________________
ભાવના સાધક ! હે કેવલિભાષિત ધર્મ-ભગવંત ! આપ મારું યાવજ્જીવ શરણ બની રહો.
દુષ્કૃતગહ : સરણવગઔ એએસિ ગરિહામિ દુક્કડં ! જણું અરિહંતેસુ વા, સિદ્ધેસુ વા, આયરિએસુ વા, ઉવજ્ઝાએસુ વા, સાહૂસુ વા, સાહુણીસુ વા, અનેસુ વા ધમ્મટ્ટાણેસુ માણણિજ્યેસુ પૂઅણિજ્યુંસુ, તહા માઇસુ વા, પિઇસુ વા, બંધુતુ વા, મિત્તેસુ વા, ઉવયારીસુ વા, ઓહેણ વા જીવેસુ મઢએસુ અમઢિએસુ, મગસાહણેસુ અમન્ગસાહણેસુ, જં કિંચિ વિતહમાયરિયું, અણાયરિઅવ્યું, અણિચ્છિઅન્વં પાવં પાવાણુબંધિ, સુહુમં વા બાયરું વા, મણેણ વા વાયાએ વા કાએણ વા, કર્યાં વા કારાવિઅં વા અણુમોઇઅં વા, રાગેણ વા દોસેણ વા મોહેણ વા, ઇત્યં વા જમ્મુ જમ્મતરેસુ વા, ગરહિઅમેઅં દુક્કડમેઅં, ઉઝિઅલ્વમેઅં, વિઆણિઅં મએ, કલ્લાણમિત્તગુરુભગવંતવયણાઓ, એવમેઅં તિ રોઇએં સદ્ધાએ, અરિહંતસિદ્ધસમક્ષ્મ ગરિહામિ અહમિણે દુક્કડમેઅં, ઉઝિઅવ્વમેઅં ઇત્થ મિચ્છા મિ દુક્કડં, મિચ્છા મિ દુક્કડં, મિચ્છા મિ દુક્કડં,
અરિહંતાદિ ચાર ભગવંતોના શરણે ગયેલો હું હવે (એ શરણના ભાવથી મને પ્રાપ્ત થયેલી શુદ્ધિ અને સબુદ્ધિના કારણે) સ્વદોષદર્શન કરવાને તૈયાર થયો છું. અહા ! શરણના ભાવનો કેવો અનૂઠો પ્રભાવ !
આ જગતમાં ક્યારેય પણ મેં અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજોના વિષયમાં, બીજા પણ માનનીય અને પૂજનીય ગુણાધિક ધાર્મિક આત્માઓના વિષયમાં,
વળી પૂજનીય માતાઓ કે પિતાઓના વિષયમાં, બંધુઓ, મિત્રો કે ઉપકારી જનોના વિષયમાં-અરે ! કેટલા યાદ કરું ? સામાન્યથી કહું તો સર્વ જીવોના વિષયમાં, પછી તે જીવો સમ્યક્ત્વાદિ સ્વરૂપ મોક્ષમાર્ગમાં રહેલા હોય કે મિથ્યાત્વાદિ સ્વરૂપ કુમાર્ગે રહેલા હોય,
અરે ! જડ પદાર્થોના વિષયમાં પણ જે જડ પદાર્થો મોક્ષમાર્ગના સાધનરૂપ પુસ્તકાદિ સ્વરૂપ હોય કે મોક્ષમાર્ગમાં સાધનરૂપ નહિ બનતા તલવાર આદિ સ્વરૂપ હોય, તે બધાયના વિષયમાં મેં જે કાંઈ પણ વિપરીત
+++++++++
--------***********-I-1-1-1-11-11-11
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર)
૧૦૯