________________
(૧૮) વાઢવૃષ્ટિ વારેષ, મુદ્રિતેવું મહાત્મનઃ |
अन्तरेवावभासन्ते, स्फुटाः सर्वाः समृद्धयः ।। અર્થ : ઓ પરમપદના પથિક ! સૌ પ્રથમ તારી બાહ્યદષ્ટિના પ્રચારો
અટકાવી દે. આ ચર્મચક્ષુથી થતા દર્શન બંધ કરી દે. એટલે
આપોઆપ જ તને તારા આત્મામાં જ તમામ સમૃદ્ધિઓ દેખાશે. (५९) दुःखं प्राप्य न दीनः स्यात् सुखं प्राप्य च विस्मितः ।
मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ।। અર્થ : “આ સમગ્ર વિશ્વ પોતે જ બાંધેલા કર્મોના વિપાકનું ગુલામ છે.” આ
વાતને સારી રીતે જાણતો સાધુ પોતાના જીવનમાં ગમે તેવા દુઃખ આવી પડે તો ય હાયવોય ન કરે. ગમે તેવા સુખ આવી પડે તો છકી
પણ ન જાય. (૬૦) શેષાં ધૂમનાગ્રેન, મત્તે પર્વતા કવિ !
तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षापि नाप्यते ।। અર્થ : કર્મોની તાકાત અજબગજબની છે ! જે રાજાઓ માત્ર આંખના
ઈશારાથી જ પર્વતો તોડી પાડતા પણ જ્યારે એમના પુણ્યકર્મ પરવાર્યા, પાપોદય શરૂ થયો ત્યારે એ જ રાજાઓ ઘેર-ઘેર ભટકી ભીખ માંગવા છતાં બે ટંક ખાવા પૂરતી ભિક્ષા ય મેળવી શકતા
નથી. (६१) विषमा कर्मणः सृष्टिदृष्टा करभपृष्ठवत् ।
जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः ।। અર્થ : આ કર્મરાજની સૃષ્ટિ અતિવિષમ છે. કોઈક ઊંચી જાતિવાળો, કોઈક
ચંડાળ, કોઈક મૂર્ખ, કોઈક મહાવિદ્વાન્ આ બધી વિષમતાઓ એ કર્મરાજનું સર્જન છે. ઊંટની પીઠ જેમ ઊંચી-નીચી છે તેવી જ આ કર્મરાજની સૃષ્ટિ છે. માટે જ યોગીઓને એ કર્મરાજની સૃષ્ટિરૂપ
ઉચ્ચજાતિ, કુળ, ધન વગેરેમાં શી રીતે રતિ-આનંદ થાય? (६२) आरूढाः प्रशमश्रेणिं श्रुतकेवलिनोऽपि च ।
भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (જ્ઞાનસાર)
૨૫