકારી ભાષા સાધુ ક્યારેય ન બોલે. (99) માયારત્નત્તિર ક્િવાયર્મદિન | वायविक्खलिअं नच्चा न तं उवहसे मुणी ।। +++++++++++++++++++++++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૧૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ અર્થ : કોઈ સાધુ આચારાંગ, ભગવતી સૂત્ર ભણી ચૂક્યો હોય, અગિયાર અંગ ભણીને બારમા અંગમાં પણ નવ પૂર્વે ભણી ચૂક્યો હોય અને દશમું પૂર્વ ભણી રહ્યો હોય. આવો પણ સાધુ બોલવામાં ભૂલ કરી બેસે, ઉધું-ચત્તે બોલી બેસે. પણ એમ છતાં બીજો સાધુ એની મશ્કરી ન કરે કે, “આટલું ભણ્યા છતાં હજી બોલતા તો આવડતું નથી.” (१८) विवित्ता अ भवे सिज्जा नारीणं न लवे कहं । - દિસંથવું ગુબ્બા ફુગ્ગા સાદ સંવં ! અર્થ : ઉપાશ્રયમાં કારણવશાત્ સાધુ એકલો હોય તો એ સ્ત્રીઓ સાથે વાતચીત ન કરે તથા ગૃહસ્થો સાથે પરિચય ન કરે પરંતુ સાધુઓ સાથે પરિચય કરે. (સંયમરક્ષા માટે ગૃહસ્થો સાથે જેટલો પરિચય જરૂરી હોય એટલો કરાય.) (१९) जहा कुक्कुडपोअस्स निच्चं कुललओ भयं । एवं खु बंभयारिस्स इत्थीविग्गहओ भयं ।। અર્થ : પેલું કુકડાનું બચ્ચું કાયમ માટે બિલાડીથી ગભરાતું ફરે એમ બ્રહ્મચારી સાધુ પણ કાયમ માટે સ્ત્રીશરીરથી ગભરાતો જ ફરે. (२०) चित्तभित्तिं न निज्झाए नारिं वा सुअलंकिअं । भक्खरं पिव दतॄणं दिद्धिं पडिसमाहरे ।। અર્થ : સાધુ ભીંત ઉપર દોરેલા કે કોઈપણ પ્રકારના સ્ત્રીઓના ફોટા ન જુએ. સોળ શણગાર સજેલી સ્ત્રી તરફ લેશ પણ નજર ન કરે. ભૂલથી સ્ત્રીના ફોટા કે સ્ત્રી ઉપર નજર પડી જાય તો જેમ બપોરના સૂર્ય સામે જોઈ તરત આંખો ખેંચી લે એમ અહીં પણ બીજી જ પળે આંખો ખેંચી લે. (ર) હત્યપરિચ્છિન્ન નાવિuિdi | अवि वाससयं नारिं बंभयारी विवज्जए ।। અર્થ : રે ! રૂપવતી, શણગાર સજેલી યુવતીની વાત જવા દો. પણ જેના બે હાથ અને બે પગ કપાઈ ગયા છે, જેના બે કાન અને નાક પણ કપાઈ ગયા છે, જેની ઉંમર સો વર્ષની છે એવી પણ સ્ત્રીનો જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિચયાદિ સાધુ કદી ન કરે. (૨૨) વિમૂલાસ્થિસંસો ખીરું રસમોri | नरस्सऽत्तगवेसिस्स विसं तालउडं जहा ।। અર્થ: પોતાના આત્માને ખોળવા નીકળેલા સાધુ માટે આ ત્રણ વસ્તુઓ તાલપુટ ઝેર જેવી છે. (૧) શરીરની અને ઉપધિની વિભૂષા, (૨) સ્ત્રીનો પરિચય, (૩) મિષ્ટાન્નાદિનું ભોજન. તાલપુટ ઝેર તાળવે અડે અને માણસ મરે એમ આ ત્રણ વસ્તુના સંપર્કમાત્રથી સાધુનું સંયમ મૃત્યુ પામે. (२३) जाइ सध्धाइ निक्खंतो परिआयट्ठाणमुत्तमं । तमेव अणुपालिज्जा गुणे आयरिअसंमए ।। અર્થ: ઓ મુનિવર ! દીક્ષા લેતી વખતે તો તારા અરમાનો, તારી શ્રદ્ધા કેટલી બધી જોરદાર હતી યાદ છે ને? તો આજે એ શ્રદ્ધા ઓગળવા કેમ લાગી ? ભલે, તું અહીં આવી આત્મવિકાસ ન સાધી શકે પણ એટલું કર કે તું જે શ્રદ્ધા સાથે આ સંયમમાર્ગમાં નીકળ્યો છે એ શ્રદ્ધાને જાળવી રાખજે. અને તીર્થકરાદિને માન્ય મૂલોત્તરગુણોની આરાધના કરજે. આટલું કરશે તો ય ઘણું. (२४) सज्जायसज्जाणरयस्स ताइणो अपावभावस्स तवे रयस्स । विसुज्झई जं सि मलं पुरेकडं समीरिअं रुप्पमलं व जोईणा ।। અર્થ : જે સાધુ (૧) સ્વાધ્યાય અને શુભ ચિંતનમાં ડુબી ગયો છે, (૨) પજીવનિકાયની સમ્ય રક્ષા કરે છે, (૩) પાપિઠ વિચારોથી મુક્ત છે, (૪) આંબિલાદિ તપમાં લીન છે એના તો પૂર્વભવમાં બાંધેલા પાપો ધોવાઈને સાફ થઈ જાય છે. જુઓ ને, અગ્નિ વડે રૂપા ઉપરનો મેલ દૂર થાય જ છે ને? (२५) थंभा व कोहा व मयप्पमाया गुरुसगासे विणयं न सिक्खे । सो चेव उ तस्स अभूइभावो फलं व कीअस्स वहाय होइ ।। અર્થ : મુનિ જો અહંકારને લીધે, ગુરુ પ્રત્યે ઉત્પન્ન થયેલા ક્રોધને લીધે, માયાથી કે પ્રમાદને લીધે ગુરુનો વિનય નહિ શીખે તો સાધુનો તે ૧૨૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ અવિનય જ એનું સત્યાનાશ કાઢી નાંખશે. જેમ વાંસનું ફળ વાંસના જ વિનાશ માટે થાય છે તેમ શિષ્યનો અવિનય શિષ્યને જ નુકસાનકારી બને. (२६) जे आवि मंदित्ति गुरुं विइत्ता डहरे इमे अप्पसुअत्ति नच्चा । हीलंति मिच्छं पडिवज्जमाणा करंति आसायण ते गुरूणं ।। અર્થ : : ‘મારા ગુરુ તો મંદ છે, મારા ગુરુ તો ઉંમરમાં ય નાના છે, મારા ગુરુ કંઈ વધુ ભણ્યા નથી.' આવા વિચારો કરીને જે મૂર્ખ શિષ્યો ગુરુની હીલના કરે છે તેઓ તો મિથ્યાત્વને પામે છે. આ શિષ્યો ગુરુની ઘોર આશાતના કરનારા છે. (२७) जे आवि नागं डहरं ति नच्चा आसायए से अहिआय होइ । एवायरिअं पि हु हीलयंतो निअच्छई जाइपहं खु मंदो || અર્થ : ‘આ સાપ તો ઘણો નાનો છે, એ મને શું કરવાનો છે ?' એ રીતે વિચારી જેઓ નાનકડા ઝેરી સાપને છંછેડે છે તેઓ મોતને ભેટે છે. એમ મંદ, અજ્ઞાની, નાના એવા પણ ગુરુની આશાતના કરતો મૂર્ખ શિષ્ય સંસારમાં ભટકે છે. (२८) आसीविसो वा वि परं सुरुट्ठो किं जीवनासाउ परं नु कुज्जा । आयरिअपाया पुण अप्पसन्ना अबोहि- आसायण नत्थि मुक्खो || અર્થ : ગુસ્સે થયેલો એવો પણ સર્પ વધુમાં વધુ તો એક ભવનું જ મરણ આપશે ને ? એનાથી વધારે તો એ શું અહિત કરી શકે ? પણ શિષ્યના વિચિત્ર વર્તનને લીધે ગુરુ જો અપ્રસન્ન બને તો એ ગુરુની ‘હાય’ શિષ્યને દુર્લભબોધિ બનાવે. એ શિષ્ય ભવોભવ માટે જિનધર્મ ગુમાવે. અને આ આશાતનાના કારણે શિષ્યનો મોક્ષ ન થાય. (२९) जो पावगं जलिअमवक्कमिज्जा आसीविसं वा वि हु कोवइज्जा । जो वा विसं खायइ जीविअट्ठी एसोवमाऽऽ सायणया गुरूणं ।। અર્થ : ગુરુની આશાતના એટલે ભડભડતી આગમાંથી પસાર થવું. ગુરુની આશાતના એટલે ઝેરી સાપને છંછેડવો. ગુરુની આશાતના એટલે ++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++++++++++++++++++++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ જીવવા માટે ઝેર ખાવું. શી રીતે શિષ્ય બચે? (३०) सिआ हु से पावय नो डहिज्जा अंसीविसो वा कुविओ न भक्खे। सिआ विसं हालहलं न मारे न आ(या)वि मुक्खो गुरुहीलणाए ।। અર્થ : રે ! ચન્દ્રકાન્ત મણિ સાથે રાખનારને ભડભડતી આગ ન બાળે એ હજી બને. અમૃત પી ગયેલાને છંછેડાયેલો ઝેરી સાપ કંઈ જ ન કરી શકે એ હજી બને. હળાહળ ઝેર પીવા છતાં મૃત્યુ ન થાય એ પણ હજી બને. પણ ગુરુહીલના કરનારો શિષ્ય મોક્ષ પામે ? અસંભવ ! (૩૩) નો પડ્યાં સિરસા મિનિચ્છ સુત્ત વ લીë વોરરૂક્યા ! जो वा दए सत्तिअग्गे पहारं एसोवमाऽऽसायणया गुरुणं ।। અર્થ : ગુરુની આશાતના એટલે મસ્તકના ઘા વડે પર્વતના બે ટુકડા કરવાનું ગાંડ સાહસ ! ગુરુની આશાતના એટલે સુતેલા સિંહને જગાડવાની મુર્ખામી ! ગુરુની આશાતના એટલે તીક્ષ્ણ હથિયારની ધાર ઉપર ખુલ્લા હાથના પ્રહારો મારવાની બેવકુફી ! શી રીતે શિષ્ય બચે? (३२) सिआ हु सीसेण गिरि पि भिंदे सिआ हु सीहो कुविओ न भक्खे। सिआ न भिंदिज्ज व सत्तिअग्गं न आ(या)वि मुक्खो गुरुहीलणाए ।। અર્થ : રે! માથા વડે પર્વતના બે ફાડચા થઈ જાય એ હજી કદાચ બને. સિંહ ક્રોધે ભરાય છતાં સામે ઊભેલાને ખાઈ ન જાય એ ય હજી બને. તલવારની ધાર ઉપર હાથના પ્રહારો મારવા છતાં લોહીનું ટીપું પણ ન નીકળે એ ય હજી બને. પણ ગુરુહીલના કરનારો શિષ્ય મોક્ષ પામે? અસંભવ ! (३३) आयरियपाया पुण अप्पसन्ना अबोहि आसायण नत्थि मुक्खो । तम्हा अणाबाहसुहाऽभिकंखी गुरुप्पसायाऽभिमुहो रमिज्जा ।। અર્થ : ઓ શ્રમણો ! તમારા કારણે જો તમારા ગુરુ અપ્રસન્ન થાય તો નક્કી તમે દુર્લભબોધિ થશો. ગુરુની આશાતના કરવાથી તમારો કદી મોક્ષ નહિ થાય. જો તમે અવ્યાબાધ સુખ-મોક્ષસુખને ઈચ્છતા હો તો “ગુરુ શી રીતે પ્રસન્ન થાય ? એનો જ પ્રયત્ન કરવા લાગી પડો. +++++++++ +++++++++++++ +++ ++++++++++++++++ +++++ ૧૨૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ (३४) जहाहिअग्गी जलणं नमसे नाणाहुइमंतपयाभिसित्तं । एवायरिअं उवचिट्ठइज्जा अणंतनाणोवगओऽवि संतो ।। અર્થ : અગ્નિદેવનો પૂજ્ય બ્રાહ્મણ અગ્નિદેવને જાતજાતની આહુતિઓ અને મંત્રપદો દ્વારા સીંચે છે અને એ અગ્નિદેવને નમસ્કાર કરે છે. એમ સાચો શિષ્ય તો ચૌદપૂર્વધર બને તો પણ, અનંતજ્ઞાની બને તો પણ ગુરુની સેવા-વિનય કદી ન છોડે. (३५) जस्संतिए धम्मपयाई सिक्खे तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ कायग्गिरा भो मणसा अ निच्चं।। અર્થ : જે ગુરુ પાસે નવકારાદિ ધર્મપદોને શીખો એમનો ઉચિત વિનય કરવો જોઈએ. એમનો સત્કાર કરવો જોઈએ. મસ્તકે બે હાથ જોડી એમને પ્રણામ કરવા જોઈએ. માત્ર ભણતી વખતે જ નહિ પણ માવજીવ માટે મન-વચન-કાયાથી એ વિદ્યાદાતા ગુરુનો વિનય કરવો જોઈએ. (३६) लज्जा-दया-संजम-बंभचेरं कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरु सययमणुसासयंति तेऽहं गुरुं सययं पूययामि ।। અર્થ : કલ્યાણભાગી ઉત્તમ આત્મા માટે ચાર વસ્તુઓ આત્મવિશુદ્ધિના સ્થાનભૂત છે : (૧) લજ્જા-પાપપૂજારો, (૨) દયા-પર્કાયકરૂણા, (૩) સંયમ, (૪) બ્રહ્મચર્ય. જે મારા ગુરુઓ સતત મને આ ચાર વસ્તુઓ શીખવાડે છે, પળાવે છે તે મારા અનંત ઉપકારી ગુરુદેવની સતત પૂજા કરું છું. (३७) जहा ससी कोमुइजोगजुत्तो नक्खत्ततारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के एवं गणी सोहइ भिक्खुमज्झे ।। અર્થ : આકાશમાં વાદળો નથી, કારતક માસની પૂનમ-કૌમુદી છે. એ વખતે નક્ષત્રો અને તારાઓથી પરિવરેલો ચન્દ્ર આકાશમાં કેવો શોભી ઊઠે છે. એમ ગુરુ પણ સાધુઓની વચ્ચે ખૂબ શોભે છે. (३८) सुच्चाण मेहावि सुभासिआई सुस्सूसए आयरिअमप्पमत्तो । आराहइत्ताण गुणे अणेगे से पावइ सिद्धिमणुत्तरं त्ति बेमि ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ) ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જે બુદ્ધિમાન્ સાધુ ઉપર કહેલા સુંદર વાક્યોને સાંભળીને એકદમ અપ્રમત્ત બની ગુરુની સેવા-ભક્તિ કરે છે તે અનેક ગુણોને આરાધીને સર્વોત્તમ સિદ્ધિને પામે છે એમ શસ્તંભવસૂરિ એવો હું કહું છું. (३९) जे आयरिअउवज्झायाणं सुस्सूसावयणंकरा । सिं सिखा पव ंति जलसित्ता इव पायवा ।। અર્થ : જે શિષ્યો આચાર્ય અને ઉપાધ્યાયની શુશ્રુષા કરે છે, એમની આજ્ઞાનું પાલન કરે છે તેઓનું જ્ઞાન અને સંયમ બે ય વૃદ્ધિ પામે છે. પાણીથી સિંચાયેલા વૃક્ષો કેવા વૃદ્ધિ પામે ! (४०) नीअं सिज्जं गइं ठाणं निअं च आसणाणि य । नीअं च पाए वंदिज्जा नीअं कुज्जा य अंजलि ।। અર્થ : શિષ્યે પોતાનો સંથારો ગુરુ કરતા નીચો રાખવો. ગુરુની પાછળ નમ્ર બનીને ચાલવું. ગુરુની આગળ નમ્ર બનીને ઊભા રહેવું. બેસવાનું આસન પણ ગુરુના આસન કરતા નીચું રાખવું. ગુરુવંદનાદિ વખતે એકદમ નીચે નમી મસ્તક પગને સ્પર્શે એ રીતે વંદન કરવા. એમના દર્શન જ્યારે જ્યારે થાય ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવવું. ( ४१ ) संघट्टत्ता कारणं तहा उवहिणामवि । खमेह अवराहं मे वइज्ज न पुणु त्ति अ ।। અર્થ : શિષ્યનો પગ, કમર, પીઠ ગુરુના શરીરને સ્પર્શે એ તો ઘણી દૂરની વાત છે પણ ગુરુની ઉપધિનો પણ આ રીતે સંઘટ્ટો થાય તો તરત ગુરુદેવને કહેવું કે, ‘મારો આ અપરાધ ક્ષમા કરો. ફરીથી આપની ઉપધિને મારા પગ, કમર, પીઠાદિ સ્પર્શે તેવું નહિ થવા દઉં.' (४२) आयरिअं अग्गिमिवाहि अग्गी सुस्सूसमाणो पडिजागरिज्जा । आलोइअं इंगिअमेव नच्चा जो छंदमाराहयइ स पुज्जी ।। અર્થ : એ શિષ્યને મારા કોટિ વંદન જે પોતાના ગુરુની દૃષ્ટિમાત્ર ઉપરથી, ગુરુના હાવભાવ માત્ર ઉપરથી ગુરુના મનના ભાવને જાણીને ગુરુની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરી ગુરુને પ્રસન્ન કરે છે. બ્રાહ્મણ જેમ અગ્નિને સમ્યક્ સેવતો તે તે કાર્યો કરે એમ આચાર્યની સેવા કરનાર ++++÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૨૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય પૂજ્ય છે. (४३) सक्का सहेउं आसाइ कंटया अओमया उच्छहया नरेणं । अणास जोउ सहेज्ज कंटए वईमए कन्नसरे स पुज्जो || અર્થ : કેટલાક ધનપ્રાપ્તિ માટે ઉત્સાહવંત બનેલા માનવો ધન મળવાની આશાથી શરીરમાં કાંટા ઘોંચાય એને પણ સહન કરી લે છે એ તો હજી સરળ છે. પણ ગુરુ કે ગુરુભાઈઓ દ્વારા બોલાતા, કાનમાં બાણની જેમ ઘૂસી જતા કડવા વચનોરૂપી કાંટાઓને જે સાધુ સહન કરે છે તે પૂજનીય છે. (४४) मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महब्भयाणि ।। અર્થ : લોખંડના કાંટાઓ તો બે-ચાર ઘડી માટે જ દુઃખદાયી બને છે. વળી, શરીરમાં ઘૂસેલા એ કાંટાઓ બહાર કાઢી નાંખવા પણ સહેલા છે. જ્યારે કડવા વચનો તો એવા દુષ્ટ છે કે એ વર્ષો પછી પણ મનમાંથી ભૂંસાતા નથી, વૈરની પરંપરા ઊભી કરે છે, દુર્ગતિ વિગેરે મોટા ભયના કારણ છે. (४५) समावयंता वयणाभिघाया, कन्नंगया दुम्मणिअं जणंति । धम्मुत्ति किच्चा परमग्गसूरे, जिइंदिए जो सहइ स पुज्जो ।। અર્થ : ‘ગુરુ કે ગુરુભાઈઓ વગેરે તરફથી છોડવામાં આવતા કડવા વચનો રૂપી બાણો કાનમાં જઈને સાધુના મનમાં સંક્લેશ, ખેદ, કષાયને ઉત્પન્ન કરનારા બને છે. પણ ‘કડવા વચનો સહન કરવા એ તો ધર્મ છે’ એમ વિચારીને આધ્યાત્મિક જગત્નો જે શૂરવીર સાધુ એ વચનો હસતા હસતા સહન કરે છે એને મારા કોટિ કોટિ વંદન ! (४६) गुणेहि साहू अगुणेहिऽसाहू, गिण्हाहि साहुगुण मुंचऽसाहू । विआणिआ अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो ।। અર્થ : સાધુ માત્ર વેષ ધારણ કરવાથી કે સાધુજીવનની ક્રિયાઓ કરવા માત્રથી નથી બનાતું પણ સાધુના ક્ષમાદિ ગુણો સિદ્ધ કરીએ તો સાચા સાધુ બનાય. એ ગુણો સિદ્ધ ન કરીએ તો ક્રોધાદિ અવગુણો વડે અસાધુ બનાય. માટે ઓ દીક્ષિત આત્મન્ ! તું સાધુના ગુણોને ગ્રહણ ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ કર, અસાધુતાને છોડી દે. તારા આત્માને તારા જ આત્મા વડે જાણી લઈ રાગ-દ્વેષના નિમિતોમાં પ્રશાંત બન. તો જ તું જગપૂજ્ય पनीश. (४७) इह खलु भो पव्वइएणं उप्पन्नदुक्खेणं संजमे अरइसमावन्नचित्तेणं ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव हयरस्सिगयंकुस-पोयपडागाभूआई इमाइं अट्ठारसठाणाई सम्मं संपडिलेहिअव्वाइं भवंति । અર્થ : દીક્ષા લીધા બાદ સાધુજીવનમાં ઉત્પન્ન થયેલા શારીરિક, માનસિક જાતજાતના દુઃખોને લીધે જે મુનિ સંયમજીવનમાં અરતિ પામે, સંયમનો ઉત્સાહ મરી જાય, દીક્ષા છોડવાની ઈચ્છા થાય, સંસાર યાદ આવે એ મુનિ જો હજી દીક્ષા છોડી ચૂક્યો ન હોય તો એણે નીચે બતાવાતી અઢાર વસ્તુઓ સારી રીતે વિચારવા જેવી છે. ઉન્માર્ગે જતા ઘોડાને જેમ લગામ અટકાવે, ગાંડા બનેલા હાથીને જેમ અંકુશ કાબૂમાં લે, સઢ વહાણને બચાવે એમ આ ૧૮ વસ્તુઓનો વિચાર આ સાધુને ફરીથી સંયમમાં સ્થિર, ઉત્સાહી બનાવી દેશે. (४८) तं जहा-हं भो ! दुस्समाए दुप्पजीवी १. लहुसगा इत्तरिआ गिहीणं कामभोगा, २. भुज्जो अ सायबहुला मणुस्सा, ३. इमे अ मे दुक्खे न चिरकालोवट्ठाई भविस्सइ, ४. ओमजणपुरस्कारे, ५. वंतस्स य पडिआयणं, ६. अहरगइवासोवसंपया, ७. दुल्लहे खलु भो ! गिहीणं धम्मे गिहवासमज्झे वसंताणं, ८. आयके से वहाय होइ, ९. संकप्पे से वहाय होइ, १०. सोवक्केसे गिहवासे निरुवक्केसे परिआए, ११. बंधे गिहवासे मुक्खे परिआए, १२. सावज्जे गिहवासे अणवज्जे परिआए, १३. बहुसाहारणा गिहीणं कामभोगा, १४. पत्ते पुण्णपावं, १५. अणिच्चे खलु भो ! मणुआण जीविए कुसग्गजलबिंदुचंचले, १६. बहुं च खलु भो ! पावं कम्मं पगडं, १७. पावाणं च खलु भो ! कडाणं कम्माणं पुब्बिं दुच्चिन्नाणं दुप्पडिकंताणं वेइत्ता मुक्खो, नत्थि अवेइत्ता तवसा वा झोसइत्ता, १८. अट्ठारसमं पयं भवइ । જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૨૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ અર્થ : (૧) હે મુનિ ! તું સંસારમાં પાછો જવા ઈચ્છે છે પણ ત્યાં કંઈ તને આ પાંચમા આરામાં લગભગ બધા જીવો સુખ મળવાનું નથી. દુઃખમાં જીવે છે. (૨) તને જે સ્ત્રી, ભોજનાદિ સુખોની લાલસા જાગી છે, ગૃહસ્થોના એ કામભોગના સુખો અત્યંત હલકા-તુચ્છ છે અને અલ્પકાળ જ ટકનારા છે. (૩) આ કાળમાં બધા મનુષ્યો માયાવી છે. તું કોના ઉપર વિશ્વાસ મુકીશ ? બધા સ્વાર્થી હોવાથી કોઈ તને સાચી સહાય કરવાનું નથી. (૪) હે ભિક્ષુ ! તને અહીં જે દુઃખો આકરા થઈ પડ્યા છે એ તારા દુઃખો શું કાયમ રહેવાના છે ? અમુક કાળ બાદ એ બધા દુઃખો આપમેળે જતા રહેશે, ઓછા થશે. (૫) દીક્ષા છોડ્યા બાદ તારે આજીવિકા ચલાવવા માટે સાવ હલકાં કહેવાતા માણસોના ય ગુલામ બનવું પડશે. એમના સત્કાર-સન્માન કરવા પડશે. સાધુપણામાં તો અબજોપતિઓ પણ તારા પગમાં પડે છે. (૬) ઓ મુનિવર ! તેં ક્યાંય કોઈ માનવીને ઉલ્ટી ચાટતો જોયો છે? સંસારને વમી નાંખ્યા બાદ તું પાછો એને ભેટવા જાય છે તો તું ઉલ્ટી ચાટનારો જ બનીશ ને ? (૭) દીક્ષા છોડનારો સતિમાં જાય એ અસંભવિત છે. એણે તો દુર્ગતિઓનો જ સ્વીકાર કરવો પડશે. (૮) તું કદાચ એમ વિચારતો હોઈશ કે હું ગૃહસ્થ બનીને પણ સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ સુંદર ધર્મોનું પાલન કરીશ. પણ તને ખ્યાલ નથી લાગતો કે ગૃહવાસમાં ફસાયેલા એ સંસારીઓ સંસારી કામો અને ચિંતાઓથી એવા તો ઘેરાયેલા હોય છે કે એમને માટે સુંદર ધર્મની આરાધના ઘણી દુર્લભ છે. (૯) અહીં તું મરે તો સમાધિ આપનારા ગુરુભગવંતો તારી પાસે છે, પણ ગૃહસ્થ બન્યા પછી તને જે રોગાદિ થશે એ તો તને અસમાધિમરણ જ આપશે. ત્યાં વળી સમાધિ કોણ આપે ? અને ←÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ ++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ અસમાધિમરણ એટલે અનેક મરણોની પરંપરાનું મૂળ. (૧૦) ગૃહસ્થોને તો જાતજાતના માનસિક સંકલ્પો સતાવે, જે એમને અસમાધિમરણ કરનારા બને. (૧૧) સાધુજીવન અને સંસારીજીવનમાં આસમાન-જમીનનો તફાવત છે. સંસારીજીવન એકલા ક્લેશો, દુઃખોથી ભરેલું છે. સાધુજીવન એ બધા ય સંક્લેશો વિનાનું છે. (૧૨) સંસારીજીવન બંધન છે તો સાધુજીવન મુક્તિ છે. (૧૩) સંસારીજીવનમાં તો પુષ્કળ પાપો કરવા પડે. સાધુજીવનમાં એક પણ પાપ કર્યા વિના પ્રસન્નતાપૂર્વક જીવી શકાય. (૧૪) સંસારીઓના સુખોમાં નવીનતા છે જ ક્યાં? જે કામસુખો રાજા ભોગવે એ જ ગરીબ ભોગવે, એ જ દેવો ભોગવે, એ જ ગંધાતી ગટરમાં રહેનારા ભૂંડો ભોગવે. એવા સુખો પાછળ તે કંઈ લંપટ થવાય? (૧૫) દીક્ષા છોડ્યા બાદ તું જે કંઈ પાપો કરીશ એ બધા તારે એકલાએ જ ભોગવવાના આવશે. પત્ની, કુટુંબાદિ માટે કરેલા પાપો એ પત્ની વગેરેના ભાગે જવાના નથી. (૧૬) રે ! આ માનવજીવન ઘણું દુર્લભ છે હોં ! અને ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુની માફક ખૂબ ચંચળ છે, અનિત્ય છે. એને આ દીક્ષાત્યાગ દ્વારા નિષ્ફળ ન કરીશ. (૧૭) તને દીક્ષા છોડવાની ઈચ્છા થાય છે એટલે લાગે છે કે તે નક્કી ઘણું ચારિત્રમોહનીય વગેરે કર્મ બાંધેલ છે, તો દીક્ષા છોડવાથી એ નાશ નહિ પામે. અહીં જ રહી ગુરુના માર્ગદર્શન પ્રમાણે એનો નાશ કર. (૧૮) યાદ રાખ કે પૂર્વભવોમાં દુષ્કર્મ કરીને ભેગા કરેલા કર્મોથી બે જ રીતે છુટકારો થાય: (૧) એ કર્મોને સમ્યગ રીતે ભોગવી લેવાથી (૨) તપ દ્વારા એ કર્મોને ખતમ કરી નાંખવાથી. કર્મોને સમ્યગુ સહન કરવા કે તપથી ખતમ કરવા ગૃહસ્થ માટે શક્ય નથી. ૧૨૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ (४९) जया य चयइ धम्म अणज्जो भोगकारणा । से तत्थ मुच्छिए बाले आयई नावबुज्झइ ।। અર્થ: આ અઢાર વસ્તુઓ સમજાવવા છતાં જો અનાર્ય સાધુ ભોગસુખો ભોગવવા માટે ચારિત્રધર્મને છોડી દે તો એ ભોગસુખોમાં મૂચ્છિત થયેલો મૂર્ખ સાધુ પોતાના ભવિષ્યને સમજતો જ નથી. (५०) जया ओहाविओ होइ इंदो वा पडिओ छमं । सव्वधम्मपरिब्भट्ठो स पच्छा परितप्पइ ।। અર્થ : ઈન્દ્ર ધરતી ઉપર પડે એમ જ્યારે મુનિ દીક્ષા છોડી દે ત્યારે સર્વધર્મથી ભ્રષ્ટ થયેલા અને પાછળથી ખૂબ જ પસ્તાવાનો વારો આવે છે. (५१) जया अ वंदिमो होइ पच्छा होइ अवंदिमो । देवया व चुआ ठाणा स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષાપર્યાયમાં કરોડપતિઓ વડે વંદાતો એ મુનિ દીક્ષા છોડ્યા બાદ સર્વત્ર ધિક્કાર પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થયેલા દેવની જેમ એ બિચારો પછી ખૂબ પસ્તાવો કરે છે. (५२) जया अ थेरओ होइ समइक्कंतजुव्वणो । मच्छु ब्व गलं गिलित्ता स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષા છોડ્યા બાદ એ ઉદ્ગજિત કાળક્રમે વૃદ્ધ થાય, યૌવનાવસ્થા સમાપ્ત થાય ત્યારે એ ખૂબ પશ્ચાત્તાપ કરે છે. પેલો માછલો ! માંસની લાલચમાં માછીમારના માંસ સાથે લાગેલા કાંટામાં ફસાઈ ગયા બાદ કેવો પસ્તાવો કરે છે ! (५३) जया अ कुकुडुंबस्स कुतत्तीहिं विहम्मइ । हत्थी व बंधणे बद्धो स पच्छा परितप्पइ ।। અર્થ : દીક્ષા છોડી સંસાર તો માંડ્યો પણ પત્ની કજીયાળી મળી ! પુત્રો નપાવટ, ઉશ્રુંખલ મળ્યા ! પેટ ભરી શકાય એટલી આજીવિકા માંડ મળી. રોજેરોજ એ કુટુંબની જાતજાતની ચિંતાઓ વડે આ ઉદ્ગજિત હેરાન થાય ત્યારે બંધનમાં બંધાયેલા હાથીની જેમ એ બિચારો ખૂબ પસ્તાવો કરે કે દીક્ષા ન છોડી હોત તો કેટલું સારું થાત! જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ (५४) अज्ज आहे गणी हुतो भाविअप्पा बहुस्सुओ । जइऽहं रमंतो परिआए सामण्णे जिणदेसिए ।। અર્થ: જો મેં દીક્ષા ન છોડી હોત, પરમાત્માએ બતાવેલા સાધુપર્યાયમાં રમતો હોત તો આટલા વર્ષો બાદ હું આચાર્ય બની ગયો હોત. શાસ્ત્રોના વાંચનાદિથી મારો આત્મા ખૂબ જ ભાવિત બન્યો હોત. હું બહુશ્રુત હોત. () देवलोगसमाणो अ परिआओ महेसिणं । रयाणमरयाणं च महानरयसारिसो ।। અર્થ : જે મહર્ષિઓ સંયમધર્મમાં લીન બની જાય છે એમને તો આ સાધુપર્યાય દેવલોક જેવો જ થઈ પડે છે. પણ જેઓ આ સંયમમાં લીન નથી બની શકતા તેઓને તો સાધુજીવનની પ્રત્યેક પળ મહાનરકની વેદનાઓનો અનુભવ કરાવે. (५६) धम्माउ भद्रं सिरिओ अवेयं जन्नगिविज्झाअमिवऽप्पते । ___ हीलंति णं दुविहिरं कुसीला दादुढिअं घोरविसं व नागं ।। અર્થ : જે સાધુઓ ચારિત્રધર્મથી ભ્રષ્ટ થાય છે, જ્ઞાન-ધ્યાન-સંયમાદિ લક્ષ્મીઓ વિનાના બને છે એ તો ઓલવાઈ ગયેલા અને માટે જ અત્યંત અલ્પ તેજવાળા અગ્નિ જેવા નિસ્તેજ બને છે. જે ભયંકર ઝેરી સાપના મોઢામાંથી ઝેરની કોથળી નીકળી જાય અને પછી બધા જ પરેશાન કરે. એમ બધા દુર્જનો આ દીક્ષા છોડનારાની હીલના, તિરસ્કાર, મશ્કરી કરે. (५७) इहेवऽधम्मो अयसो अकित्ती, दुन्नामधिज्जं च पिहुज्जणमि । चुअस्स धम्माउ अहम्मसेविणो, संभिन्नवित्तस्स य हिट्ठओ गई ।। અર્થ: એ ઉત્પવ્રજિતને આ લોકમાં ચારિત્રત્યાગ રૂપી મોટો અધર્મ ચોટે છે, ચારે બાજુ અપયશ-અપકીર્તિ ફેલાય છે. લોકોમાં એનું નામ લેવું પણ પાપ ગણાવા મંડાય છે. ધર્મભ્રષ્ટ થયેલા, અધર્મ સેવનારા, મહાવ્રતના વિરાધક એ આત્માની દુર્ગતિ થાય છે. ૧૩૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ (५८) भुंजित्तु भोगाई पसज्झचेअसा, तहाविहं कट्टु असंजमं बहुं । गई च गच्छे अणभि (हि)ज्झिअं दुहं, बोही अ से नो सुलहा पुणो पुणो ।। અર્થ : ઓ ઉત્પ્રવ્રુજિત ! અત્યારે તું તદ્દન આસક્ત બનીને ભોગ ભોગવે છે. હિંસા, મૈથુનાદિ પુષ્કળ અસંયમ સેવે છે. પણ મર્યા બાદ તું તને બિલકુલ ન ગમે એવી દુર્ગતિઓમાં જઈશ, જ્યાં તને જિનધર્મની પ્રાપ્તિ દુર્લભ બનશે. (५९) इमस्स ता नेरइअस्स जंतुणो, दुहोवणीअस्स किलेसवत्तिणो । पलिओवमं झिज्झइ सागरोवमं, किमंग पुण मज्झ इमं मणोदुहं ।। અર્થ : દીક્ષા છોડતા પહેલા એટલું વિચાર કે આ ભયંકર દુ:ખો ભોગવનારા, પુષ્કળ સંક્લેશમાં રહેનારા નારકના જીવોનો પલ્યોપમો અને સાગરોપમો જેટલો ઘણો વિરાટ કાળ પણ એક દિવસ સમાપ્ત થાય છે અને એ જીવ દુઃખથી છુટકારો પામે છે તો ૫૦-૬૦ વર્ષ માટેના ખૂબ જ તુચ્છ કહી શકાય એવા મારા સંયમજીવનના શારીરિક, માનસિક દુઃખો તો શી વિસાતમાં ? (६०) न मे चिरं दुक्खमिणं भविस्सइ, असासया भोगपिवास जंतुणो । न चे सरीरेण इमेणऽविस्सइ, अविस्सइ जीवियपज्जवेण मे । અર્થ : તું વિચાર કે,‘મારું આ સંયમજીવનનું દુ:ખ કાયમ રહેવાનું નથી. મને આજે કામભોગની વાસનાઓ જાગી છે પણ જીવોની આ વાસનાઓ પણ કાયમ ટકતી નથી. હજી થોડાક વર્ષો સંયમજીવન ખેંચી કાઢું તો વાસનાઓ એની મેળે શાંત પડી જશે. કદાચ આ ભવમાં, આ શરીરમાં આ ભોગવાસના નાશ ન પામે તો ય શું ? મારું જીવન પૂર્ણ થશે ત્યારે તો અવશ્ય નાશ પામી જ જશે ને ? તો પછી શા માટે એ વાસનાને પરવશ થઈ મારે દીક્ષા છોડવી ?’ (६१) जस्सेवमप्पा उ हविज्ज निच्छिओ, चइज्ज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलंति इंदिआ, उविंतवाया व सुदंसणं गिरिं ।। અર્થ : આવા પ્રકારની ભાવનાઓ દ્વારા જે સંયમીનો આત્મા સાધુપણામાં સ્થિર થઈ જાય છે તે શરીર ત્યાગી દે છે પણ સંયમધર્મનો ત્યાગ ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી. ભયંકર વાવાઝોડાઓ પણ જેમ મેરુને ડગાવી શકતા નથી તેમ પાંચ ઈન્દ્રિયો આ સંયમીને ચલિત કરી શકતી નથી. (६२) गिहिणो वेआवडिअं न कुज्जा, अभिवायणवंदणपूअणं वा । असंकिलिट्ठेहिं समं वसिज्जा, मुणी चरित्तस्स जओ न हाणी ।। અર્થ : સાધુઓએ ગૃહસ્થોની વૈયાવચ્ચ ન કરવી. (ગૃહસ્થોને રોગમાં દવા આપવી, દવા બનાવવી, ગૃહસ્થને બામ ઘસી આપવો.) ગૃહસ્થોનું અભિવાદન, વંદન કે પૂજન પણ સાધુએ ન કરવું. (આવો, બેસો, તબિયત સારી છે ને ? ઇત્યાદિ શબ્દો ન બોલાય.) તથા સાધુએ સંક્લેશ વિનાના સાધુઓ સાથે રહેવું, જેથી પોતાના ચારિત્રની હાનિ ન થાય. (૬૩) નો પુવરત્તાવરત્તાને, સંવેદ્દા ગપ્પામશે । किं मे कडं किं च मे किच्चसेसं, किं सक्कणिज्जं न समायरामि ? (६४) किं मे परो पासइ किं च अप्पा, किं वाऽहं खलिअं न विवज्जयामि । इच्चेव सम्मं अणुपासमाणो, अणागयं नो पडिबंध कुज्जा ।। અર્થ : સાધુએ સૂર્યાસ્ત થયા બાદ (કે પછી છેલ્લે સંથારામાં સૂતી વખતે) અને સવારે ઊઠ્યા બાદ આત્માનું નિરીક્ષણ કરવું જોઈએ. તે આ પ્રમાણે : (૧) આજે મેં શું કર્યું ? કેટલી ગાથા ગોખી ? કયો તપ કર્યો? (૨) મારે શું કરવાનું બાકી રહી ગયું છે ? (૩) એવા આચારો કયા છે ? કે જે હું મારી શક્તિ હોવા છતાં પણ આચરતો નથી ? (૪) મારી સાથેના સાધુઓ મને શું માને છે ? શું તેઓ મને ખાઉધરો, કષાયી, સ્વાર્થી, આળસુ માને છે ? (જો માનતા હોય તો એમાં કોઈક તથ્ય હોવું જ જોઈએ.) (૫) મને મારી જાત કેવી લાગે છે ? (૬) હું મારી કઈ ભૂલોને દૂર નથી કરતો ? જે સાધુઓ આ છ વસ્તુઓ સારી રીતે વિચારે છે તેઓ ભવિષ્યમાં અસંયમમાં આદરવાળા બનતા નથી પરંતુ વધુ ને વધુ સંયમી બને છે. 11*1***************************************** |||||||||||||tt|+ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૩૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ (६५) अप्पा खलु सययं रक्खिअव्वो, सबिदिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ त्ति बेमि ।। અર્થ : છેલ્લી ગાથામાં આખા ય દશવૈકાલિક સૂત્રનો સાર આપતા હું શથંભવસૂરિ કહું છું કે હે પરમકૃપાળુ પરમાત્મા મહાવીરદેવના શ્રમણો ! તમારી પાંચે ય ઇન્દ્રિયોને સારી રીતે સમાધિવાળી બનાવી દો, એમને એમના વિષયોમાંથી પાછી વાળી દો અને એ દ્વારા સતત આત્માની રક્ષા કરો. જો ઈન્દ્રિયો ઉછુંબલ બનશે તો રક્ષા નહિ પામેલો આત્મા સંસારભ્રમણને પામશે. અને જો આત્માની રક્ષા થશે તો એ સર્વદુઃખોથી મુક્ત થશે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સાધુજીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હોય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાના હોય છે માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના અતિપ્રકર્ષના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લોકોત્તર સંયમની આરાધનાના અનુકૂળ સાધનોની સફળતા યથાયોગ્ય શી રીતે મેળવી શકે તે અંગે શ્રીઆચારાંગ આદિ શાસ્ત્રોમાં નાના પ્રકારનું વર્ણન છે, તે બધાના આધારે ઉપયોગી અભ્યાસક્રમ અહીં જણાવાય છે. ૧. પ્રથમ તો સાધુ-સાધ્વીએ દીક્ષાનો પરમાર્થ સમજી બાહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પોતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવંતોના વચનોને પૂર્ણ વફાદાર રહેવું ઘટે. તે વચનો પણ પોતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ-યથાર્થ ન સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પોતાના ગુરુભગવંતો પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પોતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગ્રત રહેવું ઘટે. ૨. દીક્ષા લીધા પછી રોજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું. ૩. આવશ્યક સૂત્રોના અર્થો, સામાચારીની નિર્મલતા, આવશ્યક ક્રિયાની સમયાદિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુજીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૪. દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવો જરૂરી છે, જેનાથી આત્મા સંયમ-વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. ૧. આવશ્યક ક્રિયાના સૂત્રો (અર્થ સાથે) શક્ય હોય તો સંહિતા, પદસંધિ, સંપદા અને ઉચ્ચારશુદ્ધિની યોગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૧૩૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રન્થનો અર્થ ધારી, તેમાંથી ધ્યાન રાખવા લાયક નોંધ કરી, રોજ તે સંબંધી યોગ્ય ઉપયોગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવો. આખા દશવૈકાલિક સૂત્રનો યોગ ન બને તેમ હોય તો પણ પહેલા પાંચ અધ્યયનો, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાઓ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી તેમજ દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયનોની સક્ઝાયો ગુરુગમથી ધારવી અને બને તો ગોખવી. ૩. શ્રીઓઘનિયુક્તિ ગ્રન્થની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, સ્પંડિલભૂમિ, રોગ-ચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી યોગ્ય જયણા આદિની નોંધ કરવી. ૪. વૈરાગ્યવાહી ગ્રન્થોનું વાંચન-મનનાદિ જેમકે શ્રી અધ્યાત્મકલ્પદ્રુમનો બીજો, પાંચમો, આઠમો, નવમો, અગિયારમો, તેરમો અને પંદરમો અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રીઉપદેશમાલા, શ્રી શાંતસુધારસ, શ્રીરત્નાકરપચ્ચીશી, શ્રીહૃદયપ્રદીપછત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેરે ગ્રંથો. ૫. દ્રવ્યાનુયોગનો પ્રાથમિક અભ્યાસ ચારે અનુયોગમાં પ્રધાન ચરણકરણાનુયોગની મહત્તા-સફળતા દ્રવ્યાનુયોગની સાપેક્ષ વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક કક્ષામાં વર્તતા બાલજીવોને માટે ચરણકરણાનુયોગ અમુક ક્રિયાઓના શુભ આસેવનના બળે આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તો તે ભૂમિકા ઉપર યોગ્ય સંસ્કારોનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યાનુયોગની સાપેક્ષપ્રધાનતા (પોતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, (શક્તિ-ક્ષયોપશમ આદિની અનુકૂળતા હોય તો છ કર્મગ્રંથ, નહિ તો ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રીતત્વાર્થ સૂત્ર, શ્રી નયકર્ણિકા, શ્રીપ્રમાણનયતત્ત્વલોકાલંકાર અને શ્રીદ્રવ્યગુણપર્યાયનો રાસ, સમકિતના ૬૭ બોલની સઝાય, યોગદષ્ટિની સક્ઝાય વગેરે તાત્ત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથોનું અધ્યયન જરૂરી છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ આમાંના કેટલાક સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માંગે તેવા છે, છતાં સંસ્કારરૂપે યત્કિંચિત્ અંશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્મણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથો પણ આમાં જણાવ્યા છે. ૬. ઉપર મુજબનું પાયાનું તાત્ત્વિક શિક્ષણ મળ્યા બાદ શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂળ સર્વ સાધનોનો સંપૂર્ણ વ્યવસ્થિત ઉપયોગ જયણાપ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિનો પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિર્જરાના માર્ગે જલ્દી આગળ વધી શકાય તે માટે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તો દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે સ્વકલ્યાણને અનુકૂળ અધ્યવસાયશુદ્ધિના સાધનો તાત્ત્વિક શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય તો જીવનમાં પડેલા અનાદિકાળના સંસ્કારો માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે. આમ છતાં ઉપર જણાવેલ બાબતોમાં યોગ્ય ગીતાર્થ જ્ઞાની ગુરુ . ઔચિત્યાનૌચિત્યનો વિચાર કરી યોગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવર્તનારા આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મુકાઈ જાય છે. માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપનો લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવંત થવાની જરૂર છે. પરિશિષ્ટ-૨ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧. વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ રાખવો. ૨. દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩. દોડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાતો કરવી સાધુ ૧૩૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ માટે ઉચિત નથી. ૪. ભૂલ થઈ જાય તો સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસ એકરાર કરવો જોઈએ. ૫. કપડાંનો કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવો. ૬. વારંવાર વાપરવું કે વાસના પોષવા ખાતર વાપરવું ઉચિત નથી. ૭. સારી વસ્તુ આપણી પાસે આવી હોય તો બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. ૮. ગુરુ મહારાજ આવે ત્યારે “મFણ વંદામિ' કહેતાં જ ઊભા થવું જોઈએ. ૯. પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુઆજ્ઞા થયા પછી કદી પણ ન કરવો. બહુવેલ સંદિસાડું આદેશના મર્મને સમજવાની જરૂર છે. ૧૦. કોઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તો ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ૧૧. બંને ટંકનું પ્રતિક્રમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. ૧૨. મુહપત્તિનો ઉપયોગ બરાબર જાળવવો. ૧૩. શ્રાવકો-ગૃહસ્થોને “આવો, જાઓ, આ કરો, તે કરો એમ આદેશાત્મક વચન કહેવાય નહિ. ૧૪. રસ્તામાં ચાલતાં આડું-અવળું જોવું નહિ, વાતો કરવી નહિ, ભણવું, ગોખવું કે આવૃત્તિ-પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫. ઈર્યાસમિતિનો ઉપયોગ બરાબર જાળવવો. ૧૬. કોઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. ૧૭. સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારીને જોવી નહિ. (એ જ રીતે સાધ્વી માટે પુરુષનું સમજવું.) ૧૮. વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દૃષ્ટિપડિલેહણ કરવું જોઈએ. ૧૯. બીજા સાધુના પાતરાં તરફ નજર ન કરવી કે “એને શું આપ્યું?” કે “એણે શું વાપર્યું ?' આદિ. - જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છોડવી જોઈએ. ૨૧. ઓછું, સાદું અને વૃત્તિસંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવના આવે છે. ૨૨. કોઈપણ સાધુ કામ બતાવે તો હર્ષપૂર્વક તે કામ કરવા તૈયાર થવું જોઈએ. ૨૩. સંયમના ઉપકરણો સિવાયની ચીજોનો ઉપયોગ સાધુ માટે અનિષ્ટ છે. ૨૪. “સારી વસ્તુ બીજાઓને ભલે મળો! મારે ગમે તે વસ્તુથી ચાલશે આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. ૨૫. વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઈએ કે આ ગોચરી-પાણી વાપરું ? ૨૬. બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચખાણ સાધુ માટે ઉચિત નથી. ૨૭. સવારમાં ઊઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ અને ગુરમહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવી આત્મસમર્પણનો ભાવ કેળવવો જોઈએ. ૨૮. સવારમાં દશ વાગ્યા સુધી કંઈપણ નવું આગમિક, પ્રાકરણિક કે સૈદ્ધાન્તિક ગોખવું જોઈએ. ૨૯. સ્તવન, સઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગોખાય. ૩૦. ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય ૩૧. સવારે રાઈ પ્રતિક્રમણ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું પણ ચાર વાગ્યે ઊઠી તો જવું અને ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરી ચૈત્યવંદન અને ભરખેસરની સઝાય સુધી કરી મંદ સ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસ્સગ્ન કરવા. ૩૨. સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શોભે નહિ. ૩૩. સંયમના ઉપકરણો, ભણવાના પુસ્તકો આદિ સાચવીને વ્યવસ્થિત રાખવા જોઈએ. ૩૪. સારા કપડાં કે સારું વાપરવાનું મળે તેવો વિચાર પણ ન આવવા દેવો. ૧૩૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ સંયમોપયોગી શુદ્ધ યથાસમયે જેવા મળે તેવા વસ-આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫. વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નભાવવા માટે નછૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવો જોઈએ. ૩૬. આયંબિલનો તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળો આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓનો વધુ પડતો પરિભોગ સાધુએ ન કરવો જોઈએ. ૩૭. સંયમના સઘળા ઉપકરણો અને પુસ્તકો વગેરેનું સવાર-સાંજ જયણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કોઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ. ૩૮. સાધુની કોઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ. તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના તેમજ અયતના અધિકરણનો દોષ લાગે છે. ૩૯. રસ્તામાં સામેથી કોઈપણ સાધુ મળે તો વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી “મFએણ વંદામિ' કહેવું. ૪૦. સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર ખલાસીસમા ગુરુમહારાજની આજ્ઞાનુસાર વર્તન રખાય તો ભવસમુદ્રથી પાર પમાય, અન્યથા સંભવ નથી. ૪૧. “સારું સારું વાપરવાથી, સારી ચીજોનો ઉપયોગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે' એમ વિચારવું. ૪૨. પાંચ તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી. ૪૩. પર્વતિથિ અને વિશિષ્ટ દિવસોએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કરવો. ૪૪. સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિનો ખ્યાલ બરાબર કેળવવો. ૪૫. બ્રહ્મચર્ય સંયમનો પ્રાણ છે, તે વિના સંયમ મડદા જેવું છે. માટે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન બરાબર કરવા માટે ઉપયોગવંત રહેવું. ૪૬. સાધુએ બોલવામાં કદી પણ “જકારનો પ્રયોગ ન કરવો. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ સંયમની સાધનારૂપ પગદંડીઓ ૧. ગુરુઆજ્ઞા એ સંયમસાધનાનો મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય જ નથી. ૨. ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમસાધનાનું મુખ્ય અંગ છે. ૩. ગુરુમહારાજનો ઉપકાર રોજ સ્મરણ કરવો જોઈએ કે મને ભવસમુદ્રમાં પડતો કેવો બચાવ્યો ? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરૂણા વરસાવી રહ્યા છે. ૪. ગુરુમહારાજ કાંઈ પણ કહે, આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠોર સ્વરે તર્જનાદિ પણ કરે, આ બધું મારા આત્માના એકાંત હિતાર્થે છે. મારા ભાવરોગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય-તીવ્ર કે કડવા ઔષધોના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે !!! આ જાતની શુભ ચિંતના વિવેકબળે ટકાવવી જરૂરી છે. ૫. પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડીલની સામે કદી પણ જેમ તેમ અસભ્ય ન બોલાય. આ માટે પૂરતું ધ્યાન રાખવું. ૬. શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી પાપોની વધુ નિર્જરા થાય છે. ૭. પાંચ મહાવ્રતોનું પાલન પોતાના વ્હાલા પ્રાણોની જેમ કરવું જોઈએ. ૮. કોઈપણ સાધુના દોષો આપણાથી જોવાય નહિ. બીજાના દોષો જોવાથી પોતાનો આત્મા દોષવાળો બને છે. કાળું જોવાથી મન કાળું બને છે, ઉજળું જોવાથી મન ઉજળું બને છે. ૯. બીજાના ગુણો જ આપણે જોવા જોઈએ. ૧૦. કોઈની પણ અદેખાઈ-ઈર્ષ્યા સાધુથી ન કરાય. ૧૧. બીજાની ચઢતી જોઈને રાજી થવું જોઈએ. ૧૨. ‘દરેકનું ભલું થાઓ' આવી ભાવના નિરંતર રાખવી જોઈએ. ૧૩. પોતાના ઉપકારી ગુરુ મહારાજના દોષો કે ભૂલો તરફ કદી પણ નજર ********** નનનનન+ ૧૪૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ ન જવા દેવી. ૧૪. શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ ૧૫. શું ખાઈશ? ક્યારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તો? આદિ શુદ્ર વિચારણાઓ કરવી ઉચિત નથી. ૧૬. ગમે તેવો કડવો બોલ (શબ્દ) સહન કરે તે સાધુ ૧૭. “હું” અને “મારું” ભૂલે તે સાધુ ૧૮. “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલો ! મારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી. ૧૯. હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦. કોઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ. ૨૧. ગમે તેવી પણ કોઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ જાય તો પેટમાં જ રાખવી. ૨૨. કોઈની પણ નિંદા કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ. ૨૩. સ્વભાવ શાંત રાખવો. ૨૪. “સંસાર દુઃખની ખાણ છે અને સંયમ સુખની ખાણ છે.” આ વાત બરાબર યાદ રાખવી. ૨૫. કોઈપણ વાતનો કદાગ્રહ ન રાખવો. ૨૬. હંમેશા સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવો. ૨૭. કોઈ પણ વાતમાં ‘જ કારનો પ્રયોગ ન કરવો. ૨૮. ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિ. ૨૯. ગુરુ મહારાજની અનુકૂળતાઓ સાચવવી એ જ સંયમશુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૦. આપણા હિતની વાત કડવી હોય તો પણ હસતે મુખે સાંભળવી. ૩૧. ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરિયાતો ઘટાડવી એ સાધુતાની સફળતા છે. ૩૨. મરણ ક્યારે ? તેનું કંઈ ધોરણ નથી, માટે શુભ વિચારોને અમલી બનાવવામાં પ્રસાદી ન રહેવું. # # Hitittikt+++++++++++14+Hit++++++++++++++++++it+H+Hit++I+H++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) # ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩૩. આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈ ન જવું તેમજ નિંદા સાંભળી ક્રોધ ન કરવો. ૩૪. “આત્મામાં અનંત શક્તિ છે એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સંયમ, જ્ઞાન, ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વિર્યોત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. ૩૫. સંયમાનુકૂલ કોઈ પણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું. કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તો પણ વિચારોથી કાયર કદી ન બનવું. ૩૬. આંખ, કાન, જીભ વગેરે ઈન્દ્રિયો ડાકૂ છે. તે આત્માનું બધું પુણ્યધન લૂંટી લે છે, માટે ઈન્દ્રિયો કહે તેમ ન કરવું પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. ૩૭. મધુર ખાવાની સારી ચીજો કે જોવાલાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મ-મરણ કરવા પડે છે માટે ઈન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. ૩૮. પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાનો વિજય એ સુખની ચાવી છે, માટે - જેમ બને તેમ મુનિએ નિઃસ્પૃહતા ખૂબ કેળવવી જોઈએ. ૩૯. વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. ૪૦. સાધુ જો સંયમની પાલના આરાધકભાવથી કરે તો મોક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે પણ વિરાધભાવથી સંયમ દૂષિત કરે તો નરક, તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે. ૪૧. ગુરુનો અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. ૪૨. શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ, તપ અને સ્વાધ્યાયાદિ | પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ ૪૩. દીક્ષા લીધા પછી મા-બાપનો કે સગાવહાલાનો મોહ ન રખાય, તેમની સાથે ગુરુઆજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય. ૪૪. સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લોઢાના ગોળા જેવા તે ગૃહસ્થો સાથે નિરપેક્ષ રીતે કે સ્વચ્છંદ રીતે ૧૪૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ સંભાષણ, પરિચય કે પત્ર-વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. ૪૫. સાચા સંયમી માટે ગૃહસ્થો સાથેનો પરિચય પાપ છે. ૪૬. પાપનો બાપ લોભ છે અને પાપની માતા માયા છે. ૪૭. નકામી વાતો કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ. ૪૮. જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રયોજન વગરની કોઈપણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ. ૪૯. વિચારોમાં ઉદારતા, સ્વાર્થરહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજ્જવલતર બનાવવામાં વધુ ચોક્કસ રીતે ફલવતી થાય છે. , ૫૦. ‘હું જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમનો અધિકારી છું.' આ જાતની જવાબદારી સતત જાગ્રત રાખવી જોઈએ, જેથી હલકા વિચારો કે ક્ષુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. ૫૧. સાધુને ચિંતા હોય તો એક જ કે ‘ભવભ્રમણથી શી રીતે બચાય ?’ અને તે માટે જરૂરી સંયમની પાલના ગુરુચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પરની દીનતા સાધુનું મોટામાં મોટું દૂષણ છે. ૫૨. મોટા બેરિસ્ટરો કે વકીલો ગિની-સોનામહોરોના હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે, તો તેના કરતાં પણ સંયમી જીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે, તેથી નિષ્પ્રયોજન વાતો કે અનુપયોગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. ૫૩. જે સાધુ ઇન્દ્રિયોના વિકારોને પોષવામાં કપડાં, શરીરની ટાપટીપ કે માનપાનમાં ફુલાઈ જાય તેનું જીવન અધોગામી જ બને છે. ૫૪. સાધુએ ખાસ કામ વિના આસનેથી ઊઠવું ન જોઈએ. નિષ્પ્રયોજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. ૫૫. સાધુએ ચંચળતા છોડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. પ૬. ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી શરીરમાં રોગ ન થાય. ૫૭. સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમકે તે વેળાએ મન ++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનમાં જલ્દી વળી શકે છે. ૫૮. સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરવો. ૫૯. સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાયોચિત, નિરવદ્ય અને પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈએ. ૬૦. ગુરુમહારાજનો ઠપકો મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠો લાગવો જોઈએ. ૬૧. સારું બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રોગી બનતો નથી. ૬૨. બ્રહ્મચર્ય-મંગથી બાકીના ચાર મહાવ્રતોનો પણ ભંગ થઈ જાય છે. ૬૩. સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હોય, આ લોક કરતાં પરલોકની ચિંતા વધુ હોય છે. ૬૪. સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ-વિદ્યા કરી પોતાને હોશિયાર માને તે સાધુ ન કહેવાય. ૬૫. દરેક ધર્મક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે અહો નિષ્કારણ કરુણાલુ પરમાત્માએ ભવોદધિતારક કેવી સરસ ક્રિયાઓ નિર્દેશી છે ? ૬૬. સવારમાં રોજ ઊઠતાં જ વિચારણા કરવી ઘટે કે “હું સાધુ છું ! મારે પાંચ મહાવ્રતો પાળવાના છે! મારું કર્તવ્ય હું શું નથી કરતો? મેં કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી ? તપમાં શક્તિ ગોપવું છું કે કેમ ?” આદિ. ૬૭. ગુરુમહારાજની ઈચ્છાને અનુકૂળ રહેવું તે સંયમીનું પ્રધાન કર્તવ્ય છે. ૬૮. ગુરુમહારાજની કોઈપણ આજ્ઞાને આત્મહિતકર માની હૃદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરવો. ૬૯. પોતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતો નથી. ૭૦. “મને આમ લાગે છે માટે હું તો આમ જ કરીશ' એવો કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખવો. ૭૧. સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈનો વપરાશ, શરીરની શોભા-ટાપટીપ, આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે. ૧૪૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૭૨. સંસારને દુઃખથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ કર્યો. હવે તે સંસારની ફુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. ૭૩. સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું. ૭૪. સંયમમાં દુઃખ ઓછું, સુખ વધારે અને સંસારમાં સુખ ઓછું, દુઃખ વધારે-આ એક નક્કર હકીકત છે ! ભલે બાહ્યદષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે “સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે. ખરેખર આ ભ્રમાત્મક અનુભવ છે. પરિશિષ્ટ-૪ - સંયમીનું વ્યવસ્થાપત્રક ૧. સવારે કેટલા વાગે ઊઠ્યા ? ૨. કેટલો જલ્પ કર્યો ? ૩. કેટલા શ્લોક વાંચ્યા ? ૪. કેટલા શ્લોક કંઠસ્થ કર્યા ? ૫. કેટલો વખત જ્ઞાનગોષ્ઠી કરી ? ૬. કેટલો વખત મૌન રહ્યા ? ૭. કેટલો વખત વિકારી ભાવ ઉપજ્યા ? ૮. બીજાનું કામ પરમાર્થ વૃત્તિથી કર્યું કે નહિ? ૯. કેટલી વાર અસત્ય ભાષણ ? ૧૦. કેટલી વાર માયા-પ્રયોગ ? ૧૧. કેટલી વાર ક્રોધ થયો? ૧૨. કેટલી વાર ચિડાણા ? ૧૩. કેટલો સમય ફોગટ ગુમાવ્યો? ૧૪. શાસ્ત્રોનું વાંચન-શ્રવણ કર્યું? ૧૫. આજે ખાસ રીતે કયા ગુણની કેળવણી કરી ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૬. આજે કયા દોષને ટાળવાનો પ્રયત્ન કર્યો ? ૧૭. આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ? ૧૮. આજે કુટેવને વર્જવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૧૯. આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રબળ ? ૨૦. આજે ગુરુવિનયમાં ક્યાં બેદ૨કા૨ી ? ૨૧. ક્રિયાની શુદ્ધિમાં ક્યાં બેદરકારી ? ૨૨. પ્રતિક્રમણમાં બોલ્યા ? ૨૩. વાંદણા ખમાવવાની મર્યાદા સાચવી ? ૨૪. દ્રવ્ય કેટલા વાપર્યા ? ૨૫. નિદ્રા-પ્રમાદ થયો ? ૨૬. વિકથા કરી ? ૨૭. પચ્ચક્ખાણ શું ? ૨૮. સ્વાધ્યાય કેટલો ? ૨૯. મુહપત્તિનો ઉપયોગ રહ્યો ? ૩૦. ચાલવામાં ઈર્યાસમિતિ જળવાઈ ? ૩૧. ગોચરીના ૪૨ દોષોમાંથી કયો દોષ લાગ્યો ? ૩૨. માંડલીના પાંચ દોષોમાંથી ક્યા દોષ લાગ્યા ? ૩૩. પૂંજવા-પ્રમાર્જવાનો બરાબર ઉપયોગ રહ્યો ? ૩૪. ગૃહસ્થ અધર્મ પામે તેવું વર્તન કર્યું ? ૩૫. અવિનય ઉદ્ધતાઈનો પ્રસંગ ? આ રીતે વ્યક્તિગત ગુણદોષોના પ્રશ્ન ઊભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિંતન કરવાથી સંયમમાર્ગે સ્ફુર્તિનું બળ વધે છે. પરિશિષ્ટ-૫ સાધુજીવનની રૂપરેખા ૧. રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? ૨. સવારે કેટલા વાગે ઊઠ્યા ? ૩. કેટલો જાપ કર્યો ? ૧૪૬ ††††††††††††††††††††††↓↓↓↓↓↓↓↓↓↓++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓†÷÷÷†††††††††††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪. કેટલા શ્લોકનું વાંચન કર્યું? ૫. કેટલા શ્લોક કંઠસ્થ કર્યા? ૬. કેટલો વખત સત્સંગ કર્યો? ૭. કેટલો વખત સદુપદેશ સાંભળ્યો ? ૮. કેટલો વખત મૌન રહ્યા? ૯. કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યો? ૧૦. પચ્ચકખાણ શું કર્યું? ૧૧. કેટલી વાર અસત્ય બોલાયું? ૧૨. કેટલી વાર ગુસ્સે થવાયું? ૧૩. કેટલો વખત આત્મચિંતન કર્યું? ૧૪. કેટલો વખત ધ્યાન કર્યું? ૧૫. કેટલી વખત નવ વાડનું ઉલ્લંઘન કર્યું? ૧૬. કઈ ઈન્દ્રિયને આધીન થવાયું? ૧૭. કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યો? ૧૮. કયો ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યો ? ૧૯. કયો દુર્ગણ છોડવા પ્રયાસ કર્યો? ૨૦. કેટલી વાર એક આસને બેઠા ? ૨૧. કેટલી વાર બીજાનું કામ કર્યું? ૨૨. કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી? ૨૩. કેટલો ટાઈમ વાતોમાં ગયો? ૨૪. કેટલી વાર દેવવંદન કર્યું? ૨૫. ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૬. ગોચરી વાપરવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૭. ગોચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? ૨૮. કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યો ? ૨૯. આહાર-પાણીની કેટલી ઉણોદરી કરી ? ૩૦. કેટલી વિગઈ ત્યાગ કરી ? : જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૧. જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? ૩૨. દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા ? ૩૩. જરૂરી વિગઈ વાપરતા કેટલો રાગ કર્યો ? ૩૪. વિગઈ વાપરતા વડીલોની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫. પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકોટિનું બને છે. (પરિશિષ્ટ ૧ થી ૫ પૂ. પાદ પં. પ્રવરશ્રી અભયસાગરજી ગણિવરકૃત મંગળ સ્વાધ્યાયમાંથી ઉષ્કૃત) 11+નનન+નનન+ ૧૪૮ ++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ આલોચના સ્થાન સંગ્રહ (પૂજનીય સાધુ-સાધ્વીજી માટે) - દેવદુર્લભ મોક્ષપ્રાપક સંયમજીવનને સફળ બનાવવા કયો સુજ્ઞ ન ઈચ્છે ? સદ્ગુરુની નિશ્રાછતાં સુખશીલતા, પ્રમાદ આદિ નિમિત્તે અતિચારથી કલુષિત બનેલું સંયમ સ્વ-ફળને આપવા સમર્થ નથી બની શકતું. સંયમને સફળ બનાવવા પાપભીરુતા-ભવભીરુતાની સાથે સાથે સદ્દગુરુ સમક્ષ અતિચારોની આલોચનાદિ દ્વારા સંયમની શુદ્ધિ કરવી પણ અનિવાર્ય છે. સમજ અને સ્મરણશક્તિની મંદતાના કાળમાં અતિચાર-સ્થાનોની યાદમાં સહાયક એવો આ આલોચના-સ્થાનોનો સંગ્રહ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આત્માર્થી મહાનુભાવો અનેક આવશ્યક કર્તવ્યોની જેમ નિયમિત પ્રસ્તુત આલોચના-સ્થાનોનું વાંચન કરતા રહી આલોચનાની સૂક્ષ્મતાને જાણી-સમજી-આચરી સંયમજીવનને વિશેષ સફળ બનાવે એ શુભ કામના. લિ. પૂજ્યપાદ આચાર્ય ગુરુદેવ શ્રીમદ્વિજય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. . (૧) જ્ઞાનાચાર ૧. સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય ન કર્યો. ૨. અકાલે સ્વાધ્યાય કર્યો. ૩. રાત્રે સ્વાધ્યાય ન કર્યો. ૪. કાજો લીધા વગરની જગ્યાએ સ્વાધ્યાય, પ્રતિક્રમણ, સંથારો વગેરે કર્યા, ગોચરી-પાણી વાપર્યા. ૫. વિદ્યાગુરુનો વિનય સાચવ્યો નહિ, અપલાપ-નિંદા કર્યા. ૬. વાચનાચાર્ય, ગુર્નાદિક, વિદ્યાદાતા, વાચનાદાતાનું આસન પાથર્યું નહિ, ભગવાન (તેમના) પધરાવ્યા નહિ, માત્રાની કુંડી ન મૂકી, wwwwwwwwwwwwwwાનનામાના જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ તેમની નિન્દા કરી સાંભળી. ૭. અધિક જ્ઞાનવાળા તરફ ઈષ્ય, અદેખાઈ થઈ-કરી, તેમની નિન્દા અપલાપ કર્યા. યોગવહન કર્યા વિના કે ગુર્નાદિકના આદેશ-સંમતિ વિના આગમ ગ્રંથો, સ્તવન, સક્ઝાય ભણ્યા, ભણાવ્યા, અભિગ્રહ લીધા. ૯. અચિત્તરજ અનુયોગનો કાઉસ્સગ્ન ન કર્યો. ૧૦. છાપાં, મેગેઝીન વાંચવામાં ટાઈમ પસાર કર્યો. ૧૧. એઠા મુખે બોલ્યા. ૧૨. માત્રાની કુંડી હાથમાં છતે બોલ્યા. ૧૩. માત્રુ વગેરે પરઠવતાં છાંટા કાગળ પર પડ્યા. ૧૪. નવકારવાળી, પુસ્તક આદિ જ્ઞાનોપકરણ અસ્તવ્યસ્ત રાખ્યા, તેને પરસેવો, ચૂંક, ગ્લેખ, પગ, દંડાસન લાગ્યા, પૂંઠ થઈ, જમીન ઉપર મૂક્યા-પડ્યા. ૧૫. નવકારવાળી ગણ્યા વિના રહી ગઈ. ૧૬. ગુરુવંદન-પચ્ચખાણ કરવા રહી ગયા. ૧૭. તોતડા, બોબડા, બહેરા આદિ ખોડખાંપણવાળાઓની મજાક-મશ્કરી કરી, ચાળા પાડ્યા. ૧૮. ગોચરી વાપરતાં પુસ્તક-પાનાં વગેરે વાંચ્યા. ૧૯. લખેલા-છાપેલા પરવવાના કાગળ વિધિસહિત ન પાઠવ્યા, જ્યાં ત્યાં રખડતા રાખ્યા. . (૨) દર્શનાચાર ૧. સવારે દર્શન, ચૈત્યવંદન કર્યા નહિ-રહી ગયા. પર્વતિથિએ ચૈત્ય પરિપાટી કરી નહિ, અન્ય ઉપાશ્રયે બિરાજમાન વંદનીય મહાત્માઓને વાંધા નહિ. ૨. દેરાસરમાંથી નીકળતાં ભગવાનને પૂંઠ થઈ. ૩. દેરાસરમાં વાછૂટ થઈ, અન્ય આશાતના થઈ. ૪. શત્રુંજયાદિ તીર્થસ્થાન ઉપર ઠલ્લો-માત્રુ કર્યા, ઘૂંક્યા. ૫. સાધ્વીને તીર્થસ્થાન-દેરાસરમાં અંતરાય આવે. ૧૫૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૬. સાંજે વસતીના કંપાઉન્ડમાં કે સો ડગલામાં રહેલ દેરાસરે દર્શન ટાળ્યા, ઉપેક્ષા કરી, રહી ગયા. ૭. દેરાસર ઉપાશ્રયે જતાં-આવતાં “નિસિપી-આવસહી ન કહી. ૮. જિનવચનમાં શંકા થઈ, કરી. ૯. રત્નાધિકની ઉપધિ, આસનને પગ લાગ્યો, બેઠા. ૧૦. ગુરુની મુહપત્તિ-પાત્રાદિ વસ્તુ વાપરી. ૧૧. સહવર્તી સાથે ઉપવૃંહણા, સ્થિરીકરણ અને વાત્સલ્યભાવ યુક્ત વર્તન રાખવાને બદલે અપ્રીતિ કરી, વિપરીત પ્રવૃત્તિ આચરી. ૧૨. સ્થાપનાજી પડી ગયા, પૂંઠ થઈ, દંડાસન લાગ્યું, થૂક લાગ્યું કે શ્વાસ લાગ્યો. ૧૩. સ્થાપનાચાર્યનું પડિલેહણ રહી ગયું. સ્થાપેલા હલી ગયા, ઉત્થાપવા રહી ગયા. ૧૪. દહેરાસર, સ્થાપના, પુસ્તકો કે રત્નાધિક તરફ પગ કરી સૂતા. ૧૫. ગુરુ આદિને પૂંઠ, ઈર્ષ્યા કે નિન્દા કીધી. તેઓને બીજાની દૃષ્ટિએ હલકા પાડ્યા, થૂક લાગ્યું. ૧૬. અભિમાનથી ગુરુનું કાર્ય અયોગ્ય ગણ્યું. ૧૭. ગુરુનું વચન તહત્તિ ન કર્યું. ૧૮. ગુરુ, સાધુ સાધ્વી પર બળતરા-ગુસ્સો કર્યો, રીસ ચઢી, ઉધું વર્તન કર્યું, કર્કશ શબ્દો બોલ્યા. ૧૯. વાપર્યા પહેલાં પચ્ચખાણ પારવું ભૂલ્યા, થોડું વાપર્યા બાદ પાર્યું, સત્તર ગાથા રહી ગઈ. ૨૦. વાપર્યા બાદ ચૈત્યવંદન ભૂલ્યા, પાણી વાપર્યા બાદ કર્યું, બિલકુલ રહી ગયું. ૨૧. પ્રતિદિન ૧૦૮ નવકારનો જાપ ન કર્યો. ૨૨. મિથ્યાત્વીના દર્શનની કોઈ વસ્તુની ઈચ્છા કરી. ૨૩. શ્રી સીમંધરસ્વામી અને સિદ્ધાચલનું ચૈત્યવંદન રહી ગયું. ૨૪. પ્રવચનહીલનામાં પ્રમાદથી નિમિત્ત બન્યા. દા.ત. વિહારમાં સ્કૂલના કમ્પાઉન્ડ પાસે જ કે જવા આવવાની કેડી-રસ્તામાં ઠલ્લે બેઠા, શહેરમાં માત્ર ગમે ત્યાં પરઠવ્યું. ' જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ () ચારિત્રાચાર ૧. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટપ્રવચનમાતાનો ભંગ કર્યો, યથાશક્ય બરાબર પાલન ન કર્યું, પ્રમાદ કર્યો. સ્થાનમાં કે વિહારમાં ઈર્યાસમિતિનો ઉપયોગ રાખ્યો નહિ, રહ્યો નહિ, વાતો કરતા ચાલ્યા, ચાલતાં આડુઅવળું જોયું. ૩. દાંડો, લુણાં, ઘડો, દોરા, ઘડા પરના ટોક્સા-ટોક્સી, ઢાંકણા, પાત્રી આદિનું પડિલેહણ ન કર્યું. સ્પંડિલ, માત્રુ, ગોચરી, પાણી, પારિઠાવણી વિગેરે પરઠવતાં સણુનાદ સુપદો પરઠવ્યા પછી “વોશિરે ત્રણ વાર ન કહ્યો. ૫. બે ટાઈમ ઓઘાનું પડિલેહણ વધુ પડતું મોડું વહેલું કર્યું કે કર્યું જ નહિ. ૬. બે ટાઈમ પડિલેહણ વિધિએ ન કર્યું, પડિલેહણ કરતાં વાતો કરી, બોલ ન બોલ્યા, ઓછા બોલે કે આડુ-અવળું જોતાં કર્યું. ૭. સો ડગલા બહારથી કે કાચા પાણીમાંથી આવીને કે ચંડિલ-માત્રુ વિગેરે પરઠવી આવ્યા બાદ ઈરિયાવહિ કરી નહિ, વિસારી, અવગણી. ૮. સૂતાં કાનમાં કુંડલ નાખવા કે માથાબંધન બાંધવું ભુલાયું, કુંડલ ખોવાયા. ૯. ઠઠ્ઠા, મશ્કરી, નિન્દા, વિકથા કરી, અન્યને દુભવ્યા. ૧૦. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ધ્યાયા. ૧૧. શય્યાતરના ઘરના આહાર-પાણી વાપર્યા. ૧૨. સૂતાં સંથારા પર ઉત્તરપટ્ટો પાથર્યો નહિ, અધિક ઉપકરણ વાપર્યું. ૧૩. સંથારાપોરિસી ભણાવ્યા વિના સૂતા, રહી ગઈ, મોડી ભણાવી. ૧૪. વિભૂષાર્થે શરીર, મુખ, હાથ-પગ ધોયા, નખ સમાર્યા, વાળ સમાર્યા, શરીર ઉપરનો મેલ ઉતાર્યો, ભીનું પોતું લગાવ્યું. ૧૫. માંદગી આદિ કારણે ઈજેક્શન લીધા, બી.પી.માટું-મપાવ્યું, લોહી મૂત્ર-ઝાડાનો ટેસ્ટ કરાવ્યો વિગેરે તથા શંકાસ્પદ અભક્ષ્યાદિ દવા લીધી, એક્સરે લેવડાવ્યા, એમાં વિજાતીયનો સ્પર્શ થયો. ૧૬. નિરર્થક પરિગ્રહ કર્યો. શોખ માટે છાપાં વાંચ્યા. પત્રો વિગેરેની ઝેરોક્ષ કરાવી, ફોટા પડાવ્યા, રાખ્યા. ૧૫૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શેક, નાસ, ઈન્જેક્શન આદિ માટે ગરમ પાણી કરાવડાવ્યું કે કરાવવું પડ્યું. ૧૮. ઈલેક્ટ્રીક શોટ, કિરણો, શેક, બાટલા વિગેરે લીધા. ૧૯. સ્થાનમાં, વિહારમાં કે વરસાદમાં નિર્દોષ કે દોષિત ગોચરી સમયની વધુ રાહ દેખીને કે રાહ દેખ્યા વગર તુરત જ મંગાવી. ૨૦. ચૂનાવાળા પાણીમાં પોરા (બેઈન્દ્રિય જીવો)ની ઉત્પત્તિ થઈ, કાચા પાણીમાં મુકાવ્યા. ૨૧. ગૃહસ્થની વસ્તુ તોડી, ખોઈ કે પાછી ન આપી. ૨૨. ગૃહસ્થના કે સંઘના ધાબળા વિગેરે વાપર્યા. સ્પંજનો વિટિયો માથા નીચે રાખવા, બેસવા કે સૂવા વાપર્યો. ૪ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત સચિત્ત પૃથ્વી, માટી, મીઠું, ભીની રેતી, ક્ષારવાળી જમીન પર પગ આવ્યો, ચાલ્યા, સંઘટ્ટો થયો. (ડગલાનું માપ લખવું.) ૨. સચિત્ત પાણી, ચાલુ વરસાદમાં વિહાર કર્યો કે ભીની જમીન ઉપર ચાલ્યા (ડગલાનું માપ) ગોચરી-સ્થંડિલે ગયા, તેવી જમીનમાં માત્રુ, કાપનું પાણી વગેરે પરઠવ્યું. વરસાદમાં લાવેલી ગોચરી વાપરી. ૧. ૩. ૪. વરસાદના છાંટા વધારે લાગ્યા, ભીંજાઈ ગયા. ૫. વરસાદથી ભીના થયેલ બારી-બારણાં બંધ કર્યા, ખોલ્યા. ૬. વિકલેન્દ્રિય જીવની હિંસા કે કિલામણા થઈ, કરી. તડકામાં સ્થંડિલ ગયે કૃમિ વિગેરેની વિરાધના થઈ. ૭. ૮. વિહારમાં નદી ઉતર્યા, હોડી કે સ્ટીમરમાં બેઠા. (ઊંડાઈ તથા ડગલા આદિનું પ્રમાણ લખવું) ૯. ધુમ્મસમાં ગોચરી, પાણી, ઠલ્લે આદિ ગયા કે વિહાર કર્યો, બહાર નીકળ્યા. ૧૦. ઉજેહીની વિરાધના થઈ, કરી. કામળી વગર આવ-જાવ કરી. પાણી, વસ્ત્ર આદિ અગ્નિમાં પડ્યું. ૧૧. લાઈટની પ્રભામાં વાંચન-લેખન કર્યા. +++++++++++++++++++††††††††||| 11111111 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ¡¡¡↓↓↓↓↓↓↓†††††††H++++++++++++++ ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨. દેરાસરમાં દીવા વિગેરેને કપડા આદિની ઝપટ લાગી. ૧૩. રાત્રે પ્રકાશ માટે ફાનસ-લાઈટ કરાવ્યા. ૧૪. સળગતી બીડી, અંગારા આદિ ઉપર પગ આવી ગયો. ચૂલો વિગેરે હાલ્યા, સંઘટ્ટો થયો. ૧૫. કામળીકાળમાં-અંધારામાં કે પ્રકાશમાં વિહાર કર્યો. ૧૬. કામળીકાળમાં વગર કામળીએ જાણવા છતાં પ્રમાદથી ગયા કે ભૂલથી ગયા. ૧૭. કામળીકાળમાંથી આવીને તરત કામળીની ગડી કરી. ૧૮. કપડા વિગેરે ઉપર જીવ મર્યા. (લોહીના ડાઘાની સંખ્યા લખવી.) ૧૯. સામુદાયિક જીવવિરાધનાની નોંધ. ૨૦. સાંજે દોરી છોડવી રહી ગઈ. વસતિ ન જોઈ. ૨૧. એંઠા પાત્રા બે ઘડીથી વધુ રહ્યા, ભીના પાતરા-પાતરી આદિ લૂંછવાના રહી ગયા. ૨૨. પરાતો પૂંજ્યા વગર પાણી ઠાર્યું, કાપ કાઢ્યો. ૨૩. વસતિ સાંજે હલ્લા-માત્રા માટેની જોઈ જ નહિ. ૨૪. થૂંક, ગળફો, નખ, કફ વિગેરે કુંડીમાં કે રસ્તામાં નાંખી ઉપર ધૂળ આદિ ન નાંખ્યા. ન ૨૫. સ્થંડિલ કે માત્રુ, કાપનું પાણી બે ઘડી ઉપર રહી ગયું, પરઠવ્યું. ૨૬. સ્થંડિલ યોગ્ય જગા છતે પ્રમાદ, કુટેવ, લોભથી વાડામાં ગયા. ૨૭. વસતિ જોયા વિના અથવા જોયેલી વસતિમાં રાત્રે બહાર કે વાડામાં ઠલ્લે ગયા તેમજ સવારે પ્રતિક્રમણ કે સજ્ઝાય કર્યા પહેલાં ગયા. ૨૮. પરસેવાથી ભીના કપડા, ભીના લૂણાં, જમીન લૂછણીયાં, માતરીયું સૂકવ્યા નહિ. બે ઘડીથી અધિક ભીના પડ્યા રહ્યા. ૨૯. સાંજે ઠલ્લે-માત્રુ પરઠવાની જગ્યાએ કીડીના નગરા, વનસ્પતિ વિગેરે જોયા નહિ. ૩૦. વસતિ જોયા વિના કે અજયણાથી અવિધિસર માત્રુ પરઠવ્યું, ૮૦૧૦૦ ડગલા પર નિર્દોષ ભૂમિ મળતી હોવા છતાં પ્રમાદથી નજીકની ગમે તેવી ભૂમિમાં પરઠવ્યું. ૩૧. વનસ્પતિ કે નિગોદાદિ ઉપર ઠલ્લો, માત્રુ, કાપનું પાણી, લૂણું લુંછણીયું +91-1111111111111111 III+1+1+1+1+1+++++ (નનન+નનન+નનન+નનનન+નનનન+નન જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૫૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ પડ્યા કે પરઠવ્યા, ઉપર ચાલ્યા. ૩૨. કાપનું પાણી થોડું થોડું પરઠવવાને બદલે આખી બાલ્દી ભેગી કરી એક સાથે પરઠવી, એનો રેલો ચાલ્યો જે ઘાસમાં કે ગટરમાં ગયો. ખાબોચીયા ભરાયા. ૩૩. નિગોદ, લીલફૂલ, થડ, ફળ, ફૂલ, છાલ, બી, વૃક્ષ, છોડ, સચિત્ત અનાજ-ઘાસનો સંઘટ્ટો થયો, ઉપર ચાલ્યા, બેઠા. ૩૪. ફૂંક મારવા દ્વારા વાયુકાયની વિરાધના થઈ, કરી. ૩૫. પવનવાળી જગ્યાની રુચિ, પ્રશંસા, ઉપયોગ કર્યા. ૩૬. ગરમી લાગતા કપડું, પુંઠા આદિથી પવન નાંખ્યો. ૩૭. પવન માટે બારી-બારણાં ખોલ-બંધ કર્યા. ૩૮. દોરી કે ખીંટી વિગેરે ઉપર રહેલાં કપડાં, લુણાં વિગેરે હવામાં ઉડતા સંકોચ્યા નહિ (ઉતાર્યા નહિ). ૩૯. સૂકવતી વખતે કપડાં, લુણાં વગેરે ઝાટક્યા. ૪૦. મુહપત્તિનો ઉપયોગ રાખ્યો નહિ, રહ્યો નહિ, ઉઘાડા મુખે બોલ્યા. ૪૧. પાણીમાં ચૂનો નાંખવો રહી ગયો, કાળ વીત્યા બાદ જાણીને-ભૂલથી નાંખ્યો, ૭૨ કલાક પછી કાઢવાનું રહી ગયું. ૪૨. ઉપધિ, પુસ્તક, લૂછણીયા, માતરીયા વિગેરેમાં નિગોદાદિ થયા, તેની વિરાધના થઈ. ૪૩. ગામમાં પ્રવેશ કરતાં કે નીકળતાં, તથા એક જાતની ભૂમિમાંથી બીજી જાતની ભૂમિ ઉપર જતાં તેમજ નદી કે પાણી ઓળંગતા પગ પૂજવા રહી ગયા. ૪૪. ભૂલથી સચિત્ત પાણી આવી ગયું કે અચિત્ત પાણીમાં સચિત્ત પાણી ભેગું થઈ ગયું. તે પાણી તેવી ભીનાશવાળી જગ્યાને બદલે કોરી જમીન કે રેતીમાં પરઠવ્યું. ૪૫. વિહાર આદિમાં લીલોતરી ઉપર ચાલ્યા કે સંઘટ્ટો થયો. તેમાં પગ નીચે, અડખે-પડખે સચિત્ત કે મિશ્ર ગાઉ, ખેતર, પગલાની નોંધ લખવી. ૪૬. કાગડા, ચકલા આદિ ઉડાડ્યા, કૂતરા આદિ હાંકી કાઢ્યા, ત્રાસ - - પાલા, જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ પમાડ્યા, બાળકને ભય પમાડ્યો. ૪૭. કાચા દૂધ, દહીં, છાશવાળા પાત્રાનું લૂણું કઠોળવાળા પાત્રાને કર્યું કે કઠોળવાળા પાત્રાનું લૂણું કાચા દૂધ-દહીં-છાશવાળા પાત્રાને કર્યું તેમજ તે લૂણાનો કાપ જુદો ન કાઢ્યો. 11 મૃષાવાદ વિરમણ મહાવ્રત ૧. ક્રોધ, લોભ, ભયથી કે હાંસી મશ્કરીના હાસ્યથી જાણીને કે અજાણતાં જૂઠ્ઠું બોલ્યા, માયાપૂર્વક જૂઠું બોલ્યા. ૨. ગુર્વાદિક વડીલ પાસે પોતાનું સારૂં દેખાડવા બીજા ઉપર દોષારોપણ કર્યું, આળ ચઢાવ્યું, ચાડી ખાધી. ૩. પોતાની મહત્તા-વાહવાહ દેખાડવા આરાધના-પ્રભાવનાની વાતો વધારીને કરી. ૪. ગુર્વાદિક વડીલે પૂછ્યાનો સાચો જવાબ ન આપ્યો, સામું બોલ્યા, તોછડાઈપૂર્વક બોલ્યા. ૫. ૬. ‘જ’કાર કે સાવદ્ય ભાષા બોલ્યા, આદેશ કર્યો. છાપામાં આવતાં સમાચારો-રાજકારણ આદિની ચર્ચા વિગેરે વિકથા કરી. ૭. પા-અડધો કલાક, કલાક સુધી ગપ્પા માર્યા. ૮. અનુકૂળ કે પ્રતિકૂળ ગોચરી-પાણી પ્રશંસા કે નિંદાપૂર્વક વાપર્યા. ૯. સહસા અસત્ય કે અનુચિત બોલાતાં તરત ‘મિચ્છા મિ તુવૐ' ન દીધા. ૧૦. અચોક્કસ પ્રતિપાદન નિર્ભીકપણે કર્યું, પછી ય સ્પષ્ટતા ન કરી કે આલોચના ન કરી. " અદત્તાદાન વિરમણ મહાવ્રત ૧. માલિકની રજા સિવાય વસ્તુ લીધી કે વાપરી. રજા લીધા સિવાય ઉપાશ્રય, મકાન આદિમાં ઉતર્યા. પછી મકાન આદિ ભળાવવું રહી ગયું. (સ્વામી અદત્ત) ********************************** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૫૬ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨. જાણવા છતાં અધકચરું ઉકાળેલું પાણી વાપરવું પડ્યું. ૩. મિશ્ર, સચિત્ત કે અભક્ષ્ય-અકલ્પ્ય વસ્તુ વાપી, વપરાઈ અથવા પરઠવી દીધી. (જીવ અદત્ત) ૪. વિના કારણે મુખવાસ વાપર્યો. ૫. આધાકર્માદિ (૪૨) દોષવાળી ગોચરી-પાણી કે દવા વિગેરે કોઈ ચીજ વસ્તુ જાણતા કે અજાણતા વાપરી. (તીર્થંકર અદત્ત) ૬. ગૃહસ્થે સામેથી લાવેલ ગોચરી-પાણી લીધા, વાપર્યા, સામાચારી ન જણાવી, પ્રસંગ પાડ્યા. આહાર વાપરતા માંડલીના પાંચ દોષમાંથી કોઈ દોષ લાગ્યો. લાલસા-સ્વાદ માટે ભેગું કરી-છૂટું પાડી વાપર્યું, આસક્તિપૂર્વક કે અવાજ થાય તેમ વાપર્યું. ૯. ગુર્વાદિકની રજા વગર ટપાલવ્યવહાર કર્યો, ગૃહસ્થો પાસે વસ્તુ મંગાવી, કામ સોંપ્યું, સામેથી કરાવ્યું. ૧૦. ગુર્વાદિકની રજા વિના ગોચરી વિગેરે કોઈ વસ્તુ લાવ્યા, ગુરુને બતાવી નહિ અને વાપરી, બીજાને આપી. વાપરવાનું શરુ કરતાં ‘વાપરું છું એમ બોલી અનુમતિ ન લીધી. (ગુરુ અદત્ત) ૭. ૮. ૧૧. ગોચરીમાં આવેલી કોઈ સારી વસ્તુ પોતાને વાપરવા મળે એ માટે તીવ્ર ઈચ્છા કરી, છતાં ન મળી તો ઘણું આર્તધ્યાન કર્યું, વહેંચનાર વિગેરે પર દુર્ભાવ કર્યો, ‘પક્ષપાત કરનાર છે' વગેરે આરોપ મનમાં કે બહાર વ્યક્તપણે મૂક્યા, ઝગડ્યા. ૧૨. ગોચરી-પાણી આલોવ્યા નહિ, દાંડા વિના આલોવ્યા. ૧૩. માણસ પાસે પાણી મંગાવ્યું, ગોચરી મંગાવી. ૧૪. કાપ માટે નવું પાણી કરાવ્યું. ૧૫. શુદ્ધ પાણી દુર્લભ છતાં ગવેષણા જ ન કરી. ૧૬. દાંડો-કામળી વિના જ વહોરવા ગયા, સો ડગલા બહાર ગયા. ૧૭. વિહારાદિમાં ઝાડ નીચે, ખેતરમાં ગોચરી-પાણી વાપરવા, આરામ કરવા બેસતાં પૂર્વે ‘અનુનાળ૪ નમુનો' ન બોલ્યા. ૧૮. ગુરુને પૂછ્યા સિવાય વસ્તુનો અદલો-બદલો કર્યો. +++++++++++÷÷÷÷÷÷÷†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++¿÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૯. એક સળી જેવી ચીજ પણ પૂછ્યા વગર લીધી કે તેવા સંયોગોમાં ‘મણુનાગદ સુવાદ' ન કહ્યું. Tv મેથુન વિરમણ (બ્રહ્મચયી મહાવ્રત ૧. વસઢી વનિસિન્નિતિ -પુવ્યવતિ | पणीए अइमायाहार-विभूसणा य नव बंभचेर गुत्तीओ ।। ૨. વિજાતીય તરફ અરસપરસ સરાગ દૃષ્ટિથી જોયું. ૩. દંપત્તીની ગુપ્તવાત શ્રવણ કરી. ૪. પૂર્વકામક્રીડાનું સ્મરણ કર્યું આદિ નવ વાડમાંથી કોઈપણ વાડનું ખંડન કર્યું. $ ૫. કુવાંચન-શ્રવણ, કુવિચાર કર્યા, કુસ્વપ્ન આવ્યું. ૬. મૈથુન અંગે વિચાર આવ્યા, કર્યા, વાસના જાગી વગેરે... ૭. અયોગ્ય વિષયસેવન કર્યું, કુચેષ્ટા કરી, હસ્તકર્મ આચર્યું. વિજાતીય (સાધુ-સાધ્વી) સ્ત્રી-પુરુષ કે તિર્યંચનો સાક્ષાત્ કે પરંપર સંઘટ્ટો થયો. ૯. નાના બાળકના ગાલ, મુખ આદિ પર હાથ ફેરવ્યો. ૧૦. બિભત્સ-વિકારકારી ચિત્રો જોયા, તેવી મૂર્તિઓ જોઈ. ૧૧. વિજાતીયના અંગોપાંગ ચાહીને જોયા. ૧૨. વિભૂષાર્થે અરિસામાં ઈરાદાપૂર્વક જોયું. ૧૩. નિષ્કારણ પ્રણીત આહાર કે અધિક આહાર વાપર્યો. ૧૪. વિજાતીય સાથે એકાન્તમાં બેઠા. | V પરિગ્રહ વિરમણ મહાવ્રત ૧. કુટુંબીઓના વેપાર-વ્યવહાર, લાભ-નુકસાન વિગેરે સમાચારો સાંભળી હર્ષ-શોક કર્યા. ૨. વસ્ત્ર-પાત્રાદિ વિશે, ઉપાશ્રય કે ઉપાશ્રય બહારમાં ચોક્કસ જગ્યા વિશે મૂછ થઈ, કરી. ૧૫૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩. ગૃહસ્થના ઘરે, ઉપાશ્રયમાં વસ્ત્ર, પાત્રાદિ મૂકી રાખ્યા-પક્તિ આદિનું પડિલેહણ ના કર્યું. ૪. બિનજરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહ, પરિગ્રહ રાખ્યો. ૫. ભારે કિંમતના વસ્ત્ર, કામળી, પાત્રા વગેરેની ઈચ્છા રાખી, લીધા, વાપર્યા. ૬. પધ્ધિ, ચોમાસી, સંવત્સરીએ પોતાનું, માંડલીનું, વિટીયો, પુસ્તક, પોટલા-ઉપધિનું પડિલેહણ કર્યું નહિ. અરસપરસ મિચ્છા મિ તુવે (ક્ષમાપના) કર્યા નહિ. જૂના થયેલા વસ્ત્રાદિ ઉપકરણોનો અન્ય રીતે પણ સદુપયોગ કરવો, અન્યથા દોષ લાગે. ૮. પોતાના થકી દ્રવ્ય રાખ્યા, રખાવ્યા. ૯. પુસ્તકસંગ્રહ-ગ્રન્થાગાર સ્વ-મમત્વથી કર્યા. ૧૦. ધાર્મિક સંસ્થા સ્વ-મમત્વથી સ્થાપી, તે ઉપર પોતાનો દેશથી ય અધિકાર રાખ્યો. તેના દ્રવ્યનો સ્વ-અધિકારથી અનુચિત ઉપયોગ કરાવ્યો. VT રાત્રિભોજન વિરમણ વ્રત ૧. અપ્રતિલેખિત કે સૂર્યોદય પહેલાં પડિલેહણ કરેલ પાત્રાદિમાં ગોચરી પાણી લાવ્યા, વાપર્યા. ૨. વાપર્યા પછી તે જગ્યાએ કાજો ન લીધો, જગ્યા પાણી આદિથી શુદ્ધ ન કરી. ૩. સવારે વહેલા સૂર્યોદય પૂર્વે પાણી વહોર્યું. ૪. દવા, ચૂર્ણ (આહારી, ચીકણાં, પ્રવાહી કે તેવા નહિ તે અણાહારી આદિ) વિગેરેના સંનિધિ રાખી, વાપરી, વહોર્યા વિના કે યાચ્યા વિના વાપરી સાંજે ગૃહસ્થને ભળાવ્યા નહિ. ૫. પચ્ચકખાણ કર્યા બાદ રાત્રે મોઢામાંથી દાણોદૂણી નીકળ્યા કે ઉલ્ટી થઈ, આહારનો સ્વાદ ઓડકારમાં આવ્યો. ૬. બગડેલા ઝોળી, પલ્લા, લુણા, દોરા વિગેરેનો કાપ કાઢ્યો નહિ અથવા ભૂલી ગયા, રહી ગયા, સૂર્યાસ્ત પછી કાઢ્યા. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૫૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭. પલ્લાં, રજસ્ત્રાણ, ગુચ્છા, સુપડી, ચરવળી વિગેરે ઉપકરણો પૂરા રાખ્યા નહિ અથવા બધાનો યથાસ્થાન ઉપયોગ ન કર્યો : જેમકે રજસ્ત્રાણ વિના પાતરા બાંધ્યા કે તેને પલ્લાં તરીકે વાપર્યું. ૮. લગભગ વેળાએ ગોચરી-પાણી, દવા વિગેરે વાપર્યા કે સૂર્યાસ્ત પછી વાપર્યા. ૯. પહેલી પોરિસીનું લાવેલું ત્રીજી પોરિસી થઈ ગયે વાપર્યું. (કાલાતીત) ૧૦. એક સ્થાનેથી વહોરેલું બે કોસ (૮ કિ.મી.) દૂર ગયે વાપર્યું. (ક્ષેત્રાતી) . (૪) તપાચાર ૧. એકાસણું ન કર્યું. તેમાં ૨ મોય) ૨. ઉણોદરી ન રાખી. ૩. વૃત્તિસંક્ષેપ, દ્રવ્યાદિ અભિગ્રહ ન રાખ્યા. ૪. એકાદ વિગઈત્યાગ કે આંબીલ ન કરે, પચ્ચખાણ ભાંગે. રોગાદિ પરિષહ સમ્યફ પ્રકારે સહન ન કર્યા. ૬. લાગેલ અતિચારોની નિત્યનોંધ ન કરી અને રોજ અથવા પમ્બિએ, ચોમાસી, સંવત્સરીએ સૂક્ષ્મ અતિચારોનું પણ પ્રાયશ્ચિત્ત ન લીધું કે પ્રાયશ્ચિત્ત પૂરું ન કર્યું. ૭. ગુર્વાદિક વડીલ કે ગ્લાનાદિનું પડિલેહણ, સંથારો વિગેરે વૈયાવચ્ચ ના કરી, ઉપેક્ષા કરી. ૮. આવેલ પ્રાયશ્ચિત્ત-તપ વગેરે વાળ્યા-ન વાળ્યાનો હિસાબ ન રાખ્યો. ૯. ચોક્કસ ધ્યાન રાખી રોજેરોજની અતિચારનોંધ ન કરી, કરવાની ટેવ ન પાડી. ૧૦. ઉપવાસ વગેરે પાક્ષિક આદિ તપ ન કરી આપ્યો. | (૫) વીચાર ૧. અધિક ગોચરી અપ્રતિકૂળ છતાં છતી શક્તિએ ખપાવી નહિ, પરઠવવી પડી અને બીજી ગોચરી મંગાવી. ૨. અપ્રતિલેખિત કે અકથ્ય સ્થાપનાજી પાસે આદેશ માંગ્યા, ૫. ૧૬૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ અપ્રતિલેખિત વસ્ત્ર-પાત્રાદિ વાપર્યા. ૩. પાત્રાની કે સંથારાની પોરિસી વહેલી-મોડી ભણાવી. ૪. અભિગ્રહ કે કાઉસ્સગ્ન ભંગ થયો, કર્યો. ૫. પર્વતિથિએ ઉપવાસાદિક તપ છતી શક્તિએ ન કીધો. ૬. સકારણ-નિષ્કારણ રજાપૂર્વક કે રજા વિના દિવસે ઉંધ્યા. ૭. ક્રિયામાં ઝોકા આવ્યા, ઉંધ્યા. ૮. રાત્રે છ કલાકથી અધિક નિદ્રા લીધી. (૫મસિબ્બા...) ૯. વિના કારણ, રજા વિના માંડલીમાં પ્રતિક્રમણ કર્યું નહિ. ૧૦. ખમાસમણા વિગેરેની વિધિ બરાબર સાચવી નહિ. ૧૧. બેઠા બેઠા, સંથારા ઉપર બેસીને પ્રતિક્રમણ કર્યું, મુદ્રાઓ સાચવી નહીં. ૧૨. વસ્તુ લેતાં-મુકતાં, બારી-બારણાદિ ઉઘાડ-બંધ કરતાં, પાટ-પાટલાદિ લેતાં-મુક્તાં-ખસેડતાં પૂંજવા-પ્રમાર્જવામાં આળસ કરી, ભૂલ્યા. ૧૩. વડીલ આચાર્યાદિ આપણી પાસે આવતાં ઊભા ન થયા, આસન ન ૧૪. પ્રાપૂર્ણક પધારતાં આળસથી સામે લેવા ન ગયા. ૧૫. ઓઘો-મુહપત્તિ ત્રણ હાથથી વધુ દૂર રહ્યા, આડ પડી. ૧૬. કાગળ, કપડા આદિનું પારિઠાવણી જાતે ન કરતાં શ્રાવકને સોંપ્યા. ૧૭. કાગળ, કપડાં આદિ ગમે ત્યાં અવિધિથી પરઠવ્યા. ૧૮. ગૃહસ્થ પાસે લૂણા, કાપ, માત્રુ આદિ કાર્યો કરાવ્યા. ૧૯. સવાર કે સાંજનું પ્રતિક્રમણ ન કર્યું, રહી ગયું. ૨૦. સવારે પ્રતિક્રમણ કર્યા પછી ઉંધ્યા. ૨૧. શક્તિ હોવા છતાં તપમાં કે બિમારીમાં વડીલ પાસે પડિલેહણાદિ, માત્રુ પરઠવવાનું કરાવ્યું. . (૯) સામાચારી ૧. સહવર્તી વંદનીય સર્વે મહાત્માઓને વંદન કર્યા નહિ, રહી ગયા. (પદસ્થ તથા સ્વગુરુને બે ટાઈમ, બાકી બધાને એક ટાઈમ) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨. ગોચરી કે પ્રતિક્રમણમાં ગુર્વાદિક વડીલ આવ્યા પછી આવ્યા, ક્રમ વિના બેઠા, વડીલનું આસન પાથર્યું, ભક્તિ-નિમંત્રણ ન કર્યું. ૩. મહાત્માઓ, શ્રાવકો પ્રતિ ઇચ્છાકારાદિ દશવિધ સામાચારી સાચવી નહિ. ૪. અપરાધનું “મિચ્છા મિ તુવે ન દીધું. ૫. પાટનું પડિલેહણ રહી ગયું. ચોમાસામાં કાળનો કાજો લેવો રહી ગયો. ૭. મુહપત્તિ, પેન, દોરો, લૂણું આદિ સંયમના ઉપકરણ ખોયા, ઘડા પાત્રાદિ પડી ગયા કે તૂટી ગયા. ૮. રાત્રે, વહેલી સવારે મોટેથી બોલ્યા. છીંક, બગાસુ, ઉધરસ ખાતાં જયણા સાચવી નહિ. ૯. ગુર્નાદિકને, પુસ્તકાદિને શ્લેષ્મ-બૅક-પગ લાગ્યા. ૧૦. શ્લેષ્મ પર પગ આવ્યો. ૧૧. ગુરુ, વડીલ, ગ્લાન, નૂતન, બાળ, તપસ્વી કે પોતાનો કાપ (અડધો આખો, સાબુ-સર્ફ કે પાણીથી) કાઢ્યો. કઈ ચીજ કેટલી કાઢી તે નોંધવી. ૧૨. મુકસી પચ્ચખાણ પારવું રહી ગયું. ૧૩. માંડલા રહી ગયા. ૧૪. ચાતુર્માસમાં નીચે બેઠેલા વડીલ આદિની રજા વિના કે વિનંતી કર્યા વિના પાટ ઉપર પહેલા બેઠા, સૂતા. તે રીતે સવારે પણ મોડે સુધી સૂતા રહ્યા અથવા પ્રમાદથી આખી રાત નીચે જ સૂતા. શેષકાળમાં નિષ્કારણ પાટ ઉપર સૂતા. ૧૫. વિહાર આદિમાં માણસ, ફાનસ, લાઈટ કે ડોળીવાળા વિગેરેનો ઉપયોગ કર્યો. સાયકલ, લારી, ગાડી, વહીલચેરનો ઉપયોગ કર્યો. ૧૬. સેલવાળું કે સેલ વિનાનું ઘડિયાળ રાખ્યું. રોજ ચાવી આપી, અપાવી. વગર કારણે ઘડિયાળ બદલ્યું, ઘડિયાળમાં રેડીયમ કરાવ્યું. ૧૭. કપડા વિગેરેને સિલાઈ કરાવી, સંધાવ્યું કે પાકીટ વગેરે કંઈપણ નવી નવી ચીજો બનાવડાવી. આધાકર્મી કે ક્રીત દોષવાળી લીધી. ૧૬૨ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સ્ટેપલર વાપર્યું. કાતર, સોય, નેકટર, સ્ટેપલર વિગેરે ગૃહસ્થને વાપરવા આપ્યા, ખોયા. ૧૯. ચોમાસા પૂર્વે યાચીને પડિલેહણ કરી અવગ્રહમાં ન કરેલ પાટ-પાટલા ખુરશી-ધાબળા-ઘડા વિગેરેનો ચોમાસામાં ઉપાશ્રયમાં કે ગૃહસ્થને ત્યાં ઉપયોગ કર્યો. ૨૦. આ સિવાયના આલોચનાના સ્થાનો પોતપોતાની સામાચારી મુજબ જાણી લેવા. આ જ . . ૧. બીજા જ્ઞાની, તપસ્વી, વક્તા, પ્રભાવક વિગેરેની જાહોજલાલી, પ્રશંસા, વાહ-વાહ વગેરે જાણીને ઈર્ષ્યા કરી, એમની જાહોજલાલી વગેરે ઓછા થાય એવું ઇછ્યું, એ માટે સીધી કે આડકતરા પ્રયાસો કર્યા. (રિહંતાણં સાસાયા..) ૨. પોતાને નાપસંદ એવી ગુર્વાશાનો સ્વીકાર ન કર્યો, સ્વીકાર કર્યો તો એમાં આનંદ ન માન્યો, પોતાનો અણગમો વ્યક્ત કર્યો. એ ગુર્વાદિષ્ટ કાર્ય નિરર્થક છે અથવા અનુચિત છે એવું સૂચિત કરનારી વાતોચર્ચાઓ કરી. ગુરુ પ્રત્યે દુર્ભાવ કર્યો. ગુરુ સાથે દલીલબાજીઓ કરી, જીભાજોડી કરી, આક્રોશ કર્યો. એ કાર્ય સારું ન થાય, બગડી જાય એ માટે જાણી જોઈને બેકાળજી કરી, વેઠ ઉતારી. ૪. પોતાને નાપસંદ સ્થાને કે પોતાને નાપસંદ સંઘાટક સાથે જવા કે રહેવાની ગુરુજી વાત કરે ત્યારે એની ઘસીને ના પાડી દીધી અથવા ગુરુજી એ વાત પડતી મૂકે એ માટે એમને કંઈક સાચી ખોટી વાતોદલીલો કરી ઉંધું-ચતું સમજાવ્યું ને છતાં એ વાત ઊભી રહી તો ગુરુજી પ્રત્યે પણ ઘણો દુર્ભાવ કર્યો. એ પરિસ્થિતિના દિવસો કેવી રીતે પસાર થશે એ માટે જાતજાતની કલ્પનાઓ, સંકલ્પ-વિકલ્પો કર્યા, ચિંતા આર્તધ્યાન કર્યા. ૫. એ જ રીતે પસંદગીના સ્થાન કે સંઘાટક સાથે જવા-રહેવા મળે એ માટે કંઈક ઉચિત-અનુચિત કારવાહીઓ કરી ને છતાં એમ ન થવા પર જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન, દુર્ભાવાદિ કર્યા. (સાયેરિયાi સાસાયUIS ઉવજ્ઞાયા आसायणाए) ૬. પોતાની ભૂલ હોય કે ન હોય અન્યની સાથે કલેશ થયા, વાચિક કલહ વગેરે થયા, કષાય કર્યો અને છતાં પ્રતિક્રમણ પૂર્વે મિચ્છા મિ દુક્કડ ન કર્યા. (સાદૂ કામાયણIS.) ૭. મનમાં વૈરભાવની ગાંઠ રાખી જેના પ્રત્યે વૈર ઊભું થયું છે એનું કાર્ય બગડે એમ ઈછ્યું, એ માટે પ્રયાસો કર્યા, એ સાધુ કે શ્રાવકની અન્યને સાચી ખોટી હલ્કી વાતો કરી. સુવિદિત પાસે દીક્ષા માટે તૈયાર થયેલા-થતાં મુમુક્ષુને પોતાના શિષ્ય બનાવવા તે ઉપકારી ગુરુના સાચા ખોટા દોષો પ્રગટ કરીને મુમુક્ષુ અને તેના પરિવારને તેમનાથી પરામુખ કર્યા. (શિષ્યનિરિવા) ૯. આચારચુસ્ત કે આચારચુસ્તતાનો આગ્રહ રાખનાર શ્રાવકની વેદિયા મા-બાપ, ચૌરસિયા વગેરે શબ્દાદિ દ્વારા સૂગ કરી. ૧૦. શ્રાવક-શ્રાવિકાઓને તુચ્છકારી નાંખ્યા, ઉતારી પાડ્યા. વાણિયા શું સમજે? એમની શું કિંમત છે ?” વગેરે રૂપે આશાતના કરી... (सावयाणं आसायणाए) ૧૧. ઉપાશ્રયના માણસો, નોકરોને સારૂં લગાડવા (ખુશ રાખવા) માટે તેઓ સંઘના ટ્રસ્ટી, કાર્યકર્તાઓ કે આરાધકોની જે નિંદાદિ કરે એમાં ટાપશી પુરાવી. ૧૨. આરાધકોની કે શ્રાવકોની એમના કૃપણતા, અનિયમિતતા, પારણામાં લોલુપતા, અધિક ખોરાક, ક્રોધ વગેરે દોષોને આગળ કરીને વારંવાર નિંદા કરી. ૧૩. શ્રાવક-શ્રાવિકાને પચ્ચખાણ, સામાયિક-પોષધ આદિના આદેશ આપવામાં, રેમિ ભંતે ઉચ્ચરાવવામાં ઉપેક્ષા કરી, કંટાળો દાખવ્યો. ૧૪. અવાવર પાટ-પાટલા, ટેબલ વગેરે અતિ જરૂરિયાત વગર અને તે પણ સારી જયણા વગર ઉથલપાથલ કર્યા, લીધા, વાપર્યા. તેમ કરતાં કરોળિયાના જાળાં વગેરે તૂટ્યા. ૧૫. ઠલ્લે-માતરે ગયે ગૃહસ્થની જેમ રેલછેલ પાણીનો ઉપયોગ કર્યો. માપમાં વપરાયેલ પાણી પણ યતનાપૂર્વક લાવી ન દેતાં ખાબોચીયાં --- ------------AM-KH--M-IN-IN-I-MAHM A H AHAHAHAHIMA- IANNA-IAM * ૧૬૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ ખાડા-ખાંચા ભરાવી દીધા. ૧૬. તાર, ટપાલ, ફેક્સ, ફોન, આંગડીયા આદિ કરાવ્યા. ૧૭. કપડો નાંખ્યા વિનાની કામળી ઓઢી. ૧૮. અંધારામાં પડિલેહણ કર્યું; સકારણ, નિષ્કારણ. ૧૯. ન જ ચાલી શકે એવા, પણ જાતે થઈ શકે કે સાધુથી થઈ શકે એવા (દા.ત. દૂર પડેલા પુસ્તકની આવશ્યકતા) કામ માટે ગૃહસ્થને આદેશઈશારો કરી કામ કરાવ્યું. ૨૦. તાત્કાલિક જરૂરી નિહ કે કદાચિત્ જરૂરી ચીજ વહોરી નિહ પણ ગૃહસ્થ પાસે જ સ્થાપના કરાવી કે સ્વ(સાધુ)ની સત્તાથી રખાવી. ૨૧. સ્વસત્તા કે સાધુસત્તામાં નહિ એવી જરૂરી ચીજ માલિકની રજા વગર લીધી, વાપરી, રાખી. સ્પષ્ટ માલિકના અભાવમાં ‘અણુજાણહ જસુગ્ગહો' ન કર્યા. ૨૨. દર્શન, ચૈત્યવંદન કર્યા પૂર્વે પચ્ચક્ખાણ પાર્યું, કરવા જ રહી ગયા. ૨૩. ગોચરીના અગીતાર્થની લાવેલ ગોચરી નિષ્કારણ વાપરી. ૨૪. ચારિત્રાચારે સચિત્ત જમીન, પાણી, અનાજ ઉપર ચાલ્યા. વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિયની એક-બે આદિ વિરાધના થઈ, ક્લિામણા થઈ, સંઘટ્ટો થયો, કર્યો. ૨૫. અતિકારણ સિવાય કામળી ઓઢીને પણ ઉજેહીમાં ગયા, રહ્યા. ૨૬. અજવાળે છતે વસતિ ન જોઈ કે વધુ મોડી જોઈ. ૨૭. વહેલાં અંધારે પડિલેહણ-સજ્ઝાય કરીને પણ અંધારે ઠલ્લે ગયા. ૨૮. લૂણાં, પાતરાં, વસ્ત્ર વગેરે હાથોહાથ ન આપતાં ફેંકીને કે જમીન ઘસડતાં આપ્યા, નાંખ્યા. ૨૯. વિહાર કે મકાનમાં વધુ પવને ફડફડતાં કપડાં, કામળી વગેરે તેમ જ ચાલવા દીધા. ૩૦. દાંડા, કપડા, ઉધિ વગેરે ઉજેહી પડતા સ્થાનમાં મૂક્યા કે પછી ય સ્થાનાંતર ન કર્યા. સૂચના : ૧) આલોચના કરતી વખતે જમા-ઉધાર (કરેલ તપ, સ્વાધ્યાય, મૌન, સ્થિરાસન, નવી ગોખેલી-જુની ઉપસ્થિત ગાથા) આટલું દર વખતે અવશ્ય લખવું. ૨) આલોચનામાં દોષો જાણીને સેવ્યા કે અજાણતા સેવ્યા, સકારણ સેવ્યા કે નિષ્કારણ સેવ્યા કે પ્રમાદથી સેવ્યા. જે રીતે સેવ્યા હોય તે રીતે લખવું જોઈએ. ** ÷÷†††††††††÷÷÷÷÷÷/42÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++++++++++÷÷÷÷÷÷÷÷÷††† +++++++++++++†††††††††††††||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ) ૧૬૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૭૭૭૭૭ દાનવીરો ! બીજા તપોવનમાં 'આપનું મોટું ઔદાર્ય દાખવો. હાં રૂ. એક લાખનું દાન આપીને તપોવનના પ્રવેશદ્વારની સામે ઊભા થનારા વિરાટ-મારબલ ઉપર જીવનદાતા તરીકે આપનું નામ લખાવો. ૭૦૭૦૦-૭૦૦૦૦૦૦૦-૦૩ CM૦૭૦૭૦૭૦૭૭૭૭૭૦૭૭) આપનું દાન કલમ ૮૦-જી મુજબ શ્રી કરમુક્ત રહેશે. જીવન જાગૃતિ ટ્રસ્ટ એ નામથી આપનો ચેક કે ડ્રાફટ નીચેના સરનામે મોકલો. જી.પ્ર. સંસ્કૃતિ ભવન, ર૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૫૩૫૫૮૨૩, પ૩પ૬૦૩૩ ૦-૦૦૦૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણના સોપાન સર કરવાના લક્ષને વરેલા તપોવનમાં ભણતા બાળકો અતિથિઓને બોન કરે છે. ...રોજ નવકારશી કરે છે. ...રોજ અષ્ટપ્રકારી જિનપૂજા કરે છે. રોજ રાત્રિભોજનનો ત્યાગ કરે છે. ...રોજ ગુરુવંદન કરે છે. ...રોજ નવી નવી વાર્તાઓ સાંભળે છે. ...રોજ કુમારપાળ રાજાની આરતિ ઉતારે છે. ...રોજ નવી નવી વંદનાઓ ગાય છે. ...રોજ નવા સ્તવનના રાગ શિખે છે. ...કોમ્પ્યુટર શિખે છે ...કરાટે શિખે છે... ...સ્કેટીંગ શિખે છે ...યોગાસન શિખે છે... ...સંગીતકળા શિખે છે... નૃત્યકળા શિખે છે... ...લલીતકળા શિખે છે ...ચિત્રકળા શિખે છે. ...વકતૃત્વકળા શિખે છે ...અભિનયકળા શિખે છે... ...અંગ્રેજીમાં Speech આપતાં પણ શિખે છે. માતાપિતાના સેવક બને છે. પ્રભુના ભક્ત બને છે. ગરીબોના બેલી બને છે. પ્રાણીઓના મિત્ર બને છે. શક્તિમાન બનવા સાથે ગુણવાન બને છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ આજે જ જોડાઈ જાઓ... આજે જ લોકારીની ચિંતામાંથી મુક્ત થાઓ, લાખો ડિગ્રીધારી બેઠાસેની સામે જના યુવાનોને ૧૦૦% નોકરીની ગેરંટી આપતી 'આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી 'રસરત પાઠશાળા પ્રેરણાદાતપૂપાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. તથા પૂ મહાનંદાશ્રીજી મ.સા. સૌજન્યઃ સવ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી. સંયોજકઃ મુનિ જિતરક્ષિતવિજયજી 'સંસ્કૃત પાઠશાળા(સાબરમતી પાસે)ની આ છે કેટલીક વિશેષતાઓ હંમેશ વિદ્વાન ગુરભગવંતોનો સત્સંગ વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિક્રમણ, નવમરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબુક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) કમ્યુટર કલાસીસ અંગ્રેજી, નામું વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે શિખવાડાશે. ૦૦ ક્ષેત્રોની વ્યવસ્થા રહેવા-જમવાનું સંપૂર્ણ ફી. પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોશિયાર બનાવીને સંઘનો સારો કાર્યકર બનશે. | ખૂબ જ મયાત યામાં પ્રવેશ આપવાનો છે, (ઃ ફોર્મ મેળવવાનું સ્થળ : તપોવન સંસ્કારપીઠ L) ( અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ મુ અમિયાપુર, પો. સુઘડ, રિલ્ક, નિશા પોળ, રીલિફ રોડ, અમદાવાદ. તા.જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૪. J 1 ફોન: ૫૩૫૬૦૩૩, ૫૩૫૫૮૨૩, : પાઠશાળાનું સ્થળ : તપોવન સંરકારપીઠ મુ અમિયાપુર, પો. સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૪. ફોનઃ (૦૭૯) ૩૨૭૬૨૭૩, ૩ર૭૬૩૪૧ મોબાઈલ: ૯૪૨૬૦૬૦૦૯૩ Page #178 -------------------------------------------------------------------------- _