________________
અર્થ: હે કૃપાલુદેવ! જે દુર્ભાગી જીવો પોતાની કારમી અજ્ઞાનતાને કારણે
તારા સર્વકલ્યાણકર શાસનનું સઘળું ય હાઈ પામીને તને આત્મસાત કરી શક્યા નહિ હોય તેમને તો હાથમાં આવેલું ચિન્તામણિ રત્ન
સરી પડ્યું ! તેમને મળેલી સુધા નકામી ગઈ ! (२०) यस्त्वय्यपि दधौ दृष्टिमुल्मुकाकारधारिणीम् ।
तमाशुशुक्षणिः साक्षादालप्यालमिदं हि वा ।।४।। અર્થ : અરે ઓ દેવ! જે પામર-ભારેકર્મી-આત્માએ આપ કૃપાલુ તરફ પણ
બળતા ઉંબાડિયા જેવી આગઝરતી દૃષ્ટિ કરી છે તેને તો ભડકે બળતો અગ્નિ પૂરેપૂરો બાળી.. ના, ના, આવું વચન બોલવાથી હું અટકી જઉં છું. પણ શું કરું? મારાથી રહેવાતું નથી. સર્વેના તારક એવા આપના પ્રત્યે પણ
આગઝરતી દૃષ્ટિ ! (२१) त्वच्छासनस्य साम्यं ये मन्यन्ते शासनान्तरैः ।
विषेण तुल्यं पीयूषं तेषां हन्त ! हतात्मनाम् ।।५।। અર્થ : હે દીનાનાથ ! અન્ય ધર્મીઓના લૌકિક શાસનોની સાથે તારા
લોકોત્તર શાસનની સરખામણી જ્યારે કેટલાક લોકો કરે છે ત્યારે મને લાગે છે કે તે જડ જેવા આત્માઓ હલાહલ ઝેર સાથે અમૃતની
સરખામણી કરી રહ્યા છે ! (રર) અને પૂજા મૂયામુત્તે શેષાં ત્વયિ મત્સરઃ |
शुभोदर्काय वैकल्यमपि पापेषु कर्मसु ।।६।। અર્થ: હે ગુણવૈભવ ! જે લોકોને આપની ઉપર ઈર્ષ્યા થાય છે અને તેથી
યા તદ્દા લવારા વગેરે કરે છે તેઓ તો બહેરા અને મૂંગા થઈ જાય તો સારું. જો મળેલી ઈન્દ્રિયોનો પાપ કરવામાં જ ઉપયોગ થતો હોય તો તે
ઈન્દ્રિયોની વિકલતા જ ઇચ્છવાયોગ્ય ન ગણવી શું? (२३) तेभ्यो नमोऽञ्जलिरयं तेषां तान्समुपास्महे ।
त्वच्छासनामृतरसैर्येरात्माऽसिच्यतान्वहम् ।।७।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર)
૯૫