________________
અપ્રતિલેખિત વસ્ત્ર-પાત્રાદિ વાપર્યા. ૩. પાત્રાની કે સંથારાની પોરિસી વહેલી-મોડી ભણાવી. ૪. અભિગ્રહ કે કાઉસ્સગ્ન ભંગ થયો, કર્યો. ૫. પર્વતિથિએ ઉપવાસાદિક તપ છતી શક્તિએ ન કીધો. ૬. સકારણ-નિષ્કારણ રજાપૂર્વક કે રજા વિના દિવસે ઉંધ્યા. ૭. ક્રિયામાં ઝોકા આવ્યા, ઉંધ્યા. ૮. રાત્રે છ કલાકથી અધિક નિદ્રા લીધી. (૫મસિબ્બા...) ૯. વિના કારણ, રજા વિના માંડલીમાં પ્રતિક્રમણ કર્યું નહિ. ૧૦. ખમાસમણા વિગેરેની વિધિ બરાબર સાચવી નહિ. ૧૧. બેઠા બેઠા, સંથારા ઉપર બેસીને પ્રતિક્રમણ કર્યું, મુદ્રાઓ સાચવી
નહીં. ૧૨. વસ્તુ લેતાં-મુકતાં, બારી-બારણાદિ ઉઘાડ-બંધ કરતાં, પાટ-પાટલાદિ
લેતાં-મુક્તાં-ખસેડતાં પૂંજવા-પ્રમાર્જવામાં આળસ કરી, ભૂલ્યા. ૧૩. વડીલ આચાર્યાદિ આપણી પાસે આવતાં ઊભા ન થયા, આસન ન
૧૪. પ્રાપૂર્ણક પધારતાં આળસથી સામે લેવા ન ગયા. ૧૫. ઓઘો-મુહપત્તિ ત્રણ હાથથી વધુ દૂર રહ્યા, આડ પડી. ૧૬. કાગળ, કપડા આદિનું પારિઠાવણી જાતે ન કરતાં શ્રાવકને સોંપ્યા. ૧૭. કાગળ, કપડાં આદિ ગમે ત્યાં અવિધિથી પરઠવ્યા. ૧૮. ગૃહસ્થ પાસે લૂણા, કાપ, માત્રુ આદિ કાર્યો કરાવ્યા. ૧૯. સવાર કે સાંજનું પ્રતિક્રમણ ન કર્યું, રહી ગયું. ૨૦. સવારે પ્રતિક્રમણ કર્યા પછી ઉંધ્યા. ૨૧. શક્તિ હોવા છતાં તપમાં કે બિમારીમાં વડીલ પાસે પડિલેહણાદિ, માત્રુ પરઠવવાનું કરાવ્યું.
. (૯) સામાચારી ૧. સહવર્તી વંદનીય સર્વે મહાત્માઓને વંદન કર્યા નહિ, રહી ગયા.
(પદસ્થ તથા સ્વગુરુને બે ટાઈમ, બાકી બધાને એક ટાઈમ)
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
૧૬૧