________________
(ર૧) પ્રતિષાચ દાચરચરતિશોનિમૃત !
भयकुत्सानिरमिभवस्य यत्सुखं तत्कुतोऽन्येषाम् ।। અર્થ : જે સાધુને કોઈ સજાતીયવિજાતીય વાસનાઓ જાગતી નથી. જેનામાં
ક્રોધાદિ કષાયો ઉગતા નથી. સારી વસ્તુ મળે તો ખુશ થવું, ખરાબ વસ્તુ મળે તો દુઃખી થવું, ખડખડાટ હસવું, શોક કરવો-આ બધી વિષમતાઓ જેણે દૂર ફેંકી દીધી છે. જેને કોઈપણ પ્રકારનો ભય સતાવતો નથી, કોઈપણ પ્રકારની જુગુપ્સા નથી એવા સાધુને જે
સુખની અનુભૂતિ થાય એ બીજાઓને તો ક્યાંથી થાય? (२२) नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य ।
यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। અર્થ : અરે ! ચક્રવર્તીઓ પાસે પણ તે સુખ નથી, ઇન્દ્રો પાસે ય તે સુખ
નથી જે સુખ દુનિયાની-લોકોની પંચાતને છોડી ચૂકેલા સાધુ પાસે છે. (२३) दोषेणानुपकारी भवति परो येन येन विद्वेष्टि ।
स्ययमपि तदोषपदं सदा प्रयत्नेन परिहार्यम् ।। અર્થ : સાધુ! તું આ ધ્યાન રાખજે કે તારા જે જે દોષ વડે બીજાઓ તારા
શત્રુ બનતા હોય, તારા ઉપર દ્વેષ કરનારા બની જતા હોય તે તે ઈર્ષ્યા, ક્રોધ, સ્વાર્થ વગેરે દોષો તારી જાતે, પ્રયત્નપૂર્વક કાયમ માટે છોડી દેવા જોઈએ, જેથી કોઈ તારા શત્રુ ન બને, તારા ઉપર દ્વેષ ન
કરે.
(२४) व्रणलेपाक्षोपाङ्गवदसड्गयोगभरमात्रयात्रार्थम् ।
पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ।। અર્થ : શરીર ઉપર લાગેલા ઘામાં જે રીતે દવાનો લેપ કરાય, ગાડાના
પૈડાની ધરીમાં જે રીતે ઘસારો દૂર કરવા પૂરતું થોડુંક જ તેલ પૂરાય, એમ જે રીતે અનાસક્તયોગને ટકાવી શકાય, સંયમયાત્રાનો નિર્વાહ થઈ શકે એ રીતે જ આહાર કરવો. સાપ જેમ સ્વાદ લીધા વિના દેડકાઓ ખાઈ જાય એમ સાધુએ સ્વાદ કર્યા વિના વાપરવું. એક પિતા માત્ર જીવ બચાવવા ખાતર નાછુટકે સગા મરેલા દીકરાનું
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨