________________
૪. કેટલા શ્લોકનું વાંચન કર્યું? ૫. કેટલા શ્લોક કંઠસ્થ કર્યા? ૬. કેટલો વખત સત્સંગ કર્યો? ૭. કેટલો વખત સદુપદેશ સાંભળ્યો ? ૮. કેટલો વખત મૌન રહ્યા? ૯. કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યો? ૧૦. પચ્ચકખાણ શું કર્યું? ૧૧. કેટલી વાર અસત્ય બોલાયું? ૧૨. કેટલી વાર ગુસ્સે થવાયું? ૧૩. કેટલો વખત આત્મચિંતન કર્યું? ૧૪. કેટલો વખત ધ્યાન કર્યું? ૧૫. કેટલી વખત નવ વાડનું ઉલ્લંઘન કર્યું? ૧૬. કઈ ઈન્દ્રિયને આધીન થવાયું? ૧૭. કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યો? ૧૮. કયો ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યો ? ૧૯. કયો દુર્ગણ છોડવા પ્રયાસ કર્યો? ૨૦. કેટલી વાર એક આસને બેઠા ? ૨૧. કેટલી વાર બીજાનું કામ કર્યું? ૨૨. કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી? ૨૩. કેટલો ટાઈમ વાતોમાં ગયો? ૨૪. કેટલી વાર દેવવંદન કર્યું? ૨૫. ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૬. ગોચરી વાપરવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૭. ગોચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? ૨૮. કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યો ? ૨૯. આહાર-પાણીની કેટલી ઉણોદરી કરી ? ૩૦. કેટલી વિગઈ ત્યાગ કરી ? :
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ)
૧૪૭