________________
૧૮. સ્ટેપલર વાપર્યું. કાતર, સોય, નેકટર, સ્ટેપલર વિગેરે ગૃહસ્થને
વાપરવા આપ્યા, ખોયા. ૧૯. ચોમાસા પૂર્વે યાચીને પડિલેહણ કરી અવગ્રહમાં ન કરેલ પાટ-પાટલા
ખુરશી-ધાબળા-ઘડા વિગેરેનો ચોમાસામાં ઉપાશ્રયમાં કે ગૃહસ્થને ત્યાં
ઉપયોગ કર્યો. ૨૦. આ સિવાયના આલોચનાના સ્થાનો પોતપોતાની સામાચારી મુજબ
જાણી લેવા.
આ જ
.
.
૧. બીજા જ્ઞાની, તપસ્વી, વક્તા, પ્રભાવક વિગેરેની જાહોજલાલી,
પ્રશંસા, વાહ-વાહ વગેરે જાણીને ઈર્ષ્યા કરી, એમની જાહોજલાલી વગેરે ઓછા થાય એવું ઇછ્યું, એ માટે સીધી કે આડકતરા પ્રયાસો
કર્યા. (રિહંતાણં સાસાયા..) ૨. પોતાને નાપસંદ એવી ગુર્વાશાનો સ્વીકાર ન કર્યો, સ્વીકાર કર્યો તો
એમાં આનંદ ન માન્યો, પોતાનો અણગમો વ્યક્ત કર્યો. એ ગુર્વાદિષ્ટ કાર્ય નિરર્થક છે અથવા અનુચિત છે એવું સૂચિત કરનારી વાતોચર્ચાઓ કરી. ગુરુ પ્રત્યે દુર્ભાવ કર્યો. ગુરુ સાથે દલીલબાજીઓ કરી, જીભાજોડી કરી, આક્રોશ કર્યો. એ કાર્ય સારું ન થાય, બગડી જાય એ માટે જાણી
જોઈને બેકાળજી કરી, વેઠ ઉતારી. ૪. પોતાને નાપસંદ સ્થાને કે પોતાને નાપસંદ સંઘાટક સાથે જવા કે
રહેવાની ગુરુજી વાત કરે ત્યારે એની ઘસીને ના પાડી દીધી અથવા ગુરુજી એ વાત પડતી મૂકે એ માટે એમને કંઈક સાચી ખોટી વાતોદલીલો કરી ઉંધું-ચતું સમજાવ્યું ને છતાં એ વાત ઊભી રહી તો ગુરુજી પ્રત્યે પણ ઘણો દુર્ભાવ કર્યો. એ પરિસ્થિતિના દિવસો કેવી રીતે પસાર થશે એ માટે જાતજાતની કલ્પનાઓ, સંકલ્પ-વિકલ્પો કર્યા, ચિંતા
આર્તધ્યાન કર્યા. ૫. એ જ રીતે પસંદગીના સ્થાન કે સંઘાટક સાથે જવા-રહેવા મળે એ માટે
કંઈક ઉચિત-અનુચિત કારવાહીઓ કરી ને છતાં એમ ન થવા પર
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
૧૬૩