________________
કર, અસાધુતાને છોડી દે. તારા આત્માને તારા જ આત્મા વડે જાણી લઈ રાગ-દ્વેષના નિમિતોમાં પ્રશાંત બન. તો જ તું જગપૂજ્ય
पनीश. (४७) इह खलु भो पव्वइएणं उप्पन्नदुक्खेणं संजमे अरइसमावन्नचित्तेणं
ओहाणुप्पेहिणा अणोहाइएणं चेव हयरस्सिगयंकुस-पोयपडागाभूआई
इमाइं अट्ठारसठाणाई सम्मं संपडिलेहिअव्वाइं भवंति । અર્થ : દીક્ષા લીધા બાદ સાધુજીવનમાં ઉત્પન્ન થયેલા શારીરિક, માનસિક
જાતજાતના દુઃખોને લીધે જે મુનિ સંયમજીવનમાં અરતિ પામે, સંયમનો ઉત્સાહ મરી જાય, દીક્ષા છોડવાની ઈચ્છા થાય, સંસાર યાદ આવે એ મુનિ જો હજી દીક્ષા છોડી ચૂક્યો ન હોય તો એણે નીચે બતાવાતી અઢાર વસ્તુઓ સારી રીતે વિચારવા જેવી છે. ઉન્માર્ગે જતા ઘોડાને જેમ લગામ અટકાવે, ગાંડા બનેલા હાથીને જેમ અંકુશ કાબૂમાં લે, સઢ વહાણને બચાવે એમ આ ૧૮ વસ્તુઓનો વિચાર
આ સાધુને ફરીથી સંયમમાં સ્થિર, ઉત્સાહી બનાવી દેશે. (४८) तं जहा-हं भो ! दुस्समाए दुप्पजीवी १. लहुसगा इत्तरिआ गिहीणं
कामभोगा, २. भुज्जो अ सायबहुला मणुस्सा, ३. इमे अ मे दुक्खे न चिरकालोवट्ठाई भविस्सइ, ४. ओमजणपुरस्कारे, ५. वंतस्स य पडिआयणं, ६. अहरगइवासोवसंपया, ७. दुल्लहे खलु भो ! गिहीणं धम्मे गिहवासमज्झे वसंताणं, ८. आयके से वहाय होइ, ९. संकप्पे से वहाय होइ, १०. सोवक्केसे गिहवासे निरुवक्केसे परिआए, ११. बंधे गिहवासे मुक्खे परिआए, १२. सावज्जे गिहवासे अणवज्जे परिआए, १३. बहुसाहारणा गिहीणं कामभोगा, १४. पत्ते पुण्णपावं, १५. अणिच्चे खलु भो ! मणुआण जीविए कुसग्गजलबिंदुचंचले, १६. बहुं च खलु भो ! पावं कम्मं पगडं, १७. पावाणं च खलु भो ! कडाणं कम्माणं पुब्बिं दुच्चिन्नाणं दुप्पडिकंताणं वेइत्ता मुक्खो, नत्थि अवेइत्ता तवसा वा झोसइत्ता, १८. अट्ठारसमं पयं भवइ ।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૨૬