SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આવું કરતો હું તારા જ ચરણોના શરણને (અનન્ય અને અકામભાવે) સ્વીકારું છું. ના, હવે કોઈ મારું શરણભૂત નથી. બધા ય કહેવાતા શરણભૂત આત્માઓએ મને ફેંકી દીધો છે. હવે તો તું જ મારું શરણ છે. (३५) मनोवाक्कायजे पापे. कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनःक्रिययान्वितम् ।।२।। અર્થ: હે દીનદયાળ ! કરવા, કરાવવા અને અનુમોદવાના સ્વરૂપોથી મેં મન, વાણી કે કાયાના જે પાપો સેવ્યા હોય તે સંબંધનું મારું દુષ્કૃત મિથ્યા થાઓ, નિષ્ફળ બની જાઓ. ના, એટલું જ નહિ, પરંતુ એ દુષ્કૃત હું કદી ફરી ન લેવું તેવો તેના અંગનો “અકરણનિયમ મને પ્રાપ્ત થાઓ. (३६) यत्कृतं सुकृतं किञ्चिद् रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं मार्गमात्रानुसार्यपि ।।३।। અર્થ : હે પ્રભુ ! રત્નત્રયીના મહાન માર્ગ તરફ મને લઈ જતું માત્ર માર્ગાનુસારીપણાના જીવનનું જે કાંઈ સુકૃત મેં મારા જીવનમાં આચર્યું હોય તે સર્વની હું અનુમોદના કરું છે. (૩૭) સર્વેષાનવીનાં યો યો ત્વવિજો પુન: | अनुमोदयामि तं तं सर्वं तेषां महात्मनाम् ।।४।। અર્થ : ના, માત્ર મારા સુકૃતોની નહિ પરંતુ અરિહંત, સિદ્ધ વગેરે સઘળા પંચ પરમેષ્ઠી ભગવંતોના જે અરિહંતત્વ, સિદ્ધત્વ વગેરે મહાન ગુણોની સિદ્ધિના સુકૃતો છે તે સર્વની પણ હું અનુમોદના કરું છું. (३८) त्वां त्वत्फलभूतान्सिद्धान् त्वच्छासनरतान् मुनीन् । त्वच्छासनं च शरणं प्रतिपन्नोऽस्मि भावतः ।।५।। અર્થ : હે પરમાત્મન્ ! હું તારું-તીર્થંકરદેવનું, તારા સ્થાપેલા શાસનની આરાધનાના ફળભૂત સિદ્ધપદને પામેલા સિદ્ધ ભગવંતોનું, તારી આજ્ઞામાં ત્રિકરણયોને અહર્નિશ રત મુનિવરોનું, તારી આજ્ઞારૂપ શાસનનું ભાવથી શરણ સ્વીકારું છું. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર) ૯૯
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy