________________
કેમ ન થાય ?
તેમ થાય તો લીલાલહેર ! મારે બીજા કોઈને એ ચિત્ત-ઘરમાં વસવા દેવા નથી.
(४३) निगृह्य कोपतः कांश्चित् कांश्चित्तुष्ट्याऽनुगृह्य च । प्रतार्यन्ते मृदुधियः प्रलम्भनपरैः परैः ।। २ ।।
અર્થ : જેઓનો ધંધો જ બીજાઓને ઠગવાનો છે એવા ઠગારા બીજા કેટલાક દેવો કાં તો કોપાયમાન થઈ જઈને (શાપ આપવા વડે) ભોળા જીવોને સજા કરીને, કાં તો ખુશ થઈ જઈને (વરદાન આપવા વડે) કેટલાક ઉપર પ્રસન્ન થઈ જઈને તે બધાને ઠગે છે.
આ સ્થિતિમાં હે પ્રભુ ! આપ મારા ચિત્તમાં વસી જાઓ તે ખૂબ જરૂરનું છે. નહિ તો હું પણ ક્યાંક એમની ઠગબાજીનો ભોગ બની જઈશ.
(४४) अप्रसन्नात्कथं प्राप्यं फलमेतदसङ्गतम् ? ।
चिन्तामण्यादयः किं न फलन्त्यपि विचेतनाः ।। ३ ।।
અર્થ : હે નાથ ! તારા વિષયમાં કેટલાક એવી શંકા કરે છે કે તું વીતરાગ છે. એટલે કે તારે કોઈ ઉપર કદી રીસાવાનું ન હોય તેમ રીઝાવાનું પણ ન હોય.
આ સ્થિતિમાં જેઓ તારી સેવા કરે તેમને સેવાનું ફળ તું શી રીતે આપી શકશે ? માટે તારા જેવા વીતરાગની સેવા કરવાથી ભક્તોના કોઈ અર્થ સરે તેમ નથી.
હે તારક દેવ ! આ વાત બિલકુલ બરોબર નથી. પેલું જડ ચિન્તામણિ રત્ન ! એ ય ક્યાં તેની આરાધના કરનાર ઉપર પ્રસન્ન થાય છે ? છતાં ય તેની આરાધના કરનારને તેનાથી ફળ મળે છે કે નહિ ? તે વસ્તુનો તેવો સ્વભાવ જ બની ગયો છે. આવું જ તારા વિષયમાં છે !
(४५) वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् I
आज्ञाराद्वा विराद्धा च शिवाय च भवाय च || ४ ||
H111111+નનનનન+નનનન+
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર)
૧૦૧