SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : સમાધિમાનું મહાત્માઓને શોકરૂપી શંકુની વ્યથાજનિત આકુળ વ્યાકુળતા કદી થાય જ નહિ, કેમકે તેઓ સદૈવ એવા ભાવનાજ્ઞાનથી પરિણત હોય છે કે જેના કારણે પુત્ર, પત્ની, ધન, મિત્ર, શરીર અને ઘરથી પોતાની જાતને સદા ભેદના ભાવથી જ નીહાળતા હોય છે. હવે તો પુત્રાદિના મરણાદિમાં તેમને શોક એ અસંભવિત ઘટના જ બની જાય છે. (२५). इष्टप्रणाशेऽप्यनभीष्टलाभे नित्यस्वभावं नियतिं च जानन् । सन्तापमन्तर्न समाधिवृष्टिविध्यातशोकाग्निरुपैति साधुः ।।१४९ ।। અર્થ : આ મુનિરાજે તો સમાધિભાવની ધોધમાર વર્ષા કરીને શોકરૂપી અગ્નિને સાવ જ ઠારી નાંખ્યો છે. હવે એમના ચિત્તમાં સત્તાપ સંભવે જ ક્યાંથી? રે ! ભલેને કદાચ કોઈ ઈષ્ટ વસ્તુનો નાશ થઈ જાય કે ભલેને કદાચ અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ જાય તો ય શું? આ મહાત્મા તો તેવા સમયે પોતાના નિત્ય સ્વભાવનું અને નિયતિ નામના પદાર્થનું ધ્યાન ધરવા જ પલાઠી મારીને બેસી જાય છે. પછી એમને સન્તાપ ક્યાંથી સંભવે ? (२६) त्यक्तस्ववर्ग: शरणानपेक्षः क्रूरोपसर्गेऽप्यविलुप्तदृष्टिः । समाधितन्त्रोद्धृतशोकशल्यो न ध्यानभङ्गादधृति प्रयाति ।।१५० ।। અર્થ : સ્વજનવર્ગનો પરિત્યાગ કરી ચૂકેલા, કોઈપણ જાતની સહાય કે શરણની અપેક્ષા વિના-એકલવીર બનીને-ઘોર ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ આંતરદષ્ટિને કદી નહિ મીંચનારા, સમાધિના યન્ત્રથી શોકરૂપી કાંટાને સદા માટે બહાર ખેંચી કાઢનારા હે મુનિરાજ ! આપને ધ્યાનભંગથી પણ અધીરતા ન આવે તેમાં કશી નવાઈ નથી. (२७) गते न शोको न विमृश्यमेष्यच्छुद्धश्च योगः किल वर्तमानः । साधोः समाधिः प्रथते यदेदृक् तदास्तु मन्योः क इवावकाशः ।।१५२ ।। અર્થ : વીતી ગએલી વાતનો શોક નથી, આવનારી વાતનો અત્યારથી વિચાર નથી, વર્તમાન પ્રત્યેક ક્ષણ ચિત્તશુદ્ધિમાંથી પસાર થઈ રહી છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૬૫
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy