________________
(५४) अज्ज आहे गणी हुतो भाविअप्पा बहुस्सुओ ।
जइऽहं रमंतो परिआए सामण्णे जिणदेसिए ।। અર્થ: જો મેં દીક્ષા ન છોડી હોત, પરમાત્માએ બતાવેલા સાધુપર્યાયમાં
રમતો હોત તો આટલા વર્ષો બાદ હું આચાર્ય બની ગયો હોત. શાસ્ત્રોના વાંચનાદિથી મારો આત્મા ખૂબ જ ભાવિત બન્યો હોત. હું
બહુશ્રુત હોત. () देवलोगसमाणो अ परिआओ महेसिणं ।
रयाणमरयाणं च महानरयसारिसो ।। અર્થ : જે મહર્ષિઓ સંયમધર્મમાં લીન બની જાય છે એમને તો આ
સાધુપર્યાય દેવલોક જેવો જ થઈ પડે છે. પણ જેઓ આ સંયમમાં લીન નથી બની શકતા તેઓને તો સાધુજીવનની પ્રત્યેક પળ
મહાનરકની વેદનાઓનો અનુભવ કરાવે. (५६) धम्माउ भद्रं सिरिओ अवेयं जन्नगिविज्झाअमिवऽप्पते ।
___ हीलंति णं दुविहिरं कुसीला दादुढिअं घोरविसं व नागं ।। અર્થ : જે સાધુઓ ચારિત્રધર્મથી ભ્રષ્ટ થાય છે, જ્ઞાન-ધ્યાન-સંયમાદિ
લક્ષ્મીઓ વિનાના બને છે એ તો ઓલવાઈ ગયેલા અને માટે જ અત્યંત અલ્પ તેજવાળા અગ્નિ જેવા નિસ્તેજ બને છે. જે ભયંકર ઝેરી સાપના મોઢામાંથી ઝેરની કોથળી નીકળી જાય અને પછી બધા જ પરેશાન કરે. એમ બધા દુર્જનો આ દીક્ષા છોડનારાની હીલના,
તિરસ્કાર, મશ્કરી કરે. (५७) इहेवऽधम्मो अयसो अकित्ती, दुन्नामधिज्जं च पिहुज्जणमि ।
चुअस्स धम्माउ अहम्मसेविणो, संभिन्नवित्तस्स य हिट्ठओ गई ।। અર્થ: એ ઉત્પવ્રજિતને આ લોકમાં ચારિત્રત્યાગ રૂપી મોટો અધર્મ ચોટે છે,
ચારે બાજુ અપયશ-અપકીર્તિ ફેલાય છે. લોકોમાં એનું નામ લેવું પણ પાપ ગણાવા મંડાય છે. ધર્મભ્રષ્ટ થયેલા, અધર્મ સેવનારા, મહાવ્રતના વિરાધક એ આત્માની દુર્ગતિ થાય છે.
૧૩૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨