________________
(૪) ચોવિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મ ચૈાત્મતાં રાતમ્ |
स श्रद्धेयः स च ध्येयः प्रपद्ये शरणं च तम् ||४||
અર્થ : હે જગદ્ગુરુ ! કેવી કમાલ થઈ છે કે આપ કૃપાલુના આત્મામાં અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત શુદ્ધિરૂપ પરમપદની એકતા થઈ ગઈ
છે.
હે પરમપિતા ! આથી જ આપ અમારા સહુ માટે અત્યન્ત શ્રદ્ધેય બન્યા છો. અમારા ધ્યાનનો એકમાત્ર વિષય બન્યા છો. અમે આપનું જ શરણ સ્વીકારીએ છીએ.
(૬) તેન મ્યાં નાથવાસ્તસ્મૈ મુયં સમાહિતઃ।
ततः कृतार्थो भूयासं भवेयं तस्य किङ्करः ॥ ५ ॥
અર્થ : હે શરણ્ય ! હું આપના વડે જ આ જગતમાં સનાથ છું. મારા શાન્ત મનપૂર્વક હું આપને જ સતત ઝંખું છું. મને આપ મળ્યા છો માટે જ હું કૃતાર્થ બની ગયો છું. હું સદા માટેનો આપનો દાસ છું.
तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् ।
(૬)
इदं हि भवकान्तारे जन्मिनां जन्मनः फलम् ।।६।।
અર્થ : હે સ્તવનીય ! મને મળેલી જીભને આપની સ્તવના કરવા દ્વારા હું પવિત્ર કરીશ, કેમકે મને સ્પષ્ટપણે લાગ્યું છે કે, ‘આ સંસારઅટવીમાં જન્મ પામેલા જીવોના જન્મની સફળતા આપની સ્તવનામાં જ પડેલી છે.’
क्वाऽहं पशोरपि पशुर्वीतरागस्तवः क्व च । उत्तितीर्षुररण्यानि पद्भ्यां पङ्गुरिवास्म्यतः ।।७।।
અર્થ : અરે ! અરે ! પશુથીય ભૂંડો ક્યાં હું ! અને... અને જગતમાં સર્વથી ઉત્કૃષ્ટ એવી વીતરાગદેવની સ્તવના ક્યાં ! બે વચ્ચે કશો મેળ જામે તેવું જણાતું નથી.
પાંગળો બિચારો ! બે પગોથી મોટા વનને પાર કરી દેવાની ખ્વાહેશ
ધરાવે તેવી મારી મનઃસ્થિતિ છે.
-------------++1+1+14+++8<+111
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર)
૯૧