________________
૩. ગૃહસ્થના ઘરે, ઉપાશ્રયમાં વસ્ત્ર, પાત્રાદિ મૂકી રાખ્યા-પક્તિ આદિનું
પડિલેહણ ના કર્યું. ૪. બિનજરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહ, પરિગ્રહ રાખ્યો. ૫. ભારે કિંમતના વસ્ત્ર, કામળી, પાત્રા વગેરેની ઈચ્છા રાખી, લીધા,
વાપર્યા. ૬. પધ્ધિ, ચોમાસી, સંવત્સરીએ પોતાનું, માંડલીનું, વિટીયો, પુસ્તક,
પોટલા-ઉપધિનું પડિલેહણ કર્યું નહિ. અરસપરસ મિચ્છા મિ તુવે (ક્ષમાપના) કર્યા નહિ. જૂના થયેલા વસ્ત્રાદિ ઉપકરણોનો અન્ય રીતે પણ સદુપયોગ કરવો,
અન્યથા દોષ લાગે. ૮. પોતાના થકી દ્રવ્ય રાખ્યા, રખાવ્યા. ૯. પુસ્તકસંગ્રહ-ગ્રન્થાગાર સ્વ-મમત્વથી કર્યા. ૧૦. ધાર્મિક સંસ્થા સ્વ-મમત્વથી સ્થાપી, તે ઉપર પોતાનો દેશથી ય
અધિકાર રાખ્યો. તેના દ્રવ્યનો સ્વ-અધિકારથી અનુચિત ઉપયોગ કરાવ્યો.
VT રાત્રિભોજન વિરમણ વ્રત ૧. અપ્રતિલેખિત કે સૂર્યોદય પહેલાં પડિલેહણ કરેલ પાત્રાદિમાં ગોચરી
પાણી લાવ્યા, વાપર્યા. ૨. વાપર્યા પછી તે જગ્યાએ કાજો ન લીધો, જગ્યા પાણી આદિથી શુદ્ધ ન
કરી. ૩. સવારે વહેલા સૂર્યોદય પૂર્વે પાણી વહોર્યું. ૪. દવા, ચૂર્ણ (આહારી, ચીકણાં, પ્રવાહી કે તેવા નહિ તે અણાહારી
આદિ) વિગેરેના સંનિધિ રાખી, વાપરી, વહોર્યા વિના કે યાચ્યા વિના
વાપરી સાંજે ગૃહસ્થને ભળાવ્યા નહિ. ૫. પચ્ચકખાણ કર્યા બાદ રાત્રે મોઢામાંથી દાણોદૂણી નીકળ્યા કે ઉલ્ટી થઈ,
આહારનો સ્વાદ ઓડકારમાં આવ્યો. ૬. બગડેલા ઝોળી, પલ્લા, લુણા, દોરા વિગેરેનો કાપ કાઢ્યો નહિ અથવા
ભૂલી ગયા, રહી ગયા, સૂર્યાસ્ત પછી કાઢ્યા.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
૧૫૯