________________
અર્થ : મારા તો જગતમાં વગોવાયેલા તે કલિકાળને જ લાખ લાખ વંદન
થાઓ, જેમાં મને હે દેવ ! તારા દર્શન પ્રાપ્ત થયા. ઘણો ય ભમ્યો'તો સતયુગ વગેરેના કાળમાં, પરંતુ ત્યારે સદાય
તારા દર્શન વિનાનો જ રહ્યો’તો. (१६) बहुदोषो दोषहीनात् त्वत्तः कलिरशोभत ।
विषयुक्तो विषहरात् फणीन्द्र इव रत्नतः ।।८।। અર્થ : પેલો વિષવાળો કાળો નાગ ! છતાં ય કેવો શોભે છે તેના માથે રહેલા
વિષહર મણિથી ! આ ઘણા બધા દોષોથી ભરેલો કલિકાળ ! પણ તે ય દોષહીન એવા તારાથી શોભી રહ્યો છે.
પંદરમો પ્રકાશ (१७) जगज्जैत्रा गुणास्त्रातरन्ये तावत्तवासताम् ।
उदात्तशान्तया जिग्ये मुद्रयैव जगत्त्रयी ।।१।। અર્થ : હે વિશ્વપાલક ! આખા જગતના ભવ્ય જીવોના દિલ જીતી લેનારા
આપના અન્ય આંતરવૈભવરૂપ ગુણો તો દૂર રહો, પરંતુ આપની આ જે ઉદાર અને શાન્ત બાહ્ય આકૃતિ છે તેણે જ આખા જગતનું
દિલ જીતી લીધું છે. (१८) मेरुस्तृणीकृतो मोहात् पयोधिर्गोष्पदीकृतः ।
गरिष्ठेभ्यो गरिष्ठो यैः पाप्मभिस्त्वमपोहितः ।।२।। અર્થ : હે પુરુષોત્તમ ! જગતના શ્રેષ્ઠ આત્માઓ, દેવેન્દ્રો અને નરેન્દ્રો !
એમનાથી ય આપ અતિશ્રેષ્ઠ ! કાશ ! જે પાપાત્માઓએ મહાનથી મહાન એવા આપનો અનાદર કરી નાંખ્યો તેમણે તો મોહમૂઢતાથી.. મેરુને ઘાસ બરોબર જોયો ! સમુદ્રને ગાયના એક પગલા જેવડો
કલ્પી લીધો ! (१९) च्युतश्चिन्तामणिः पाणेस्तेषां लब्धा सुधा मुधा ।
यस्त्वच्छासनस्य सर्वस्वमज्ञानैर्नात्मसात्कृतम् ।।३।।
૯૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨