________________
રત્નનો વેપાર કરનારા વણિકો ઘણા ઓછા છે. એમ લોકોત્તર શાસનમાં પણ વિષયસુખમાં લંપટ બનનારાઓ કરોડો છે, આત્મસાધના કરનારાઓ ઘણા ઓછા છે. એમાં આશ્ચર્ય પામવાની
જરૂર નથી. () માત્મક્ષિસદ્ધર્મસિદ્ધી વુિં તો યાત્રા |
तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शनम् ।। અર્થ : “લોકો મને કેવો માનશે? લોકોમાં હું શી રીતે સારો દેખાઉં..” આ
બધા લોકસંજ્ઞાના વિચારો સાધુઓ માટે નકામા છે, કેમકે સદ્ધર્મની સિદ્ધિ આત્મસાક્ષિક છે. આત્માના શુભ પરિણામો છળે તો લોકો એને સારો માને કે ન માને, એ આત્માનું કલ્યાણ થાય. એના બે
સચોટ દષ્ટાન્ત છે : (૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિ, (૨) ભરત ચક્રવર્તી. (६७) अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः ।
प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ।। અર્થ : આ મોક્ષ, મોક્ષનો માર્ગ જેઓએ જોયો જ નથી અને એવા એ
મોક્ષમાર્ગ ઉપર જે જડ લોકો શાસ્ત્રરૂપી દીપક વિના આંધળી દોટ મૂકે છે તેઓ ડગલે ને પગલે ઠોકરો ખાતા ખૂબ ખેદને પામે છે. (ભાવના સારી હોવા માત્રથી ન ચાલે. કાર્યમાં સફળતા મેળવવા માટે પૂરતું જ્ઞાન, સમજણ આવશ્યક છે. એમ મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઈચ્છા થઈ એ સારું છે પણ શાસ્ત્ર ભણ્યા વિના ગમે તેમ સંયમ જીવવાથી મોક્ષ ન
મળે. એ માટે શાસ્ત્રજ્ઞાન પામી શાસ્ત્રાધારિત જીવન જીવવું પડે.) (६८) शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् ।
भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ।। અર્થ : જે સાધુ શાસ્ત્રાજ્ઞાઓ પ્રત્યે બેપરવા છે તે સાધુ બેતાલીસ દોષ
વિનાની નિર્દોષ ગોચરી વાપરે તો ય એનાથી એનું હિત ન થાય. પેલો ભીલનો રાજા ! પોતાના ગુરુ બૌદ્ધભિક્ષુને પગથી અડવાનું પાપ નથી કરતો પણ તલવારથી ગુરુનું ડોકું કાપે છે. એને પેલો આશાતનાત્યાગરૂપ ધર્મ શી રીતે હિતકારી બને ? શાસ્ત્રાજ્ઞા એ
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
૨૭