________________
અર્થ : તરુણી અને તૃણમાં, પાષાણ અને સુવર્ણમાં, શત્રુ અને મિત્રમાં રે ! સંસાર અને મોક્ષમાં પણ જે મહાત્માઓ સમત્વનું દર્શન કરે છે (નથી સંસારેચ્છા, નથી મોક્ષેચ્છા) તે સમાધિસ્થ મહાત્માઓ આ સંસારપર્યાયમાં પણ પરમસુખનો અનુભવ કરે છે.
( ९८ ) निरञ्जनाः शङ्खवदाश्रयन्तोऽस्खलद्गतित्वं भुवि जीववच्च । वियद्वदालम्बनविप्रमुक्ताः समीरवच्च प्रतिबन्धशून्याः ।। २४१ ।। અર્થ : હે સમાધિસ્થ મુનિવરો ! આપ શંખની જેમ રાગદ્વેષના અંજન વિનાના છો, આ ધરતી ઉપર આપ જીવની જેમ અસ્ખલિત ગતિવાળા છો, આકાશની જેમ આપ આલંબન-મુક્ત છો અને પવનની જેમ પ્રતિબંધ વિનાના છો.
(९९) शरत्सरोनीरविशुद्धचित्ताः लेपोज्झिताः पुष्करपत्रवच्च । गुप्तेन्द्रियाः कूर्मवदेकभावमुपागताः खड्गिविषाणवच्च ।। २४२ ।। અર્થ : હે યતિવરો ! આપ શરદઋતુના સરોવરના જલ જેવા નિર્મળ ચિત્તવાળા છો, કમલપત્રની જેમ નિર્લેપ છો, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છો, ખડ્ગીના એક શીંગડાની જેમ આપ અનેકની સાથે છતાં એકલવીર છો.
(१००) सदा विहङ्गा इव विप्रमुक्ता भारण्डपक्षीन्द्रवदप्रमत्ताः ।
शौण्डिर्यभाजो गजवच्च जातस्थामप्रकर्षा वृषभा इवोच्चैः ।। २४३ ।। અર્થ : હે નિર્ગુન્હો ! આપ પંખીની જેમ સ્વૈરવિહારી છો, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત છો, હાથીની જેવા પરાક્રમી છો, બળદની જેમ ખૂબ અને જન્મજાત ઉન્નત બળના સ્વામી છો.
(१०१) दुर्धर्षतां सिंहवदब्धिवच्च गम्भीरतां मन्दरवत्स्थिरत्वम् ।
प्राप्ताः सितांशूज्वलसौम्यलेश्याः सूर्या इवात्यद्भुतदीप्तिमन्तः ।। २४४ ।। અર્થ : હે શ્રમણો ! સિંહની જેમ આપ દુર્ધર્ષ છો, સાગરશા ગંભીર છો, મેરુ જેવા સ્થિર છો, ચન્દ્રશી સૌમ્યપ્રકૃતિના માલિક છો, સૂર્યશા અદ્ભુત તેજના ધણી છો.
+†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷66+++++]÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷††††††††††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૮૫