________________
રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન)ના ક્ષયી ! હે અચિન્ય ચિંતામણિ-રત્નશા ! હે સંસારરૂપી સાગરને તરવામાં નાવસમા ! હે અમ જીવોના એકાન્ત શરણભૂત ! અરિહંતદેવો ! આપ મારું માવજીવ શરણ બની રહો.
સિદ્ધ-શરણ :
તહા પહીણજરમરણા, અવે અકમ્પકલંકા, પણવાબાતા, કેવલનાણદંસણા, સિદ્ધિપુરનિવાસી, નિવમસુહસગયા, સવહ કયકિચ્ચા સિદ્ધા સરણે.....
| હે જરા અને મરણથી રહિત ! હે કર્મરૂપી કલંકથી મુક્ત ! હે સર્વ પ્રકારની પીડાઓથી શૂન્ય ! હે કેવલજ્ઞાન અને કેવલદર્શનના સ્વામી ! હે સિદ્ધશિલા નગરીના નિવાસી ! હે અનુપમ સુખથી યુક્ત ! હે સર્વથા કૃતકૃત્ય ! સિદ્ધ ભગવંતો ! આપ મારું માવજીવ શરણ બની રહો.
સાધુ-શરણ :
તહા પતગંભીરાસયા, સાવજજજોગવિરયા, પંચવિહાયારજાણગા, પરોવયાનિરયા, પઉમાઇનિદંસણા, ઝાણજઝયણસંગયા, વિસુક્ઝમાણભાવા સાહૂ સરણે
હે પ્રશાન્ત અને ગંભીર ચિત્તના સ્વામી ! હે પાપવ્યાપારોથી વિરામ પામેલા ! હે પાંચ પ્રકારના આચારોના જાણકાર ! હે પરોપકારમાં નિરત ! હે સંસાર-કાદવમાં જન્મવા છતાં તેનાથી અલિપ્ત થઈ જવાથી કમલ વગેરેની ઉપમાને વરેલા ! હે ધર્મ-શુક્લધ્યાનના સ્વામી ! હે નિત્ય ચડતી શુભ પરિણામની ધારાવાળા ! સાધુ ભગવંતો ! આપ મારું માવજીવ શરણ બની
રહો.
ધર્મ-શરણ :
તહા સુરાસુરમણઅપૂઇઓ, મોહતિમિર સુમાલી, રાગદોસવિસપરમમંતો, હેઉ સહેલકલ્યાણાર્ણ, કમ્પણવિહાવસુ, સાહગો સિદ્ધભાવસ્ય, કેવલિપણ7ો ધમ્મો જાવજીવે ભગવં સરણે....
હે દેવો, દાનવો અને માનવોથી પૂજિત ! હે મોહરૂપી અંધકારનો નાશ કરતા સૂર્યસમા ! હે રાગ-દ્વેષરૂપી વિષને ઉતારી દેનારા ઉત્કૃષ્ટ મન્નસમા ! હે સકળ જીવરાશિના કલ્યાણના હેતુભૂત ! હે કર્મરૂપી જંગલને ક્ષણમાં ભસ્મસાત કરવાની તાકાત ધરાવતા અગ્નિશા ! હે આત્માના સિદ્ધ
૧૦૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨