________________
;
ક
ક
ચિરંતનાચાર્ય કૃત પંચસૂત્ર
પહેલું સૂત્ર પાપપ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર મંગલ :
ણમો વાયરાગાણે, સવલૂર્ણ, દેવિંદપૂઈયાણ, હઠ્ઠિઅવસ્થૂવાઈબં, તેલુક્કગુરુર્ણ, અરિહંતાણં ભગવંતાણ..
હે વીતરાગ ! આપને નમસ્કાર.
વીતરાગ થવાથી જ બનેલા છે સર્વજ્ઞ સર્વદર્શી ! આપને નમસ્કાર. વીતરાગ સર્વજ્ઞ થવાથી જ બનેલા હે દેવેન્દ્રપૂજિત ! આપને નમસ્કાર. વીતરાગ સર્વજ્ઞ થવાથી જ બનેલા હે યથાસ્થિત વસ્તુવાદી ! સત્યવાદી ! આપને નમસ્કાર.
વીતરાગતા, સર્વજ્ઞતા અને સત્યવાદિતાની ત્રિમૂર્તિ થવાથી જ ત્રિલોકગુરુ બનેલા હે અરિહંત ! હે ભગવંત ! આપને નમસ્કાર.
જે એવાઇફખંતિ ઈહ ખલુ ૧. અણાઈ જીવે ૨. અણાઈ જીવસ્ય ભવે ૩. અણાઈ કમ્પસંજોગનિવૃત્તિએ ૪. દુખવે, ૫. દુષ્પફલે, ૬. દુમ્બાકુબંધે.
અરિહંતોનો ઉપદેશ :
હે અરિહંતો ! આપે ફરમાવ્યું છે કે આ લોકમાં ત્રણ વસ્તુ અનાદિ છે : (૧) જીવ અનાદિ છે, (૨) જીવનો સંસાર અનાદિ છે, (૩) આ સંસાર ઊભો કરનાર જીવ-કર્મનો સંયોગ અનાદિ છે.
આવો આ સંસાર : (૧) સ્વયં દુઃખસ્વરૂપ છે, (૨) તેના ભોગવટાનું ફળ દુઃખ હોવાથી દુઃખફલક છે, (૩) તે દુઃખોની પરંપરા ચાલનારી હોવાથી દુઃખાનુબંધી પણ છે.
એઅસ્સ ણં વચ્છિત્તી સુદ્ધધમ્માઓ, સુદ્ધધમ્મસંપત્તિ પાવકમ્મવિગમાઓ, પાવકમ્મવિગમો તહાભવ્રુત્તાઈ ભાવઓ...
+++
+++++++++++
+
+++++++++++########
##############
૧૦૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨