________________
(४५) निरन्तरं दारुणकेशलोचब्रह्मव्रताभिग्रह भारखिन्नाः ।
च्युताः समाधेः कृतमार्गभेदाः निन्दन्ति शास्तारमनन्तपापाः ।। १७० ।। અર્થ : સતતપણે કરવામાં આવતા ઉગ્ર કેશલોચ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને કઠોર અભિગ્રહોના સેવનના ભારથી ત્રાસી જઈને સમાધિથી ભ્રષ્ટ થયેલા, પોતાના શિથીલાચારને છાવરવા માટે માર્ગમાં જ ભેદ ઊભો કરતાં એ અનન્ત પાપીઓ પોતાના જ આવા કરતૂકો વડે શ્રી જિનેશ્વરદેવની નિન્દા કરતા હોય છે.
(४६) उत्सूत्रलेशादपि मार्गभेदभिया प्रकम्पेत समाहितात्मा ।
उत्सूत्रलक्षादपि नो नृशंससब्रह्मचारी तु बिभेत्यनीदृक् ।।१७१ ।। અર્થ : અજાણતાં ય જો ઉત્સૂત્રભાષણ થઈ જાય તો સુવિહિત મુનિ માર્ગભેદ થઈ જવાના ભયથી ફફડી ઊઠે. અને...નામધારી નાલાયક સાધુ ! લાખો ઉત્સૂત્રો હાંકતો રહે તો ય એ મૂર્ખ માર્ગભેદના ભયથી લગીરે ડરે નહિ.
(४७) भवेन्न सत्त्वाधिकमानसस्य बिभीषिका क्वापि समाहितस्य । भिन्नेभकुम्भस्थलमौक्तिकाकक्रमस्य सिंहस्य कुतोऽस्तु शङ्का ।।१७२ ।। અર્થ : વિશિષ્ટ સત્ત્વવાળા સમાધિમાન્ મહાત્માને રોગાદિ કોઈનો ય ભય થતો નથી.
રે ! જે વનરાજે હાથીના કુંભસ્થળને ચીરી નાંખ્યું છે અને તેમાંથી પડેલા મોતીઓ જેના પગે ચોંટ્યા છે એને વનમાં કોઈનો ય ડર શેનો હોય ?
(४८) समाधिसंतोषवतां मुनीनां स्वप्नेऽपि न स्यात्परमार्गदृष्टिः ।
न मालतीपुष्परतः करीरे बध्नाति रोलम्बयुवाभिलाषम् ।।१७३ ।। અર્થ : ઓ સમાધિમાં સંતોષી મહાત્મા ! સ્વપ્રમાં પણ મિથ્યામાર્ગ ઉપર આપની અમીદિષ્ટ થાય નહિ. માલતીના પુષ્પરસમાં આસક્ત બનેલો થનગનતો ભમરો કદી કેરડા ઉપર તે આસક્ત થતો હશે ? (४९) कुत्सां मलक्लीन्नकलेवरेषु कुर्वन्ति नो शुद्धसमाधिभाजः ।
व्रजन्ति नोद्वेगमनिष्टभावान् निवर्त्तयन्त्यक्षि न वाऽप्रशस्तात् ।। १७४।।
****************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા)
૭૧