________________
૨. ગોચરી કે પ્રતિક્રમણમાં ગુર્વાદિક વડીલ આવ્યા પછી આવ્યા, ક્રમ
વિના બેઠા, વડીલનું આસન પાથર્યું, ભક્તિ-નિમંત્રણ ન કર્યું. ૩. મહાત્માઓ, શ્રાવકો પ્રતિ ઇચ્છાકારાદિ દશવિધ સામાચારી સાચવી
નહિ. ૪. અપરાધનું “મિચ્છા મિ તુવે ન દીધું. ૫. પાટનું પડિલેહણ રહી ગયું.
ચોમાસામાં કાળનો કાજો લેવો રહી ગયો. ૭. મુહપત્તિ, પેન, દોરો, લૂણું આદિ સંયમના ઉપકરણ ખોયા, ઘડા
પાત્રાદિ પડી ગયા કે તૂટી ગયા. ૮. રાત્રે, વહેલી સવારે મોટેથી બોલ્યા. છીંક, બગાસુ, ઉધરસ ખાતાં
જયણા સાચવી નહિ. ૯. ગુર્નાદિકને, પુસ્તકાદિને શ્લેષ્મ-બૅક-પગ લાગ્યા. ૧૦. શ્લેષ્મ પર પગ આવ્યો. ૧૧. ગુરુ, વડીલ, ગ્લાન, નૂતન, બાળ, તપસ્વી કે પોતાનો કાપ (અડધો
આખો, સાબુ-સર્ફ કે પાણીથી) કાઢ્યો. કઈ ચીજ કેટલી કાઢી તે
નોંધવી. ૧૨. મુકસી પચ્ચખાણ પારવું રહી ગયું. ૧૩. માંડલા રહી ગયા. ૧૪. ચાતુર્માસમાં નીચે બેઠેલા વડીલ આદિની રજા વિના કે વિનંતી કર્યા
વિના પાટ ઉપર પહેલા બેઠા, સૂતા. તે રીતે સવારે પણ મોડે સુધી સૂતા રહ્યા અથવા પ્રમાદથી આખી રાત નીચે જ સૂતા. શેષકાળમાં
નિષ્કારણ પાટ ઉપર સૂતા. ૧૫. વિહાર આદિમાં માણસ, ફાનસ, લાઈટ કે ડોળીવાળા વિગેરેનો
ઉપયોગ કર્યો. સાયકલ, લારી, ગાડી, વહીલચેરનો ઉપયોગ કર્યો. ૧૬. સેલવાળું કે સેલ વિનાનું ઘડિયાળ રાખ્યું. રોજ ચાવી આપી, અપાવી.
વગર કારણે ઘડિયાળ બદલ્યું, ઘડિયાળમાં રેડીયમ કરાવ્યું. ૧૭. કપડા વિગેરેને સિલાઈ કરાવી, સંધાવ્યું કે પાકીટ વગેરે કંઈપણ નવી
નવી ચીજો બનાવડાવી. આધાકર્મી કે ક્રીત દોષવાળી લીધી.
૧૬૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨