SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : સાધુ પોતાના મહાત્મા ગુરુદેવના વચનને ક્યારેય નિષ્ફળ ન જવા દે. “ઓ ગુરુદેવ ! આપની આ આજ્ઞા, ઈચ્છા હું અવશ્ય પાળીશ.” એમ વચન દ્વારા એ ગુર્વાશાને સ્વીકારે અને પછી કાયાથી એ આજ્ઞાનું અક્ષરશ: પાલન કરે. એમાં લેશ પણ ઉણપ ન રાખે. (१३) कोहो अ माणो अ अणिग्गहिआ माया अ लोभो अ पवड्ढमाणा। चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाई पुणब्भवस्स ।। . અર્થ : જો મુનિ પોતાના ક્રોધ અને માન-કષાયને કાબૂમાં ન લઈ શકે. જો મુનિના માયા અને લોભ વધતા જશે તો એ ચાર કાળા કષાયો પુનર્જન્મના મૂળીયાઓને સીંચવાનું કામ કરશે. અર્થાત્ એ મુનિએ ઘણા ભવો ભટકવું પડશે. (१४) निदं च न बहुमन्निज्जा सप्पहासं विवज्जए । मिहोकहाहिं न रमे सज्झायंमि रओ सया ।। અર્થ : સાધુ ઊંઘને સારી ન માને. જરૂરિયાત પૂરતી જ નિદ્રા લે. સાધુ ખડખડાટ ન હસે. પરસ્પર ગુપ્ત વાતો, વિકથાઓ વગેરેમાં સાધુ બિલકુલ રસ ન લે. એ તો કાયમ સ્વાધ્યાયમાં જ લીન રહે. (१५) अपुच्छिओ न भासिज्जा भासमाणस्स अंतरा । पिट्ठिमंसं न खाइज्जा मायामोसं विवज्जए ।। અર્થ : ગુરુ જ્યાં સુધી પૂછે નહિ ત્યાં સુધી શિષ્ય નિષ્કારણ ડહાપણ ન કરે. ગુરુ બોલતા હોય ત્યારે શિષ્ય વચ્ચે ન બોલે. ગુરુની ગેરહાજરીમાં ગુરુના સદ્ભત દોષોની પણ નિંદા ન કરે. માયાપૂર્વકનો મૃષાવાદ છોડી દે. (१६) अप्पत्तिअं जेण सिआ आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं न भासिज्जा भासं अहिअगामिणिं ।। અર્થ : જે વચનો બોલવાથી બીજાને દુઃખ થાય, જે વચનો સાંભળતા બીજાને ક્રોધ ચડે એવી અહિતકારી ભાષા સાધુ ક્યારેય ન બોલે. (99) માયારત્નત્તિર ક્િવાયર્મદિન | वायविक्खलिअं नच्चा न तं उवहसे मुणी ।। +++++++++++++++++++++++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૧૧૮
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy