________________
આમાંના કેટલાક સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માંગે તેવા છે, છતાં સંસ્કારરૂપે યત્કિંચિત્ અંશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્મણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથો પણ આમાં જણાવ્યા છે.
૬. ઉપર મુજબનું પાયાનું તાત્ત્વિક શિક્ષણ મળ્યા બાદ શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂળ સર્વ સાધનોનો સંપૂર્ણ વ્યવસ્થિત ઉપયોગ જયણાપ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિનો પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિર્જરાના માર્ગે જલ્દી આગળ વધી શકાય તે માટે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તો દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે સ્વકલ્યાણને અનુકૂળ અધ્યવસાયશુદ્ધિના સાધનો તાત્ત્વિક શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય તો જીવનમાં પડેલા અનાદિકાળના સંસ્કારો માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે.
આમ છતાં ઉપર જણાવેલ બાબતોમાં યોગ્ય ગીતાર્થ જ્ઞાની ગુરુ . ઔચિત્યાનૌચિત્યનો વિચાર કરી યોગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવર્તનારા આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મુકાઈ જાય છે.
માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપનો લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયોગવંત થવાની જરૂર છે.
પરિશિષ્ટ-૨
સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧. વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરુ મહારાજની અનુજ્ઞા
મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ રાખવો. ૨. દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩. દોડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાતો કરવી સાધુ
૧૩૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨