________________
પ્રણિધાન-શુદ્ધિ :
હોઉ મે એસા અણુમોઅણા સમાં વિહિપુવિઆ, સમ્બં સુદ્ધાસયા, સમ્મે પડિવત્તિરૂવા, સમ્મ નિરઈઆરા, પરમગુણજુત્તઅરહંતાઈસામન્થઓ, અચિંતસત્તિજુત્તા હિ તે ભગવંતો વીઅરાગા, સવ્વર્ણી, પરમકલ્લાણા, પરમકલ્લાણહેઉ સત્તાણું,
મૂઢે અમ્લિ પાવે અણાઈમોહવાસિએ, અણુભિન્ને ભાવઓ હિઆહિઆણં અભિન્ને સિઆ, અહિઅનિવિત્તેસિઆ, હિઅપવિત્તે સિઆ, આરાહગે સિઆ, ઉચિઅપડિવત્તીએ સવ્વસત્તાણું સહિઅંતિ ઇચ્છામિ સુક્કડં, ઇચ્છામિ સુક્કડં, ઇચ્છામિ સુક્કડં !
હું ઈચ્છું છું કે સર્વોત્તમ ગુણોથી યુક્ત એવા અરિહંતાદિ પરમેષ્ઠિ ભગવંતોના પ્રભાવથી મારી આ અનુમોદના સૂત્રાનુસાર વિધિયુક્ત બનો, કર્મનો નાશ કરીને શુદ્ધ ચિત્તસહિત બનો, શાસ્ત્રોક્ત ક્રિયા સ્વરૂપ થઈને સ્વીકાર પામનારી બનો અને સારી રીતે નિર્વાહ કરવાના કારણે નિરતિચાર પણ બનો.
જો મારી સુકૃતાનુમોદના અરિહંતાદિના પ્રભાવથી આવી ઉત્તમ કોટિની બનશે તો જ મને તેનું ફળ પ્રાપ્ત થશે.
અરિહંતાદિ પરમેષ્ઠી ભગવંતોના પ્રભાવની તો શી વાત કરું ? વીતરાગ, સર્વજ્ઞ અને પરમ મંગલસ્વરૂપ તે ભગવંતો તો અચિત્ત્વ તારક શક્તિથી યુક્ત છે. આથીસ્તો તેઓ સર્વ જીવોના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં પ્રધાન કારણભૂત છે.
પણ અફસોસ ! હું કેવો મૂઢ છું, પાપી છું ! હું અનાદિકાલીન મોહસંસ્કારોથી વાસિત છું. મારા સાચા હિતાહિતનો અજાણ છું.
હવે મારી કામના છે કે અરિહંતાદિ ભગવંતોના અચિન્ત્ય પ્રભાવથી હવે હું મારા હિતાહિતનો જાણકાર બનું. એટલું જ નહિ પણ મારા અહિતકારક ભાવોથી હું નિવૃત્તિ લઉં અને મારા હિતકર ભાવોમાં હું પ્રવૃત્તિ કરું. સર્વ જીવરાશિ પ્રત્યે દયાપૂર્ણ મારો ઉચિત વર્તાવ રાખવા સાથે હું જિનાજ્ઞાઓનો આરાધક બનું.
કારણ કે મારું પોતાનું હિત તે જ રીતે શક્ય છે એ વાત હું સુપેરે જાણું છું. બસ... હું સદા ઈચ્છું છું પરકીય સુકૃતોની હાર્દિક અનુમોદનાઓને.
†††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷¡¡÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷||||||||||||||†↓↓↓↓·↓·↓·↓↓↓↓↓↓↓↓↓·|-||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૧૧૨