SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આવી સમાધિને જે મુનિવર વિસ્તારી રહ્યા છે તેમને ક્રોધનો તો સંભવ જ ક્યાંથી હોય? (૨૮) अत्यन्तलूक्षव्रतयोगनुन्नाः स्मृत्वानुभूताद्भुतभोगलीलाम् । न वैमनस्यं मुनयः प्रयान्ति समाधिमन्त्राहतशोकभूताः ।।१५३ ।। અર્થ: શું મુનિરાજોને પોતે ભૂતકાળમાં અનુભવેલો કોઈ અદ્ભુત સંસાર સહસા યાદ આવી જાય તો ? તો એ સંસાર ત્યાગ્યાનો લગીરે અફસોસ એમને થતો નથી તેનું કારણ જાણો છો ? એ કારણ છે અત્યંત ઋક્ષ-ભોજનનું વ્રત. ઋક્ષભોજીને સંસાર યાદ આવે તો ય તેનાથી સમાધિના મનને લગીરે આંચકો પહોંચતો નથી. ' , અહો ! સમાધિના મન્નથી શોકના ભૂતડાને જેમણે કબજે કરી લીધા છે એવા અ-શોક મુનિઓ ! આપને પ્રણામ... (२९) उग्रे विहारे च सुदुष्करायां भिक्षाविशुद्धौ च तपस्यसो । समाधिलाभव्यवसायहेतोः क्व वैमनस्यं मुनिपुङ्गवानाम् ।।१५४ ।। અર્થ: ઓ અતિ ઉગ્રવિહારકારી મુનિવરો ! ઓ સર્વદોષમુક્ત કઠોર ભિક્ષાશુદ્ધિના આરાધકો ! ઓ અસહ્ય ઘોર તપના સ્વામીઓ ! આપને કદાપિ ચિત્તમાં વિહળતા ઉત્પન્ન થતી નથી ? ઉત્તર : ના, કદાપિ નહિ, કેમકે આ બધું ય ચિત્તમાં સમાધિની મસ્તીની જમાવટ કરવા માટે જ હાથે કરીને સ્વીકાર્યું છે પછી વિહળતા શેની ? અને સાચે જ આ ઉગ્રસાધનાના ફળરૂપે કોઈ અનોખી ચિત્તમસ્તીની ઝલક અનુભવવા મળે છે. (३०) समाधिभाजोऽपि विपद्दशायां न यान्ति धीराः करुणास्पदत्वम् । जात्यस्य जायेत विवर्णभावः किमग्नितापादपि काञ्चनस्य ।।१५५ ।। અર્થ : સમાધિના રસમાં મહાલતા મહાત્માઓની તો શી વાત કરવી ? ભયંકર આફતમાં તે ધીર પુરુષો મુકાઈ જાય ત્યારે તેઓ કરુણા, બિચારાપણાની દશાને કદી અનુભવતા નથી. ૬૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy