________________
૬. સાંજે વસતીના કંપાઉન્ડમાં કે સો ડગલામાં રહેલ દેરાસરે દર્શન
ટાળ્યા, ઉપેક્ષા કરી, રહી ગયા. ૭. દેરાસર ઉપાશ્રયે જતાં-આવતાં “નિસિપી-આવસહી ન કહી. ૮. જિનવચનમાં શંકા થઈ, કરી. ૯. રત્નાધિકની ઉપધિ, આસનને પગ લાગ્યો, બેઠા. ૧૦. ગુરુની મુહપત્તિ-પાત્રાદિ વસ્તુ વાપરી. ૧૧. સહવર્તી સાથે ઉપવૃંહણા, સ્થિરીકરણ અને વાત્સલ્યભાવ યુક્ત વર્તન
રાખવાને બદલે અપ્રીતિ કરી, વિપરીત પ્રવૃત્તિ આચરી. ૧૨. સ્થાપનાજી પડી ગયા, પૂંઠ થઈ, દંડાસન લાગ્યું, થૂક લાગ્યું કે શ્વાસ
લાગ્યો. ૧૩. સ્થાપનાચાર્યનું પડિલેહણ રહી ગયું. સ્થાપેલા હલી ગયા, ઉત્થાપવા
રહી ગયા. ૧૪. દહેરાસર, સ્થાપના, પુસ્તકો કે રત્નાધિક તરફ પગ કરી સૂતા. ૧૫. ગુરુ આદિને પૂંઠ, ઈર્ષ્યા કે નિન્દા કીધી. તેઓને બીજાની દૃષ્ટિએ હલકા
પાડ્યા, થૂક લાગ્યું. ૧૬. અભિમાનથી ગુરુનું કાર્ય અયોગ્ય ગણ્યું. ૧૭. ગુરુનું વચન તહત્તિ ન કર્યું. ૧૮. ગુરુ, સાધુ સાધ્વી પર બળતરા-ગુસ્સો કર્યો, રીસ ચઢી, ઉધું વર્તન
કર્યું, કર્કશ શબ્દો બોલ્યા. ૧૯. વાપર્યા પહેલાં પચ્ચખાણ પારવું ભૂલ્યા, થોડું વાપર્યા બાદ પાર્યું,
સત્તર ગાથા રહી ગઈ. ૨૦. વાપર્યા બાદ ચૈત્યવંદન ભૂલ્યા, પાણી વાપર્યા બાદ કર્યું, બિલકુલ રહી
ગયું. ૨૧. પ્રતિદિન ૧૦૮ નવકારનો જાપ ન કર્યો. ૨૨. મિથ્યાત્વીના દર્શનની કોઈ વસ્તુની ઈચ્છા કરી. ૨૩. શ્રી સીમંધરસ્વામી અને સિદ્ધાચલનું ચૈત્યવંદન રહી ગયું. ૨૪. પ્રવચનહીલનામાં પ્રમાદથી નિમિત્ત બન્યા. દા.ત. વિહારમાં સ્કૂલના
કમ્પાઉન્ડ પાસે જ કે જવા આવવાની કેડી-રસ્તામાં ઠલ્લે બેઠા, શહેરમાં માત્ર ગમે ત્યાં પરઠવ્યું. '
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
૧૫૧