________________
સુખી, દુઃખી વગેરે અનેક વિષમતાઓ ઉત્પન્ન થઈ છે. પણ સાધુ તો આ વિષમતાને બિલકુલ ન ઈચ્છે, ન જુએ. આ તમામ જીવો છેવટે તો બ્રહ્મ-પરમાત્માના એક અંશ રૂપ જ છે. બધા ભગવાન્ બનવાના છે. જે સમભાવવાળો સાધુ વિશ્વના સકળ જીવોને પોતાના
આત્માથી અભિન્ન જુએ છે એ જ મોક્ષને પામી શકે છે. (१८) स्वयम्भूरमणस्पर्चिवर्धिष्णुसमतारसः ।
मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥ અર્થ : સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરનારો એવો સતત વધતો જતો
સમતારસ જે મુનિ પાસે છે એ મુનિને અમે કોની સાથે સરખાવીએ? કેમકે આ સકલ વિશ્વમાં હવે એવી કોઈ વસ્તુ જ નથી કે જેની સાથે આ સમતાશાળી મુનિની સરખામણી થાય. (વિશ્વમાં સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી મોટો છે. સમતારસવાળા મુનિને એની સાથે સરખાવી શકાય. પણ મુનિનો સમતારસ તો એ સમુદ્રને ય હંફાવનારો છે.
એટલે હવે તો ઉપમા આપવા યોગ્ય વસ્તુ જ બાકી નથી.) (१९) बिभेषि यदि संसारान्मोक्षप्राप्ति च काङ्क्षसि ।
तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ।। અર્થ : આત્મન્ ! જો તને આ સંસારથી ભય લાગે છે અને જો તું
મોક્ષપ્રાપ્તિને ઈચ્છતો હોય તો પાંચ ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવા
માટે તારો બધો પુરુષાર્થ ફોરવ. (२०) आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् ।
इन्द्रियाणि निबध्नन्ति मोहराजस्य किङ्कराः ।। અર્થ : ઈન્દ્રિયો એટલે મોહરાજાના નોકરો ! જે સાધુ સંસારમાં રહીને
કંટાળ્યો હોય, મોક્ષમાં જવાની ધગશવાળો હોય એને પણ આ ઇન્દ્રિયો સુંદર સ્ત્રી, ભોજન, સંગીત, સુગંધિ અત્તર વગેરે વિષયો રૂપી દોરડાઓ વડે બરાબર બાંધી દે છે. (તો બીજાની તો શી વાત
કરવી?) (२१) पुरः पुरः स्फुरत्तृष्णा मृगतृष्णानुकारिषु ।
इन्द्रियार्थेषु धावन्ति त्यक्त्वा ज्ञानामृतं जडाः ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
૧૫