________________
૨. શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે)
સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રન્થનો અર્થ ધારી, તેમાંથી ધ્યાન રાખવા લાયક નોંધ કરી, રોજ તે સંબંધી યોગ્ય ઉપયોગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવો.
આખા દશવૈકાલિક સૂત્રનો યોગ ન બને તેમ હોય તો પણ પહેલા પાંચ અધ્યયનો, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાઓ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી તેમજ દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયનોની સક્ઝાયો ગુરુગમથી ધારવી અને બને તો ગોખવી.
૩. શ્રીઓઘનિયુક્તિ ગ્રન્થની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, સ્પંડિલભૂમિ, રોગ-ચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી યોગ્ય જયણા આદિની નોંધ કરવી.
૪. વૈરાગ્યવાહી ગ્રન્થોનું વાંચન-મનનાદિ
જેમકે શ્રી અધ્યાત્મકલ્પદ્રુમનો બીજો, પાંચમો, આઠમો, નવમો, અગિયારમો, તેરમો અને પંદરમો અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રીઉપદેશમાલા, શ્રી શાંતસુધારસ, શ્રીરત્નાકરપચ્ચીશી, શ્રીહૃદયપ્રદીપછત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેરે ગ્રંથો.
૫. દ્રવ્યાનુયોગનો પ્રાથમિક અભ્યાસ
ચારે અનુયોગમાં પ્રધાન ચરણકરણાનુયોગની મહત્તા-સફળતા દ્રવ્યાનુયોગની સાપેક્ષ વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક કક્ષામાં વર્તતા બાલજીવોને માટે ચરણકરણાનુયોગ અમુક ક્રિયાઓના શુભ આસેવનના બળે આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તો તે ભૂમિકા ઉપર યોગ્ય સંસ્કારોનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યાનુયોગની સાપેક્ષપ્રધાનતા (પોતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, (શક્તિ-ક્ષયોપશમ આદિની અનુકૂળતા હોય તો છ કર્મગ્રંથ, નહિ તો ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રીતત્વાર્થ સૂત્ર, શ્રી નયકર્ણિકા, શ્રીપ્રમાણનયતત્ત્વલોકાલંકાર અને શ્રીદ્રવ્યગુણપર્યાયનો રાસ, સમકિતના ૬૭ બોલની સઝાય, યોગદષ્ટિની સક્ઝાય વગેરે તાત્ત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથોનું અધ્યયન જરૂરી છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પરિશિષ્ટ)
૧૩૫