________________
(६५) अप्पा खलु सययं रक्खिअव्वो, सबिदिएहिं सुसमाहिएहिं ।
अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ त्ति बेमि ।। અર્થ : છેલ્લી ગાથામાં આખા ય દશવૈકાલિક સૂત્રનો સાર આપતા હું
શથંભવસૂરિ કહું છું કે હે પરમકૃપાળુ પરમાત્મા મહાવીરદેવના શ્રમણો ! તમારી પાંચે ય ઇન્દ્રિયોને સારી રીતે સમાધિવાળી બનાવી દો, એમને એમના વિષયોમાંથી પાછી વાળી દો અને એ દ્વારા સતત આત્માની રક્ષા કરો. જો ઈન્દ્રિયો ઉછુંબલ બનશે તો રક્ષા નહિ પામેલો આત્મા સંસારભ્રમણને પામશે. અને જો આત્માની રક્ષા થશે તો એ સર્વદુઃખોથી મુક્ત થશે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૩૩