________________
આ મારી નમ્રાતિનમ્રભાવે પ્રાર્થના છે. મારી આ પ્રાર્થના સુપ્રાર્થના બનો. મને તેમાં બહુમાનભાવ પ્રગટો.
આવી સુંદર પ્રાર્થના દ્વારા મારા આત્મામાં મોક્ષનું બીજ-પુણ્યાનુબંધી પુણ્યકર્મનો સંગ્રહ-પ્રાપ્ત થાઓ.
અને જ્યારે મને અરિહંત ભગવંતો અને કલ્યાણમિત્ર ગર ભગવંતોનો યોગ થાય ત્યારે મારા આત્મામાં તે કૃપાલુદેવોની સેવા કરવાની લાયકાત પેદા થજો, તેમની આજ્ઞાનું પાલન કરવાની તાકાત પેદા થજો, તેમની ભક્તિથી ભરપૂર મારો આત્મા બની જજો અને તેથી નિરતિચારપણે આજ્ઞાપાલક બનીને મારો આત્મા સંસારનો પારગામી બનજો .
સુકૃત-અનુમોદના :
સંવિગો જહાસત્તીએ સેવેમિ સુકવું, અણુમોએમિ સવ્વસિં અરિહંતાણં અણુટ્ટાણે, સવૅસિ સિદ્ધાણં સિદ્ધભાવ, સર્વેસિ આયરિઆણં આયારે, સલૅસિં ઉવજઝાયાણં સુત્તપ્રયાણ, સલ્વેસિ સાહૂણં સાહકિરિ, સલૅસિં સાવગાણે મુખસાહણજોગે, સલ્વેસિ દેવાણં, સવ્વસિં જીવાણું હોઉકામાણે કલ્લાણાયાણં મમ્મસાહણજોગે..... | સર્વ ગુણોથી યુક્ત એવા મોક્ષની કામનાવાળો હું હવે સર્વ જીવોના તે તે ગુણો (સુકૃતો)ની અનુમોદના (સેવના) કરવાનું યથાશક્તિ શરૂ કરૂં છું.
હે સકળ અરિહંત ભગવંતો ! હું આપના ધર્મોપદેશ આદિ સુકૃતોનું અનુમોદન કરું છું.
સિદ્ધ ભગવંતો ! હું આપના સિદ્ધત્વ ભાવની અનુમોદના કરું છું.
હે આચાર્ય ભગવંતો ! હું આપના પંચાચારપાલન આદિ સુકૃતોને અનુમોદું છું.
હે ઉપાધ્યાય ભગવંતો ! આશ્રિત મુનિઓને સૂત્રપાઠનું દાન આદિના આપના સુકૃતોની હું અનુમોદના કરું છું.
હે શ્રમણોપાસકો ! મોક્ષમાર્ગના સાધનભૂત સાધુવૈયાવચ્ચ વગેરે વ્યાપારો સ્વરૂપ આપના સુકૃતોની હું અનુમોદના કરું છું. જેઓ નિકટમાં જ મોક્ષગામી છે અને જેઓ સરળ ચિત્તપરિણતિના સ્વામી છે તેવા સઘળા દેવોના, અરે ! સર્વજીવોના માર્ગાનુસારી જીવનને લગતા સદાચારોના યોગરૂપ સુકૃતોની હું અનુમોદના કરું છું.
નનનનન+નનન+નનનનનનનનન+નનનન+નનનનનનનનનનનનનનનનનનનનનનન+-------
--H-H
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પંચસૂત્ર)
૧૧૧