________________
() ચારિત્રાચાર ૧. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટપ્રવચનમાતાનો ભંગ કર્યો, યથાશક્ય
બરાબર પાલન ન કર્યું, પ્રમાદ કર્યો. સ્થાનમાં કે વિહારમાં ઈર્યાસમિતિનો ઉપયોગ રાખ્યો નહિ, રહ્યો નહિ,
વાતો કરતા ચાલ્યા, ચાલતાં આડુઅવળું જોયું. ૩. દાંડો, લુણાં, ઘડો, દોરા, ઘડા પરના ટોક્સા-ટોક્સી, ઢાંકણા, પાત્રી
આદિનું પડિલેહણ ન કર્યું. સ્પંડિલ, માત્રુ, ગોચરી, પાણી, પારિઠાવણી વિગેરે પરઠવતાં
સણુનાદ સુપદો પરઠવ્યા પછી “વોશિરે ત્રણ વાર ન કહ્યો. ૫. બે ટાઈમ ઓઘાનું પડિલેહણ વધુ પડતું મોડું વહેલું કર્યું કે કર્યું જ નહિ. ૬. બે ટાઈમ પડિલેહણ વિધિએ ન કર્યું, પડિલેહણ કરતાં વાતો કરી,
બોલ ન બોલ્યા, ઓછા બોલે કે આડુ-અવળું જોતાં કર્યું. ૭. સો ડગલા બહારથી કે કાચા પાણીમાંથી આવીને કે ચંડિલ-માત્રુ વિગેરે
પરઠવી આવ્યા બાદ ઈરિયાવહિ કરી નહિ, વિસારી, અવગણી. ૮. સૂતાં કાનમાં કુંડલ નાખવા કે માથાબંધન બાંધવું ભુલાયું, કુંડલ
ખોવાયા. ૯. ઠઠ્ઠા, મશ્કરી, નિન્દા, વિકથા કરી, અન્યને દુભવ્યા. ૧૦. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ધ્યાયા. ૧૧. શય્યાતરના ઘરના આહાર-પાણી વાપર્યા. ૧૨. સૂતાં સંથારા પર ઉત્તરપટ્ટો પાથર્યો નહિ, અધિક ઉપકરણ વાપર્યું. ૧૩. સંથારાપોરિસી ભણાવ્યા વિના સૂતા, રહી ગઈ, મોડી ભણાવી. ૧૪. વિભૂષાર્થે શરીર, મુખ, હાથ-પગ ધોયા, નખ સમાર્યા, વાળ સમાર્યા,
શરીર ઉપરનો મેલ ઉતાર્યો, ભીનું પોતું લગાવ્યું. ૧૫. માંદગી આદિ કારણે ઈજેક્શન લીધા, બી.પી.માટું-મપાવ્યું, લોહી
મૂત્ર-ઝાડાનો ટેસ્ટ કરાવ્યો વિગેરે તથા શંકાસ્પદ અભક્ષ્યાદિ દવા
લીધી, એક્સરે લેવડાવ્યા, એમાં વિજાતીયનો સ્પર્શ થયો. ૧૬. નિરર્થક પરિગ્રહ કર્યો. શોખ માટે છાપાં વાંચ્યા. પત્રો વિગેરેની ઝેરોક્ષ
કરાવી, ફોટા પડાવ્યા, રાખ્યા.
૧૫૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨