________________
શુભ ભાવોથી ઉપાર્જેલું પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્મ નિયમત શુભ ફળ આપનારું બને છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે અને પરંપરાએ મોક્ષસાધક બને છે. વૈદ્ય સારી રીતે યોજેલા ઔષધની જેમ. આમ આ સૂત્ર શુભ ભાવનું બીજ હોવાથી તેનો પાઠ નિદાનરહિત (ભૌતિક ફલાશંસારહિત) બનીને તથા ચિત્તના અશુભ ભાવોને દૂર કરીને એકાગ્રતાથી કરવો, તેનું સારી રીતે શ્રવણ કરવું અને તેની ઉપર અનુપ્રેક્ષા કરવી.
અંતિમ મંગલ :
નમો નમિઅનમિઆણં પરમગુરુ વીઅરાગાણું, નમો સેસનમુક્કારારિહાણ, જયઉ સવ્વષ્ણુસાસણ ! પરમસંબોધીએ સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા, સુહિણો ભવંતુ જીવા. | હે જગતના લોકોથી નમાયેલા ! દેવેન્દ્રો, નરેન્દ્રો અને ગણધરોથી નમાયેલા પરમ ગુરુ! વીતરાગ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ.
હે નમસ્કાર કરવા લાયક અન્ય સિદ્ધ ભગવંતો તથા આચાર્યાદિ ભગવંતો ! આપને અમારા નમસ્કાર થાઓ.
વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત જિનશાસન જય પામો. અમારા હૈયે સર્વોત્કૃષ્ટપણે વર્તો.
ઉત્તમ સમ્યક્તની પ્રાપ્તિ કરીને જગતના સર્વ જીવો સાચા સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો સુખી થાઓ.
HHHHHHH14-1+1+1+*+-+-+*++H+-+-+*-+-+1-1-1+1+1+1
+1+1+1+11+1+1+1-111HHIHH-HH-It-II-
HIHHH
૧૧૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨