SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (३४) जहाहिअग्गी जलणं नमसे नाणाहुइमंतपयाभिसित्तं । एवायरिअं उवचिट्ठइज्जा अणंतनाणोवगओऽवि संतो ।। અર્થ : અગ્નિદેવનો પૂજ્ય બ્રાહ્મણ અગ્નિદેવને જાતજાતની આહુતિઓ અને મંત્રપદો દ્વારા સીંચે છે અને એ અગ્નિદેવને નમસ્કાર કરે છે. એમ સાચો શિષ્ય તો ચૌદપૂર્વધર બને તો પણ, અનંતજ્ઞાની બને તો પણ ગુરુની સેવા-વિનય કદી ન છોડે. (३५) जस्संतिए धम्मपयाई सिक्खे तस्संतिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ कायग्गिरा भो मणसा अ निच्चं।। અર્થ : જે ગુરુ પાસે નવકારાદિ ધર્મપદોને શીખો એમનો ઉચિત વિનય કરવો જોઈએ. એમનો સત્કાર કરવો જોઈએ. મસ્તકે બે હાથ જોડી એમને પ્રણામ કરવા જોઈએ. માત્ર ભણતી વખતે જ નહિ પણ માવજીવ માટે મન-વચન-કાયાથી એ વિદ્યાદાતા ગુરુનો વિનય કરવો જોઈએ. (३६) लज्जा-दया-संजम-बंभचेरं कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरु सययमणुसासयंति तेऽहं गुरुं सययं पूययामि ।। અર્થ : કલ્યાણભાગી ઉત્તમ આત્મા માટે ચાર વસ્તુઓ આત્મવિશુદ્ધિના સ્થાનભૂત છે : (૧) લજ્જા-પાપપૂજારો, (૨) દયા-પર્કાયકરૂણા, (૩) સંયમ, (૪) બ્રહ્મચર્ય. જે મારા ગુરુઓ સતત મને આ ચાર વસ્તુઓ શીખવાડે છે, પળાવે છે તે મારા અનંત ઉપકારી ગુરુદેવની સતત પૂજા કરું છું. (३७) जहा ससी कोमुइजोगजुत्तो नक्खत्ततारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के एवं गणी सोहइ भिक्खुमज्झे ।। અર્થ : આકાશમાં વાદળો નથી, કારતક માસની પૂનમ-કૌમુદી છે. એ વખતે નક્ષત્રો અને તારાઓથી પરિવરેલો ચન્દ્ર આકાશમાં કેવો શોભી ઊઠે છે. એમ ગુરુ પણ સાધુઓની વચ્ચે ખૂબ શોભે છે. (३८) सुच्चाण मेहावि सुभासिआई सुस्सूसए आयरिअमप्पमत्तो । आराहइत्ताण गुणे अणेगे से पावइ सिद्धिमणुत्तरं त्ति बेमि ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ) ૧૨૩
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy