________________
પમાડ્યા, બાળકને ભય પમાડ્યો.
૪૭. કાચા દૂધ, દહીં, છાશવાળા પાત્રાનું લૂણું કઠોળવાળા પાત્રાને કર્યું કે કઠોળવાળા પાત્રાનું લૂણું કાચા દૂધ-દહીં-છાશવાળા પાત્રાને કર્યું તેમજ તે લૂણાનો કાપ જુદો ન કાઢ્યો.
11 મૃષાવાદ વિરમણ મહાવ્રત
૧. ક્રોધ, લોભ, ભયથી કે હાંસી મશ્કરીના હાસ્યથી જાણીને કે અજાણતાં જૂઠ્ઠું બોલ્યા, માયાપૂર્વક જૂઠું બોલ્યા.
૨. ગુર્વાદિક વડીલ પાસે પોતાનું સારૂં દેખાડવા બીજા ઉપર દોષારોપણ કર્યું, આળ ચઢાવ્યું, ચાડી ખાધી.
૩. પોતાની મહત્તા-વાહવાહ દેખાડવા આરાધના-પ્રભાવનાની વાતો વધારીને કરી.
૪. ગુર્વાદિક વડીલે પૂછ્યાનો સાચો જવાબ ન આપ્યો, સામું બોલ્યા, તોછડાઈપૂર્વક બોલ્યા.
૫.
૬.
‘જ’કાર કે સાવદ્ય ભાષા બોલ્યા, આદેશ કર્યો.
છાપામાં આવતાં સમાચારો-રાજકારણ આદિની ચર્ચા વિગેરે વિકથા
કરી.
૭. પા-અડધો કલાક, કલાક સુધી ગપ્પા માર્યા.
૮. અનુકૂળ કે પ્રતિકૂળ ગોચરી-પાણી પ્રશંસા કે નિંદાપૂર્વક વાપર્યા. ૯. સહસા અસત્ય કે અનુચિત બોલાતાં તરત ‘મિચ્છા મિ તુવૐ' ન દીધા.
૧૦. અચોક્કસ પ્રતિપાદન નિર્ભીકપણે કર્યું, પછી ય સ્પષ્ટતા ન કરી કે આલોચના ન કરી.
" અદત્તાદાન વિરમણ મહાવ્રત
૧. માલિકની રજા સિવાય વસ્તુ લીધી કે વાપરી. રજા લીધા સિવાય ઉપાશ્રય, મકાન આદિમાં ઉતર્યા. પછી મકાન આદિ ભળાવવું રહી ગયું. (સ્વામી અદત્ત)
**********************************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૫૬