________________
કરતા નથી. ભયંકર વાવાઝોડાઓ પણ જેમ મેરુને ડગાવી શકતા નથી તેમ પાંચ ઈન્દ્રિયો આ સંયમીને ચલિત કરી શકતી નથી. (६२) गिहिणो वेआवडिअं न कुज्जा, अभिवायणवंदणपूअणं वा ।
असंकिलिट्ठेहिं समं वसिज्जा, मुणी चरित्तस्स जओ न हाणी ।। અર્થ : સાધુઓએ ગૃહસ્થોની વૈયાવચ્ચ ન કરવી. (ગૃહસ્થોને રોગમાં દવા આપવી, દવા બનાવવી, ગૃહસ્થને બામ ઘસી આપવો.) ગૃહસ્થોનું અભિવાદન, વંદન કે પૂજન પણ સાધુએ ન કરવું. (આવો, બેસો, તબિયત સારી છે ને ? ઇત્યાદિ શબ્દો ન બોલાય.) તથા સાધુએ સંક્લેશ વિનાના સાધુઓ સાથે રહેવું, જેથી પોતાના ચારિત્રની હાનિ
ન થાય.
(૬૩) નો પુવરત્તાવરત્તાને, સંવેદ્દા ગપ્પામશે ।
किं मे कडं किं च मे किच्चसेसं, किं सक्कणिज्जं न समायरामि ? (६४) किं मे परो पासइ किं च अप्पा, किं वाऽहं खलिअं न विवज्जयामि । इच्चेव सम्मं अणुपासमाणो, अणागयं नो पडिबंध कुज्जा ।।
અર્થ : સાધુએ સૂર્યાસ્ત થયા બાદ (કે પછી છેલ્લે સંથારામાં સૂતી વખતે) અને સવારે ઊઠ્યા બાદ આત્માનું નિરીક્ષણ કરવું જોઈએ. તે આ પ્રમાણે : (૧) આજે મેં શું કર્યું ? કેટલી ગાથા ગોખી ? કયો તપ કર્યો? (૨) મારે શું કરવાનું બાકી રહી ગયું છે ? (૩) એવા આચારો કયા છે ? કે જે હું મારી શક્તિ હોવા છતાં પણ આચરતો નથી ? (૪) મારી સાથેના સાધુઓ મને શું માને છે ? શું તેઓ મને ખાઉધરો, કષાયી, સ્વાર્થી, આળસુ માને છે ? (જો માનતા હોય તો એમાં કોઈક તથ્ય હોવું જ જોઈએ.) (૫) મને મારી જાત કેવી લાગે છે ? (૬) હું મારી કઈ ભૂલોને દૂર નથી કરતો ? જે સાધુઓ આ છ વસ્તુઓ સારી રીતે વિચારે છે તેઓ ભવિષ્યમાં અસંયમમાં આદરવાળા બનતા નથી પરંતુ વધુ ને વધુ સંયમી બને છે.
11*1*****************************************
|||||||||||||tt|+
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૩૨