SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધભિક્ષુના મસ્તક જેવી છે. શુદ્ધ ગોચરી એ ભિક્ષુને પગ લગાડવારૂપ આશાતનાના ત્યાગ જેવી છે. (६९) शास्त्रोक्ताचारकर्ता च शास्त्रज्ञः शास्त्रदेशकः । शास्त्रैकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ।। અર્થ : શાસ્ત્રોમાં કહેલા આચારોનું પાલન કરનાર, શાસ્ત્રનો જ્ઞાતા, શાસ્ત્રોનો ઉપદેશક, શાસ્ત્ર જ જેની એક માત્ર આંખ છે એવો મહાયોગી પરમપદને પામે છે. (૭૦) પરિબ્રહ્મપ્રાવેશાદુર્ગાષિતરન:વિરાઃ | श्रूयते विकृताः किं न ? प्रलापा लिङिगनामपि ।। અર્થ : આ શિષ્યો, ભક્તો, ઉપધિઓ, ફલેટો વગેરેનો પરિગ્રહ એ મોટા ખરાબ ગ્રહ જેવો છે. એના આવેશને લીધે સાધુઓ પણ પોતાના મુખમાંથી ખરાબ વચનોરૂપી ધૂળને ચારેબાજુ ફેંકે છે. શું આવા સાધુઓના વિકૃત-અત્યંત ખરાબ લાગે એવા પ્રલાપો, અસભ્ય વચનો નથી સંભળાતા ? (પરિગ્રહની આસક્તિથી કેટલાય ઝઘડાઓ ઊભા થયા જ છે.) (७१) यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं पर्युपास्ते जगत्त्रयी ।। અર્થ : જે આત્મા ધન, ધાન્ય, પુસ્તકો, ફ્લેટો વગેરે બાહ્ય પરિગ્રહને અને એ બધી વસ્તુઓ ઉપરના રાગ-મૂર્છારૂપી અભ્યન્તર પરિગ્રહને તણખલાની જેમ તુચ્છ માની છોડી દે છે, ઉદાસીન-મધ્યસ્થ બને છે એના ચરણકમલની તો ત્રણ લોક સેવા કરે. ( ७२ ) चित्तेऽन्तर्ग्रन्थिगहने बहिर्निर्ग्रन्थता वृथा । त्यागात्कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः । અર્થ : મન જો સ્વજનો, સ્ત્રી, ભોજનાદિ પ્રત્યેના રાગ વગેરે રૂપી ગાંઠોથી ભરેલું હોય તો પછી આ માત્ર બહારની નિર્પ્રન્થતા-સાધુવેષ એ નકામો જ જવાનો. સાપ કંઈ કાંચળી માત્રને છોડી દઈને ઝેર વિનાનો ન બને. *********** ૨૮ +†††††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy