________________
સંસારનાશનો ઉપાય :
જેણે આ રાગાદિસ્વરૂપ અભ્યત્તર સંસારનો નાશ કરવો હોય તેણે નિશ્ચયનયના શુદ્ધ ધર્મની આરાધના કરવી જોઈએ.
આ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ મોહનીય વગેરે પાપકર્મોના પાપસંસ્કારોના નાશથી થાય છે. આ પાપનાશ તથાભવ્યત્વનો પરિપાક થવાથી થાય છે.
તસ્ય પુણ વિવાગસાહણાણિ ૧. ચઉસરણગમણું, ૨. દુક્કડગરિહા, ૩. સુકડાણસેવણે અઓ કાયવમિણે હોઉ કામેણે સયા સુપ્પણિહાણે, ભુજ્જો ભુ સંકિલેસે, તિકાલમસંકિલેસે.
તથાભવ્યત્વનો પરિપાક શું થાય? જેણે પોતાનું તથાભવ્યત્વ પકવવું હોય તેણે :
(૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને સદ્ધર્મ-એ ચાર તત્ત્વોને શરણ સ્વીકારવું જોઈએ.
(૨) પોતાના દુષ્કતોની આત્મસાક્ષીએ નિંદા અને ગુરુસાક્ષીએ ગઈ કરવી જોઈએ.
(૩) બીજાના એકાન્ત મોક્ષલક્ષી સુકૃતોની યથાયોગ્ય હાર્દિક વગેરે અનુમોદના કરવી જોઈએ.
જે કોઈ જીવ મોક્ષનો અર્થી હોય તેણે ઉપરોક્ત શરણ, ગર્તા અને અનુમોદનાનું સુંદર અનુષ્ઠાન મન, વચન અને કાયાની એકાગ્રતા સાથે સદા કરવું જોઈએ.
હા, જ્યારે ચિત્તમાં સંકલેશો જાગી પડ્યા હોય ત્યારે તો વારંવાર... નહિ તો છેવટે ચિત્તની અસંક્લિષ્ટ-શાન્ત-અવસ્થામાં પણ રોજ ત્રણ વાર તો ઉપરોક્ત શરણ, ગહ અને અનુમોદનાની ત્રિપુટીનું આસેવન કરવું જ જોઈએ.
અરિહંત-શરણ :
જાવજીવં મે ભગવંતો પરમતિલોગનાહા, અણુત્તરપુણસંભારા, ખીણરાગદોસમોહા, અચિંતચિંતામણી, ભવજલહિપોઆ, એગંતસરણા અરિહંતા સરણે.....
હે ત્રિલોકના પરમનાથ ! હે સર્વોત્કૃષ્ટ પુણ્યના સંગ્રહના સ્વામી ! હે
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર)
૧૦૭