SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) કે, “બેસો, આવો, તમે આ કામ કરી નાંખજો. ચાલો, ઊંઘી જાઓ, ઊભા રહો, જતા રહો.” આ બધી સાવદ્ય ભાષા છે. (૮) વહું સુદિ નેહિં રહું ૩છીદિ પિચ્છ / न य दिळं सुअं सव्वं भिक्खू अक्खाउमरिहइ ।। અર્થ : સાધુને તો પોતાના કાનેથી જાતજાતની ઘણી ય વાતો સાંભળવા મળે બે આંખેથી ઘણા ય પ્રસંગો જોવા મળે. પણ જેટલું સાંભળ્યું, જે સાંભળ્યું, જે જોયું એ બધું બીજાને કહી દેવું એ સાધુ માટે યોગ્ય નથી. બીજાને અહિતકારી થાય તેવી વાત સાધુ કદી ન ઉચ્ચારે. खुहं पिवासं दुस्सिज्जं सीउण्हं अरइं भयं । अहिआसे अव्वहिओ देहदुक्खं महाफलं ।। અર્થ : સાધુ લેશ પણ આર્તધ્યાન કર્યા વિના પ્રસનભાવે ભૂખ, તરસ, કર્કશ શય્યા, ઠંડી, ગરમી, અરતિ, ભયને સહન કરે, કેમકે આ રીતે દેહને દુઃખ આપવું એ ઘણા મોટા ફળનું કારણ છે. (१०) से जाणमजाणं वा कटु आहम्मिअं पयं । संवरे खिप्पमप्पाणं बीअं तं न समायरे ।। અર્થ : સાધુ જાણતા કે અજાણતા કાંઈક અધર્મ કરી બેસે એ શક્ય છે. પણ સાચો સાધુ તો “પાપ થઈ ગયું એ ખબર પડતાંની સાથે જ પોતાના આત્માને અટકાવે, આલોચનાદિ કરી લે અને જિંદગીમાં ફરીથી એ પાપ પાછું ન કરે. (99) કળાવાર પર નેવ દે ને નિફ્ટવે | सूई सया विअडभावे असंसत्ते जिइंदिए ।। અર્થ : જિનાજ્ઞાવિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ કર્યા બાદ સાધુ તેને છુપાવે તો નહિ જ. અધકચરું કહેવાદિ રૂપ માયા પણ ન કરે. પણ ઈન્દ્રિયોનો વિજયી, વિષયસુખોમાં રાગ વિનાનો એ સાધુ કાયમ માટે ખુલ્લો થઈને રહે. પોતાના ભાવો ગુરુ આગળ પ્રગટ કરી દે. (१२) अमोहं वयणं कुज्जा आयरिअस्स महप्पणो । तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્) ૧૧૭
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy