SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સંભાષણ, પરિચય કે પત્ર-વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. ૪૫. સાચા સંયમી માટે ગૃહસ્થો સાથેનો પરિચય પાપ છે. ૪૬. પાપનો બાપ લોભ છે અને પાપની માતા માયા છે. ૪૭. નકામી વાતો કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ. ૪૮. જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રયોજન વગરની કોઈપણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ. ૪૯. વિચારોમાં ઉદારતા, સ્વાર્થરહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજ્જવલતર બનાવવામાં વધુ ચોક્કસ રીતે ફલવતી થાય છે. , ૫૦. ‘હું જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમનો અધિકારી છું.' આ જાતની જવાબદારી સતત જાગ્રત રાખવી જોઈએ, જેથી હલકા વિચારો કે ક્ષુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. ૫૧. સાધુને ચિંતા હોય તો એક જ કે ‘ભવભ્રમણથી શી રીતે બચાય ?’ અને તે માટે જરૂરી સંયમની પાલના ગુરુચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પરની દીનતા સાધુનું મોટામાં મોટું દૂષણ છે. ૫૨. મોટા બેરિસ્ટરો કે વકીલો ગિની-સોનામહોરોના હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે, તો તેના કરતાં પણ સંયમી જીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે, તેથી નિષ્પ્રયોજન વાતો કે અનુપયોગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. ૫૩. જે સાધુ ઇન્દ્રિયોના વિકારોને પોષવામાં કપડાં, શરીરની ટાપટીપ કે માનપાનમાં ફુલાઈ જાય તેનું જીવન અધોગામી જ બને છે. ૫૪. સાધુએ ખાસ કામ વિના આસનેથી ઊઠવું ન જોઈએ. નિષ્પ્રયોજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. ૫૫. સાધુએ ચંચળતા છોડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. પ૬. ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી શરીરમાં રોગ ન થાય. ૫૭. સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમકે તે વેળાએ મન ++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ) ૧૪૩
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy