SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભયંકર અગ્નિની ભઠ્ઠીમાં ફેંકાઈ જાય તો ય જાત્યસુવર્ણના સ્વરૂપમાં લગીરે ફેરફાર થયેલો કોઈએ કદી સાંભળ્યો છે ખરો? (३१) असह्यया वेदनयाऽपि धीरा रुदन्ति नात्यन्तसमाधिशुद्धाः । कल्पान्तकालाग्निमहार्चिषाऽपि नैव द्रवीभावमुपैति मेरुः ।।१५६ ।। અર્થ : અત્યન્ત વિશુદ્ધ સમાધિભાવથી રસતરબોળ થયેલા ધીર મુનિવરોની કાયાના રૂંવાડે રૂંવાડે તણખાં ઝરે તો ય તેમની આંખો આંસુથી લગીરે ભીંજાતી નથી. પ્રલયકાળના અગ્નિના ગગનસ્પર્શી ભડકાઓથી ક્યારેય સુવર્ણમેરૂ લપેટાઈ જાય તો ય તે શું ઓગળી જાય ખરો? (३२) समाधिविध्वस्तभयाः स्मशाने शून्यालये वा प्रतिमां प्रपन्नाः । दृष्ट्वापि रूपाणि भयङ्कराणि रोमापि नैवोद्गमयन्ति गात्रे ।। १५७।। અર્થ : ઓ મુનિવરો ! આપના સઘળા ય ભયો સમાધિભાવના મુલ્ગરથી ચૂરચૂર થઈ ગયા. હવે આપ સ્મશાનમાં કે કોઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહો, ત્યાં ગાત્રો થથરાવી નાખે તેવા ભયંકર રૂપોને જુઓ તો ય આપના કોઈ રૂંવાડામાં ય ફફડાટ શેનો હોય ? (३३) महोपसर्गाश्च परीषहाश्च देहस्य भेदाय न मे समाधेः । इत्थं विविच्य स्वपरस्वभावं भयानुबन्धं मुनयस्त्यजन्ति ।। १५८ ।। અર્થ: જે મુનિરાજ એક જ વિચાર કરે છે કે, “ઘોર ઉપસર્ગો અને પરીષહો મારી ઉપર તૂટી પડે તો ય બહુ બહુ તો મારા શરીરના કટકા કરી નાંખશે પણ મારી સમાધિના કટકા કરવાની તો તેમનામાં ય તાકાત નથી.” આવા સ્વ અને પરના સ્વભાવોના વિવેકજ્ઞાનને પામી ગયેલા મહાત્મા ભયના સંસ્કારોથી મુક્ત હોય તેમાં શી નવાઈ ? (३४) कुहेतुभिर्वा भयहेतुभिर्वा न क्षोभमभ्येति समाहितात्मा । महीधराणाञ्च महीरुहाणां सर्वसहा क्षुभ्यति किं नु भारैः ।।१५९ ।। અર્થ : સમાધિમાન્ મુનિરાજ કોઈ પણ કારણે ચિત્તમાં ખળભળાટ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકાલતા)
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy