________________
ભયંકર નીચગોત્ર કર્મ બંધાય છે કે જે દરેક ભવે ભોગવ્યા કરો તો ય કરોડ ભવે પણ એ કર્મથી જીવનો છુટકારો ન થાય.
(१८) देशकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् ।
दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।। અર્થ : આ જીવ ક્યા દેશમાંથી ક્યા દેશમાં ઉત્પન્ન થાય ? ક્યાંક ઊંચા કુળોમાં, ક્યાંક વળી ચંડાળના કુળોમાં જાય છે. ક્યાંક એને સુવર્ણમય દેહ મળે છે તો ક્યાંક વળી સ્પર્શવો ય ન ગમે એવો કોઢીયાનો દેહ મળે છે. ક્યાંક અદ્ભુત વિજ્ઞાન, દીર્ઘ આયુષ્ય, જોરદાર શક્તિ, પુષ્કળ ભોગો અને અઢળક સંપત્તિ મળે છે. અને ક્યાંક મૂઢતા, ગર્ભમાં જ મૃત્યુ, તદ્દન પરવશતા, ખાવાના ય ફાંફાં, ભિખારીપણું મળે છે. આ ભયંકર વિષમતાને જોયા પછી વિદ્વાનોને પણ આ સંસારમાં-સંસારના સુખોમાં આનંદ કેમ થાય છે ? એ સમજાતું નથી. (१९) अपि पश्यतां समक्षं नियतमनियतं पदे पदे मरणं । येषां विषयेषु रतिर्भवति न तान्मानुषान् गणयेत् ॥
અર્થ : અરે, ચોક્કસ રીતે કે ગમે તેમ અકાળે ય, ડગલે ને પગલે અનેક લોકોના મરણને સાક્ષાત્ જોવા છતાં પણ જેઓને હજી ય વિષયસુખોમાં-ખાવા-પીવા, સ્ત્રી વગેરેમાં આસક્તિ થતી હોય તેમને તમે મનુષ્ય તરીકે ન ગણજો. તેઓ તો ઢોરની ગણતરીમાં જ ગણાવા લાયક છે.
(२०) यावत्स्वविषयलिप्सोरक्षसमूहस्य थेष्ट्यते तुष्टौ । तावत्तस्यैव जये वरतरमशठं कृतो यत्नः ।
અર્થ : ઓ મુરખ ! તારી ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પોતપોતાના વિષયભૂત સુંદર રૂપાદિને મેળવવાની ઈચ્છા કરે છે અને તું એ ઇન્દ્રિયોનો ગુલામ બની એમને ખુશ કરવા, એમને સુંદર રૂપાદિ દેખાડવાની જ ચેષ્ટા કર્યા કરે છે. પણ એક વાત કરું ? આ બધું લગીરે બરાબર નથી. એને બદલે તું જેટલો સમય આમાં કાઢે છે એટલો જ સમય એ જ પાંચ ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવામાં પ્રયત્ન કરે એ ઘણું વધારે સારું છે.
************નનનનનનન+14+**********
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)
૫