________________
૧૨. દેરાસરમાં દીવા વિગેરેને કપડા આદિની ઝપટ લાગી.
૧૩. રાત્રે પ્રકાશ માટે ફાનસ-લાઈટ કરાવ્યા.
૧૪. સળગતી બીડી, અંગારા આદિ ઉપર પગ આવી ગયો. ચૂલો વિગેરે હાલ્યા, સંઘટ્ટો થયો.
૧૫. કામળીકાળમાં-અંધારામાં કે પ્રકાશમાં વિહાર કર્યો.
૧૬. કામળીકાળમાં વગર કામળીએ જાણવા છતાં પ્રમાદથી ગયા કે ભૂલથી
ગયા.
૧૭. કામળીકાળમાંથી આવીને તરત કામળીની ગડી કરી.
૧૮. કપડા વિગેરે ઉપર જીવ મર્યા. (લોહીના ડાઘાની સંખ્યા લખવી.) ૧૯. સામુદાયિક જીવવિરાધનાની નોંધ.
૨૦. સાંજે દોરી છોડવી રહી ગઈ. વસતિ ન જોઈ.
૨૧. એંઠા પાત્રા બે ઘડીથી વધુ રહ્યા, ભીના પાતરા-પાતરી આદિ લૂંછવાના રહી ગયા.
૨૨. પરાતો પૂંજ્યા વગર પાણી ઠાર્યું, કાપ કાઢ્યો.
૨૩. વસતિ સાંજે હલ્લા-માત્રા માટેની જોઈ જ નહિ.
૨૪. થૂંક, ગળફો, નખ, કફ વિગેરે કુંડીમાં કે રસ્તામાં નાંખી ઉપર ધૂળ આદિ ન નાંખ્યા.
ન
૨૫. સ્થંડિલ કે માત્રુ, કાપનું પાણી બે ઘડી ઉપર રહી ગયું, પરઠવ્યું. ૨૬. સ્થંડિલ યોગ્ય જગા છતે પ્રમાદ, કુટેવ, લોભથી વાડામાં ગયા. ૨૭. વસતિ જોયા વિના અથવા જોયેલી વસતિમાં રાત્રે બહાર કે વાડામાં ઠલ્લે ગયા તેમજ સવારે પ્રતિક્રમણ કે સજ્ઝાય કર્યા પહેલાં ગયા. ૨૮. પરસેવાથી ભીના કપડા, ભીના લૂણાં, જમીન લૂછણીયાં, માતરીયું સૂકવ્યા નહિ. બે ઘડીથી અધિક ભીના પડ્યા રહ્યા.
૨૯. સાંજે ઠલ્લે-માત્રુ પરઠવાની જગ્યાએ કીડીના નગરા, વનસ્પતિ વિગેરે જોયા નહિ.
૩૦. વસતિ જોયા વિના કે અજયણાથી અવિધિસર માત્રુ પરઠવ્યું, ૮૦૧૦૦ ડગલા પર નિર્દોષ ભૂમિ મળતી હોવા છતાં પ્રમાદથી નજીકની ગમે તેવી ભૂમિમાં પરઠવ્યું.
૩૧. વનસ્પતિ કે નિગોદાદિ ઉપર ઠલ્લો, માત્રુ, કાપનું પાણી, લૂણું લુંછણીયું
+91-1111111111111111 III+1+1+1+1+1+++++ (નનન+નનન+નનન+નનનન+નનનન+નન
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૫૪