________________
(३७) या सर्वसुरवरर्द्धिर्विस्मयनीयाऽपि साऽनगारर्द्धः ।
नाति सहस्रभागं कोटिशतसहस्रगुणिताऽपि ।।
અર્થ : જિનશાસનના અણગારની આધ્યાત્મિક સમૃદ્ધિની તો શી વાત થાય? રે ! ચારે ય નિકાયના અસંખ્ય દેવોની આશ્ચર્યકારી ઉત્કૃષ્ટ સમૃદ્ધિ એકઠી કરો. એને લાખો કરોડોની સંખ્યા સાથે ગુણો. એ જેટલી થાય તે સમૃદ્ધિ અણગારની ઋદ્ધિના એક હજારમા ભાગે પણ ન આવે.
(३८) क्षपक श्रेणिमुपगतः स समर्थः सर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसङ्क्रमः स्यात्परकृतस्य ।।
અર્થ : ક્ષપકશ્રેણી માંડનાર સાધુના વિશુદ્ધતમ અધ્યવસાયોની અપ્રતિમ શક્તિ કેવી ! કે જો એક આત્માએ બાંધેલા કર્મોનો બીજા આત્માએ બાંધેલા કર્મોમાં સંક્રમ થતો હોત તો આ ચૌદ૨ાજના અનંત જીવોના બધા ય કર્મોને આ ક્ષપકશ્રેણી પામેલો સાધુ ખલાસ કરી નાંખે. સર્વ જીવો મોક્ષમાં જતા રહે. (પણ બીજાના કર્મોનો ક્ષય બીજાના પુરુષાર્થ, અધ્યવસાયથી નથી થતો માટે જ એ સાધુ એકલો પોતાના જ ઘાતીકર્મો ખપાવે છે.)
( ३९ ) सद्भिर्गुणदोषज्ञैर्दोषानुत्सृज्य गुणलवा ग्राह्याः ।
सर्वात्मना च सततं प्रशमसुखायैव यतितव्यम् ।।
અર્થ : તમામ સંસારી જીવોમાં કોઈ ને કોઈ દોષો તો રહેવાના જ. પણ જે ગુણો અને દોષોના જાણકાર સજ્જનો છે તેઓએ પારકાના દોષો તરફ નજર ન કરવી. એ દોષોને ગૌણ કરી પારકામાં રહેલા નાનકડા પણ ગુણોને જ જોવા જોઈએ. અને પોતાના આત્મામાં પ્રશમસુખ પ્રગટ થાય એ માટે સતત બધી શક્તિ લગાડી દઈ પ્રયત્ન કરવો જોઈએ.
**********************
૧૦
નનનનનનનન+નનનનન+
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨